________________
તા. ૧૬-૩-૧૫
પ્રબુદ્ધ જીવન
ભગિનીસમાજ સુવણૅ મહાત્સવ
(મુંબઈની અગ્રગણ્ય સ્ત્રીસંસ્થા ભગિની સમાજની સ્થાપના શ્રી ગોપાલકૃષ્ણ ગોખલેના શિષ્ય શ્રી કરસનદાસ ચિતલિયાએ ૧૯૧૬ના ફેબ્રુઆરી માસની ૧૯મીના રોજ સ્વ. ગોખલેની પ્રથમ પુણ્યતિથિએ કરી હતી. આ રીતે ગણતાં ૧૯૬૬ની સાલમાં ગિનીસમાજ ૫૦ વર્ષ પૂરાં કરશે. આ હકીકતને ધ્યાનમાં લઈને ૧૯૬૫ના ફેબ્રુઆરી માસથી ૧૯૬૬ના ફેબ્રુઆરી માસ સુધીમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને ભિગનીસમાજની સુવર્ણ જયંતી ઉજવવાનું તેના સંચાલકોએ નક્કી કર્યું છે. તેના પ્રારંભમાં ગયા ફેબ્રુઆરી માસની ૧૯મી તારીખે ‘ગેાખલે દિન' ઉજવવામાં આવ્યો હતો અને સુવર્ણમહોત્સવનું મહારાષ્ટ્રના રાજ્યપાલ ડૅ. ચેરિયન અને શ્રીમતી ચેરિયનના હાથે પાટકર હૅૉલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. હ્રદયનાથ કુંજરૂ, શ્રી પાગે તથા શ્રી ગગનવિહારી લ. મહેતાએ અનેક અંગત સ્મરણો રજૂ કરીને સ્વ. ગાખલેના જીવન ઉપર સારો પ્રકાશ પાડયો હતો. તદુપરાંત આ પ્રસંગ ઉપર ભિગનીસમાજની આજ સુધીની સિદ્ધિઓનાં સેાપાનાનો પરિચય આપતો એક સુંદર સુવર્ણ મહાત્સવ ગ્રંથ પણ બહાર પાડવામાં આવ્યા હતા.
ગિની સમાજ મુંબઈની સતત વિકસતી અને સદા વિસ્તરતી –આમ તો સાર્વજનિક એમ છતાં પણ મુંબઈના સુધારલક્ષી ગુજરાતી સમાજની બહેનોની પ્રતિનિધિસંસ્થા છે. તેને સ્વ. જાઈજી પીટીટ અને સ્વ. લેડી લક્ષ્મીબાઈ જગમોહનદાસ અને વયોવૃદ્ધ શારદાબહેન મહેતા તથા સ્વ. અવન્તિકાબહેન ગાખલેથી માંડીને સૌ. જયશ્રીબહેન રાયજી, શ્રી લીલાવતીબહેન બેંકર, સ્વ. ઊર્મિલાબહેન મહેતા, શ્રી બચુબહેન લાટવાળા, સ્વ. ચંચળબહેન ધીયા, સૌ. તારાબહેન માણેકલાલ પ્રેમચંદ જેવી નિષ્ઠાવાન કાર્યકર્તાઓની એક સરખી પરંપરા પ્રાપ્ત થઈ છે અને તેની વિચારસરણી અને પ્રવૃત્તિ જૂનવાણી વિચારોને પડકારતી સતત પ્રગતિશીલ રહી છે. જુના કાર્યકર્તાઓ વિદ્યમાન હોય એવામાં નવા કાર્યકર્તાઓની હરોળ ઊભી થતી રહી છે. વળી, તેની સેવાપ્રવૃત્તિ નવાં નવાં ક્ષેત્રે શેાધતી અને સાધતી જાય છે. સમયના પ્રવાહ ભગિની સમાજનાં સદ્ભાગ્યે તેમાં નવાં પ્રાણ, નવી શકિત, નવી ચેતના પૂરતો રહ્યો છે અને તેથી તેની આજસુધીની કારકીર્દિ ઉત્તરોત્તર વધારેને વધારે ઉજજવળ બનતી રહી છે. તેના મુખપત્રરૂપે ‘ભગિની સમાજ પત્રિકા' વર્ષોથી નવા વિચારનું વિતરણ કરી રહી છે. આ ભિંગની સમાજનું વર્તમાન સ્વરૂપ અને કાર્યવિસ્તાર શું છે તેના પ્રબુદ્ધજીવનના વાચકોને ખ્યાલ આવે તે માટે એક ટૂંકી નોંધ મેં સૌ. સાદામિનીબહેન પાસે માંગી અને તેમણે લખી આપી જે સાભાર નીચે રજુ કરું છું.
* સુવર્ણ મહાત્સવ અંગે બાર મહિનાના ગાળામાં એક ભારે મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ ભગની સમાજ તરફથી વિચારવામાં આવ્યો છે. તેમાં શ્રી પ્રેમકોરબાઇ લોટવાળા ભગની ગૃહ (ગાખલે રોડ, દાદર)નું ઉદ્ઘાટન (૨૭મી ફેબ્રુઆરી), “બદલાતી સમાજવ્યવસ્થાની કુટુંબજીવન ઉપર અસર” એ વિષય ઉપર પરિસંવાદ (ત્રીજી એપ્રિલ), મનોરંજન કાર્યક્રમ (ઑગસ્ટ માસમાં), ગાંધી જયંતી (૨૨મી સપ્ટેમ્બર), નવરાત્ર ગરબા (ઓકટોબરમાં), ભિંગની સમાજ માંડવી કેન્દ્રનો રજત મહાત્સવ (૬ નવેમ્બર), મહિલા પ્રગતિદર્શન અને બાલકલ્યાણ પ્રદર્શન (નવેમ્બર માસ), રમતગમત સ્પાર્ટસ (૨૧ નવેમ્બર), શૈક્ષણિક પ્રદર્શન તથા મનોરંજન કાર્યક્રમ ઉદવાડા કેન્દ્ર (૧૧, ૧૨ ડિસેમ્બર), બોટ ક્રુઝ (જાન્યુઆરી), તાજમહાલ હોટલમાં બોલ રૂમ ડાન્સ * (ફેબ્રુઆરી), ગેાખલે જયંતી (૧૯ ફેબ્રુઆરી)–આવા અનેક
* આ આખા કાર્યક્રમમાં પશ્ચિમની નકલરૂપ આ બોલરૂમ ડાન્સનું શું સ્થાન અને કર્યું ઔચિત્ય તે સમજાતું નથી. મંત્રી.
*
૨૫૩
પ્રબંધાને સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા કાર્યક્રમા ધાર્યા મુજબ સફળ બને અને સાથે સાથે ગિની સમાજને વિપુલ પ્રમાણમાં આર્થિક સિંચન થાય કે જેથી તેનું કાર્યક્ષેત્ર વધારે ને વધારે વિસ્તરતું જાય એવી આપણી ભગિની સમાજ પ્રત્યે હાર્દિક શુભેચ્છા અને શક્ય તેટલા સહકાર હો ! પરમાનંદ) ભગિની સમાજ
ભગિની સમાજની સ્થાપના પૂજ્ય ગેાખલેજીના સ્મારક તરીકે એમની પ્રથમ પુણ્યતિથિને દિવસે ૧૯૧૬માં થઈ. તે વખતથી તે ૧૯૩૨ સુધી સમાજની કિંમટી પર બહેનો તથા ભાઈએ કામ કરતાં હતાં. ભિંગની સમાજના આદ્ય સ્થાપક અને કાર્યકર્તા (સર્વન્ટસ ઑફ ઈન્ડિયા સેાસાયટીના સભ્ય) શ્રીયુત કરસનદાસ ચિતલિયા હતા, અને સહુથી પહેલાં પ્રમુખ શ્રીમતી જાઈજી પીટીટ હતાં.
ભગિનીસમાજના ઉદ્દેશ સર્વ કામ અને જાતિના બહેનોની ઉન્નતિ કરવાનો છે. એ ધ્યેયાનુસાર આ સમાજ સર્વ કોમના સ્ત્રીઓ તથા બાળકોની સામાજિક, આર્થિક, શારીરિક અને શૈક્ષણિક ઉન્નતિ માટે કામ કરી રહી છે.
૧૯૩૨માં ભગની સમાજની સંસ્થા બહેનોને સોંપાઈ ત્યારે તેની મર્યાદિત પ્રવૃત્તિઓ હતી. સભ્યો ફકત ત્રણસેા હતા અને મકાન પણ પોતાનું નહોતું. અત્યારે ભગિની સમાજ હસ્તક ત્રણ મકાનો છે. સમાજના ત્રણ હજાર સભ્યો છે તે ઉપરાંત પેટ્રને, ડોનર અને આજીવન સભ્યા છે.
૧૯૧૫ની સાલમાં શ્રી કરસનદાસ ચીતલીયાએ શ્રીમતી ઈચ્છાદેવી મહારાણીશંકર શર્મા નામનાં આર્યસમાજી બહેનને મુંબઈના સ્ત્રીવર્ગ આગળ ભાષણ કરવાનું આમંત્રણ આપ્યું. શ્રી ચીતલીયાએ મુંબઈમાં તે વખતે જે એક-બે સ્ત્રીમંડળેા હયાત હતાં તેમને પોતાના મંડળમાં શ્રીમતી ઈચ્છાદેવીનું ભાષણ ગોઠવવાની વિનંતિ કરી. એ સ્ત્રીમંડળાએ ભાષણ ગોઠવવાની ના પાડી કારણ કે શ્રીમતી ઈચ્છાદેવી આર્યસમાજી હતાં અને આર્યસમાજી લોકો ન્યાતજાતના બંધનમાં માનતા નથી. આ વાતથી શ્રી ચીતલીયાને ઘણું દુ:ખ લાગ્યું. અને ન્યાતજાતથી પર એવું એક સ્ત્રીમંડળ કહાડવાનું બીડું એમણે ઝડપ્યું. થોડા જ વખતમાં ભગિની સમાજની સ્થાપના થઈ.
પ્રગતિમય ઉદાત્ત વિચારો અને સ્ત્રી ઉન્નતિના કાર્યની ધગશને લઈને ભગિની સમાજે આજ સુધીમાં ખૂબ સરસ પ્રગતિ કરી છે. છેલ્લાં ત્રીસ વર્ષમાં સમાજનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક બન્યું છે. સ્ત્રીઓ તથા બાળકોના હિતની જુદાજુદા પ્રકારની પ્રવૃત્તિએ ભગિની સમાજે હાથ ધરી છે. ભિંગની સમાજની આજે વીશ જુદી જુદી પ્રવૃત્તિઓ છે. મુંબઈમાં ખેતવાડીમાં મગનલાલ ધીયા બીલ્ડીંગમાં સમાજની મુખ્ય ઑફિસ છે અને એ મકાનમાં રમતગમત માટે કલબ, શિક્ષણવર્ગ, પુસ્તકાલય તથા બાલમંદિર ચાલે છે. તે ઉપરાંત સમાજનાં બીજાં ત્રણે કેન્દ્ર શહેરમાં છે: એક તારદેવમાં, બીજું ભુલેશ્વરમાં અને ત્રીજું માંડવીમાં. વળી હરિજન સેવા મંદિર ભાયખલા પાસે છે. સમાજ તરફથી છ સાત બાલમંદિરો ચાલે છે. એને લાભ મધ્યમવર્ગના બાળકો લઈ શકે તેટલી ફી રાખવામાં આવી છે. તે ઉપરાંત દરેક કેન્દ્રમાં ઉદ્યોગમંદિર, શિક્ષણમંદિર તથા પુસ્તકાલય ચાલે છે. વળી બાળક્રીડાંગણ અને ભગનીગૃહ પણ ચાલે છે અને આરોગ્ય સમિતિ દ્રારા કુટુંબિનયોજનનું કામ ચાલે છે. ભગિની સમાજ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપે છે. ભગની સમાજનું ધ્યેય સ્ત્રીઓની સર્વાંગી ઉન્નતિ કરવાનું છે. તેને માટે પ્રગતિમાન વિચાર ધરાવતી ‘ભિગની સમાજ પત્રિકા' દર મહીને બહાર પડે છે.
ભગિની સમાજે પોતાનું કાર્યક્ષેત્ર મુંબઈ શહેર પુરતું જ મર્યાદિત નથી રાખ્યું, પર`તુ મુંબઈથી દૂ૨ ઉદવાડા જેવા નાના ગામમાં આદિવાસી