SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩-૧૫ રૂપિયાના ખર્ચ કરતી આવી છે, પણ ઘણી વાર આવાં મંદિરોની રચનામાં અને પ્રશાભનામાં તથા રંગરોગાનમાં અને તેમાં કરાવવામાં આવતાં ચિત્રામણામાં નવા જુનાના એવા શંભુમેળા કરવામાં આવે છેઅને શેશભા નિમિત્તે એકઠી કરવામાં આવેલી અનેક ચીજવસ્તુએના એવા ખડક્લા કરવામાં આવે છે, અથવા તો તત્કાળ ભારે ભપકો લાગે અને આખો અંજાઈ જાય પણ ઘેાડા સમયમાં એ બધું ઝાંખું પડવા માંડે, જર્જરિત થવા લાગે એવા ઠાઠ ઊભા કરવામાં આવે છે કે આ બધું જોઈને આપણું દિલ એક પ્રકારના ત્રાસ અનુભવે છે અને એવો પ્રશ્ન થાય છે કે, મંદિર પાછળ તેમ જ તેના શોભા શણગાર પાછળ કશી પણ સમજણ કે વિવેક વિના પૈસા વેર્યું જવા અને એક સુરૂચિપૂર્ણ કળાપૂર્ણ વસ્તુ નિર્માણ કરવી—આ બન્ને જુદી જ બાબત છે - આ સાદી વાત જૈન સમાજના ધનવાનોને કોણ સમજાવે ? પ્રબુદ્ધ જીવન મુંબઈ બહાર વર્ણી બાજુએ જતાં રસ્તામાં ભગવાન બુદ્ધનું મંદિર આવે છે. ત્યાં હું મંદિર તેમ જ ભગવાન બુદ્ધની ભાવવાહી મૂર્તિનાં દર્શન કરવા કદિ કદિ જાઉં છું અને આહ્લાદ અનુભવું છું. વીલે પારલેનું આ નવું મંદિર જોઈને અને તેમાં એક ખૂણાના ઉપમંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી નવા આકારની મૂર્તિ પૂરતું નવું પ્રસ્થાન નિહાળીને હું આનંદપ્રભાવિત બન્યો. આ આનંદસ્મરણને શબ્દાંકિત કરવા માટે આ નોંધ લખવા હું પ્રેરાયો છું. ‘ બાપુની ભવિષ્યવાણી !! તા. ૧-૨-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં ‘બાપુની ભવિષ્યવાણી ’ એ મથાળા નીચે તા. ૨૪-૧-૨૨ના ગાંધીજીના એક પત્ર પ્રગટ કરવામાં આવ્યા હતા, જેમાં સ્વરાજ્ય મળ્યા બાદ આપણી કેવો દુ:સ્થિતિ થશે તેનો ખ્યાલ આપવામાં આવ્યો હતો, અને “સ્વતંત્ર થઈશું એ સાથે જ ચૂંટણીમાં રહેલા બધા દોષો, અન્યાય, શ્રીમંતોની સત્તા ને જલમ તેમ જ વહીવટની બીનઆવડત એ બધું આપણી ઉપર ચડી બેસવાનું અને આ જંજાળ કયાંથી આવી પડી એમ લાગવાનું. લોકો અક્સાસની સાથે ગયા દહાડા યાદ કરશે કે આ કરતાં તે પહેલાં વધારે ન્યાય હતા, આ કરતાં વહીવટ સારો હતા, શાંતિ હતી, અમલદારોમાં આછાવત્તા પ્રમાણમાં પ્રમાણિકતા હતી. ” વગેરે આજની પરિસ્થિતિના યથા સ્વરૂપે દ્યોતક અવાં વિધાનો કરવામાં આવ્યાં હતાં. આ પત્ર મેં જાન્યુઆરીના ‘કુમાર ’ માંથી અને ‘કુમાર ’ના તંત્રીએ પહેલો જાન્યુઆરીના ‘લોકજીવન’ માંથી લીધા હતા. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ આ પત્ર વાંચીને તેની પ્રમાણભૂતતા વિષે સ્વામી આનંદે, તેમની સાથે એ અરસામાં થયેલી વાતચીત દરમિયાન, મજબૂત શંકા વ્યકત કરી હતી. તેમના કહેવા મુજબ બાપુજીના લખેલા આવા કોઈ પત્ર તેમના જોવામાં કદિ પણ આવ્યો નથી અને ૧૯૨૨ ની સાલ કે જ્યારે સ્વરાજ્ય ક્ષિતિજ ઉપર દેખાતું નહાતું ત્યારે બાપુજી સ્વરાજ્ય પછીના ભાવિ અંગે આવી કલ્પના કરે તે તેમના માન્યામાં આવતું નહોતું અને તેથી આ અંગે વિશેષ તપાસ કરવાનું તેમણે મને સૂયવ્યું હતું અને તેથી લોકજીવનનાં સંપાદક મંડળમાંના એક શ્રી મગનભાઈ દેસાઈને મેં આ વિષે લખ્યું હતું, તેમના જણાવવા મુજબ “ આ પત્ર પોરબંદરવાળા શ્રી રામનારાયણ ના પાઠક (કહે છે કે તેમની નોંધપાથીમાં) તે લેખરૂપે બહાર આપ્યો છે. વિશેષ કાંઈ તે કહી શકે એમ લાગતું નથી. એ સંજોગમાં એ વિષે શંકાને સ્થાન રહે ખરૂં.” ગાંધીજીના સાથી શ્રી છગનલાલ જોષીના જણાવવા મુજબ આ પત્રની ખાતરીદારી માટે કોઈ આધાર હેય એમ લાગતું નથી. આ પરિસ્થિતિમાં પ્રસ્તુત પત્રને આપણે બનાવટી જ માનવા રહ્યો અને તેથી તેને કશું પણ વજન આપવું ન ઘટે અને આવા પત્રને પ્રગટ કરીને મહત્ત્વ આપવા બદલ મારે પણ દિલગીરી વ્યકત કરવી રહી. પરમાનંદ સાભાર સ્વીકાર શ્રી આનંદધનજીનાં પદો "ભાગ ૧ તથા ૨, વિવેચક : સ્વ. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા, પ્રકાશક, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ગોવાળિયા ટેન્ક રોડ, મુંબઈ ૨૬, પહેલા ભાગની કિંમત રૂા. ૭-૫૦, બીજા ભાગની કિંમત રૂા. ૧૦. મનોમંથન : મૂળ અંગ્રેજી શ્રીમતી એન મરો લિંડબર્ગ, અનુવાદિકા : સૌ. સૌદામિની મહેતા; પ્રકાશક : વારા એન્ડ કંપની, ૩ રાઉન્ડ બિલ્ડીંગ, મુંબઈ ૨, કિંમત રૂા. ૧-૫૦. સમાજ દર્પણ : લેખક : સુમન્ત મહેતા, સંપાદક : બહેન રત્ના પ્રભુદાસ પટવારી, પ્રકાશક, શ્રી ગુર્જર ગ્રન્થ રત્નમાળા, ગાંધી રસ્તા, અમદાવાદ -૧. કિંમત રૂા. ૮. ‘ઈલિયડ: “ હામ કૃત મહાકાવ્યનું નાટય રૂપાંતર, રચિયતા : શ્રી લીના મંગળદાસ, શ્રેયસ પ્રકાશન, શારદા સાસાયટી થઈને, અમદાવાદ - ૭. કિંમત રૂા. ૩-૫૦. આચાર્યશ્રી કાળીદાસ દવે અમૃત મહોત્સવ અભિનંદન ગ્રંથ : પ્રકાશક : અભિનંદનગ્રન્થ સમિતિ, ગર્લ્સ ઓન હાઈસ્કૂલ, અમદાવાદ - ૧. કિંમત રૂા. ૭. શ્રમછાવણીમાં એક દિવસ : મૂળ લેખક : શ્રી એલેકઝાન્ડર સાલઝેનિત્સિન, અનુવાદક : સૌ. સુભદ્રા ગાંધી; પ્રકાશક : શ્રી ભાગીલાલ ગાંધી, વિશ્વમાનવ, રામજી મંદિર પોળ, વડોદરા, કિંમત રૂ!. ૫-૫૦. ૧૫૫ રાષ્ટ્ર ઔર્ રાજય : લેખક : જૈનેન્દ્રકુમાર, પ્રકાશક, પૂર્વોદય પ્રકાશન, દિલ્હી ૬. જવાહરલાલના વિચાર વારસો: સંપાદક : શ્રી મહેન્દ્ર મેઘાણી, પ્રકાશક : લોકમિલાપ કાર્યાલય, કોરટ રસ્તે, ભાવનગર, સૌરાષ્ટ્ર, કિંમત રૂા. ૨,૦૦, વિનોબાનાં ગીતાપ્રવચના : પ્રેમાનંદી ઢાળમાં : અનુવાદક : શ્રી ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ, પ્રકાશક: મુંબઈ ઉપનગર સેવા મંડળ, ગાંધીચોક રાષ્ટ્રીયશાળા રોડ, વિલેપારલે, મુંબઈ ૭, કિંમત રૂા. ૨-૫૦. નહેરુ શું કહી ગયા? સંપાદક: શ્રી યશવંત દોશી, પ્રકાશક : પરિચય ટ્રસ્ટ પ્રકાશન, ૧૯/૨૧, હમામ સ્ટ્રીટ, મુંબઈ-૧ કિંમત રૂા. ૬.૦૦. Economic Trends and Indications Parts III IV, V, : લેખક : શ્રી ભીખાભાઈ કપાસી, બી પ પંડારા રોડ, ન્યુ દિલ્હી, – ૧. ત્રીજા ભાગની કિંમત રૂા. ૧૦-૦૦. ચોથા ભાગની કિંમત રૂા. ૫-૦૦ તથા પાંચમાં ભાગની કિંમત રૂા. ૭.૫૦. વસવેઞયિં (દશ વૈકાલિક સૂત્ર ભાગ બીજો, વાચના પ્રમુખ આચાર્ય તુલસી, સંયોજક : શ્રીચંદ રામપુરીઆ, પ્રકાશક : શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સભા, ૩, પોર્ટુગીઝ ચર્ચ, કલકત્તા ૧, કિંમત રૂ. ૨૫. જૈન દર્શન પરિષદ : (સમન્વય મંચ ) પ્રકાશક : ઉપર મુજબ જૈન ભારતી મર્યાદા મહોત્સવ અંક, પ્રકાશક : ઉપર મુજબ કિંમત રૂા. ૨.૦૦. 98 વિષયસૂચિ સમેતિશખરના પહાડ અંગે બિહાર સરકાર અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે થયેલું કરારનામું સમ્મેતશિખરનું સુખદ સમાધાન, પણ— પરમાનંદ અતુલ પ્રોડકટ્સ વિષે પૂરક માહિતી સૂકી ધરતીનાં મીઠાં સ્મરણાભગિનીસમાજ સુવર્ણ મહેાત્સવ પ્રકીર્ણ નોંધ : વિલે પારલેનું નવું જીનમંદિર, બાપુની ભવિષ્યવાણી ? એવરેસ્ટના અમેરિકન વિજેતા ચીમનલાલ જે. શાહ સૌદામિની મહેતા પરમાનંદ પરમાનંદ ૨૪૭ ૨૪૮ ૨૫૦ ૨૫૧ ૨૫૩ ૨૫૪ ૨૫૬
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy