________________
૨૪૮
પ્રભુદ્ધ જીવન
હક્કોનું ઉલ્લંધન થાય એવી કશી પણ દરમિયાનગિરિ પ્રથમ પક્ષકાર કરશે નહિ અથવા એવું કશું અન્યને કરવા દેશે નહિ.
(૨) પહેલા પક્ષ આથી જણાવે છે કે આ પહાડ ઉપર આવેલાં મંદિરો અથવા દેરીએ, ધર્મશાળાઓ વગેરેના ૧૯૫૩ ના બીજી મેના નોટિફિકેશનમાં સમાવેશ થશે નહિ અને બીજો પક્ષ તેમનાં મંદિરો અને દેરીઓ અને ધાર્મિક સ્થાના ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવશે, અને પહેલા પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની રૂકાવટ સિવાય તેમની પૂજા અને ઉપાસના પહેલાં માફક કરતા રહેશે.
(૩) બન્ને પક્ષા આથી કબૂલ કરે છે કે જંગલોના વહીવટ બિહાર રાજ્યના જંગલખાતાની એજન્સી મારફત પ્રસ્તુત કાયદાકાનૂનને અનુસરીને એવી રીતે કરવામાં આવશે કે જેથી બીજા વિભાગના પક્ષને પેાતાની પૂજા ઉપાસના કરવામાં જરા પણ ખલેલ પહોંચે નહિ, અથવા તો તેમની ધાર્મિક માન્યતા, લાગણી કે તેમની માલેકીના હક્કને જરા પણ હાનિ પહોંચે નહિ. બન્ને પક્ષ વચ્ચે નક્કી કરવામાં આવે છે કે આ જંગલની જે ચોખ્ખી આવક થાય તે આવક ૪૦ ટકા અને ૬૦ ટકાના પ્રમાણમાં અનુક્રમે પહેલા પક્ષ અને બીજા પક્ષ વચ્ચે દર વર્ષે વડે ચી લેવામાં આવશે.
(૪) બન્ને પક્ષો આથી કબૂલ કરે છે કે અહીં જે સમાધાન કરવામાં આવે છે અને રેકર્ડ કરવામાં આવે છે તે ધ્યાનમાં લઈને ૧૯૫૦ નાં બિહાર. લેન્ડ રીફાર્મ્સ ઍકટની કલમેામાં સૂચવવામાં આવેલ છે તેવા કોઈ વળતરનો પ્રશ્ન હવે ઊભા રહેશે નહિ.
(૫) બન્ને પક્ષેા તરફથી વિશેષમાં એમ પણ નક્કી કરવામાં આવે છે કે જંગલના વહીવટ અને વિકાસને લગતી બાબતોમાં સલાહ આપવા માટે એક એડવાઈઝરી કમિટી ઊભી કરવામાં આવશે. આ કમિટી બીજો પક્ષ જેનાં નામે આપે તેવા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કોમના બે પ્રતિનિધિઓ અને બિહાર સરકાર દ્વારા સૂચવવામાં આવનાર બે પ્રતિનિધિઓની બનશે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કામની વતી બીજો પક્ષ ત્રણ નામાની યાદી રજૂ કરશે જેમાંના એકની બિહાર સરકાર ચેરમેન—પ્રમુખ તરીકે નિમણુંક કરશે.
(૬) જંગલાના એવી રીતે વહીવટ કરવામાં આવશે કે અત્યારે જે મંદિરો છે તે અને તેની આસપાસના અડધા માઈલના પ્રદેશ જંગલખાતાના વહીવટથી હંમેશાને માટે મુકત રહેશે. જંગલખાતાના વહીવટ નીચેના પહાડી વિભાગમાં કોઈ પણ મકાન કે બાંધકામ કરવા દેવામાં આવશે નહિ, પણ જો બીજો પક્ષ કોઈ પણ વખતે જંગલખાતાના વહીવટ નીચેના પહાડમાં કોઈ ધાર્મિક હેતુ માટે અથવા તો યાત્રાળુઓની સગવડ માટે કાંઈ પણ બાંધકામ કરવાનું વિચારશે તો જંગલ ખાતું કે રાજ્ય સરકાર તરફથી તે સામે કોઈ પણ જાતના વાંધા ઉઠાવવામાં નહિ આવે, એટલું જ નહિ પણ, આ માટે લેખિત વિનંતિ કરવામાં આવતાં ૧૫ દિવસની અંદર જંગલ ખાતું તથા બિહાર સરકાર તરફથી સર્વ પ્રકારની સગવડ આપવામાં
આવશે.
(૭) શિકાર, શૂટીંગ, માછલી પકડવી. પશુ કે પક્ષઓની હિંસા કરવી, અથવા તો આ પહાડ ઉપર કે આસપાસ આમિષઆહાર લેવા—આ બધી બાબતાની સખ્ત બંધી કરવામાં આવશે.
(૮) જંગલના વહીવટ અને વિકાસમાં અહિંસાના સિદ્ધાંતને ભંગ થાય એવી કોઈ પણ દવાનો ઉપયોગ કરવામાં ન આવે એ બાબતની પૂરી સંભાળ રાખવામાં આવશે.
(૯) સરકારના જંગલ ખાતાના અધિકારીએ અને તેમના સ્ટાફ જૈન કોમની લાગણીઓના દરેક બાબતમાં પૂરો આદર કરશે અને આ પહાડ ઉપર પૂજા, ધર્મધ્યાન કે ક્રિયાકાંડ કરવામાં યાત્રાળુઆને કશી પણ દખલ કે અગવડ પહોંચાડવામાં નહીં આવે.
(૧૦) ધાર્મિક કાર્યો કરવા માટે જંગલમાંથી લાકડાંની કે જંગલની કોઈ પણ પેદાશની હેરફેર કરવાની શેઠ આણંદજી કલ્યાણજીને પૂરી છૂટ રહેશે.
અનુવાદક : પરમાનંદ
તા. ૧૬-૩૯૫
સમેતશિખરજીનું સુખદ સમાધાન, પશુ
બિહાર સરકારે ૧૯૫૩ની બીજી મેના રોજ ૧૯૫૦ના બિહાર
લેન્ડ રીફાર્મ્સ એકટ નીચે સમેતિશખરના પહાડનો કબજો લેવાને લગતું એક નોટીફિકેશને બહાર પાડયું હતું. એમ છતાં, આ સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજી અને બિહાર સરકાર વચ્ચે પત્રવ્યવહાર અને વાટાઘાટો ચાલતી હોઈને કેટલાંય વર્ષો સુધી સરકાર તરફથી કોઈ સક્રિય પગલું લેવામાં આવ્યું નહાતું, અને જેને ‘સ્ટેટસ કો’કહે છે એવી સ્થગિત સ્થિતિ ચાલ્યા કરતી હતી. આમ છતાં, તા. ૨-૪-૬૪ ના રોજ બિહાર સરકારે બિહાર લૅન્ડ રીફાર્મ્સ એકટ નીચે એક અણુધાર્યું નોટીફિકેશન કાઢીને સમેતશિખરના આખા પહાડના એકાએક કબજો લઈ લીધા અને તે કારણે વસ્તુત: આખા જૈન સમુદાયમાં ભારે મોટો પ્રશ્નાભ પેદા થયો. આ સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ અને મુંબઈ ખાતે નિમાયલી શ્રી સમેતશિખર તીર્થરક્ષા સમિતિએ બિહાર સરકારના મુખ્ય પ્રધાન સાથે જોરદાર વાટાઘાટો ચલાવી અને તેના પરિણામે ગત ફેબ્રુઆરી માસના પહેલા અઠવાડિયાઓમાં જે કરારનામું થયું છે (આની વિગતો આ અંકમાં અન્યત્ર આપવામાં આવી છે.) તેણે મૂળ સ્થિતિમાં કેટલાક પાયાના ફેરફાર કર્યો છે. આ પહાડના જંગલના વહીવટ કરવા માટે શ્વેતાંબર મૂ. સમાજના પ્રતિનિધિઓ અને બિહાર સરકારના પ્રતિનિધિઓનું એક એડવાઈઝરી બોર્ડ ઊભું કરવાનું નકકી કરવામાં આવ્યું છે અને તીર્થની પવિત્રતા સર્વ પ્રકારે જળવાય એવી બિહાર સરકાર તરફથી બાંહેધરી આપવામાં આવી છે અને પેાતાના જમીનદારીહકના બદલામાં પહાડની આવકમાંથી ૧૦૦ નાં ૬૦ ટકા આવક લેવાનું આણંદજી કલ્યાણજીની પેઢીએ સ્વીકાર્યું છે. તદુપરાન્ત જ્યાં જ્યાં મંદિર, દેરી કે ધર્મશાળા હોય તેની આસપાસના અડધા માઈલના વિસ્તારને બિહાર લેન્ડ રીફોર્મસ એકટ કે ફોરેસ્ટ એકટથી મુકત કર્યો છે. હવે જો આ તીર્થ માત્ર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયનું હેત અને તેમાં જૈન સમાજના એટલા જ મહત્ત્વના અન્ય સમુદાય - દિગંબર મૂર્તિપૂજક વિભાગનું કોઈ પણ હિત નિહિત ન હોત તો આજના સંયોગમાં આ જે સમાધાની થઇ છે. તે સર્વ પ્રકારે અભિનન્દનયોગ્ય લેખાત અને આવી સમાધાની સાધવા માટે એક બાજુએ બિહાર સરકારના મુખ્ય પ્રધાન શ્રી કૃષ્ણવલ્લભ સહાય, તથા તા. ૧-૩-૬૫ના ‘વિશ્વવાત્સલ્ય'માં સ્પષ્ટ ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે તે મુજબ કેન્દ્રના રેલવે પ્રધાન શ્રી એસ. કે. પાટીલ તથા કોંગ્રેસી આગેવાન શ્રી કે. કે, શાહ કે જેમની દરમિયાનગીરીએ આ સમાધાની સિદ્ધ કરવામાં ઘણા મહત્ત્વના ભાગ ભજવ્યો છે અને બીજી બાજુએ મુંબઈની સમેત શિખર તીર્થ રક્ષા સમિતિ વતી વાટાઘાટો ચલાવવામાં જેમણે અપાર પરિામ ઉઠાવ્યો છે અને અપૂર્વ કુશળતા દાખવી છે, એવા શેઠ રમણલાલ દલસુખભાઈ શ્રોફ અને શેઠ આણંજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ સૌ કોઈના હાર્દિક ધન્યવાદને પાત્ર લેખાત.
પણ આ પ્રશ્નના સંદર્ભમાં એ હકીકતની ઉપેક્ષા થઈ શકે એમ છે જ નહિ કે સમેત શિખરજીના તીર્થનું મહત્ત્વ જેટલું શ્વે. મૂ. વિભાગ માટે છે તેટલું જ મહત્ત્વ દિગંબર વિભાગ માટે છે. આ તીર્થની પવિત્રતા માટે બન્ને સમુદાય એક સરખા આગ્રહ ધરાવે છે. આ તીર્થની યાત્રાએ દર વર્ષે શ્વેતાંબર મૂર્તિપૂજકો જેમ હજારોની સંખ્યામાં જાય છે અને પોતાને કૃતકૃત્ય માને છે તેવી જ રીતે દિગંબર જૈને હજારોની સંખ્યામાં આ તીર્થની યાત્રા કરીને ધન્યતા અનુભવે છે. જૈનોના ૨૪ તીર્થંકરોમાંથી ૨૦ તીર્થંકરોની અને ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીની નિર્વાણભૂમિ તરીકે આ તીર્થ અંગે બન્ને સમુદાયને મન એક સરખું મહત્ત્વ
અને ભકિતભાવ છે.