________________
૨૦૦
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૫
સંકળાયેલા છે. યુદ્ધ ફાટયું તે પહેલાં થોડા રામય અગાઉ હેબરે હવાને નાઈટંજન સ્થાયી ક્રવાની (Fixationની) રીત શોધી હતી. આ શોધ અતિ મહત્ત્વની હતી. આ રીતે પ્રથમ કૃત્રિમ ખાતર મેળવીને ખેતીને ખૂબ ફાયદો મળવાનો હતો. આ ખાતર એટલે સુરોખાર-સેલ્ટપિટર. હવે એ જાણીતું છે કે, સૉલ્ટપિટર દારૂગેળાને એક ભાગ છે. જર્મનીના લશ્કરી સત્તાધીશોએ યુદ્ધસંચાલન અંગે બધી તૈયારી ક્રી હતી, પણ ટપિટર ચીલીમાંથી આયાત થાય છે એ વિચાર્યું નહોતું. અને મિત્રરાજાએ કરેલી નાકાબંધીને લીધે આ આયાત કપાઈ ગઈ હતી. હેબરે આ શોધ કરી ન હોત, તો દારૂગોળાની તંગીને લીધે જર્મનીએ છ મહિનામાં યુદ્ધ ગુમાવ્યું હતું. આમ તે સમયથી વૈજ્ઞાનિક વિચાર અને તેને ઉપયોગ કરવાની યંત્રવિજ્ઞાનની શકિત દુનિયાના ઈતિહાસનાં નિર્ણયાત્મક તો બન્યાં છે.
ખાઈનું યુદ્ધ તોડવા અને મેર આગળ ચલાવવા હેબર બીજી વાર કામમાં આવ્યા હતા. તેણે રાસાયણિક યુદ્ધપદ્ધતિ (Chemical warfare) શેધી. દુશ્મનને ખાઈઓમાંથી હાંકી કાઢવા ઝેરી વાયુઓ-કર્લોરીન, પછી મસ્ટાર્ડ ગેસ જેવા પ્રબળ નુકસાનકારક ઝેરી વાયુઓને ઉપયોગ શેળે. આ રીતે શરૂઆતમાં ફત્તેહમંદ નીવડી: પણ પવનની દિશા, હવામાનની સ્થિતિ અને ગેસ માસ્કની શધે તેની અસરકારકતા મર્યાદિત કરી દીધી, અને દુશ્મને પણ એને વધારે સારી અસરકારક રીતે વાપરવાનું શીખી ગયા. અતિ ઉચ્ચ નીતિના આદર્શાવાળા મારા ઘણા સાથીઓએ પણ આ કામમાં ભાગ લીધે. હેબરની જેમ તેમને મન પણ દેશને બચાવ સર્વોચ્ચ આદર્શ | હતા. પણ હવે મને મારૂં અંત:કરણ ખૂબ જ ડંખવા લાગ્યું. મુદો આ હતો: પ્રબળ વિસ્ફટકો કરતાં ઝેરી વાયુના ટેટાં વધારે અમાનુષી હતા એ પ્રશ્ન નહોતે, પણ યુદ્ધહથિયાર તરીકે ઝેરી વાયુને ઉપયોગ પ્રાચીનકાળથી હીચકારા ખૂનના સાધન તરીકે ગણાતો હતો. તે ઝેરી વાયુના ઉપયોગને યુદ્ધના શસ્ત્ર તરીકે વાપરવા દેવે છે કે નહિ એ પ્રશ્ન હતો; કારણ કે, આવી કોઈ મર્યાદા સ્વીકારવામાં ન આવે તે પછી કોઈ મર્યાદાને સ્થાન જ નહિ રહે. ઘણાં વર્ષો બાદ–ખરેખર હિરોશિમા પછી–આ બાબતમાં મારા વિચારે ખરેખર સ્પષ્ટ થવા લાગ્યા. નહીંતર, વિજ્ઞાનીની સામાજિક જવાબદારીનું ભાન મારા અગાઉના શૈક્ષણિક કાર્યમાં અભિવ્યકત થયું હોત અને મારા વિદ્યાર્થીએમાંનાં ઘણાં પરમાણુબોમ્બના કાર્યમાં મારી સાથે જોડાવા તત્પર ન થયા હોત.
પ્રથમ યુદ્ધ વખતે આ બાબતમાં આવા વિચારો ધરાવનાર હું એક્લો જ નહોતો, એ ૧૯૩૩માં જ્યારે હું નિર્વાસિત તરીકે ઈંગ્લાંડમાં કેમ્બ્રીજ આવ્યું ત્યારે મને સ્પષ્ટ થયું. ત્યાં મારૂં ખૂબ પ્રેમપૂર્વક સ્વાગત થયું. યુદ્ધમાં જર્મનીને ખૂબ સેવા આપી હતી, છતાં જેને જર્મની છોડવું પડયું એ હેબર આવકાર ન પામે. સૂકલીઅર ભૌતિક વિજ્ઞાનના સ્થાપક અને અમારા જમાનાના મહાન ભૌતિક વિજ્ઞાનીઓમાંના એક લૉર્ડ રૂથરફોર્ડે , જે હેબરને પાર્ટીમાં નિમંત્રણ આપવામાં આવે છે, મારા ઘેર આમંત્રણ સ્વીકારવાની ના પાડી, કારણ કે તેઓ રાસાયણિક યુદ્ધના પ્રણેતા સાથે હસ્તધૂનન કરવા માગતા ન હતા. - લંડે રૂથરફોર્ડ કઈ રીતે શાંતિવાદી નહતા. પોતાના દેશના સંરક્ષણમાં તેમણે માટે ફાળો આપ્યો હતો. પણ સંહારના સાધન તરીકે અમુક મર્યાદા બહારનાં શસ્ત્ર વાપરવા સામે તેમને સુખ વિરોધ હતો. શસ્ત્રોના ઉપયોગ માટે નૈતિક મર્યાદાની હદ બાંધ્યા વિના અમર્યાદિત વિનાશ સંભવે અને તેથી સંસ્કૃતિને અંત આવે એ ખૂલાસે તેમણે આપ્યો હોત એમ હું માનું છું.
આ મારી માન્યતા સાચી પુરવાર થઈ છે. રાસાયણિક યુદ્ધ માનવજાતની નિર્ણયાત્મક નૈતિક હાર છે. ગયા યુદ્ધમાં ઝેરી વાયુ વાપરવામાં આવ્યા ન હતા–જીનિવા કન્વેન્શને તેના પર પ્રતિબંધ મૂક્યા હતાછતાં, બધી લશ્કરી સત્તાઓએ રાસાયણિક યુદ્ધનું સંચાલન કરવાની તૈયારી રાખી હતી અને તેના વિકાસ અર્થે સંશોધનની સંસ્થા
ઓ ઊભી કરી હતી. લક્ષ્મી ફાયદો થતો હોય તો એને ઉપયોગ કરવાની તક કોઈ દેશ ચૂકતે નહીં. એક વાર રાસાયણિક યુદ્ધને લગતાં અંકુશો ફગાવી દેવાય એટલે ઓગણીસમી સદીમાં સ્વીકરાયેલે સિદ્ધાંત-દેશના દુશ્મનોના લશ્કરી બળો સામે લડત થાય, પણ તેની બીનલશ્કરી (સિવિલિયન) પ્રજા સામે નહીં–તૂટી પડે.
આંતરરાષ્ટ્રીય કાયદાને હું નિષ્ણાત નથી અને એ અંગે ગ્રોશિયસ અને તેના ઉત્તરાધિકારીઓનું સાહિત્ય મેં કાંઈ વાંચ્યું નથી. એટલે આ સિદ્ધાંતને ઈતિહાસ રજા ન કરી શકે, પણ જે બનાવો મેં જોયા છે તેની અસર રજુ કરી શકે. એ સ્પષ્ટ છે કે, બીનલશ્કરી પ્રજાને યુદ્ધને લીધે હંમેશાં ખૂબ સહન કરવું પડયું છે–ો એ યુદ્ધવિસ્તાર નજીક હોય તે ખાસ કરીને. ઘેરો ઘાલેલા શહેરો અને સમગ્ર પ્રદેશની પ્રજામાં ભૂખમરે યુદ્ધવિરામ થયા બાદ પણ) “ચાલવા દેવાય” એવું સ્વીકારવામાં આવે છે. - હવાઈદળની ખિલવણીને પરિણામે બીજા યુદ્ધ દરમિયાન આ ભેદદિવાલ પણ તૂટી ગઈ. ખુલ્લાં શહેર પર હવાઈમારો કશ્યામાં જર્મની અગ્રેસર હતું. વરસે અને પેલાડના અન્ય શહેરે; પછી રોટરડામ એસ્કે, કોવેન્ટી, અને ડક્ક; પછી લંડન પર ભીષણ બ્લીઝ, વખતે હું એડીનબરોમાં હતો અને મિત્રો અને સાથીઓની તિરસ્કારપૂર્ણ ટીકાઓ આ નીતિવિહોણા યુદ્ધ માટે સાંભળતા. અને સાથે સાથે બોલાતું કે, ઈંગ્લાંડ આ અનૈતિક યુદ્ધનું અનુકરણ કદી નહીં કરે. પણ આ અપેક્ષા ખોટી પડી.
(અપૂર્ણ) અનુવાદક: ડૅ. નૃસિહ મુળજી શાહ મૂળ અંગ્રેજી: શ્રી મેક્ષ બેન
સ ઘ સમાચાર શ્રી વિમલાબહેન ઠકારને વાર્તાલાપ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે જાન્યુઆરી ૪, સેમવાર (ગયા અંકમાં ભૂલથી મંગળવાર છપાયું છે તે મંગળવાર નહિ પણ સેમવાર) સાંજના ૬ વાગ્યે યુરોપથી તાજેતરમાં પાછાં કરેલાં શ્રી વિમલાબહેન ઠકારને વાર્તાલાપ ગોઠવવામાં આવ્યું છે. સ્થળ: શ્રી લીલાવતીબહેન દેવીદાસનું નિવાસસ્થાને “શકિત વિલા', મણિભવનની સામે, લેબર્નમ રેડ, ગામદેવી. આ વાર્તાલાપમાં ભાગ લેવા સંઘના સભ્યોને તેમ જ જિજ્ઞાસુ ભાઈ - બહેનોને નિમંત્રણ છે. નેફાના અનુભવો અને અહિંસક સંરક્ષણવિચાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે સંઘના કાર્યાલય (૫૪૭, ધનજી સ્ટ્રીટ, માં જાન્યુઆરી ૨૧, ગુરુવાર સાંજના છ વાગ્યે ભારત ઉપર ચીની આક્રમણ થયું એ અરસામાં નેકા વિસ્તારમાં જેમણે પ્રવાસ કર્યો હતે એવાં અને વર્ષોથી દહેણુ બાજુ આદિવાસી વિભાગમાં સેવાકાર્ય કરી રહેલાં પતિ-પત્ની, શ્રી વસન્ત નારગેળકર અને શ્રીમતી કુસુમ તાઈને નેફા વિસ્તારના અનુભવે તેમજ- 'nonviolent defence?-અહિંસક સંરક્ષણ વિચાર - ઉપર વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. આ રસપ્રદ તેમ જ સાહસસભર વાર્તાલાપમાં ભાગ લેવા સંઘના સભ્યોને તેમ જ જિજ્ઞાસુ ભાઈ - બહેનોને નિમંત્રણ છે. " સંધના સભ્ય માટે કચ્છના પ્રવાસની યોજના
સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજને માટે તા. ૬ઠ્ઠી ફેબ્ર. આરી શનિવારથી તા. ૧૭મી ફેબ્રુઆરી બુધવાર સુધી મુંબઈથી કરાંચી જતી આવતી સ્ટીમરમાં કચ્છને પ્રવાસ યોજવાનું વિચારાઈ રહ્યું છે. બે દિવસ સ્ટીમરમાં અને બાકીના દિવસે દરમિયાન કચ્છનાં જોવાલાયક સ્થળે અને શહેરોમાં આ માટે રોકવામાં આવનાર બસમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે. આ અંગે પ્રવાસી દીઠ રૂ. ૧૨૫થી ૧૫૦નો ખર્ચ આવશે એ અંદાજ છે. આ પ્રવાસની વિગતે નકકી કરવા માટે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે, તે જાન્યુઆરીની ૧૫ મી તારીખ પહેલાં આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા ભાઈબહેનેએ સંઘના કાર્યાલયમાં વ્યકિત દીઠ રૂ. ૧૨૫ અને ૧૨ વર્ષની નીચેની ઉમ્મરના માટે રૂા.૭૫ ભરી જવાના રહેશે. આ માટે જાન્યુઆરીની ૧૫મી પહેલાં પૂરાં ૪૦ નામ નોંધાયા હશે તેમ જ બધી જરૂરી ગેqણે નક્કી થઈ શકી હશે તે ઉપર જણાવેલ પ્રવાસ નકકી કરવામાં આવશે. તે જે સભ્ય આ પ્રવાસમાં જોડાવાને ઉત્સુક હોય તેમણે સત્વર પિતાના નામ સંઘના કાર્યાલયમાં નોંધાવી જવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ