SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩-૧૫ પ્રભુખ્ત જીવન તેમ અને એ હકીકતની પણ ઉપેક્ષા થઈ શકે નથી કે આ વાટાઘાટોમાં અગત્યનો ભાગ ભજવનાર મુંબઈની શ્રી સમેત શિખર તીર્થરક્ષા સમિતિએ સમેત શિખર અંગે જે આન્દોલન ચલાવ્યું છેતે માત્ર જૈન શ્વે. મૂ. વિભાગના નામે નહિ પણ આખી જૈન કોમના નામે ચલાવ્યું છે. અને આ તીર્થના બિહાર સરકારે કબજો લીધા અને તે સામે વે. મૂ. સમાજે વાંધા ઊઠાવ્યો અને આ ઝગડાના નિકાલની વાટાઘાટો શરૂ થઈ તે તબકકે દિગંબર સમાજ વતી શેઠ આણંદજી કલ્યાણજી જેટલી પ્રતિષ્ઠા ધરાવતી ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી તરફથી પણ, આ તીર્થમાં દિગંબર જૈનાનું કેટલું હિત રહેલું છે તેની રજુઆત કરીને, આ તીર્થના ભાવી અંગે જે કાંઈ વાટાઘાટો ચલાવવામાં આવે અને જે કાંઈ નિકાલ આવે તેમાં, દિગંબર જૈનોના પ્રતિનિધિઆના અવાજ અને સ્થાન હોવું જોઈએ એ મતલબનાં અધિકૃત નિવેદને બિહાર સરકાર સમક્ષ રજુ કરવામાં આવ્યાં હતાં અને દિગંબર તીર્થક્ષેત્ર કમિટીના મહામંત્રી શ્રી ચંદુલાલ કસ્તુરચંદ તેમના એક પરિપત્રમાં જણાવે છે તે મુજબ થોડા મહિના પહેલાં દિગંબર સમાજનું એક પ્રતિનિધિમંડળ બિહાર સરકારના મુખ્ય મંત્રી તથા રેવન્યુ મંત્રીને મળ્યું હતું અને તેમણે પૂર્ણરૂપમાં આશ્વાસન આપ્યું હતું કે, જ્યારે પણ આ પહાડ સંબંધમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે ત્યારે દિગંબર પ્રતિનિધિઓને પણ બાલાવવામાં આવશે અને સાથે સાથે એમ પણ આશ્વાસન આપ્યું હતું કે, પરામર્શ સમિતિમાં દિગંબર તથા શ્વેતાંબર સમાજના પ્રતિનિધિઓને સમાન સંખ્યામાં સામેલ કરવામાં આવશે. આ બધું છતાં જે કાંઈ સમાધાન કરવામાં આવેલ છે તે માત્ર બિહાર સરકાર અને શ્વેતાંબર રામાજ વચ્ચે કરવામાં આવેલ છે અને તેમાં દિગંબર સમાજ વિષે કોઈ પણ સ્થળે ઉલ્લેખ સરખ પણ કરવામાં આવ્યો નથી. આ હકીકતે દિગંબર સમાજમાં તીવ્ર અસંતોષ પેદા કર્યો છે અને તે અસંતોષ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરે અને જૈનોના આ બે પ્રમુખ સમુદાયો વચ્ચે સંઘર્ષ અને બેદિલી પેદા કરે એવા સંભવ છે. । આ મુદ્દાના ‘ટેકનીકલી’ – કાનુની પરિભાષામાં - એવા જવાબ આપી શકાય કે આ પ્રશ્ન માત્ર બિહાર સરકાર અને શ્વે. મૂ. સમાજનું પ્રતિનિધિત્ત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચેના—કેવળ પેઢીની જમીનદારીને લગતો હતો અને તેમાં દિગંબર સમાજના કોઈ હક્ક કે દાવા માટે અવકાશ જ ન હતો. આ આખા પ્રકરણને બારીકીથી નિહાળીએ છીએ તે એમ માલુમ પડે છે કે બિહાર લન્ડ રીફાર્મ્સ ઍકટ નીચે તા. ૨-૫-૫૩ના નોટીફિકેશનથી જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સમેતશિખરના પહાડ અંગેની જમીનદારી ખતરામાં પડી હતી, અથવા તો ‘ટેકનીકલી’ ખતમ થઈ હતી અને તેથી આના બદલામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને શું વળતર આપવું અથવા તો તેનું સમાધાન થાય એ રીતે પહાડના જંગલોને લગતી સંયુક્ત વહીવટી રચનાને કેવા આકાર આપવા અને પહાડના જંગલામાંથી થતી આવકની કેવી રીતે ફાળવણી કરવી એ જ માત્ર બિહાર સરકાર સામે પ્રશ્ન હતો. પ્રસ્તુત કરારનામું માત્ર આટલી મર્યાદા સ્વીકારીને કરવામાં આવ્યું હોત તે દિગંબર સમાજના હકક—અણહકકના કોઈ ખાસ પ્રશ્ન જ ઊભા ન થાત. પણ આ કરારનામું જમીનદારીમાંથી થતી આવકના પ્રશ્ન ઉપરાંત તીર્થને લગતી અનેક સર્વસામાન્ય બાબતોને સ્પર્શે છે, જેમાં દિગંબર સમાજનું એટલું જ હિત સમાયલું છે. વસ્તુત: બિહાર સરકારે ૧૯૫૩ ની સાલમાં નોટીફિકેશન કાઢયું, અને ૧૯૬૪ એપ્રીલ માસની બીજી તારીખે આખા પહાડના કબજો લીધો ત્યાર બાદ સમેતશિખર તીર્થ અંગે એક સદન્તર નવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને તે અંગેની વાટાઘાટોના પરિણામે બિહાર સરકાર તથા માત્ર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને શ્વે. મૂ.સમાજ વચ્ચે જ નહિ પણ આખા જૈન સમાજ વચ્ચે એક નવી જ Relationship – સંબંધભૂમિકા - નિર્માણ થઈ હતી. આવી પરિસ્થિતિમાં સમેત શિખર તીર્થ સાથે શ્વેતાંબર સમાજ જેટલા નિકટના સંબંધ ધરાવતા દિગંબર સમાજની અવગણના થઈ શકેજ નહિ, આમ છતાં આ જે કરારનામું કરવામાં આવ્યું છે તે કેવળ એક ૨૪૯ સમાજ પક્ષી એટલે કે દિગંબર સમાજને સદન્તર બાજુએ રાખીને થયું છે, અને તેની કલમે એક પછી એક વાંચતા એવી છાપ ઊભી થાય છે કે, આ તીર્થ માત્ર શ્ર્વેતાંબર સમાજનું જ છે અને બિહાર સરકારે આ બાબતને જ હકીકતરૂપે સ્વીકારી છે, જે વાસ્તવિકતાથી તદન વિરુદ્ધ છે. તદુપરાંત બન્ને વચ્ચે પોતપોતાના હકકો વિષે આજ સુધી રારકારી કોર્ટો દ્રારા પ્રીવીકાઉન્સીલ સુધી લડતો લડવામાં આવી છે અને પ્રત્યેક સમાજના પૂજા ઉપાસનાના તેમ જ અન્ય કોટિના હકકો અંગે મહત્ત્વના ચુકાદા આપવામાં આવ્યા છે. આ ચુકાદાનો પણ પ્રસ્તુત કરારનામામાં જરૂરી નિર્દેશ થવા જોઈતો હતો, કે જેથી ભવિષ્યમાં માત્ર આ કરારનામાને આગળ ધરીને એક યા બીજા પક્ષને - ખાસ કરીને દિગંબર સમાજને - પ્રાપ્ત થયેલા ધાર્મિક હકકોના કોઈ ઈનકાર કરી ન શકે. આમ, સમેતશિખર તીર્થ અંગે ઉપસ્થિત થયેલા પ્રશ્નનું, જૈન સમાજના બન્ને પ્રમુખ વિભાગાને અનુલક્ષીને યોગ્ય નિરાકરણ સાધવાની જવાબદારી ખાસ કરીને બિહારની કાગ્રેસ સરકારની અને આ સમાધાનમાં નિમિત્તભૂત થનાર શિખરસ્થ કૉંગ્રેસી આગેવાનોની હતી. તેઓ જે કાંઈ કરે તે ન્યાયવૃત્તિ અને તટસ્થતાપૂર્વકનું હોવું ઘટે. પ્રસ્તુત સમાધાનમાં તેમના પક્ષે આ ન્યાયવૃત્તિના અને તટસ્થતાને જાણતાં કે અજાણતાં લાપ થયો હોય એમ લાગે છે. પરિણામે બિહાર સરકાર અને શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાય પૂરતો આ પ્રશ્નને અન્તિમ નિકાલ આવ્યો છે એમ માની લઈએ તો પણ બિહાર સરકાર અને દિગંબર સમાજ વચ્ચે તેમ જ શ્વેતાંબર તથા દિગંબર સમાજ વચ્ચે સંઘર્ષનું એક નવું દુ:ખદ નિમિત્ત ઊભું થયું છે. જેઓ જૈન સમાજના ભિન્ન ભિન્ન ફિરકાઓમાં એકતા સ્થપાય, સુદઢ થાય એમ અન્તરથી ઈચ્છી રહ્યા છે અને તે દિશાએ વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટેઆ સમાધાન નવી ચિન્તાને વિષય બન્યો છે. આ બાબત અંગે વિશેષમાં એમ જાણવા મળે છે કે, બિહાર સરકારને જે બે સભ્યોની, સમેતશિખરના પહાડના વહીવટ અંગે નિમાનાર સલાહકાર સમિતિમાં, નિમણૂક કરવાની છે તેમાંના એક દિગંબર સમાજના પ્રતિનિધિ હશે એવા તે સરકારે ઠરાવ કર્યો છે અને તેના અન્વયે એક દિગંબર પ્રતિનિધિની નિમણુંક કરવા દિગંબર જૈન તીર્થક્ષેત્ર સમિતિને લેખીત રીતે જણાવવામાં આવ્યું છે. દિગંબર સમાજને જાણે કે પેાતાના હાથે અન્યાય થયો હોય તેનું પ્રમાર્જન કરવા માટે બિહાર સરકારને આવું પગલું ભરવાની જરૂર ભાસી હોય એમ લાગે છે. પણ આ જોગવાઈ માત્ર સરકારી ઠરાવ રૂપે રહે એ યોગ્ય નથી, કારણ કે એ ઠરાવને બિહાર સરકાર ગમે ત્યારે ફેરવી કે ઉથાપી શકે છે. જરૂર છે આ જોગવાઈને મૂળ કરારનામામાં અન્તર્ગત કરવાની અને આશા રાખીએ કે, બિહાર સરકાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની અનુમતિ મેળવીને એ જોગવાઈને મૂળ કરાર નામામાં ઉમેરશે. જે કરારનામાને જૈન શ્વે. મૂ. સમાજમાં ચારે દિશાએથી પોતાની એક મહાન સિદ્ધિ તરીકે વધાવી લેવામાં આવ્યું છે તે કરારનામા ઉપર આવી ટીકાટીપ્પાણી કરતાં હું ઘણું દુ:ખ અનુભવું છું. હકીકત એમ છે કે ૧૯૧૮ની સાલમાં પહાલગંજના રાજા પાસેથી આ પહાડને લગતી જમીનદારી દિગંબર સમાજ માટે ખરીદી લેવાના પ્રયત્ન પહેલા સર હુકમીચંદ મારફત કરવામાં આવ્યો હતો અને તે અંગે બન્ને વચ્ચે વાટાઘાટો ચાલતી હતી અને એ માટે રૂા. ૫૦૦૦૦ ની રકમ પણ earnest mony – બહાનાની રકમ – તરીકે આપવામાં આવી હતી, પણ એ દરમિયાન શ્વેતાંબર મૂ. સમાજના આગેવાના જઈ પહોંચ્યા, દિગંબરો સાથે થતો સાદા અટકાવ્યો અને ઘણી મેાટી રકમ આપીને શ્વેતાંબર મૂ. સમાજ માટે સમેતિશખરના પહાડ ખરીદી લીધો. આ હકીકત ઉપરથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં એક વિભ્રમ પેદા થયો છે કે, આ પહાડ વેચાણ લીધા એટલે તે ઉપરના બધા હકક માત્ર પોતાને જ મળી ગયા છે અને અન્ય
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy