________________
૫૬
પ્રબુદ્ધ જીવન
અમેરિકન વિજેતા
એવરેસ્ટના
આ એવરેસ્ટના અમેરિકન વિજેતા શ્રી ડાયહરેનફર્મનું તાજેતરમાં ભારત ખાતે આગમન થતાં તા. ૨૪-૨-'૬૫ના રોજ મુંબઈ ખાતે સિંધીયા હાઉસમાં કલાઈમ્બર્સ કલબ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ડાયહરેનથૅ ૧૯૬૩માં કરવામાં આવેલાં એવરેસ્ટનાં સફળ આરોહણનાં કેટલાંક સ્મરણા અને અનુભવા રજૂ કર્યાં હતાં. અને એ સાહસપૂર્ણ આરોહણને લગતાં સંખ્યાબંધ રંગીન ચિત્રો-સ્લાઈડો દેખાડી હતી. આ પ્રસંગે હાજર રહેવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું અને તે રંગીન ચિત્રા-ફોટોગ્રાફો જોઈને એવરેસ્ટને અનેક બાજુએથી પ્રત્યક્ષ કર્યાના અવર્ણનીય આનંદ મેં અનુભવ્યા હતા. આ મહાન પર્વતારોહકનો તા. ૨૮-૨-'૬૫ના ‘જન્મભૂમિ-પ્રવાસી'માં સાહમે નીચે મુજબ પરિચય આપ્યો હતો :–
તેનસિંગ અને લેમ્બર્ટ જ્યારે ૧૯૫૨માં એવરેસ્ટની ટોચથી માત્ર ૮૦૦ ફીટ નીચે રહીને પરાજય પામી પાછા ફર્યા હતા ત્યારે એ સ્વીઝ ટુકડીમાં એકમાત્ર અમેરિકન હતા. દાયકાઓ પહેલાં કિશારવયે તેણે પોતાના પિતાને એવરેસ્ટ પરથી પરાજિત બનીને, નિરાશ થઈને પાછા ફરેલા જોયા હતા. આજે તેના આ બે બહાદુર સાથીઓ શૂન્યમનસ્ક બનીને લથડતા પગે પાછા આવ્યા. શું આ અજેય અને ઉત્તુંગ હિમાચ્છાદિત શિખરના મસ્તક પર કોઈ માનવી પગ નહિ મૂકી શકે?
આ યુવાનનું નામ નારમન ડાઈહરેનફ્ળ. જન્મથી સ્વીટ્સલેન્ડના નાગરિક, પણ પછી તેઓ અમેરિકાના નાગરિક બન્યા. એવરેસ્ટ પર ૧૯૫૨માં પરાજય મળ્યા પછી બરોબર એક વર્ષ અને એક દિવસ પછી હિલેરી અને તેનસિંગ જગતના આ સર્વોચ્ચ શિખરની ટોચ પર પહોંચી ગયા. પણ ડાઈહરેનńનું સ્વપ્ન બીજાં દસ વર્ષ સુધી સ્વપ્ન જ રહ્યું.
૧૯૬૩ના મે માં ડાયહરેનફર્થ અમેરિકન પર્વતખેડૂઓની એક ટુકડીને એવરેસ્ટ પર ચડાઈ કરવા લઈ ગયા. એમાં તેમણે એટલી બધી સફળતા મેળવી કે કોઈ તરંગી પણ આવી સફળતા મેળવવાના તરંગ ન સેવે. એ કાફલામાંથી એક નહિ, બે નહિ, પણ ત્રણ ટુકડીઓ જુદે જુદે સમયે એવરેસ્ટ પર ચડી ગઈ! ટોચ ઉપર ચડવાના પશ્ચિમનો માર્ગ બહુ વિકટ અને અશકય ગણાત હતા. બે બહાદુરી એ માર્ગે પણ ચડી ગયા ! એથી પણ વધુ પરાક્રમ તે! એ હતું કે તેઓ એવરેસ્ટ ઓળંગીને દક્ષિણ બાજુથી ઊતર્યા. એવરેસ્ટના ઈતિહાસમાં પહેલી જ વાર આ આરોહકો દ્વારા વૈજ્ઞાનિક નિરીક્ષણ અને સંશોધન થઈ શક્યું.
એવરેસ્ટ પાસે પરાજ્ય પામેલા ૭૯ વર્ષના પિતાએ યુવાન પુત્રના આવા યશસ્વી વિજયથી કેટલે હર્ષ અનુભવ્યો હશે! ડાયહરેનફ્ળ કહે છે કે મારા પિતાએ જાણે પુત્રરૂપે પુનર્જન્મ લઈને આ ઝંખના સિદ્ધ કરી હોય એવા તેમને આનંદ થયો.
તા. ૧૬-૩-૧૫
જગતમાં મોટામાં મોટું સાહસ કર્યા પછી એ સાહસવીરે શું કરવું ? તેનસિંગ દાર્જીલીંગમાં નવા પર્વતારોહકોને તાલીમ આપે છે જેથી તેમાંથી કોઈ એથી ય વધુ પરાક્રમી પાકે. હિલેરીએ દક્ષિણ ધ્રુવ ખંડના એક છેડેથી બીજે છેડે પહોંચીને નવા વિક્રમ સ્થાપ્યા. પણ પછી શું? ડાયહરેનફર્થ કહે છે કે અલ્પ સમય માટે આવી સિદ્ધિની ટોચે રહી આવ્યા પછી હવે નીચે આવીને મને બધું
ખાલી ખાલી લાગે છે. હું વૃદ્ધ હોત તો આવી સિદ્ધિ પછી નિવૃત્ત થઈ જાત. પરંતુ ૪૬ વર્ષની વયે મારે નિવૃત્ત તો નથી જ થવું.
જાતિથી જર્મન, જન્મથી સ્વીઝ અને પસંદગીથી અમેરિકન ડાઈહરેન િહમણાં ભારત આવ્યા અને ગયે અઠવાડિયે મુંબઈમાં હતા. એમના વ્યકિતત્વને ઘણાં પાસાં છે. તેઓ પ્રવાસી છે, લેખક છે, શેાધક છે, વકતા છે, પર્વતખેડુ છે, અને ફિલ્મનિર્માતા ફોટોગ્રાફર છે. અરધા ડઝન વાર એવરેસ્ટ ઉપર ચડાઈ કરીને તેમણે આ સગરમાથા (સ્વર્ગના મસ્તક) વિષે ઘણુ જ્ઞાન મેળવ્યું છે અને તેના વિષે ઘણી ફિલ્મ ઊતારી છે.
પ્રાણવાયુની કોઠી સાથે લીધા વિના તેમણે વધુમાં વધુ ઊંચે ધવલગિર પર આરોહણ કર્યું છે. કેટલાક સાહસ–પ્રવાસાની દસ્તાવેજી ફિલ્મો માટે તેમને રચંદ્રકો મળ્યા છે.
ડાઈહરેનફર્થ હિમાલયને ભૂલી શકે તેમ નથી તેમ તેના વિયોગ પણ સહન કરી શકે તેમ નથી. હિમાલયનું આકર્ષણ એવું અદમ્ય છે. આથી તેઓ ૧૯૬૬-’૬૭ના શિયાળામાં હિમમાનવની શોધમાં હિમાલય જવાના છે. બે-ત્રણ માણસાની નાની નાની ટુકડીઓમાં વહેંચાઈને તેમના કાલા હિમમાનવની શોધ કરશે. તેમની પાસે એર-ગન હશે, જેમાંથી તેએ હિમમાનવ પર એવા રસાયણવાળી ગોળીઓ છોડી શકે કે જે તેને મારી ન નાખે, ઘાયલ પણ ન કરે, પણ બેશુદ્ધ બનાવી દે. પછી તેની પુષ્કળ તસવીરો લઈ લેવી. પણ તેને પકડીને લઈ ન જવા, કારણ કે તેમ કરવાથી તે મરી જાય. ડાઈહરેનઈ અહિંસામાં માને છે. આ ટુકડીમાં હિલેરીના અને તેનસિંગના સરદાર રાર જૉન હન્ટ પણ હશે.
આપણે આ યુવાન અને યશસ્વી પર્વતખેડુને એક વખત ફરીથી આપણા દેશમાં જોવા આતુર રહેશું. અને તેને ખરેખર હિમમાનવના ભેટો થાય તો કેવું સારું! પછી ભલે તે રીંછ હોય, વાનર હોય કે ગમે તે હોય.
એ જ પર્વતારોહકનો પરિચય આપતાં તા. ૨૮-૨-'૬૫નું ટાઈમ્સ ઑફ ઈન્ડિયા જણાવે છે કે:
એક નિષ્ઠાવાન પર્વતારોહકને મન કોઈ એક પર્વતશિખર
અને એમ છતાં, આ અતિ સાહસિક પર્વતારોહક કે જે હિમાલય આરોહકોની ઉત્તરોત્તર છ ટુકડીઓના સભ્ય બનેલ છે, જેણે અલાસ્કા પર્વતનાં, રોકી માઉન્ટન્સના અને દક્ષિણ અમેરિકાનાં નામી શિખરો સર કર્યાં છે, તે આ પર્વતારોહણના વિષય પરત્વે અતિ નમ્રતાના, એક પ્રકારની સ્તબ્ધતાના અભિગમ ધરાવે છે. આ અંગેના પાતાનાં સંવેદનને તે આ રીતે રજૂ કરે છે : “અમે પર્વત સર નથી કરતાં, અમે અમારી જાતને સર કરીએ છીએ, અમારી જાત ઉપર વિજય પ્રાપ્ત કરીએ છીએ. અમે માત્ર પર્વતા પ્રતિ અવનતભાવે ગતિમાન બનીએ છીએ.”
સફળ પર્વતારોહણનું રહસ્ય શેમાં રહેલું છે ? ડાયહરેનફર્સ્ટ જણાવે છે કે: “જૂથબંધીમાં અને એકમેકને ટેકો આપવાની તત્પરતામાં. અન્ય સાથીઓની પૂરી મદદ અને સહકાર વિના કોઈ પણ ઊંચાં શિખરે પહોંચવાનું શકય જ નથી. કોઈ એકલ અટુલા માનવી પર્વતાપરમાનંદ રોહણ કરી શકતો જ નથી.” માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩, મુદ્રણસ્થાન ઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,
ઉપર પહોંચવાનો આનંદ પૃથ્વીના મથાળા ઉપર ઊભા રહેવા જેટલે હોય છે. ૨૦ અમેરિકનોની ટુકડી જેણે ૧૯૬૩ની સાલમાં એવરેસ્ટ પર્વત ઉપર આરોહણ કર્યું હતું તે ટુકડીના નેતા શ્રી નોર્મન જી. ડાયહરેનથૅ આ સંબંધમાં એવા ઉદ્ગાર કાઢેલા કે, “તે આત્માને સંતૃપ્ત કરનારો અનુભવ છે, એક પ્રકારની યાત્રા છે, તે અનંતતા તરફ દ્રષ્ટિ દોડાવવા બરોબર છે.”
19