________________
૨૭.
પ્રભુપ્ત જીવન
વટહુકમ કાઢ્યો અને આપણે તેના ભંગ કર્યો. આ સર્વના મેળ તમે કેવી રીતે બેસાડશે?
આ બધા વ્યાજબી સવાલે છે, અને મને લાગે છે કે તેના ઉત્તર આપવા જ જોઈએ. જે લોકો આ સવાલો પૂછે છે તેમણે જાણવું જોઈએ કે કાયદાએ બે પ્રકારના હોય છે. ન્યાયી કાયદાઓ અને અન્યાયી કાયદાઓ. હું એમ કહેવામાં સૌથી માખરૂં છું કે માણસે ન્યાયી કાયદાએ પાળવા જ જોઈએ અને ન્યાયી કાયદાઓના અમલ કરવાની આપણી નાગરિક ફરજ ઉપરાંત નૈતિક ફરજ પણ છે.
די
અને હું એ પણ કહેતા જ રહીશ કે જો કાયદો અન્યાયી *હાય તા તેના ભંગ કરવા એ પણ આપણી નૈતિક અને આધ્યાત્મિક જવાબદારી છે.
હવે કોઈ પૂછશે કે આ બે વચ્ચે શું ભેદ છે? તે હું કહીશ કે એક તા અન્યાયી કાયદો વિશ્વના નૈતિક કાયદાના વિરોધી હોય છે. ઈશ્વરના કાયદા સાથે તે કાયદો વિસંવાદી હોય છે. જે કાયદા માનવપ્રતિભાને હીન બનાવે તેવા કોઈ પણ કાયદો અન્યાયી કાયદો છે. અને જે કાયદા માનવને ઊર્ધ્વગામી બનાવે છેતે ન્યાયી કાયદો છે. જાતિભેદ – અલગતાવાદ – અન્યાયી છે અને અલગતાવાદને ટેકો આપનાર કાયદાઓ અન્યાયી છે કેમકે જાતિભેદ – અલગતાવાદ પોતે જ અનૈતિક છે.
સંત થેામસ એકવીનારાના શબ્દોમાં કહીએ તે જાતિભેદઅલગતાવાદ – ખોટો છે, કારણ કે તે કુદરતી કાયદાની, સનાતન કાયદાની, વિશ્વના નૈતિક કાયદાની વિરુદ્ધમાં માણસે બનાવેલા કાયદાઓ પર આધારિત છે.
જાતિભેદ ખાટો છે, કેમકે તે અન્યાય અને અનીતિ વચ્ચેના અયોગ્ય સહયોગ દ્વારા ઊભી કરવામાં આવેલી પદ્ધતિમાંથી પેદા થયેલ છે.
જાતિભેદ ખરાબ પ્રથા છે અને તેથી જાતિભેદને ટેકો આપતા કાયદો તે જ ક્ષણે અન્યાય અને અનિષ્ટ કાયદો બને છે.
જ્યારે કોઈ મને કહે છે: “આ બધું મારે માટે અર્થવિનાનું છે. હું નૈતિક નિયમેા જેવી સૂક્ષ્મ વસ્તુઓમાં માનતા નથી અને હું ધાર્મિક નથી, ' ત્યારે હું તેમને મીસીસીપી રાજ્યમાંના કાયદાઓ વિષે કહું છું. અન્યાયી કાયદો એટલે એવા કાયદો કે જે બહુમતીએ લધુમતી પર ઠોકી બેસાડયા હોય; જ્યાં લઘુમતીને કાયદા ઘડવામાં કશે પણ અધિકાર ન હોય કેમકે તેને મત આપવાનો અધિકાર જ આપવામાં ન આવ્યા હોય. તે પછી મીસીસીપી રાજ્યમાંને કોઈપણ કાયદો ન્યાયી છે તેવી દલીલ કોણ કરી શકે તેમ છે?
૨૦,૦૦૦
પહેલું તેા એ કે એ જાતના કાયદા ઘડનાર અધિકારીઓ લોકશાહી રીતે ચૂંટાયા નહોતા. મીસીસીપીમાં માત્ર નિગ્રા (રાજ્યમાંના ૯,૮૬,૦૦૦ નિગ્રામાંથી )ને જ મત આપવાના અધિકાર છે. તેના અર્થ એ કે આમસભા જ લોકશાહીની રીતે ચૂંટાચેલી નથી, અને તેથી તેઓએ ઘડેલા કાયદા સ્વત: અન્યાયી પુરવાર થાય છે.
આમ કહેવામાં હું અંધાધૂંધીની તરફેણ નથી કરતો. હું કાયદાઓનો સામનો કરવાની કે કાયદાઓને બાજુ પર રાખીને ચાલવાની હિમાયત નથી કરતા. અપણામાંના ઘણાં – જાતિભેદને ટેકો આપનારા લોકો આવું કરે છે. આપણે એની તરફેણ કરતા જ નથી. આ જાતના વર્તનથી કોઈપણ પરિણામ નહિ આવે.
તા. ૧૬-૪-૬૫
સાથે કરવા જોઈએ. હું નમ્રતાપૂર્વક જણાવવા માગું છું કે કોઈ પણ વ્યકિત જેને અમુક એક કાયદો અન્યાયી છે એવું એને અંતરાત્મા કહે અને તે કાયદામાંના અન્યાય પ્રત્યે સમાજના અંતરાત્માને જાગૃત કરવા તે તે કાયદાનો ભંગ કરીને જરૂર પડયે જેલમાં રહીને સજા ભાગવવા તૈયાર હોય તો તે વ્યકિત તે જ ઘડીએ એમ કરીને કાનૂન પ્રત્યે – ચાલુ કાયદા પ્રત્યે ઊંચામાં ઊંચો આદર દાખવે છે.
હું એટલું જ જણાવવા માગું છું કે અહિંસાની આ પદ્ધતિમાં એક શકિત રહેલી છે. હું જાણુ' છું કે કેટલાક એ વિષે નિરાશ થયા છે અને એવું માનવા લાગ્યા છે કે આ પદ્ધતિમાં કશી જ અસરકારકતા નથી. કેટલાકો તાજેતરમાં બનેલ બનાવાથી ગુસ્સે થઈ ગયા છે એ પણ હું જાણું છું. તેઓ એવા નિર્ણય પર આવ્યાં છે કે આ અથડામણમાં—આ સંઘર્ષમાં અહિંસક શિસ્તની કોઈ અસર કે પ્રસ્તુતતાય હવે રહી નથી.
પરંતુ હું આ થોડા વર્ષોમાં આપણે મેળવેલા લાભા તરફ નજર કરવા આપને પ્રાર્થના કરું છું, અને એ મોટા લાભા અહિંસાની સીધા પગલાંની અસર દ્વ્રારા જ મળેલા છે. હું ચોક્કસપણે માનું છું કે જો આપણે મોટા પાયા પર હિંસાનો આશરો લીધા હોત તે આ લાભા આપણે મેળવી શકયા ન જ હોત.
અહિંસાની લડત દ્વારા જ આપણે દક્ષિણના ૩૦૦ થી વધુ શહેરોમાં વીશીઓમાંથી જાતિભેદ દૂર કરવામા સફળ થયા છોએ, અને આ બાબત એક પણ કોર્ટ – કેસ વગર આપણે સિદ્ધ કરી શકયા છીએ. અગાઉ ૧૯૫૫ અને ૧૯૫૬માં આલ્બામામાંના મેાન્ટગામેરીમાં કરવામાં આવેલ બસ – બહિષ્કાર અને Freedomridesને લીધે જાહેર વાહનવહેવારના સર્વ ક્ષેત્રમાં આપણે અલગતાવાદને નાબૂદ કરી શકયા છોએ.
પણ આપણા મોટામાં મોટો વિજય તો એ છે કે આપણે એક મેોટો પ્રશ્ન – નાગરિક અધિકારને લગતા પ્રશ્ન – ઊભા કરી શકયા છીએ. નાગરિક – અધિકારના પ્રશ્ન એક એવું રૂપ–આકાર—ધારણ કર્યો છે કે તેની કોઈ પણ ઉપેક્ષા કરી શકે નહિ. હવે તમે નાગરિક અધિકારોની બાબતમાં તટસ્થ રહી શકો એમ છેજ નહિ, કાં તા તમે એની તરફણમાં છે અથવા એનો વિરૂદ્ધમા છે. અને આ ખરેખર અર્થસૂચક છે.
નાગરિક અધિકાર હવે એક એવા પ્રશ્ન છે જેને કોઈ અવગણી શકે તેમ છે જ નહિ, અને એથી આપણને લાગવું જોઈએ કે આપણે પીછેહઠ નહિ પણ પ્રગતિ કરી રહ્યા છીએ. હા, આપણે આપણા પ્રતિપક્ષીઓ વિષે પહેલાં અજાણ હતા; પણ આ પ્રતિપક્ષીઓ સમગ્રપણે ત્યાં જ હતા અને આપણે હવે અમને ખુલ્લામાં લાવ્યા છીએ કે જ્યાં સર્વ કોઈ તેમને ઓળખી શકે અને આખા સમાજ તેનો સામનો કરી શકે અને તેમની પકડમાંથી મુકત બને.
આપણે એવું કહીએ છીએ કે કાયદાઓના ભંગ ખુલ્લી રીતે, હસતાં-હસતાં, પ્રેમથી અને સજા ભાગવવાની પૂરેપૂરી તૈયારી માલિક શ્રી મુંબઇ જૈન યુવક સંધઃ મુદ્રક, પ્રકાશક : શ્રી પરમાન મુખ–૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ
તા હું હજીયે એવી પ્રતીતિ ધરાવું છુ કે અહિંસામાં એક અમેઘ શકિત રહેલી છે અને આપણે જાતિભેદની કરુણતાનો અંત ન લાવીએ અને જેમાં અલગતાવાદ નાબૂદ થયો હોય અને સર્વ અંગાનું સંવાદી સંગઠન થયું હોય એવા સમાજના નિર્માણ તરફ પગલાં માંડતા ન થઈએ ત્યાં સુધી આ માર્ગ, આ પદ્ધતિ, આ ફિલસુફીને અનુસરવા, અમલી બનાવવા માટે આપણે કટિબદ્ધ થવું જોઈએ.
સમાજૂ
અનુવદિકા : ડૉ. શારદાબહેન ગોરડિયા
મૂળ અંગ્રેજી : ડૉ. માર્ટીન લ્યુથર કીંગ
કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, પીપલ પ્રેસ, કાટ, મુંબઈ.