________________
૨૫૪
બહેનોને શિક્ષણ માટે કેન્દ્ર શરૂ કર્યું છે. શિક્ષણ વિના ઉન્નતિ નથી એ દષ્ટિએ કેળવણીના પ્રચાર આદિવાસી જેવી પછાત કોમમાં કરવા માટે ઉદવાડામાં બાળવર્ગથી માંડી માધ્યમિક શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. વળી શિક્ષિકાએ તૈયાર કરવા માટે એક અધ્યાપન શાળા પણ કહાડી છે. આજુબાજુનાં ગામડાંની આદિવાસી બાળાઓ શિક્ષણનો લાભ લઈ શકે માટે એક કન્યા છાત્રાલયની વ્યવસ્થા કરી છે. લગભગ વીસ વરસ પર શરૂ કરેલા વિદ્યાર્થીનીગૃહમાં આજે સા ઉપર કન્યાએ રહે છે. ઉદવાડામાં એક મગનલાલ ઘીયા કન્યા હાઈસ્કૂલ છે, અને ત્રણ ગામડામાં કૃષ્ણાબાઈ ડાગા સંસ્કાર કેન્દ્ર છે. નટવરલાલ દેસાઈ કન્યાશાળા અને ચંચળબહેન ઘીયા કન્યા નિવાસ પણ ઉદવાડામાં છે. એક આામશાળા ખડકી ગામમાં છે. તેનું શિક્ષણ ગાંધીજીની બુનિયાદી તાલીમને આધારે અપાય છે.
ભિગની સમાજના સદ્ભાગ્યે કેટલાક કાર્યકર્તાઓએ પેાતાનું સર્વસ્વ સમાજને ચરણે ધરી દીધું છે. સમાજે મુંબઈ શહેરમાં જ નહિં પણ ગુજરાતનાં ગામડામાં સેવાની સુવાસ ફેલાવી છે.
આમ જાતજાતની પ્રવૃત્તિઓ ચલાવવાથી આજે ભગની સમાજ ગૌરવપૂર્વક સુવર્ણજયંતી ઉજવવાની અધિકારી બનેલ છે. દિનપ્રતિદિન આ સમાજ પ્રગતિ કરે, એનું સેવાનું ક્ષેત્ર વધારે વિશાળ થતું જાય અને ભારતની સ્ત્રીઓને અવનત દશામાંથી બહાર કાઢી જગત સમક્ષ ઉન્નત શિરે ઉભી રહેતાં શીખવવામાં ભગની સમાજ સંપૂર્ણ રીતે સફળ થાય એમ હું ઈચ્છું છું.
સૌદામિની મહેતા
પ્રકી નોંધ
વિલે પાણેનુ નવુ જિનમદિર
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૫
આજુબાજુના પ્રદેશની ભવ્યતા વિષે વિચાર કરતાં આપણુ" દિલ અહેાભાવથી અને પ્રસન્નતાથી ભરાઈ જાય છે અને આ તાજમહાલ એક બાદશાહની પોતાની બેગમ વિશે અસાધારણ પ્રેમનિષ્ઠાનુંમહાબતનું—એક પ્રતીક છે એ રીતે વિચારતાં શાહજહાન બાદશાહ વિષે આપણું દિલ ઊંડો આદર અનુભવવા માંડે છે. આ કારણે તાજમહાલ અનેકને પ્રેરણારૂપ બન્યો છે અને કંઈ કાળ સુધી પ્રેરણારૂપ બનતા રહેવાના છે. ઈજીપ્તની પીરામીડ, દિલ્હીના કુર્નૂબમિનાર, મદુરાનું મિનાક્ષી મંદિર, અજન્ટા કે એલેરાની ગુફાઓ . આવાં દુનિયાના કળાધામા વિષે ઉપર જણાવ્યું તે મુજબ બે રીતે વિચાર થઈ શકે છે. તે વિષે કેવળ એકાંગી દૃષ્ટિ ઊચિત નથી.
આગ્રાના સુપ્રસિદ્ધ તાજમહાલના બે દષ્ટિએ વિચાર થઈ શકે છે. એક સામાજિક ઔચિત્ય અને ઉપયોગીતાની દૃષ્ટિએ અને બીજી કેવળ કળાનિર્માણની દષ્ટિએ. પહેલી દષ્ટિએ વિચાર કરતાં મનમાં ઘણા સવાલા પેદા થાય છે; આટલું બધું દ્રવ્ય નિર્માણ કરીને આવે. મોટો તાજમહાલ ઊભા કરવામાં આવ્યા અને તે એક બાદશાહના સીધા યા આડકતરા અહમને પોષવા માટે કે અહિં મારી બેગમને દાટવામાં આવી હતી અને તેની બાજુએ મારું મૃત્યુ થશે ત્યારે મારા શબને દફનાવવામાં આવશે અને એ રીતે અમારી આવી સુંદર જોડીને અને અમારી આવી બાદશાહીને લોકો સૈકા સુધી સંભારતા રહેશે અને અમારા ઉપર પ્રશંસાના શબ્દો વરસાવતા રહેશે-આ કેવળ અહીંની તૃપ્તિ સાથે જોડાયેલા વિલાસ છે, તેને લેાકકલ્યાણ સાથે કશા સંબંધ નથી અને આ બધું ઊભું કર્યું હજારો મજુરોને માત્ર પેટિયું આપીને અને તેમની કમરને ભાંગી નાખીને અને તેનાં સ્થાપત્યકાર વિષે વળી એવી કિંવદન્તી વહેતી ચાલે છે કે, જગતમાં આના બીજો જોટો તે પેદા ન કરી શકે - એવા જ બીજો નકશા ન આલેખી શકે : તે માટે તેના અંગુઠો કે આંગળા બાદશાહે કપાવી નાંખ્યા. આ રીતે વિચારતાં તાજમહાલ એ અનર્ગળ દ્રવ્યનો નર્યો વ્યય લાગે છે અને તેનું ઔચિત્ય શંકાસ્પદ બને છે. વળી આટલું જ દ્રવ્ય ખરચીને જનતાના આર્થિક ઉદ્ધાર થાય એવાં સામાજિક કલ્યાણનાં કાર્યા તેણે કર્યા હાત તો કેવું સારું થાત ? –આવેશ પણ સવાલ થાય છે. પણ આ બધું subjeetive thinking છે, માનવસમાજ અંગેના પોતાના મનના ચોક્કસ વલણો સાથે જોડાયેલા દષ્ટિકોણ છે. એ જ તાજમહાલને જોવાનો બીજો પણ દૃષ્ટિકોણ છે તેની આગળપાછળની બાબતોને લગતા ખ્યાલાને બાજુએ રાખીને તાજમહાલને તટસ્થ રીતે −objectively− જોવાના, તે જે કાંઈ છે તે કેવે છે? સ્થાપત્યની દષ્ટિએ તેનું નિર્માણ કેવું છે? અને તે શેનું પ્રતીક છે? આ રીતે વિચારતાં અને તાજમહાલને નિહાળતાં તેના સ્થાપત્ય વિષે, ખંડ ખંડની રચના વિષે, તેના સમગ્ર ઉઠાવ વિષે, તે જે સ્થાન ઉપર ઊભા કરવામાં આવ્યો છે તે યમુનાના કિનારો અને
તાજેતરમાં વીલેપારલેમાં પશ્ચિમ બાજુએ એક નવું જૈન મંદિર ઊભું કરવામાં આવ્યું છે. તે પાછળ અઢીત્રણ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમાં વીલેપારલે જૈન શ્વે. મૂ. સંઘના પ્રમુખ અને મારા પુરાણા મિત્ર શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીએ એક લાખ રૂપિયાની રકમ આપી છે. આ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠાના પ્રસંગ ઉપર યોજવામાં આવેલા મહોત્સવ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. હવે આજના સંયોગામાં આટલું બધું દ્રવ્ય ખરચીને આવું જિનાલય ઊભું કરવાની ખરેખર જરૂર હતી કે નહિ, તેના પ્રતિષ્ઠામહોત્સવ પાછળ આટલા બધા ખર્ચ કરવાની આવશ્યકતા હતી કે નહિ, તે પાછળ આટલા બધા ઠાઠમાઠ કરવામાં આવ્યો તે પણ જરૂરી હતો કે નહિ? આના સ્થાને વધારે સાદા આકાર અને સાદી યોજના શું વિચારી ન શકાત ? વળી, તેના વિકલ્પે સામાજિક દષ્ટિએ વધારે ઉપયોગી કાર્યોના વિચાર શકય હતા કે નહિ - આ બધા વિચારો જે કોઈ વ્યકિત સમાજના હિતાહિતના વિચાર કરે છે તેને આવ્યા વિના ન જ રહે, પણ આખરે આ બધું તે થવાનું હતું તે થઈ ગયું. એટલે ઉપરના વિચારો બાજુએ રાખીને આખરે જે મંદિર ઊભું કરવામાં આવ્યું છે તે કળા અને સ્થાપત્યની દષ્ટિએ કેવું છે તેના વિચાર પણ એટલા જ પ્રસ્તુત બને છે. આપણે આ નવા મંદિરના આ રીતે વિચાર કરીએ તે। કબુલ કરવું પડશે કે, આ મંદિરની રચના કોઈને પણ મુગ્ધ કરે તેવી છે. થોડા દિવસ પહેલાં સાંજના વખતે વીલે પારલે જવાનું બનતાં તે મંદિર જોવાની—નિહાળવાની મને તક મળી, અને ખરેખર ઊંડી પ્રસન્નતા અનુભવી. મંદિરના રંગમંડપમાં જે કોતરકામથી ભરેલા ઘુમ્મટ છે તે આબેહુબ આબુના મંદિરોના ઘુમ્મટની યાદ આપે છે, નીચે જે આરસની બિછાત છે તેની ડીઝાઈન પણ એટલી જ સુરૂચિપૂર્ણ છે. ગર્ભાગારમાં મૂર્તિઓના ખડકલા ન કરતાં જરૂર પૂરતી Gr મૂર્તિએ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે અને મંદિરની બન્ને બાજુએ એક એક ઉપમંદિર જેવું છે. તેમાંના એકમાં ૧૦૦૦ વર્ષ જુની પણ બહુ ઘાટીલી અને ભાવવાહી જિનમૂર્તિ મૂકવામાં આવી છે અને બીજી બાજુના ઉપમંદિરમાં, આ મંદિરના શિલારોપણ પ્રસંગની સંભામાં બેાલતાં આપણા મંદિરો માટે ચક્ષુટીલાં ચાડેલી મૂર્તિઓ બનાવવામાં આવે છે તેને બદલે મૂર્તિના ધ્યાનસ્થ રૂપ સાથે બંધ બેસે એવી રીતે ધ્યાનસ્થ અર્ધનિમીલિત ચક્ષુ મૂળ પાષણદેહમાં કોતરવામાં આવ્યા હોય એવી મૂર્તિઓ જ તૈયાર કરીને આ નવા મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના મે અનુરોધ કર્યો હતો તે લક્ષમાં રાખીને, શ્રી રતિભાઈએ એ પ્રકારની એક સપ્રમાણ, નમણી અને ભાવપ્રેરક મૂતિ ખાસ તૈયાર કરાવીને પ્રતિષ્ઠિત કરી છે અને આ બન્ને ઉપમંદિરોની મૂર્તિ સફેદ આરસની અને સરખા કદની હાઈને એકમેકની જોડી જેવી લાગે છે. જિનમૂર્તિના નિર્માણ અંગેની પ્રચલિત શ્વેતાંબર પર પરાના અંશત: ત્યાગ કરીને શ્રી રતિભાઈએ આ જે નવું પ્રસ્થાન કર્યું છે તે માટે તેમ જ કળાના એક ઉત્તમ નમૂના જેવું મંદિર, તે પાછળ પાર વિનાના પરિશ્રામ ઉઠાવીને, ઊભું કર્યું છે તે માટે તેઓ અભિનંદનના અને અન્ય સર્વ માટે અનુકરણના અધિકારી બને છે.
આ મંદિરનું આવું સુચિપૂર્ણ નિર્માણ સવિશેષ ઉલ્લેખનીય એટલા માટે બને છે કે, નવાં મંદિરો પાછળ જૈન સમાજ લાખો