________________
REGD. No. B-1266.
વાર્ષિક લવાજમ ા, ૪
प्र५६ भवन
‘પ્રબુદ્ધ જૈન’તુ’ નવસંસ્કરણુ વર્ષ ૨૬ : અંક ૨૩
મુંબઇ, એપ્રિલ ૧, ૧૯૯૫, ગુરૂવાર આફ્રિકા માટે શિલિગ ૮
*
શ્રી મુંબઈ જૈન યુવક સĐનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
તંત્રી: પરમાનંદ વર્જી કાપડિયા
સુકી ધરતીનાં મીઠાં સ્મરણા
(ગતાંકથી ચાલુ)
રાયણથી રવાના, સામવાર, તા. ૮-૨-૬૫. સવારે અમે ઉઠયા એવામાં અમને ખબર મળી કે શ્રી દામજીભાઈ જે અમારા આ કચ્છના પ્રવાસના મુખ્ય સૂત્રધાર અને આયોજક હતા અને જે રાત્રિના પાતાના નિવાસસ્થાન ઉપર રહ્યા હતા તેમને રાત્રિ દરમિયાન એકાએક ઝાડા અને ઉલટી થઈ ગયા હતા. અને તે કારણે આજે શરૂ થતા પ્રવાસમાં તેઓ જોડાઈ શકશે કે કેમ તે શંકાસ્પદ બન્યું હતું. ‘અતિ સ્નેહ: પાપશંકી' એ ન્યાયે, મુંબઈમાં છેલ્લા બે - ચાર મહિનાથી ઝાડા - ઉલટીનો એક વિચિત્ર પ્રકારના ઉપદ્રવ ચાલી રહ્યો હતો તો દામજીભાઈને આવી તે કોઈ ઉપાધિ નહિ હોય એમ મન શંકા સેવતું હતું. આગળના બે દિવસના સ્ટીમરના પ્રવાસ દરમિયાન ખાવાપીવામાં ઠીક પ્રમાણમાં અનિયમિતતા થઈ હતી તેનું પણ આ પરિણામ હોય એમ બનવાજોગ હતું. ડાકતરી ઉપચાર તો રાત્રિ દરમિયાન જે કાંઈ સુઝ્યા તે ચાલી રહ્યા હતા. પણ તેની કોઈ ખાસ અસર જોવામાં આવતી નહોતી. પરમાનંદભાઈ તથા હું તેમને મળવા ગયા અને આ પરિસ્થિતિમાં તેઓ અમારી સાથે ચાલે એ કોઈ પણ રીતે ઠીક નહિ લાગતાં તે બે ત્રણ દિવસ રાયણમાં રહે અને ઠીક થાય ત્યારે અમે જ્યાં હાઈએ ત્યાં તેઓ અમારી સાથે જોડાય એમ અમે નક્કી કર્યું અને ત્યાર બાદ અમે રાયણથી ઉપડવાની તૈયારી કરવામાં પડયા. અમારો જ્યાં ઉતારો હતા ત્યાં ચાપાણી તથા નિત્યકર્મ પતાવીને અમારા માટે નક્કી કરવામાં આવેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ગામની ભાગોળે આવીને ઊભી હતી ત્યાં સામાન સાથે અમે બધાં પહોંચી ગયાં; અને ઉપડવાની તૈયારી કરતા હતા એટલામાં દામજીભાઈ પોતાના કુટુંબ સાથે આવી પહોંચ્યાં. તેમને જોઈને અમને ભારે આશ્ચર્ય થયું. “શું આટલી વારમાં તમે સારા થઈ ગયા?” એવા અમારા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “ગઈ કાલે સ્ટીમરમાંથી મછવામાં ઉતરતાં આંતરડા ઉપર આંચકો આવ્યો હશે એમ ધારીને મે ‘પેચુટી’ કરાવી અને તેથી હવે મને બહુ સારું લાગે છે અને આગળ ચાલવામાં વાંધા નિહ આવે એમ હું ધારૂં છું.” આ રીતે અમારી બસ સાથે એક બીજી મોટી ખાનગી ટેકસી રોકવામાં આવી જ હતી. તેમાં તેઓ અન્ય કુટુંબીજનોને લઈને અમારી સાથે ચાલ્યા અને પછી સદ્ભાગ્યે કશી અડચણ ન આવી. આમ અમારા પ્રવાસની શરૂઆતમાં જ અમને ખૂબ મુંઝવે એવી અણધારી આફત આવી અને સારા નસીબે ઓસરી ગઈ અને રાયણથી અમારું મંગળ પ્રસ્થાન શરૂ થયું અને અમારા નિયત કાર્યક્રમ મુજબ જ્યાં અમારે બપોરનું ભાજન લેવાનું હતું તે ડૂમરા ગામ તરફ અમે રવાના થયા પણ અમે ડૂમરા પહોંચીએ તે પહેલાં અમારે ઉત્તરોત્તર ત્રણ સ્થળોએ રોકાવાનું હતું.
來
નવાવાસ
સૌથી પહેલાં અમે દુર્ગાપુર જેને હાલ ‘નવાવાસ’ના નામથી ઓળખવામાં આવે છે અને જે રાયણથી બે – ત્રણ માઈલ દૂર છે ત્યાં ‘શ્રી હીરજી ભાજરાજ કચ્છી વિશા જૈન બાર્ડિંગ જોવા માટે રોકાયા.
આ બોર્ડિગમાં ૧૨૪ છાત્રા રહે છે. આ સંસ્થા ૩૦ વર્ષ જૂની છે. ગૃહપતિ રેવાશંકર ત્રિવેદીએ બાર્ડિંગની વિધવિધ પ્રવૃત્તિ બતાવી. દરેક વર્ગમાં સ્વાધ્યાયની સગવડ હોય છે. આ સંસ્થાના પ્રમુખ શ્રી જીવરાજ ભાણજી છે. આ સંસ્થામાં ૭૫ વિદ્યાર્થીઓને મફત રાખવામાં આવે છે. ૨૫ વિદ્યાર્થીઓની ૫) રૂપિયા ફી લેવામાં આવે છે. ૧૦ વિદ્યાર્થીઓની રૂા. ૧૦) ફી લેવામાં આવે છે. બાકીના ૧૫ અને ૨૦માં છે. વિદ્યાર્થીઓ આજુબાજુના ગામડામાંથી આવે છે. આ સંસ્થાની વિશિષ્ટ પ્રવૃત્તિ છે સમૂહ સફાઈ. એક ઓરડામાં સફાઈનાં બધાં સાધનો રાખવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીઓ સમૂહ સફાઈ કરી સંસ્થાને સ્વચ્છ રાખે છે. જમવાના ઓરડામાં થાળી, વાટકા, પ્યાલાં દરેક વિદ્યાર્થીના નંબર પ્રમાણે લાકડાના ઘોડામાં ગોઠવાયેલાં રહે છે. ચિત્રકળામાં પણ આ બોર્ડિંગની પ્રશંસનીય પ્રગતિ દેખાતી હતી. અહિં વાચનાલયમાં અમે ‘પ્રબુદ્ધજીવન જોયું.
મેરાઉ
દુર્ગાપુરથી બસ ઉપડી અને ‘મેરાઉ’ ગામ ઊભી રહી. અહિં પણ ગામના લોકોએ અમારૂં ભાવભર્યું સ્વાગત કર્યું. ત્યાર બાદ અમને એક સંસ્થામાં લઈ જવામાં આવ્યા. આ સંસ્થાનું નામ છે “શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ”. આ સંસ્થા આચાર્ય શ્રી ગુણસાગર સૂરીની પ્રેરણાથી આજથી ચાર વર્ષ પહેલાં સ્થાપવામાં આવી હતી. તેના ઉદ્દેશ “(૧) શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ભાઈઓ તથા બહેનોમાં જૈન ધર્મના તત્ત્વજ્ઞાન, આચાર, શ્રાદ્ધા અને ધાર્મિક જીવનનાં તત્ત્વો ટકાવી અને તેનું જ્ઞાન આપવા યોગ્ય ધાર્મિક શિક્ષકો—પંડિતા તૈયાર કરવા, પ્રાચીન જૈન શાસ્ત્રોના જુદા જુદા વિષયોના જ્ઞાતા ઉત્પન્ન કરવા તેમ જ સાધુ - સાધ્વીઓને પણ ધાર્મિક શિક્ષણ આપવું, તથા (૨) શ્રી મૂર્તિપૂજક જૈન જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિદ્યાપીઠમાં રહેવાની, જમવાની અને તેમના બૌદ્ધિક, સાંસ્કૃતિક તેમ જ અન્ય પ્રકારે સર્વાંગી વિકાસ સધાય તથા તેઓ ચારિત્ર્યશીલ અને ધર્મની ભાવનાવાળા બને તેવું ધાર્મિક શિક્ષણ આપવાની ગોઠવણ કરવી ”આ પ્રકારના છે. તેનું ઉદ્ઘાટન કચ્છના જાણીતા આગેવાન શેઠ રામજી રવજી લાલનના પ્રમુખપણા નીચે કચ્છના કોંગ્રેસી અગ્રગણ્ય નેતાશ્રી ભવાનજી અરજણ ખીમજીના શુભ હસ્તે તા. ૧૬-૬-૬૧ના રોજ કરવામાં આવ્યું હતું