SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા: ૧૬-૩-૬૫ કોરને સ્પર્શી રહ્યા હતા. સંધ્યારાણીએ ગુલાબી ઓઢણી ઓઢી લીધી હતી, અને એક મસ્ત વાતાવરણ સૌ અનુભવવા લાગ્યા હતા. સૂર્યદેવ . એ જાય છે... જાય છે...અને ગયા. હજુ એનું તેજ ચાલુ જ હતું, પણ થોડી જ ક્ષણોમાં એ પણ વિલીન થયું અને આકાશમાં એંધકાર વ્યાપી ગર્યો. ડેકની બહાર નજર નાખતાં સર્વત્ર પાણી જ પાણી, અને ક્ષિતિજ પણ હવે તો દેખાતું નહોતું. આકાશ સ્વચ્છ હતું, પણ તારાઓ હજુ દૃષ્ટિગોચર થવા લાગ્યા નહોતા. પણ થોડીવારમાં પશ્ચિમ આકાશમાં શુદ પાંચમની ચંદ્રપાંખડી ચમકવા લાગી અને તારાએ પાણ દેખાવા ' લાગ્યા. અને એક બહેને કહ્યું, “આજે વસંતપંચમી છે.' ખરે જ * ત્રતરાજ વસંતનો અનુભવ વાયુમંડળ કરાવતો હતો. ક્ષિતિજ પર 'દીવા દેખાય ત્યારે ત્યાં કિનારે છે-કોઈ શહેર છે એવું અનુમાન થતું. * * રાતે બધાં થાક્યા પાક્યા સૂઈ ગયાં. અને જોતજોતામાં સવાર પડી. અને પૂર્વાકાશમાં ઉદય પામેલા સુબિબે આખા સાગરપટ ઉપર મધુર પ્રકાશ રેલાવી દીધો. અમારી બાજુએ રહેલ હોસ્પિટલની કેબીન અને બાથરૂમ અમારા ઉપયોગ માટે ખાસ આપવામાં આવેલા, એટલે પ્રાત:કર્મ પતાવવામાં ખૂબ સગવડ રહી. ' * મોટી રાયણ, રવિવાર, તા. ૭-૨-૬૫ સ્ટીમર સાબરમતી જે માંડવી ૧૧ વાગે પહોંચવાની હતી તે મુંબઇથી મિડી ઉપડવાને કારણે લગભગ ૨ વાગે માંડવી પહોંચી પણ સ્ટીમર તે માંડવીના કિનારાથી દૂર દૂર ઊભી રહે છે - કિનારે પહોંચવા . જેટલું પાણી ન હોવાને કારણે. માંડવી આવી ગયું જાણી અમને આનંદ થયો, પણ હવે અમારી - કોટી હતી. મછવાઓને સાબરમતીએ આહાન કરી દીધું - “હે માંડવીના મચ્છવાઓ પધારો! મુંબઈના મહેમાનો તમારી રાહ જુએ છે તેમને લઈ જાઓ. અમે અમારી ફરજ બજાવી લીધી છે. તમે હવે તમારી ફરજ બજાવો.” અને મચ્છવાઓ માંડવીને કિનારેથી છુટયા. અંદર સંખ્યાબંધ લાલ વસ્ત્રધારી મજો નજરે પડતા હતા. પહેલા મછવામાં પોલીસ અને અધિકારીઓ હતા ... મચ્છવાઓએ સ્ટીમરને સ્પર્શ કર્યો કે • તુરત જ મજૂરો જાણે સ્ટીમર ઉપર તૂટી પડયા - જાણે લૂંટારાઓ લૂંટ કરવા ન આવ્યા હોય–અમારી અસહાય દશા જોઈને ! સામાનની હેરફેરની ધમાધમ ચાલી. સામાને ઊંચકાવા લાગ્યા “હે જમા-અચિતો” “ખબરદાર” - શબ્દો સંભળાવા લાગ્યા... અમારો સામાન મછવામાં ગોઠવાઈ ગયો, હવે અમારે ગોઠવાવાનું હતું. મછવા હિલોળા લેતા હતા. તેમાં સરળતાથી ઊતરવું ગેવાવું સહેલું નહોતું. મજૂરોની સહાયથી મછવામાં અમે માંડમાંડ પગ માંડી શકતા. અમારામાંથી કંઈક તો મછવામાં પડયા પણ ખરા–પણ એ તો ચાલતા શીખતું બાળક પડે એ રીતે. ' ' . હવે અમે માંડવીના કિનારે આવી પહોંચ્યા. નિયત કાર્યક્રમ મુજબ અમારે માંડવીમાં નહિ રોકાતાં માંડવીથી પાંચેક માઈલ દૂર આવેલા રાયણ પહોંચવાનું હતું. કચ્છમાં બે રાયણ હોઈને આ ગામને મોટી રાયણ' ના નામથી ઓળખવામાં આવતું હતું. આ ગામ અમારા 'કચ્છના પ્રવાસના આયોજક શ્રી દામજીભાઈનું હતું અને પહેલી રાત ત્યાં ગાળવાની હતી. અમારું સ્વાગત તો માંડવીથી મછવામાં બેસીને સ્ટીમર ઉપર આવેલા અને શ્રી દામજીભાઈનાં સ્વજને શ્રી મગનભાઈ, શ્રી કાનજીભાઈ, શ્રી ઝવેરચંદભાઈએ સ્ટીમરમાં જ કર્યું હતું. માંડવીથી રાયણ જવા માટે તેમણે ૧૫ વેલ અથવા તો નાની બળદ ગાડી રોકેલી હતી. આ વેલમાં બેસવા માટે તકિયા અને ચાકળા હતા અને ઉપરના ઢાંકણ માટે ચાર દાંડી ઉપર માથે સુંદર રંગબેરંગી વેલબુટ્ટાવાળા ચંદરવા બાંધેલા હતા. અમે બધાં ત્રણ ત્રણની સંખ્યામાં આ વેલામાં ગોઠવાયાં અને જાણે કે, ગામને પાદર જાન આવી હોય એમ અંદર શણગારેલી વેલો વરઘોડો નીકળ્યો અને માંડવી વટાવી એકાદ કલાકમાં અમે રાયણ પહોંચ્યા. રસ્તામાં બળદગાડીઓ વચ્ચે ભારે હરિફાઈ ચાલતી હતી અને અમારાં કપડાં ધૂળથી ઢંકાઈ જતાં હતાં. આમ તો રાયણ પહોંચવા માટે એકાદ બસ કે ટેકસીઓની ગોઠવણ થઈ શકત, પણ અમને એકવાર કચ્છની આ બળદગાડીના પ્રવાસનો અનુભવ કરાવવો એવી દામજીભાઈની ખાસ ઈચ્છા હતી.' આ કોઈ લગ્નની જાન નહોતી એમ છતાં, પણ આ વેલની હારમાળાએ અમારાં જાનૈયાને ઉત્સાહ અને ઉમંગ, પેદા કર્યો હતો. અમારાં. દિલ ઉલ્લાસથી ઊભરાતાં હતાં. . રાયણ પહોંચ્યા એટલે ગામભાગોળે કોઈના સામૈયાની તૈયારી ચાલતી જોવામાં આવી. આગળ ગ્રામજનોનું ટોળું હતું, પાછળ બહેને ટેળે મળીને એકઠી થઈ હતી. એક કુંવારી બહેનના માથા ઉપર ગાગર બેડીયું” (જર્મન સીલ્વરની નાની પાણી ભરેલી હાંડી અને તે ઉપર નાળીયેર મૂકેલું હોય તેને "ગાગર બેડીયું કહે છે. આ વડે આવનાર મહેમાનનું સ્વાગત કરવામાં આવે છે) હતું. શરૂઆતમાં અમને લાગ્યું કે, ગામમાં કોઈ જાન આવવાની હશે એના સામૈયાની આ ધમાલ હશે–પણ ના, આ તે અમારી મંડળીનું જ સામૈયું હતું. બહેની ગીત ગાતી હતી અને ગામના આગેવાનો “પધારે” : “જે જે કરી અમને આવકાર આપતા હતા. શરણાઈ અને ઢોલ વાતાવરણને સંગીતમય બનાવતા હતા. અને એક અનેરા ઉત્સવનું વાતાવરણ આજે મોટી રાયણમાં અનુભવાતું હતું. ' અમારા નેતા શ્રી પરમાનંદભાઈને હાર પહેરાવવામાં આવ્યો. પરમાણંદભાઈએ સસ્મિત વદને સનાં વંદન ઝીલ્યાં ', ' “વરઘોડો' આગળ ચાલ્યો, શરણાઈ અને ઢેલ એકમેકની સ્પર્ધા કરતાં હતાં. ગામની ધૂળ પણ આજે ગુલાલ થઈને સૌને આવકારી રહી હતી. ગામમાં એક દેરાસર હતું. ત્યાં અમને ઊભા રાખવામાં આવ્યા અને સૌથી પ્રથમ કર્તવ્ય 'પ્રભુ દર્શન’નું હોવું જોઈએ એમ સમજી સૌ સભ્યો દેરાસરમાં ગયા અને દર્શન કર્યા. દેરાસરથી સીધા અમને અમારે ઉતારે લઈ જવામાં આવ્યા. રાયણના જેન મિત્ર મંડળ દ્વારા ચાલતી પાઠશાળામાંનાં વ્યાયામશાળાના હોલમાં અમારો ઉતારો હતો. અમે ઉતારે ગોઠવાયા: થાક અને ભૂખ બંને લાગ્યા હતા. હાથપગ ધોઈ સૌ ભોજન લેવા બાજુએ આવેલ શ્રી કાનજીભાઈનાં મકાનની જગ્યામાં ગયા. કકડીને ભૂખ લાગેલી હોઈને દૂધપાક પૂરીના મિષ્ટ ભોજનને સંપૂર્ણ ન્યાય અપાયો .. ' . - જમીને ઉતારે આવ્યા-રાત પડવાની તૈયારી હતી. પવન મંદ મંદ વાતો હતો. સૌ હસતા • ગપ્પા મારતા - એકમેકને પરિચય : સાધી છે નજદિક આવી રહ્યા હતા. રાતના આઠ થયા - અને અમારા મનો- રંજન માટે સંગીતનો કાર્યક્રમ અમારા ઉતારે જ રાખવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક શ્રી યંબકલાલ જોષીએ ‘જય જય ગરવી ગુજરાત” ને શાસ્ત્રીય ઢબે નંબરા ઉપર ગાયું અને ત્યાર પછી કેટલાંક ભજન અમને સંભળાવ્યાં. અને સંગીતનો કાર્યક્રમ “ભૈરવી” થી પૂરો થયો ત્યારે શ્રી પરમાનંદભાઈએ શ્રી જોપીને કચ્છનાં “સંગીતરત્ન” નું બિરુદ આપ્યું. અંપૂર્ણ - ચીમનલાલ જે. શાહ મુંબ ઇ જીવ દયા મંડળીનું ધર્માદા હે મીયોપેથીક દવાખાનું ઉપરોકત દવાખાનાની શુભ શરૂઆત તા. ૧ માર્ચ ૧૯૬૫થી દયામંદિર ખાતેના બીજા મજલા પરનાં મંડળીનાં કાર્યાલયમાં કરવામાં આવી છે. જેનું ઉદ્દઘાટન જાણીતા સેવાભાવી શ્રી મગનલાલ પી. દેશીને શુભ હસ્તે થયું છે. દવાખાનામાં રવિવાર સિવાયના અન્ય દિવસોમાં બપોરના ૩થી ૫ સુધી જાણીતા અનુભવી હોમીયોપેથીક ડોકટર પરશુરામ એ. મહાત્ર અને ડો. મહેશ માન્યર એલ.સી. ઈ. એચ. માનદ સેવા આપશે અને દર્દીઓને ચીવટથી તપાસી તેમને મફત દવા આપવામાં આવશે. જાહેર પ્રજાને વિનંતિ છે કે, આ દવાખાનાના લાભ મેળવે. દવાખાનાનું સ્થળ દયામંદિર, ૨જો મજલે, ૧૨૩/૧૨૫, મુંબાદેવી રોડ, મુંબઈ-૩. દવાખાનાને સમય રવિવાર સિવાય બપોરના ૩થી ૫ સુધી રહેશે. તેયેછો આંખના તારક ઝંખવાયે, ને અંતરે હામ રહે ન લેશ, છો મૈત્રી, છો પ્રેમ બધુંય ભાંગે, - આપત્તિઓ છો વિધિ લાખ સજે ને પંથ રૂપે ઘન અંધકાર - નિસર્ગ આખીક્રોધભરી ભીંસ ભલે તને – તે ન આત્મા મુજ, તું ભૂલીશ કે “દેવી –આગળ જા, ધર્મે જા! " ત ના ઉત્તર, દક્ષિણમાં, ન, કિનું . જ ફકત આદર્શ ભણી સદા તું!' મૂળ અંગ્રેજી: . અનુવાદિકા: ' ' સ્વામી વિવેકાનંદ ' . . * : ' શ્રી ગીતાબહેન પરીખ * * * * \ાલ :
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy