________________
ner
ગાંધીજીની શિખામણ સાંભરી આવી, તરત જ નિશ્ચય કરી હું દિલ્હી પહોંચ્યો અને પૂજ્ય મહાત્માજીને મળી તેમની પાસે મારું અંતર ખાલી દીધું. મારી વાત સાંભળી તેમને ખૂબ જ પ્રસન્નતા થઈ અને સરદાર પટેલને મળી ચર્ચા કરવા તેમણે સલાહ આપી, તે પછી તા હું ગાંધીજીને વારંવાર મળવા જતા અને સરદાર સાથેની ચર્ચાની વિગતથી તેમને વાકેફ રાખ્યા કરતા. આ બધાના પરિણામ રૂપે છેવટે ભાવનગર રાજ્ય ગાંધીજીના આશીર્વાદ સાથે લોકશાહીના માર્ગે પહેલ કરી.
પ્રભુ જીવન
“ભાવનગર પાછા ફરતાં પહેલાં હું તેમની રજા લેવા ગયા ત્યારે મહાત્માજીએ મને પૂછ્યું કે, “તમારી સત્તા પ્રજાને સાંપા તા છે, પણ તમારા પેાતાના સાલિયાણાનું શું?” મે ઉત્તર આપ્યો, “આપની ઉપર પરમ શ્રદ્ધા રાખી, જયારે મારી લાખાની પ્રજાનું ભાવિ આપના હાથમાં સોંપી ચૂક્યો છું, તા પછી મારા એકલાના ભાવિને આપ જેવા મહાપુરુષની શુભનિષ્ઠાને સોંપી દેતાં અચકાવાનો મને શું અધિકાર છે? મારા સાલિયાણાના પ્રશ્ન આપના ચરણમાં જ ધરી દઉં છું. આપને ઠીક પડે તેમ ઉક્લજો. આપના હાથે મારું' કદી પણ અશ્રેય નહીં થાય.
“આ સાંભળી મહાત્માજી ખૂબ હસી પડયા અને તેમની લાક્ષણિક શૈલીમાં મને અંતરથી આર્શીર્વાદ આપ્યા. તે વખતે મને ખબર નહોતી કે આ મારી છેલ્લી મુલાકાત હતી. પરંતુ તેમના આશિષના શબ્દો હજૂ પણ મારા કાનમાં ગૂંજી રહ્યા છે અને તે પવિત્ર સ્મરણને હું મારું પરમ ધન માની મારા હૃદયમાં સંઘરી રહ્યો છું.”
૧૯૩૭માં હરિજનફાળા માટે ગાંધીજી ભાવનગર આવ્યા અને ભાવનગર મહારાજાને મળ્યા તે પ્રસંગ મે' પણ સર પ્રભાશંકર પટ્ટણી
ના માઢેથી સાંભળેલા, તેમાં મારી યાદ મુજબની એક વિગત ઉમેરવાની રહે છે. ગાંધીજીથી અત્યંત પ્રભાવિત બનીને મહારાજાએ બાળસરળભાવે ગાંધીજીને એમ કહેલું કે, “હવે આપ સાબરમતીના સત્યાગ્રહ આશ્રમમાં પાછા જવાના નથી તા, અમારે ત્યાં આપ આવીને કેમ ન રહેો? અમે આપને બધી સગવડ આપીશું અને આપ અમારે ત્યાં આવીને વસે તો અમારી પ્રજાને કેટલા બધા લાભ થાય? તા આપ હવે પછી અહિં આવીને વસવાનો વિચાર કરો એવી મારી વિનંતિ છે.” ગાંધીજી આ યુવાન મહારાજાની મુગ્ધતાભરી વાણી સાંભળીને ખૂબ હસી પડયા. તેમના મનમાં થયું કે, બીજા રાજાઓ મને આફત ગણીને તેમને ત્યાં જતા હોઉં તો મને ટાળવાનું—મારાથી દૂર રહેવાનું—વિચારે છે, આ રાજા તે મને પેાતાને ત્યાં આવીને રહેવાનું કહે છે. બાપુજીએ જવાબ આપ્યો કે, “આપ આવી ઈચ્છા પ્રગટ કરો છે. એથી મને ઘણા આનંદ થાય છે, પણ મારી જેવા તા આપનાથી દૂર હોય એ જ સારું છે. હું અહિં આવીને રહું અને કોઈ પણ ઠેકાણે કોઈ યાય થતો જોઉં તા મારાથી શાન્ત બેસી રહેવાય નહિ; મારાથી કાંઈ એવું થઈ બેસે કે જેને લીધે હું તમારે ત્યાં ઉપાધિરૂપ બની બેસું. માટે ‘હું તા જ્યાં છું ત્યાં જ ઠીક છું.” આ બે વ્યકિતઓ વચ્ચેના આ મીઠો વાર્તાલાપ બન્નેની આગવી મહત્તાના ભારે સૂચક છે.
ઉપધાન સમારંભ અંગે થોડો ખુલાસો
તા. ૧૬-૧-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં ‘ઉપધાનના તે રાફડો ફાટયા છે.' એ મથાળા નીચે એક નોંધ પ્રગટ થઈ હતી અને ત્યારેબાદ મુંબઈ - સમાચારમાં પણ તે પુનર્મુદ્રિત થઈ હતી અને તે નોંધ ઉપર ત્યાર બાદ અનુકૂળ તેમ જ પ્રતિકૂળ અનેક ચર્ચાપત્રો પ્રગટ થયાં હતાં, આ સર્વ ચર્ચાપત્રાના ઉત્તરરૂપે મારો એક નાના સરખા ખુલાસા તા. ૩૦-૩-૬૫ના મુંબઈ સમાચારમાં પ્રગટ થયા હતા જે અહિં પણ આપવા ઉચિત લાગે છે. આ ખુલાસા નીચે મુજબ હતા:
તા. ૧૬-૪-૯૫
મારે લખવું જોઈતું હતું. અજાણતાં પણ આવી ભૂલ થવા માટે હું દિલગીર છું.
(૧) ઉપધાન સમારંભ અંગેનો કાર્યક્રમ જણાવતા એક દિવસ ઉપવાસ અને એક દિવસ બેસણુ એવા જે ક્રમ મારા લખાણમાં જણાવવામાં આવ્યો છે તેમાં, બેસણાને બદલે એકાસણુ એમ
(૨) આમ એકારાણાના ભાજન માટે તરેહ તરેહનાં મિષ્ટાનો અને ભાતભાતની વાનીઓ કરવામાં આવે છે એનો કોઈ પણ ચર્ચાપત્રમાં ઈન્કાર કરવામાં આવ્યો હોય એમ મારા જેવામાં આવ્યું નથી. જો પ્રસ્તુત તપસ્યા પાછળ સ્વાદવૃત્તિ ઉપર સંયમ કેળવવાનો આશય હે.ય તો, ભજનના દિવસે જે કાંઈ ખારાક આપવામાં આવે તે એકદમ સાદો અને સાત્ત્વિક હોવા જોઈગે, જ્યારે ઉપધાન સાથે જોડાયલા એકાસણાની અંદર પીરસવામાં આવતું ભાજન માદક અને સ્વાદવૃત્તિને ઉત્તેજક હેય છે. આ ભાજનપતિ તપની ભાવનાની અત્યંત વિરોધી છે.
(૩) એક સ્વતંત્ર ધાર્મિક તપશ્ચર્યા તરીકે કદિ કોઈ સ્થળે ઉપધાનનું આયોજન કરવામાં આવે તો તે સામે કશો પણ વાંધા ઉઠાવવા જેવું નથી. પણ આજે તા જ્યાં જ્યાં શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુઓ સ્થિર થઈને રહ્યા હોય છે ત્યાં ત્યાં મોટા ભાગે અને ઘણા મેોટા પાયા ઉપર ઉપધાન સમાર ંભા ગોઠવવામાં આવે છે અને તે પાછળ હજારો નહિ, બલકે, લાખો રૂપિયાના વ્યય કરવામાં આવે છે અને સમાજનું સ્થાયી હિત થાય એવું તેનું કોઈ પરિણામ જોવામાં આવતું નથી. આ દૃષ્ટિએ આજે ચાલી રહેલા ઢગલાબંધ ઉપધાનાનો સખ્ત વિરોધ થવો જોઈએ એમ મારૂં માનવું છે. આપણા અધ:પતનની પરાકાષ્ઠા
તા. ૮-૪-૬૫ના ‘મુંબઈ - સમાચાર’ ના અગ્રલેખમાંની ‘મધિનષેધ’ સાથે સંબંધ ધરાવતી નીચેની નોંધ આપણે કયાં જઈ રહ્યા છીએ તે અંગે આપણુ સચોટ ધ્યાન ખેંચે છે:
“આઝાદીની લડત દરમિયાન પ્રથમ ચૌદ અને પછીથી આઢાર મુદ્દાના કાર્યક્રમ ગાંધીજીએ આપ્યા હતા, એ રચનાત્મક કાર્યક્રમમાં દારૂબંધીને મહત્ત્વનું સ્થાન અપાયું હતું અને એ કાર્યક્રમ - દારૂબંધીના અમલ કરવા માટે સત્યાગ્રહ કરીને અનેક સ્ત્રીપુરુષોએ પોતાનાં માથાં ભંગાવ્યાં હતાં અને કારાવાસ પણ વેઠયા હતા. આઝાદી પછી દારૂબંધીને આપણા બંધારણમાં આદેશાત્મક સિદ્ધાંતામાં સ્થાન મળ્યું અને કેટલાંક રાજ્યોએ દારૂબંધીના કાર્યક્રમ અપનાવ્યો પણ ખરો.
“આ સંજોગામાં બીજાઓ! ગમે તેમ કરે પણ કોંગ્રેશજનાથી તા દારૂબંધીની નીતિની વિરૂદ્ધનું વર્તન થઈ જ ન શકે. કૉંગ્રેસજન માટે આવી ક્લ્પના પણ આવી ન શકે. છતાં પૂનામાં આ ગુડી પડવાના દિવસે જે કાંઈ બન્યું છે તે ‘વિવેક ભ્રષ્ટાનાં ભવતિ વિનિપાત: શતમુખ:' એ ઉકિતની યાદ તાજી કરાવે છે. કેંગ્રેસજને પણ વિવેકભ્રષ્ટ થઈને દારૂ વેચવાના ધંધા શરૂ કરવા લાગે એના જેવા બીજો વિનિપાત, એના જેવું બીજું પતન, ક્યું હોઈ શકે? પૂનાના સમાચાર જણાવે છે તેમ, ગુડી પડવા - મહારાષ્ટ્રમાં એ દિવસ નૂતનવર્ષારંભના દિવસ તરીકે ઊજવાય છે-એ પૂનાના આગેવાન કૉંગ્રેસી, ધારાસભ્ય અને માજી નગરપતિ શ્રી બાબુરાવ સણસના સૌથી મોટા પુત્રની માલિકીની દારૂની દુકાનનું ઠાઠમાઠથી ઉદ્ ઘાટન થયું. એને માટેના સમારંભમાં જૂના વિભાગના કમીશનર શ્રી. એસ. વી. ચવ્હાણે હાજરી આપી, જૂના જિલ્લા પરિષદના પ્રમુખ શ્રી શંકરરાવ ઉરસળ, વિધાન પરિષદના કાગ્રેસી સભ્ય શ્રી તેલંગ, પૂનાના માજી કેંગ્રેસ નગરપતિ શ્રી. શિવાજીરાવ બેહરે અને બીજા સંખ્યાબંધ કોંગ્રેસીઓએ પણ હાજરી આપી અને એક મરાઠી દૈનિક જણાવે છે તે જો સાચુ હાય તા છેવટે ચા પાનને બદલે મદ્યપાનના કાર્યક્રમ પછી સમારંભ પૂરો થયો'. આ વાંચતા કોઈને પણ ખેદ થયા વિના નહિ રહે. ‘નશાબંધીથી નવજીવન' ના પ્રજાને બોધ આપનારા કૉંગ્રેસીઓ જ દારૂની દુકાન માંડવા લાગે એના જેવા બીજો અધ:પતન ક્યો હાઈ શકે ???
આ નોંધમાં એટલું જ ઉમેરવાનું રહે છે કે, જ્યાં વાડ વેલાને ગળવા માંડે ત્યાં કોઈ પણ ક્ષેત્ર સુરક્ષિત રહી ન જ શકે, જેમના માથે રાજ્યબંધારણને એક યા બીજી રીતે ટેકવવાની જવાબદારી છે તે જ લોકો જો આમ મધનષેધના કાયદાની છડે ચોક અવમાનના કરે તે પછી મનિષેધનો કશો અર્થ નહિ રહે અને બંધારણ પણ ધીમે ધીમે હાંસીપાત્ર બનવાનું. ગાંધીજીનું ભારત આ દશાઓ પહેચશે એવી વીશ વર્ષ પહેલાં કોઈને ક્લ્પના પણ આવત ખરી?
પરમાનંદ