________________
તા. ૧૬--૬૫
પ્રબુદ્ધ જીવન '
૨૫૧
-
સુકી ધરતીનાં મીઠાં સ્મરણ
પૂર્વ આયેાજન * શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજને માટે એક વાર કચ્છનો પ્રવાસ ગોઠવવાની ઈચ્છા બે ત્રણ વર્ષથી મનમાં રમી રહી હતી, પણ આ પ્રવાસ ગોઠવવા માટે જે અનેક પ્રકારની સગવડો અને અનુકુળતાઓ જોઈએ તે નજર સામે દેખાતી નહોતી. ગયે વર્ષે મનથી લગભગ નકકી કરેલું કે સભ્યોને કચ્છ લઈ જવા, પણ મિત્રોનું એમ કહેવું થયું કે, આ વર્ષે કચ્છમાં પાણીને દુકાળ છે, એટલે આ પ્રવાસ ગોઠવવામાં જયાં ત્યાં ખાસ કરીને પાણીની અગવડ પડવાને સંભવ છે. વળી વર્ષ સારું હોય અને જઈએ તે વાતાવરણ પણ સવિશેષ આવકારદાયક લાગે. કચ્છના પ્રવાસવિચાર સાથે મનમાં એમ પણ હતું કે પાલણપુર - ડીસા બાજાએ થઈને રેલવે દ્વારા હવે કચ્છ જવાનું સરળ થયું છે. પણ તે માર્ગે જવાને બદલે, ધારી અનુકૂળતા મળે તો બધા યાત્રિકોને સમુદ્રમાર્ગે સ્ટીમરમાં કચ્છ લઈ જવા અને પાછા લાવવા. એટલે કચ્છના કાર્યક્રમ સાથે સ્ટીમરમાં જરૂરી સગવડ મળી રહે એવો પ્રબંધ પણ વિચારવાનું હતું. સદભાગ્યે આ વર્ષે કચ્છનો પ્રવાસ ધાર્યા મુજબ ગોઠવી શકાય એવી બધી અનુકુળતાઓ આ વખતે અમને પ્રાપ્ત થઈ. સ્ટીમરમાં ફર્સ્ટ કે સેકન્ડ કલાસમાં જવું હોય તો બહુ વિચારવાનું રહેતું જ નહોતું, પણ અમારે સંઘના સભ્યોને બને તેટલા ઓછા ખર્ચે કચ્છનો પ્રવાસ કરાવવો હતો. એટલે સ્ટીમરમાં પણ થર્ડ કલાસ-ત્રીજા વર્ગ – થી અન્ય વર્ગને વિચાર જ થઈ શકે તેમ નહોતું. અને સ્ટીમરમાં થર્ડ કલાસના પેસેન્જરોને. વેઠવી પડતી હાલાકી અને ગીરદીને અમને પૂરો ખ્યાલ હતો. તેથી થર્ડ કલાસ વિભાગમાં અમારા આશરે ૪૦ પ્રવાસીઓ માટે કોઈ અલાયદી જગ્યા મળે તો જ સ્ટીમરમાં જવા આવવાનું ગોઠવવું એમ અમે વિચાર્યું. આ અંગે સીધીઆ સ્ટીમ નેવીગેશનનાં મુખ્ય અધિકારીઓને અમે મળ્યા અને તેઓ ત્રીજા વર્ગના પ્રવાસીઓના દળને ટુરીસ્ટ' તરીકે અલાયદી જગ્યા આપી શકે છે એમ તેમણે અમને જણાવ્યું અને અમે જો સ્ટીમર મારફત કરછને, પ્રવાસ ગોઠવીએ તે આવી સગવડ આપવાની તેમણે ખાત્રી આપી. હવે કચ્છમાં કયાં કયાં જવું, રાત્રીના કયાં કયાં વાસ કરવે-આની તેમ જ
સ્થળે સ્થળે ચાપાણી તેમજ ભજનની વ્યવસ્થા ગોઠવવાની રહી. વળી કચ્છના પ્રવાસ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને પણ પ્રબંધ કરવાને રહ્યો. આ માટે કચ્છી વીશા ઓશવાલ પ્રીન્ટીંગ પ્રેસના માલીક શ્રી દામજીભાઈ વેલજી શાહ, જેઓ અમારા સંઘની કાર્યવાહક સમિતિના વર્ષોથી સભ્ય છે તેમણે આ બધી વ્યવસ્થા કરવાનું ભારે ઉમળકાથી માથે લીધું અને તે માટે પારવિનાને પરિશ્રમ ઊઠાવ્યો. આ સંબંધમાં રાયણમાં તેમના પિત્રાઈ ભાઈ શ્રી મગનભાઈ રહે છે, જેમાં કચ્છના એક અગ્રગણ્ય પ્રજાસેવક છે અને રાયણની સહકારી મંડળીના પ્રમુખ છે. તેમની સાથે તેમણે બે મહિના પહેલાંથી ૫ત્રવ્યવહાર શરૂ કર્યો. તેમણે માંડવીના આગેવાન કેંગ્રેસી કાર્યકર્તા શ્રી ઝુમખલાલ મહેતા સાથે મળીને અમારા પ્રવાસનો આ કાર્યક્રમ ઘડયો. જયાં
જ્યાં અમને ફેરવવાના હતા ત્યાં ત્યાં પત્રથી અથવા જાતે જઈને તેમણે જરૂરી ગોઠવણ કરી લીધી. તદુપરાંત મુંબઈથી કયારે નીકળવું અને પાછા ફરવું તે અંગે ઋતુના હવામાનને પણ અમારે વિચાર કરવાનો હતો. સમુદ્રના પ્રવાસ માટે જયારે ટાઢ ઘટવા માંડી હોય અને ગરમી શરૂ થઈ ન હોય, અને દરિયો મોટા ભાગે શાન્ત અને સ્થિર હોય-એ ફેબ્રુઆરી મહિને સર્વશ્રેષ્ઠ ગણાતો હોઈને ફેબ્રુઆરી માસમાં જ પ્રવાસ ગોઠવવાનું અમે નકકી કરેલું, પણ સાથે અજવાળિયું હોય તે પ્રવાસ વધારે સુખદાયી અને પ્રસનતાપ્રેરક બને એમ વિચારીને ફેબ્રુઆરીની છઠ્ઠી તારીખ (માહ શુદ ૫) થી ફેબ્રુઆરીની ૧૭મી તારીખ (મહા વદ ૧ એટલે દરિયામાં પૂનમ જેટલો જ ઠાઠ હોય) એમ અમે ૧૨ દિવસના પ્રવાસ નકકી કર્યો. ' કચ્છના પ્રવાસની વિગતોને છેવટનો આકાર આપવા માટે અમારા ઉપડવાને ૧૫ દિવસ પહેલાં શ્રી મગનભાઈ બેત્રણ દિવસ માટે મુંબઈ આવી ગયા અને આ કાર્યક્રમ પાકો કરી ગયા અને અમને સર્વ પ્રકારે નચિત કરી ગયા. વળી પ્રવાસીઓ પાસેથી આ ૧૨ દિવસના પ્રવાસ માટે શું રકમ લેવી તે પણ તેમની સાથે વિચારવાનું હતું. આમાં સ્ટીમરની જવા આવવાની ટીકીટ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને ખર્ચ એ સૌથી મોટી બાબત હતી. ખાવાપીવાને તથા બીજો પરચુરણ ખર્ચ પણ કાંઈ ઓછો ન જ આવે પણ, કચ્છના
મિત્રો અને ત્યાંના પ્રજાજનોની જાણીતી આતિથ્ય પરંપરાને ધ્યાનમાં લેતાં, આ ખર પ્રમાણમાં હળવો રહેશે એમ સમજીને વ્યકિતદીઠ રૂ. ૧૨૫ લેવાનું અને જરૂર પડે તે પાછળથી વધારે રકમ માંગી લેવાનું ઠરાવ્યું.
આ પૂર્વ આયોજનના ફલક ઉપર આપણે કચ્છના પ્રવાસ શરૂ કરીએ. આ પ્રવાસનું વર્ણન ડાયરીના આકારમાં અમારા સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે તૈયાર કર્યું છે. લાંબુ લખવાને કદાચ આ તેમને પહેલો પ્રયાસ છે, એમ છ આશા છે કે, પ્રબુદ્ધ જીવનના વાચકે આ વર્ણનમાં પરિપકવ લેખિનીની રોચકતાને અનુભવ કરશે.
પરમાનંદ સુકી ઘરતીનાં મીઠાં સ્મરણો “શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ”
સ્ટીમર : સાબરમતી, શનિવાર, તા. ૬-૨-૬૫ ‘સાબરમતી’ સ્ટીમરમાં અમારે સંઘ કચ્છનાં પ્રવાસે જઈ રહ્યો છે. આ સંઘમાં ૧૯ ભાઈઓ, ૧૪ બહેને અને ૨ બાળકો મુંબઈથી જોડાયા છે. અમારી આ યાત્રાને ઉદેશ કચ્છનું દર્શન કરવાને છે. માત્ર તીર્થયાત્રા અમારૂં લક્ષ નથી.
સાબરમતી'માં જગ્યા લેવા સભ્યો સવારના ૮/૩૦ વાગે આવી ગયા હતા, - પણ સાબરમતી'એ સૌની સાધના માગી. લગભગ દશેક વાગે અમને અંદર પ્રવેશ મળ્યો અને ૧૧.૩૦ વાગ્યાને ઉપડવાને સમય હતો એને બદલે લગભગ એક વાગે સાબરમતીએ એને પડાવ ઉપાડયો...અને જ્યારે પ્રયાણ શરૂ થયું ત્યારે એની ગતિ ખૂબ જ મંદ હતી, પ્રિયજનોને વિયોગ જાણે એને પણ તે ગમતે. પ્રિન્સેસ ડોકમાંથી સ્ટીમરને બહાર નીકળવાને દરવાજો ખૂલ્યો અને ખૂબ જ સંભાળીને સાબરમતી બહાર પડી....
સમુદ્રની સહેલગાહ હવે શરૂ થતી હતી...
...પહેલી જ વાર સ્ટીમરમાં પ્રવાસ કરનાર ભાઈબહેનેને મન આ નવી જ દુનિયાને અનુભવ થતો હતો . અને તેઓ ડેકના કઠોડા પાસે ઊભા રહી મુંઝવણ અનુભવતા હતા કે ચકકર તે નહિ આવેને? મઝા આવશે કે નહિ? રાતનાં ઊંઘ તે આવી જશેને ? - હવે અમે બધા શાંત સમુદ્રની જેમ શાંત થયા અને ભજન લેવા એક પંગતે બેસી ગયા. કેન્ટીન પાસે જ અમારી જગ્યા હતી એટલે કેન્ટીનમાંથી સર્વીસ સારી રીતે થતી હતી. સૌ ભાઈબહેને. આનંદથી જમ્યા પછી કેટલાંક આરામ કરવા લાગ્યાં, કેટલાંક ઉપરની ડેકમાં જઈ સમુદ્ર અને આકાશનું દર્શન કરવા લાગ્યાં. ૩-૦ વાગે મુંબઈને કિનારો દેખાતો બંધ થયો–અને હવે, અમારે આકાશ અને પાણી સિવાય કશું જ જોવાનું ન હતું .. હાં, સફેદ પંખીઓનું-“સી-ગલ્સ'નું-એક ટોળું અમારી સ્ટીમર આસપાસ ઘુમરી ખાધા કરતું હતું. હિલોળા લેતાં પાણી ઉપર આ સફેદ પારેવાઓએ હિલોળા લેતાં લેતાં અમને જાણે કે, આશીર્વાદ આપ્યા “શુભાને પત્થા: સનું ” '
...... અમે કેટલાક મિત્ર પહેલા વર્ગની કેબીને જઈ આવ્યા, અમારા યજમાન દામજીભાઈનાં પત્ની દેવકાબહેન અને એમની અપંગ પુત્રી રેખા તથા અમારાં પૂજનીય મેનાબેન આ કેબીનમાં હતાં. તેમને મળ્યાં, તેમની તબિયતની પુછપરછ કરી. . - સાંજના ૪ વાગ્યા–ચાહનો સમય થયો. ચાહ વિના તો કેમ ચેન પડે?.... ચાહ સાથે બટેટાવડા પણ પીરસાયા ...
હવે સમુદ્ર થોડાક અસ્વસ્થ થતો લાગતો હતો- સ્ટીમરને આમ તેમ ઝોલા ખવરાવતો હતો. શરૂઆતને મંદ પવન હવે ઠંડીને અનુભવ કરાવતો હતો. પાણીને રંગ શરૂઆતમાં આછો લીલો હતો, હવે તે શ્યામલ બનતો લાગતો હતો. આકાશમાં સૂર્યદેવ ક્ષિતિજની