________________
૨૫૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૫
=
=
=
હત દિગબર સામ
સામે
થયેલ
કોઈ સમુદાયને તે સાથે કશી લેવાદેવા છે જ નહિ. આ વિભ્રમનું વિશ્લેષણ કરવા માટે કોઈ ખાનગી મિલકતના વેચાણમાં અને આવું કોઈ તીર્થ કે જેની સુરક્ષા અને પવિત્રતા માટે બે ભિન્ન સમુદાય એક સરખો આગ્રહ ધરાવતા હોય અને જે ઉભય –માન્ય હોય તેવા તીર્થના વેચાણમાં રહેલો મહત્ત્વને ભેદ સમજવું જરૂરી છે. કોઈ પણ ઘર કે ખેતર વેચાતું લેવામાં આવે છે તે ખરીદનારને તેના ઉપર સર્વ સુવાંગ અધિકાર મળે છે, પણ જ્યારે કોઈ ઉભયમાન્ય તીર્થના વેચાણને પ્રશ્ન હોય ત્યારે, મૂળ જમીનદાર અને ઉભયમાંના એક વર્ગ સાથે ગમે તેવું વેચાણખત થયું હોય તે પણ, તે વર્ગને તે તીર્થ અંગે સર્વથા અબાધિત એવો અધિકાર મળી ન જ શકે તેને જે કાંઈ હકક કે અધિકાર મળે તે અન્યના પરંપરાગત હકક અને અધિકારને અધીન રહીને જ મળી શકે. દા. ત. આજની પરિસ્થિતિમાં પણ સમેતશિખરના પહાડ ઉપર સંપૂર્ણ માલેકીને દાવો કરનાર આણંદજી કલ્યાણજીની પેઢી કોઈ પણ દિગંબર યાત્રિકને પહાડ ઉપર પોતાની રીતે પૂજા ઉપાસના કરતો અટકાવી શકે તેમ છે જ નહિ, આ સાદી સીધી વાત સમજવામાં આવે અને સાથે સાથે સમેતશિખર તીર્થની બાબતમાં જેટલું ધાર્મિક હિત શ્વેતાંબર મૂ. સમાજનું છે એટલું જ ધાર્મિક હિત દિગંબર સમાજનું રહેલું છે એ હકીકતને જો મુકત મને સ્વીકાર કરવામાં આવે તો સમેતશિખર અંગે કરવામાં આવેલાં કરારનામાં સામે દિગંબર સમાજમાં ઊભા થયેલા પ્રચંડ વિરોધનું કારણ સહેલાઈથી સમજી શકાશે અને આ બાબતમાં દિગંબર સમાજના મનનું સમાધાન કરવું કેટલું જરૂરી છે તેને ખ્યાલ આવશે. .
આપણે આશા રાખીએ તથા નમ્રભાવે અને એમ છતાં આગ્રહપૂર્વક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને તેના વર્તમાન સૂત્રધારે શેઠ કસ્તુરભાઈ લાલભાઈને અનુરોધ કરીએ કે પ્રસ્તુત કરારનામાના પરિણામે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગના પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને અને તેના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈને સમેતશિખરની બાબતમાં અસાધારણ વર્ચસ પ્રાપ્ત થયું છે તો તેઓ માત્ર . મૂ. સમાજના સ્વાર્થને તેમ જ હિતને વિચાર ન કરતાં સમગ્ર જૈન સમાજની દષ્ટિએ આ બાબતનો વિચાર કરે અને આજના સમયમાં જૈન સમાજના આ બે પ્રમુખ વિભાગમાં એકતા સ્થપાવાની તેમ જ સુદઢ થવાની કેટલી જરૂર છે તેને પૂરો ખ્યાલ કરે અને સમેતશિખર તીર્થ પૂરતી દિગંબર સમાજની સ્થિતિ વારસાવંચિત એશિયાળા સાવકા ભાઈ જેવી છે– જો ૧૯૧૮ની સાલમાં દિગંબર સમાજ સાથે કરવામાં આવેલ સંદે કાયમ રહ્યો હોત તે શ્વે. મૂ. સમાજની સ્થિતિ પણ કદાચ આવી જ હોત–તે સ્થિતિનું નિવારણ કરીને મોટો ભાઈ નાનાભાઈને બાજાએ બેસાડે તેમ દિગંબર સમાજના સ્વમાનને અનુરૂપ સ્થાન નવી રચનામાં આપવાની ઉદારતા અને સમયસૂચકતા દાખવે.
- પરમાનંદ અિતુલ પ્રોડકટ્સ વિષે પૂરક માહિતી
(પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં કરવામાં આવેલ વલસાડ પર્યટનના વર્ણનમાં વલસાડની બાજુએ આવેલ અતુલ પ્રૉડકટસ વિષે કેટલીક માહિતી આપવામાં આવી છે. તે લખાયા બાદ શ્રી વિમલાબહેન સિદ્ધાર્થ લાલભાઈ તરફથી અતુલ પ્રોડકટ્સની વસાહત વિશે કેટલીક પૂરક માહિતી પૂરું પાડતું લખાણ મળ્યું છે. આ લખાણ ઉપયોગી અને રસપ્રદ લાગવાથી નીચે સાભાર પ્રગટ કરવામાં આવે છે.
તંત્રી) વલસાડની પાસે પારનેરાની ટેકરી છે, અને તેના ઉપર ગુજરાતના સુલતાનના સમયનો એક , કિલ્લો છે. ટેકરીની પાસેથી પાર નદી વહે છે, અતુલ ગામ પારનેરાની તળેટીમાં વસાવાયું છે અને ટેકરી અને નદીની વચ્ચે છે.
આમ તે અતુલ ગામ જેને ઔદ્યોગિક વસાહત કહી શકાય - તેવું ગામ છે. પહેલાં એ જમીનમાં ઘાસીયાં હતાં અને ખેતી ભાગ્યે
જ થતી હતી. જ્યારે અનુલ કંપનીને જમીનની જરૂર પડી, ત્યારે પારનેરાની તળેટીની આ જમીન ઘણા મોટા વિસ્તારમાં પસંદ કરવામાં આવી. આ જમીન પસંદ કરવાનાં બે-ત્રણ કારણો હતાં. એક તે મોટા ભાગની જમીન પડતર જમીન હતી. બીજું, જમીનથી દરિયો માત્ર દોઢ માઈલ દૂર હતો, અને ભરતીનાં પાણી છેક જમીન સુધી આવતાં હતાં. ત્રીજું પાર નદીમાં બંધ બાંધી શકાય એવી સગવડ હતી.
આજે તો અનુલ કંપનીએ પાર નદી ઉપર ૮૦૦ ફ ટ લાંબે, અને સરેરાશ ૨૫ ફ ટ ઊંચે એ બંધ બાંધી દીધો છે. બંધ એવી જગ્યાએ બાંધ્યો છે કે એની એક તરફ ભરતીનું પાણી અથડાય. બંધ બાંધવાથી પાર નદીમાં એક માઈલ લાંબું એવું નાનું સરોવર બની ગયું છે. નદી ડુંગરાળ છે અને એના કિનારા ઊંચા છે. અતુલ ગામ આ સરોવરને કિનારે ઊંચાણવાળા ભાગમાં વસાવેલું છે. ગામને તેમ જ કારખાનાને આ સરોવરમાંથી પાણી મળી રહે છે. અને કારખાનાનું ગંદુ પાણી ભરતીમાં વહી જાય છે.
અતુલ ગામ ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે. (૧) કારખાનાને વિભાગ (૨) વસાહતને વિભાગ (૩) રમત ગમત તેમ જ બીજી સામાજિક પ્રવૃત્તિને વિભાગ. કારખાનાને વિભાગમાં પચાસ સાઠ જુદાં જુદાં મોટાં મકાન છે, અને એકંદરે કારખાનાના વિભાગમાં લગભગ રૂા. ૨૦ કરોડની ઉપરનું રોકાણ છે. મકાને છૂટાં છૂટાં બાંધેલાં છે, અને દરેકની વચ્ચે ઓછામાં ઓછું ૧૦૦ ફ ટનું અંતર છે. દરેક મકાનની આસપાસ મોટા પાકા રસ્તા છે, અને એ રસ્તા ઉપર જાતજાતનાં ઝાડ રોપેલાં છે. તેથી કારખાના વિભાગમાં પણ એવું ન લાગે કે કેવળ તોતિંગ મકાનો જ છે. ઊલટું, એવું લાગે કે કારખાનાને એક બગીચામાં બેસાડેલું છે. સામાન્ય ઔદ્યોગિક વસાહતમાં રહેવાનાં મકાનો મોટા શહેરોનાં માળાઓ જેવાં હોય છે જેમાં એક મકાનમાં સહેજે પંદર વીસ કુટુંબ રહે. અને એવા માળાઓની હારની હાર બાંધેલી હોય છે. એટલે એ વિભાગમાં દાખલ થતાં કોઈ શહેરમાં દાખલ થયાં હોઈએ એવું લાગે છે. અનુલમાં આવું નથી. દરેક એક અથવા બે કુટુંબ માટે છુટાં અને બેઠા ઘાટનાં મકાને છે. અને કોઈ પણ કોલોનીમાં બસેથી વધારે કુટુંબની સગવડ નથી. વળી, જુદી જુદી કોલોની વચ્ચે પણ ખાસું એવું, અંતર રાખવામાં આવેલું છે, જેથી એક કોલની બીજી કોલોનીથી સ્વતંત્ર લાગે. દરેક કોલેનીમાં રમતગમતને માટે ખુલ્લી જમીન છે. પણ મુખ્ય વાત એ છે કે દરેક કોલોનીમાં પુષ્કળ ઝાડ ઉગાડવામાં આવ્યાં છે; તેમ જ એક કોલેની અને બીજી કોની વચ્ચેની જમીન પણ પુષ્કળ ઝાડાથી ભરી દેવામાં આવી છે. આ કારણસર વસાહતમાં લગભગ ૩૦ ૦ ૦ માણસે રહેતાં હોવા છતાં વસતિ દેખાતી નથી, અને ફલઝાડથી ભરપુર એવા એક રમણીય ગામમાં આવ્યા હોઈએ એવું લાગે છે. આગળ જણાવ્યું તેમ મકાનો બેઠા ઘાટનાં અને છૂટાંછવાયાં છે; તેમાં પાણીના નળ, વીજળી, તેમ જ લશના જાજરૂની સગવડ છે, એટલે કે એક નાનું સરખું ગામ જેવું દેખાવા છતાં તેમાં શહેરની બધી સગવડો છે. મહેમાને માટે ગેસ્ટ હાઉસ છે. રમતગમત વિગેરેનો વિભાગ ગામની વચ્ચોવચ્ચ છે, તેમાં ૩૦૦૦ માણસે બેસી શકે એવું પાકું ઓપન એર થિયેટર છે. ચોમાસા સિવાયની ઋતુઓમાં ત્યાં દર શનિવારે ફિલ્મ બતાવવામાં આવે છે, અથવા નૃત્ય કે નાટક જેવા બીજા પ્રયોગો રાખવામાં આવે છે. ઓપન એર થિયેટરની પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બેડમીંગટન કોર્ટ, ટેનીસ કોર્ટ–એવી બીજી જગ્યાઓ છે. આજે વિભાગમાં બાળમંદિર, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા તથા ઊમિમંડળ પણ છે. કંપનીએ નદીને કિનારે એક શિવ મંદિર પણ બાંધ્યું છે. આ બધી જ જગ્યાઓની આસપાસ પુષ્કળ ઝાડપાન છે. અડસટે કહી શકાય કે કંપનીએ લગભગ ૬૦,૦૦૦ સાઠ હજાર નવાં ઝાડો રોપ્યાં છે.
. કંપનીના કારખાનામાં મુખ્યત્વે રંગ અને દવાઓ બને છે. જે રંગે બને છે તે સુતરાઉ, ઉની, રેશમી વિગેરે કાપડ ઉદ્યોગમાં, શણ ઉદ્યોગમાં અને ચામડાના ઉદ્યોગમાં વપરાય છે. દવાઓમાં એકૈમાઈસીન, રીમાઈસીન સલ્ફાથાયેઝલ, સલ્ફાફડાયેઝીન, કોરેમીન-વિ. દવાઓ બને છે. કારખાનાની શરૂઆત ૧૯૫૨માં થઈ. તે વખતે ભારતમાં રંગેનું ઉત્પાદન નહોતું થતું. તેથી એક અમેરિકન કંપનીની મદદથી થોડા રંગેના ઉત્પાદનની શરૂઆત કરી. ત્યાર પછી આઈ. સી. આઈ., સીબા અને લેડરલી જેવી જગવિખ્યાત કંપનીઓ જોડે કરારો કરી, ઉત્પાદનમાં તેમ જ રોકાણમાં વધારો કર્યો. શરૂઆતમાં રોકાણ લગભગ બે કરોડનું હતું, તે આજે વધીને રૂા. ૨૦ કરોડ ઉપરનું થયું છે.