SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જૈન સમાજ અને આચાર્ય રજનીશજી દર વર્ષે મહાવીર યંતી આવે છે અને જાય છે. આ પવિત્ર દિવસે મુંબઈ તેમ જ અન્યત્ર અનેક સભાસમારંભ યોજાય છે અને એ મહાપ્રભુની જન્મજ્યનતી અનેક રીતે ઊજવાય છે. ' મહાવીર જયંતીના સંદર્ભમાં મુંબઈ શહેર ખાતે યોજાતા બીજા સમારંભે ઉપરાંત દર વર્ષે જૈન સમાજના ચાર ફિરકાની પ્રતિનિધિ સંસ્થાઓ અને ભારત જૈન મહામંડળ–આમ સૌ જેને સાથે મળીને સામુદાયિક આકારમાં કેટલાંક વર્ષોથી મહાવીર જ્યની ઊજવતા રહ્યા છે. છેલ્લાં ચારેક વર્ષથી જૈન શ્વે. મૂ. સંપ્રદાયના પ્રસિદ્ધ વ્યાખ્યાતા મુનિ રાંદ્રપ્રભસાગરજી ઉર્ફે ચિત્રભાનુનું પ્રવચન તેમ જ આ પ્રસંગે ખાસ નિમંત્રણ આપીને બેલાવવામાં આવતા જબલપુર નિવાસી આચાર્ય રજનીશજીનું પ્રવચન આ જયન્તી સમારોહનાં વિશિષ્ટ આકર્ષણ બન્યાં છે. કમનસીબે આ વખતના પ્રસ્તુત જય તી સમારોહમાં આચાર્ય રજનીશજી ઉપસ્થિત થયા નહોતા અને તેમની ગેરહાજરી એકદમ તરી આવતી હતી; અને આ વખતે રજનીશજી કેમ નહિ? એ પ્રશ્ન અનેકના મોઢા ઉપર ફરકી રહ્યો હતો. આ પ્રસંગે રજનીશજી અન્યત્ર રોકાયેલા હોય કે તેમની તબિયત નાદુરસ્ત હોય અને એ કારણે તેમની અનુપસ્થિતિ હોય તો તેમાં ' વિસ્મય પામવા કે વિચારવા જેવું કશું જ રહેતું નથી, પણ આ વખતની તેમની અનુપસ્થિતિનું આવું કોઈ કારણ નહોતું. તેમને મુંબઈનીં ઉપર જણાવેલ જવાબદાર સંસ્થાઓ વતી નિમંત્રણ અપાઈ ચુક્યું હતું અને તેને સ્વીકાર પણ રજનીશજી તરફથી આવી ગયો હતા. ત્યાર બાદ વચ્ચેના ગાળામાં એક વિશેષ વ્યકિત તરફથી એવું કહેણ આવ્યું કે રજનીશજીના આજ સુધીમાં પ્રગટ થયેલા વાર્તાલાપ અને લખાણોમાં જૈન ધર્મના એક યા બીજા સંપ્રદાયની ચાલ પરપરાઓ અને માન્યતાઓ સાથે બંધબેસતાં ન આવે એવાં વિધાન કે પ્રકરણે છુટા છવાયાં જોવામાં આવે છે તો મહાવીર જ્યનતી જેવા સામુદાયિક સમારંભમાં આવી વ્યક્તિને બોલાવવામાં આવે તે, જૈન સમાજની સામાન્ય મનોદશાને ખ્યાલ કરતાં, તેમને ઉચિત લાગતું નથી અને સાથે સાથે તે વિશેષ વ્યકિતના અનાયાયીઓ તરફથી એમ પણ જણાવવામાં આવ્યું કે, આમ છતાં પણ જે તેમને જયતી પ્રસંગ ઉપર બેલાવવાનો આગ્રહ રાખવામાં આવશે તો આવા જતી સમારોહમાં ભાગ લેવાનું તેમના માટે મુક્લ - લગભગ અશકય બનશે. આવું કહેણ જૂનવાણી વિચારના લેખાતા અને સ્થિતિચુસ્ત માનસ ધરાવતા કોઈ ધર્માચાર્ય તરફથી, દા.ત. વિજ્યરામચંદ્રસૂરિ જેવા તરફથી આવ્યું હોત તો તેમાં આશ્ચર્ય પામવાને કોઈ કારણ ન રહેત, કારણ કે રજનીશજી એક મુકત્તવિચારક છે, તેઓ કોઈ એક સાંપ્રદાયિક વિચારસરણીના ઉપાસક કે પ્રચારક નથી અને તેથી તેમના વૈચારિક મવિહારને જે કઈ સાંપ્રદાયિક ધોરણે નિહાળે ચકાસે અને તેને તેમાંથી અનેક વાંધા પડતાં વિધાને જડી આવે તો તેમાં જરા પણ નવાઈ પામવા જેવું ન જ ગણાય. પણ રજનીશજીનાં અમુક વિધાને સામે આવો વાંધો ઉઠાવનાર, મળેલી માહીતી મુજબ અન્ય કોઈ જૈન મુનિ કે આચાર્ય નહિ, પણ મુનિશ્રી રાંદ્રપ્રભસાગર અથવા તો ચિત્રભાનુ છે કે જેમના અસાંપ્રદાયિક લેખાતા ચિતન અને વિચારોની વિશાળતાના કારણે માત્ર જૈને જ નહિ પણ સંખ્યાબંધ જૈનેતરો પણ તેમના વિશે આદરમુગ્ધતા અનુભવે છે, અને જેમના માત્ર ભારતમાં જ નહિ પણ પશ્ચિમના દેશમાં વસતા અનેક પ્રશંસક હોવાનું કહેવામાં આવે છે અને જેમને મારથ શકય હોય તે, યુરોપ અમેરિકામાં જાતે જઈને જૈન ધર્મને સંદેશ ફેલાવવાનો છે. આવા વિદ્વાન અને વિચક્ષણ લેખાતા મુનિ ચિત્રભાનુ આચાર્ય રજનીશજીની વિચારપ્રતિભાને યથાસ્વરૂપે ઓખળી ન શકે અને. રજનીશજી જે કાંઈ બોલ્યા હોય કે તેમણે જે કાંઈ લખ્યું હોય તેને સંપ્રદાયના સાંકડા માપતોલથી તોલે એ ન સમજી શકાય તેવું, નકલપી શકાય તેવું છે. આમ છતાં હકીકતમાં આમ બન્યું છે. પરિણામે જેમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને જેમની સ્વીકૃતિ પણ આવી ગઇ હતી તેવા રજનીશજીને હવે ના કેમ લખાય એવો સવાલ જ્ય«તી સમારોહના આયોજકે સમક્ષ એક બાજુએ ઊભો થયો અને બીજી બાજુએ એવી વિષમ પરિસ્થિતિ ઊભી થઈ કે જો 'રજનીશજીને આ સમારોહમાં લાવવાનો આગ્રહ રાખવામાં આવે તે, પ્રસ્તુત વિવાદે એટલું બધું તીવ્ર રૂપ પકડવા માંડયું હતું કે, આ જ્યની સમારોહમાં એક મોટો સમુદાય - કદાચ જૈન • . મૂ. કૅન્ફરન્સ પણ-ભાગ ન લેવાના નિર્ણય ઉપર આવે. તેનું પરિણામ એ આવે છે, જેનેના બધા ફિરાઓ સાથે મળીને આ જ્યન્તી વર્ષોથી આજ સુધી ઊજવતા આવ્યા હતા તેમાં. ભંગાણ પડે અને એક વાર ભંગાણ પડયા પછી કોને ખબર છે કે કયારે સંધાય? આખરે લાંબા વાટાઘાટેના પરિણામે એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ જ્યની સમારોહ પૂરતી રજનીશજીને નાં લખી મોકલવી અને તેમના વિના પણ બધાંએ સાથે મળીને આ જ્યનંતી ઉજવવી. આ જયતી સમારેહમાં રજનીશજી ઉપસ્થિત થઈ ન શક્યા તેનું કારણ ઉપર જણાવેલી હકીકતમાં રહેલું છે. આચાર્ય રજનીશજી પક્ષે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે તેઓ માત્ર દાર્શનિક ખંડિત નથી. તેઓ તે એક મૌલિક વિચારક અને ચિત્તક છે અને આવા મૌલિક વિચારક અને શિક કોઈ એક ચક્કરા સંપ્રદાયની વિચારસરણીની પરિપાટીનું બંધન સ્વીકારીને પિતાના વિચારો પ્રગટ કરે યા દર્શાવે એ શક્ય જ નથી. તેને કોઈ સમાજ કે સંપ્રદાય બાંધી શકતા નથી. જો કે જમે તેઓ જૈન છે, અને એ કારણે જૈન સમાજ તેમના વિશે ગૌરવ ચિતવી શકે છે, આમ છતાં પણ આવો માનવી પછી એક સંપ્રદાયને, કેમ કે એક રાષ્ટ્રને રહેતી નથી. તે એક વિશ્વમાનવમાં પરિણત થાય છે અને તેનું ચિંતન વૈશ્વિક–વિશ્વવ્યાપી બને છે. આચાર્ય રજનીશજીમાં ખલીલ જીબ્રાન કે કૃષ્ણમૂર્તિની પ્રતિભાની ઝાંખી થાય છે. આવી વ્યકિતના કોઈ કથન કે ઉદ્ગારમાં, ચાલુ ચોગઠાબંધી વિચારસરણી સાથે બંધબેસતું ન હોય એવું અવારનવાર જોવા તેમ જ સાંભળવામાં આવવાનું. આમ છતાં તેમના વિચારો તેમજ વલણોને સમગ્રપણે કઈ બાજનો ઝોક છે તે ઉપરથી જ તેમને આવા મહાવીર જ્યની જેવા પ્રસંગે બોલાવવાના ઔચિત્ય - અનૌચિત્યનો નિર્ણય કરવો ઘટે. તેઓ પોતાના વિચારોનું નિરૂપણ કરતાં આત્માની સત્તાને સ્વીકાર કરે છે કે અસ્વી. કાર? તેઓ શ્રેતાઓને અધ્યાત્મ તરફ લઈ જાય છે કે ભૌતિકતા તરફ તેમનાં જીવનમૂલ્યો ઊર્ધ્વગામી છે કે, અધોગામી? તેઓ અાશી જ્ઞાન તરફ શ્રોતાઓને દોરે છે કે બહિર્લક્ષી વિજ્ઞાન તરફ? અને છેવટે ભગવાન મહાવીરના જીવનનું તેઓ અન્યથી જદં અર્થઘટન-Interpretation-કરતા હોય, પણ ભ. મહાવીર વિશે તેમને આદર પૂજ્યભાવ છે કે અન્યથાભાવ છે? આ બધાના ઉત્તર એક જ બાજુના મળતા હોય તે જૈનદર્શનની વિચારસરણીને પણ આના સ્થાને બીજું શું અપેક્ષિત હોઈ શકે? અને જો આમ છે. તે પછી તેમના વિસ્તીર્ણ થનમાંથી છૂટાંછવાયા પ્રકરણ આગળ ધરીને તેમની વિશિષ્ટ પ્રજ્ઞાના લાભથી જૈન સમાજને વંચિત કરવો એ તો પોતાની સાંપ્રદાયિક સંકીર્ણતાને જ આગળ ધરવા બરોબર છે. એથી નુકસાન જૈન સમાજને છે, તેમને નથી. વર્ષોથી ચાલી આવતી સાંપ્રદાયિક વિચારસરણીના બંધિયાર ચોગઠામાં રૂંધાયેલા જૈન સમાજને વૈચારિક ક્ષેત્રે નવી તાજગી મેળવવા માટે, નવી હવા, નવી રોશની પ્રાપ્ત કરવા માટે આપણામાંના જ એક એવા આચાર્ય રજનીશજી જેવી વ્યકિતની કેટલી બધી ઉપયોગીતા છે? સાંપ્રદાયિક સંકીર્ણતાને વશ થઈને આવો લાભ જતો કરવો એ તો કેવળ કૂપમંડૂક સદશ આચરણ શું કહેવાય. - અને જે મુનિવરે રજનીશજી સામે આવો વાંધો ઉઠાવ્યો તે તો મુકત ચિનતનના ઉમેદવાર ગણાય છે. તેઓ કોઈ બધિયાર પાણીની પૂજારી નથી. તેમના પ્રવચનમાં સ્વતંત્ર વિચારની સરવાણીઓ કદિ કદિ ફટતી જોવામાં આવે છે. તે જે શસ્ત્ર આજે રજનીશજી સામે ઉગામવામાં આવ્યું છે તે જ શસ્ત્ર, તેમની વાણીમાંથી બે પાંચ વાક્યોને તારવીને, આવતી કાલે તેમની સામે પણ કોઈ નહિ ઉગામે એમ કેમ કહેવાય? તેમનું સ્થાન રજનીશજી પાસે બેસવાનું છે, તેમના સાન્નિધ્યમાં રહીને મુકત વિચારણા અને અસ સાક્ષાત્કારના પાઠો શિખવાનું છે. આને બદલે તેમના વિચારોની ટીકા ટીપ્પણી કરવાનું જો તેઓ ચાલુ રાખશે તે નુકસાન તે મુનિવરને થવાનું છે, નાના તે મુનિવર દેખાવાના છે, રજનીશજીની મહત્તાને કશી આંચ આવવાની નથી; તેમની મંગળમય વિચાર જ્યોતિને કશી ઝાંખપ લાગવાની નથી. પરમાનંદ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy