________________
તા: ૧૬-૪-૬૫
પ્રબુદ્ધ જીવન
૨૭૭ '
અહિ સક પ્રતિકાર -
(ગતાંકથી ચાલુ) અહિંસામાં એક બીજી વસ્તુ પણ ગભિત છે. તે કહે છે કે વાતના એક પ્રબળ સામાજિક શકિત બની શકે છે અને હિંસક પ્રતિકાર પણ આ જ મુદ્દો આગળ ધરે છે. એ રીતે આ બન્ને પદ્ધત્તિઓમાં એક પ્રકારનું સામ્ય હોવાનું માલૂમ પડે છે. આ દષ્ટિબિંદુ પર યુદ્ધ અને હિંસાની શકિતએ અહિંસા સાથે સહમત થાય છે. હિંસા અને અહિંસા બંને એમ સૂચવે છે કે યાતના એક અમેઘ સામાજિક શકિત બની શકે છે. પરંતુ બંને વચ્ચે ભેદ એ છે કે હિંસા એમ કહે છે કે જયારે તમે બીજાને યાતનાને ભેગ બનાવો છે ત્યારે તે અમેધ સામાજિક શકિત બની શકે છે, ત્યારે અહિંસા એમ કહે છે કે જ્યારે તમે પોતાની જાત ઉપર યાતનાને નોતરો છે ત્યારે યાતના એક અમેઘ સામાજિક શકિત બની શકે. તે પાછળ એ પ્રતીતિ રહેલી છે કે Unmerited suffering is always redemptive – કોઈપણ દોષ કે અપકૃત્યના બદલારૂપે નહિ પણ કોઈ શુભ પરિણામના હેતુપૂર્વક સ્વેચ્છાએ નોતરેલી યાતના સમગના કલ્યાણમાં પરિણમે છે.
- આમ અહિંસાના અનુયાયી તેના પ્રતીપક્ષીને કહેશે: અમે અમારી યાતના સહન કરવાની શકિત વડે તમારી યાતના પહોંચાડવાની શકિતનો સામનો કરીશું. અમે તમારી ભૌતિક શકિતને અમારી આધ્યાત્મિક શકિત વડે સામને કરીશું. અમારી પ્રત્યે તમારે જે કરવું હોય તે કરો; એમ છતાં પણ અમે તમને ચાહીશું. અમે અમારા અત્તરથી તમારા અન્યાયી કાયદાનો અમલ કરી શકીએ એમ નથી, તેથી અમને જેલમાં પૂરો, અને એ ગમે તેટલી કઠિન હોય તો પણ અમે જેલમાં જઈશું અને છતાં અમે તમને ચાહીશું. અમે તમને - પ્રેમ જ કરીશું, પણ ખાત્રી રાખજો કે અમારી સહનશકિત વડે અમે તમને આખરે થકવી નાખીશું અને એક દિવસ અમે અમારી સ્વતંત્રતા મેળવીશું; અમે તમારા હૃદયને અને અંતરાત્માને અનુરોધ કરીશું, અપીલ કરીશું, વિનવીશું અને એ પ્રક્રિયા દ્વારા અમે તમને જીતીશું અને આ રીતે અમારી જીત બમણી જીત હશે.
આ છે અહિંસાને ઊંડો અર્થ અને એ જ એવું તત્ત્વ છે . જે પ્રતિપક્ષીને આખરે પરાસ્ત કરે છે. તે તેની નૈતિક દીવાલોને તોડી નાંખે છે, તેના સ્વત્વને પાંગળું બનાવે છે અને સાથે સાથ તેના અંતરાત્મા ઉપર ગંભીર અસર નીપજાવે છે, અને આને પ્રતિકાર કરવાનું તે જાણતા નથી.
જો તે તમને મારે નહિ તે તે વિસ્મયજનક છે. જે તમને જેલમાં ન પૂરે છે તે પણ આશ્ચર્યકારક છે. પરંતુ જો તે તમને જેલમાં પૂરે તે તમે તે જેલને સ્વતંત્રતા અને માનવ પ્રતિષ્ઠાનું સ્વર્ગ બનાવી શકો છો. જો તમને તે મારી નાખવાનો પ્રયત્ન કરે તે પણ તમે એટલું આંતરિક સમાધાન કેળવજો કે એવું કંઈક અમૂલ્ય, કંઈક પ્રિયતમ, કંઈક સનાતન સત્ય છે જેને માટે પ્રાણની આહુતિ અનિવાર્ય છે. જેને માટે જિંદગી ન્યોછાવર કરી શકાય એવું ધ્યેય જો માણસે ન મેળવ્યું હોય તે તે જીવવવાને લાયક જ નથી. જો ત્રીસ વરસની ઉંમરની વ્યકિતએ, જેને માટે તે મરવા તૈયાર હોય એવું કાઈક મહાન સત્ય, એવા કોઈક મહાન સિદ્ધોન, મહાન આદેશ ન શોધ્યા હોય તે તે જીવતો છતાં મૃતવત છે. જો તેને પડકાર આપવામાં આવે અને તે ડરીને, પિતાના ઘર પર બોંબ પડશે એવા ભયથી,
ભયથી, પિતાને ગોળી મારવામાં આવશે એવી બીકથી કે પોતે નેકરી ખાશે એવી આશંકાથી તે પડકારને સામનો નહિ કરે તો તે ભલેને ૮૦ વરસ સુધી જીવે, પણ તે ત્રીસ વરસની ઉંમરથી માંડીને ૮૦ વર્ષ સુધી જીવતાં છતાં મરી ગયેલે જ છે અને ૮૦ વરસની ઉંમરે તેના
શ્વાસનું બંધ થવું એ તો માત્ર એના આત્માના પૂર્વે થયેલ મૃત્યુની જાહેરાત માત્ર છે. અહિંસાની આ દષ્ટિ છે. અને તેને માલૂમ છે કે સ્વેચ્છાપ્રાપ્ત યાતના એક અમેધ સામાજિક શકિત છે.
બીજી પણ એક વસ્તુ હું અહીં રજૂ કરી દેવા માગું છું. અને તે એ કે અહિંસાની ફિલસૂફીમાં માનવસ્વભાવને વિષે આશાવાદી તત્ત્વ રહેલું છે. અહિંસા જણાવે છે કે માનવસ્વભાવમાં Goodness - સારાપણા – ની આશ્ચર્યજનક શકયતાઓ રહેલી છે. હવે હું આશા રાખું છું કે આ મુદ્દા અંગે ગેરસમજ નહીં થાય, કેમકે ઘણાખરા અહિંસાના અને શાંતિવાદના પૂજારીએ માનવસ્વભાવ વિશે વધુ પડતી છીછરી સમજણ ધરાવતા હોય છે અને સાથે સાથે વધારે પડતા લાગણીપ્રધાન હોય છે. તેઓ માનવસ્વભાવમાં રહેલ વૃત્તિઓના સ્વરૂપને સાચી રીતે પિછાની શકતા નથી. આપણે બધા જ એ વસ્તુ સ્વીકારીશું કે માનવસ્વભાવમાં પરસ્પરવિરોધી એવી વૃત્તિઓનું દ્વન્દ્ર રહેલું છે. આપણા સર્વેમાં એ દ્વિમુખી તત્ત્વ રહેલું છે, જે પ્લેટનું વચન પૂરવાર કરે છે કે માનવપ્રતિભા બે જોરાવર ઘોડાવાળા રથ જેવી છે, જે બંને ઘોડાઓ સામસામી દિશાએ જવા મથે છે. આપણામાં એવું કંઈક રહેલું છે કે જે આપપણને સંત ઓગસ્ટાઈન જે તેના ‘એકરાર” માં કહે છે તેની સાથે ઉદ્ગારવા પ્રેરે છે–“પ્રભુ મને પવિત્ર બનાવો – પણ હમણાં નહિ.” માનવસ્વભાવમાં ઉચ્ચ અને અવનત વચ્ચે – ધર્મ અને અધર્મ વચ્ચે આ સંઘર્ષ અને સંગ્રામ ચાલી રહ્યો હોય છે.
પણ આ વસ્તુ સમજી લીધા પછી અને આ વાસ્તવિક રૂપે વ્યકત કર્યા પછી, આપણે એ પણ સ્વીકારવું જ જોઈએ કે જેવી રીતે માણસમાં ખરાબ કરવાની વૃત્તિ છે તેમ સારું કરવા માટેની પણ વૃત્તિ છે જ. જો હિટલર માણસને અંધકાર તરફ અને ઊંડી ખીણ ભણી દોરી શકે છે તે એક ગાંધી માણસને અહિંસા અને કલ્યાણના ઊંચા શિખર ભણી લઈ જઈ શકે છે. આપણે માનવસ્વભાવની આ બંને શકયતાઓને પિછાનવી જોઈએ. અહિંસાની શિસ્ત આ જ માન્યતાના આધારે કહે છે કે દુષ્ટમાં દુષ્ટ મનુષ્ય – જાની પ્રથા સાથે પોતાની સર્વ શકિતથી જોડાયેલ મનુષ્ય પણ – બદલાઈ શકે છે.
વળી અહિંસા એક બીજી વસ્તુ પણ સૂચવે છે. એ કહે છે કે ખરાબ સાથે સહકાર કરવા પોતે તૈયાર છે એવી છાપ ઊભી થાય એ હદ સુધી માનવીએ પોતાની જાતને કદી જવા દેવી ન જોઈએ. આમાંથી સીધા પગલાંની છતાં અહિંસક ઐવી લડત ફલિત થાય છે. આ છે કાયદાના સવિનયભંગને પ્રશ્ન.
અંતિમ વિશ્લેષણના પરિણામે સવિનયભંગને અર્થ આ છે. ઈષ્ટ સાથે સહકાર કરવો એ જેટલો નૈતિક ધર્મ છે તેટલો જ અનિષ્ટ સાથે અસહકાર કરવો એ અનિવાર્ય ધર્મ બને છે. આ જ બાબત હેનરી ડેવિડ થોરાએ એના સભ્ય સવિનયભંગ ઉપરના નિબંધમાં સચોટ રીતે જણાવી છે.
હું જાણું છું કે આપણી લડતમાં આ જ મુદ્દાની સૌથી વધુ ટીકા થાય છે; અને હું એ ટીકા સમજી શકું છું, કારણ કે આપણે લોકોને કાયદો પાળવાનો અનુરોધ કરીએ છીએ અને છતાં કેટલીક બાબતમાં આપણે તેને ભંગ કરીએ છીએ. આખા દેશના સર્વ કોઈ લોકોને આપણે જણાવીએ છીએ કે દરેકે સુપ્રીમ કોર્ટના ૧૯૫૪ ના ચૂકાદાનું પાલન કરવું જોઈએ, અને એમ છતાં કેટલાક દિવસ અગાઉ જ આલ્બામામાંના બરમાંહામમાં આપણે સ્થાનિક કાયદાઓને ભંગ કર્યો હતો. અને પછી રાજ્યની કોર્ટે વચગાળાને એક