________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૧૫
સંઘ સમાચાર
કચ્છના પ્રવાસ અંગે તા. ૨૩-૩-૬૫ મંગળવારના રોજ મળેલી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની સભામાં સંઘ-આયોજિત બાર દિવસના કચ્છના સફળ પ્રવાસના ખર્ચ વગેરેને લગતી વિગતો રજૂ કરતાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે “આ પ્રવાસની સફળતાને સર્વ યશ આપણી કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી દામજી વેલજી શાહ અને કચ્છમાં વસતા તેમના પિત્રાઈ ભાઈ શ્રી મગનભાઈ ઘટે છે. તેમણે આખો કાર્યક્રમ ગોઠવ્યા અને પારવિનાની જહેમત ઊઠાવી, જેના પરિણામે કરછના ઘણા મોટા ભાગમાં અમે કશી પણ અગવડ ભોગવ્યા વિના ફરી શકયા અને બાદશાહી મહેમાન માફક અમારું સ્થળે સ્થળે સ્વાગત અને આતિથ્ય થયું અને રૂા. ૧૨૫ જેટલી નાની રકમમાં અમારો પ્રવાસ પૂરો કરી શક્યા. આ માટે આપણે સંઘ તે બંને ભાઈઓનો ખૂબ ણી છે અને તેમને આપણે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.”
સમેતશિખર અંગે ઠરાવ ત્યાર બાદ સમેતશિખરના પહાડ અને તીર્થ સંબંધમાં બિહાર સરકાર અને જૈન શ્વે. મૂ. સમાજ વચ્ચે થયેલા કરારનામા અંગે કેટલીક ચર્ચા કર્યા બાદ નીચે મુજબ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા:
“શ્રી સમેતશિખરજી સંબંધે બિહાર સરકાર તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે તાજેતરમાં જે કરારનામું થયું છે તેમાં તીર્થની પવિત્રતા અને જૈન ધર્મના સિદ્ધાંતોના-ખાસ કરીને અહિંસાના સિદ્ધાંતના–પાલનને જે પ્રબંધ કરવામાં આવ્યો છે તેને મુંબઈ જૈન યુવક સંઘ આવકારે છે.
આ તીર્થ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તથા દિગંબર જૈનએ બન્ને રામુદાય માટે એકસરખું આદરણીય છે અને તે તીર્થની પૂજા-ઉપાસનાને બંને સમુદાયને હક્ક છે. આ જોતાં આ કરારનામામાં દિગંબર સમાજના અધિકારોને કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યા નથી. તેથી દિગંબર સમુદાયને જે દુ:ખ અને આઘાત થયો છે અને બંને સમાજ વચ્ચે જે એક સંઘર્ષનું કારણ ઊભું થયું છે તેને મુંબઈ જૈન યુવક સંઘ ભારે ચિતાની નજરે જુએ છે.
જૈન સમાજના આ બે પ્રમુખ સમુદાય વચ્ચે ચાલતાં કેટલાક તીર્થોના ઝગડાઓ પરત્વે, સંભાળપૂર્વક તટસ્થતા જાળવી રાખવી અને જ્યાં અને જ્યારે શક્ય હોય ત્યાં અને ત્યારે આ ઝગડાઓની સ્થાયી પતાવટ કરવાની દિશાએ પિતાની શકિત અને લાગવગને ઉપયોગ કરવો–આ પ્રકારના મુંબઈ જૈન યુવક સંઘે પિતાનાં બંધારણમાં સ્વીકારેલા ધારણ અનુસાર, બંને સમાજની પ્રતિનિધિ સંસ્થાઓ અને આગેવાને પરસ્પર વાટાઘાટ કરીને જૈન સમાજની એકતા અને સંગઠ્ઠનને જરા પણ ક્ષતિ ન પહોંચે તેવું માનભર્યું સમાધાન વિનાવિલંબે કરવામાં આવે અને એ રીતે આ ઉહાપોહને વધારે ઉગ્ર બનતે અટકાવવામાં આવે એ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ બંને સમુદાયને અને તેમની પ્રતિનિધિ સંસ્થાઓને આગ્રહપૂર્વક વિનંતી કરે છે, અને આ મહત્ત્વના કાર્યમાં પૂરો સહકાર આપવા તથા બંને સમુદાય વચ્ચે સુમેળનું વાતાવરણ ઉત્પન કરવા જૈન સમાજની અન્ય સંસ્થાઓને તેમ જ આગેવાનોને અનુરોધ કરે છે.
સંધના સભ્યોનાં વાર્ષિક લવાજમ વિષે
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને માહામ હશે કે ગત વર્ષથી સંઘનું વહીવર્ટી વર્ષ કાર્તકથી આસને બદલે કાર્તિકથી ડીસેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે અને હવે પછી સંઘનું વહીવટી વર્ષ જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીનું ગણવું એમ નક્કી કરવામાં આવ્યું છે. આ સંબંધમાં જણાવવાનું કે કેટલાક સભ્યોના ગયા વર્ષના લવાજમે હજુ સુધી વસુલ આવ્યા નથી અને આ જાન્યુઆરીથી શરૂ થતા નવા વર્ષનાં લવાજમે તો બહુજ ઓછા સભ્યના ભરાયાં છે. આ સંબંધમાં બધા સભ્યોને કાર્ડ દ્વારા યાદી આપવામાં આવનાર છે. તો સંઘના જે સભ્યોના ગયા વર્ષના લવાજમેં બાકી હોય તેમને બન્ને વર્ષનું લવાજમ રૂ. ૧૦ તથા બાકીના સભ્યોને ચાલુ વર્ષનું લવાજમ રૂ. ૫ સંધના કાર્યાલયમાં સત્વર ભરી જવા વિનંતિ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ
શ્રી સંયુક્ત જૈન વિદ્યાથગ્રહ મકાનકુંડ-સમારંભ
- તા. ૧૫-૩-૬૫ સેમવારના રોજ મુંબઈ ખાતે બિરલા માતુશ્રી સભાગારમાં મકાન ફંડ માટે યોજાયેલ સાંસ્કૃતિક સમારંભ સફળતાપૂર્વક ઊજવાઈ ગયો. આ પ્રસંગના અનુસંધાનમાં એક સુંદર મંગળ ગ્રંથ-વેનીર–પ્રગટ કરવામાં આવ્યો હતો અને તેની અંદર જે રસ્થાને અસિતત્વમાં આવ્યાને આજે ૪૭ વર્ષ થવા આવ્યા , છે તેને આજ સુધીના ટુંકો ઈતિહાસ, સંસ્થાના આદ્યસ્થાપક સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ તથા સ્વ. મણિલાલ મેહકમચંદ શાહને તેમ જ પ્રસ્તુત સમારંભના પ્રમુખ શેઠ પુરાંદ નેમચંદ મહેતા તથા અતિથિવિશેષ શ્રી દીપચંદ એસ. ગાડીનો પરિચય આપવામાં આવ્યો હતો તથા સંસ્થાની આજ સુધીની પ્રવૃત્તિને લગતી જરૂરી માહિતી અનતગત કરવામાં આવી હતી અને તે ઉપરાંત જાહેરખબરો જે આજે આવી સંસ્થાના ફંડ માટેની આવકનું અનિવાર્ય સાધન બની બેઠેલ છે તે સૂકી અને કંટાળો આપતી જાહેરખબરને પણ જાતજાતનાં પદો, કો અને સુવાક વડે નવપલ્લવિત કરવામાં આવી હતી.
આ સમારંભ પ્રસંગે કલાભવન તરફથી ‘પિંજરનું પંખી: એ નામની નૃત્યનાટિકા રજૂ કરવામાં આવી હતી. આ નાટિકામાં જાણીતા ભકતકવિ બિલ્વમંગળ અથવા તો સુરદાસના ચરિત્રનું નિરુપણ કરવામાં આવ્યું હતું.
આ સમારંભને લગતા સંમેલનમાં સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુ ભાઈ શાહે સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહને પ્રેક્ષક્મણને પરિચય કરાવ્યો હતો, મકાનકુંડમાં આશરે રૂ. ૧,૧૦ ૦ ૦ ૦ની આવક થઈ હોવાનું જાહેર હતું અને સાથે સાથે નજીકના ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ લેતી જૈન વિદ્યાર્થિનીઓ માટે એક કન્યા છાત્રાલય ઊભું કરવાના સંસ્થાની કાર્યવાહક સમિતિએ લીધેલા નિર્ણયની જાહેરાત કરી હતી. અને તદુપરાને આ મકાન ફંડ એકઠું કરવા અંગે સંસ્થાના બે મંત્રી શ્રી રમણીકલાલ મણિલાલ શાહ તથા શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે જે અથાક પરિશ્રમ લીધો હતો તે માટે તેમનો ખાસ આભાર માન્યો હતો.
સમારંભના પ્રમુખ શ્રી કપુરચંદ મહેતાએ પ્રાસંગિક વિવેચન કરતાં આ સંસ્થામાં કશા પણ ભેદભાવ સિવાય જૈન સમાજના બધા જ ફિરકાઓના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે એ બાબત અંગે પોતાની ઊંડી પ્રસન્નતા વ્યકત કરી હતી, અને પરિમિત પ્રવેશ આપતા અન્ય જૈન છાત્રાલયે આજના સમયને ઓળખીને જેમ બને તેમ જદિથી આ બાબતનું અનુકરણ કરે એવે તેના સંચાલકોને તેમણે અનુરોધ કર્યો હતો. સમારંભના અતિથિવિશેષ શી ગાડએ પણ ટુંકું વિવેચન કરીને શ્રી કપુરચંદ મહેતાના વકતવ્યનું સમર્થન કર્યું હતું.
ત્યાર બાદ સંસ્થાના મંત્રી શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ આભારવિધિ કરતાં સમારંભના પ્રમુખ શ્રી કપુરચંદ નેમચંદ મહેતાને તથા અતિથિવિશેષ શ્રી દીપરાંદ એસ. ગાર્ડને આભાર માન્યું હતું અને આ સમારંભની ટિકિટો વેચવામાં તેમ જ જાહેરખબર મેળવી આપવામાં તથા મકાનકુંડમાં રમે ભરાવવામાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમ જ ચાલુ વિદ્યાર્થીઓએ ઘણો મહત્ત્વને સાથ આપ્યું હતું તે અંગે પિતાને ઊંડો સંતોષ વ્યકત કર્યો હતો તેમ જ તેમને ખાસ આભાર માન્યો હતો.
પૃષ્ઠ
વિષયસૂચિ સુકી ધરતીનાં મીઠાં સ્મરણે ચીમનલાલ જે. શાહ ૨૫૭ સનિષ્ટ સાહિત્યકાર: ધૂમકેતુ ધીરજલાલ ધનજીભાઈ શાહ ૨૬૦ ઉદ્યોગપતિ શ્રી અને સ્ટ બાડર
૨૬૧ જોતી નથી (કવિતા) કરસનદાસ માણેક ૨૬૨ માનવને સત્તાના સ્થાને મૂકનાર : ભગવાન મહાવીર
રતિલાલ મફાભાઈ શાહ ૨૬૨ અહિંસક પ્રતિકાર
ર્ડો. માર્ટીન લ્યુથર કીંગ ૨૬૪
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ–૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.