________________
તા. ૧૩-૧
શ્રી વિમળાબહેન અને સિદ્ધાર્થભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો. આ દપતીને મળવાનું આ નિમિત્તે પહેલી જ વાર બન્યું હતું. બધે જોવા ફરવામાં તેઓ બન્ને લગભગ અમારી સાથે જ રહ્યાં હતાં. આ સમય દરમિયાન તેમના સૌજન્યના, મીલનસાર સ્વભાવનો, અમને સમજાવવા પાછળ રહેલી તેમની અખૂટ ધીરજ અને મનાના જે અનુભવ થયો તે અમારા માટે ચિરસ્મરણીય રહેશે. જૈન સમાજના એક આગેવાન તરીકે શ્રી કસ્તુરભાઈને અમે વર્ષોથી જાણતા હતા. એક ઉદ્યોગપતિ તરીકેના તેમના આયોજનકૌશલ્યના અહિં અમને પ્રત્યક્ષ અનુભવ થયો અને તેમના વિષેના અમારા આદરમાં વિશેષ વધારો થયો.
પ્રભુદ જીવન
રાત્રીના આશરે નવ વાગ્યે તેમની વિદાય લઈને અમે વલસાડ આવ્યાં. વલસાડ ગામમાં એક ન્યાતની વાડીમાં અમારા રહેવા ખાવા વગેરેની સગવડ કરવામાં આવી હતી. આ બધી સગવડ માટે ગુલાલવાડીમાં જેમની પેઢી છે તે શેઠ દલીચંદ પુરૂષોત્તમ તથા તેમના મોટા ભાઈ શ્રી ધનજીભાઈ જેઓ વલસાડમાં વસે છે તેમના અમે ખૂબ ઋણી છીએ. આ વાડીમાં અમે રાત્રી સુખરૂપ ગાળી. સવારે ચાનાસ્તા, સ્નાન વગેરે પતાવીને તીથલના સમુદ્રકિનારે બસમાં બેસીને ફરવા ગયા. ત્યાં બે કલાક ગાળ્યા. ધનજીભાઈના નિવાસસ્થાન ઉપર આવ્યા. ત્યાં અમારૂં શેરડીના રસથી સ્વાગત કરવામાં આવ્યું. પછી અમારા ઉતારાની જગ્યાએ ગયા. ભાજન કર્યું. ત્યાંના આગે વાન ભાઈઓ સાથે કલાકેક વાર્તાલાપમાં ગાળ્યો. થોડો સમય આરામ કર્યો અને બપોરના સાડા ત્રણ લગભગની સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં બેસીને રાત્રીના આઠ વાગ્યા લગભગ અમે મુંબઈ આવી પહોંચ્યા. આ રીતે અમારો વલસાડના બે દિવસનો પ્રવાસ પૂરો થયો. આ પ્રવાસ દરમિયાન અમે નહાતા જાણતા એવું ઘણું નવું જાણ્યું તેમ જ અનેક વ્યકિતઓની માયામમતાનો મીઠો અનુભવ કર્યો. આ રીતે અમારા આ પ્રવાસ ચિરસ્મરણીય બની ગયો.
કચ્છ પ્રવાસ
* સંઘ દ્વારા યોજાયલા કચ્છ-પ્રવાસના કાર્યક્રમ મુજબ તા. ૬-૨૬૫ ના રોજ મુંબઈથી ૨૦ ભાઈઓ, ૧૫ બહેનો અને ૨ બાળકો એમ ૩૮ ભાઈએ બહેનોની મંડળી સ્ટીમર ‘સાબરમતી’માં રવાના થઇ હતી અને બીજે દિવસે બપારના ભાગમાં માંડવી પહોંચી હતી. આ મંડળીમાં માંડવીથી બીજાં આઠ ભાઈ-બહેનો ઉમેરાયાં હતાં. કચ્છની અંદરના પરિભ્રમણ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસ અને એક મેટી ટેકસી નકકી કરવામાં આવી હતી. બસ દ્રારા બરોબર આશરે પ૦ માઈલનો પ્રવાસ કરવામાં આવ્યા હતા અને નાના મોટાં અનેક સ્થળો જોયાં હતાં, અને તા. ૧૬ મી મંગળવારના રોજ માંડવી બંદરેથી સ્ટીમર ‘સરસ્વતી’માં રવાના થઇને તા. ૧૭મી બુધવારે ૧૧ વાગ્યે પ્રવાસમંડળી મુંબઈ પાછી ફરી હતી. આ પ્રવાસની વિગતવાર નોંધ હવે પછીના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવશે.
'
આમારાવાસી શ્રી શાન્તિલાલ ત્રિવેદીનું વ્યાખ્યાન
તા. ૨૩-૨-૬૫ ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં ‘હિમાલય સાથે જોડાયલી મારી જીવનયાત્રા એ વિષય ઉપર છેલ્લાં ૩૭ વર્ષથી આલ્ભારામાં વસી રહેલા અને આઝાદીજંગના ખ્યાતનામ નેતા અને ત્યાર બાદ રચનાત્મક ક્ષેત્રના એક અગ્રગણ્ય કાર્યકર્તા શ્રી શાન્તિલાલ ત્રિવેદીનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. તેમને પરિચય આપતાં શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે, “૧૯૫૮ની સાલમાં કુટુંબ સાથે નૈનીતાલ જવાનું બન્યું અને ત્યાંથી અમે આલ્મારા ગયા ત્યારે શાન્તિભાઈને પ્રત્યક્ષ મળવાનું બન્યું હતું. તે પહેલાં ત્યાંના એક વર્ષો જુના કાર્યકર્તા તરીકે તેમની
....
ખ્યાતિ મારા સાંભળવામાં આવી હતી. તે બહુ નાની ઉંમરથી ભાવનાશાળી જીવન જીવતા રહ્યા છે. તેઓ રાજકોટના મૂળ વતની છે. ૧૯૨૧ની સાલમાં તેઓ સત્યાગ્રહઆશ્રમમાં જોડાયા હતા. ત્યાર બાદ થાડાં વર્ષ તેમણે શ્રી શિવજી દેવશીના મઢડા આકામમાં ગાળ્યાં હતાં અને તેમના દિલમાં હિમાલય જવાની તાલાવેલી છે એ બાબત ખ્યાલમાં રાખીને બાપુજીના ભત્રીજા શ્રી પ્રભુદાસ ગાંધી તબિયતના કારણે આલ્ગારા રહેતા હતા, તેમની સંભાળ લેવા માટે બાપુજીએ શાંતિભાઈને આત્મારા મોકલ્યા હતા. પછી તે ૧૯૨૯માં બાપુજી કુમાઉ જિલ્લાના પ્રવાસે નીકળ્યા અને કૌસાની આલ્ફ્રેારા વગેરે સ્થળોએ ગયેલા ત્યારે તેમના તે બાજના પ્રવાસના આખો કાર્યક્રમ શન્તિભાઈએ જ ગાઠવેલા. પછી સત્યાગ્રહની લડતમાં તેઓ તથા તેમનાં પત્ની ભકિતબહેન જોડાયાં, એટલું જ નહિ પણ, શાન્તિભાઈએ આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. ૧૯૩૧માં તેઓ એકલા કૈલાસની યાત્રાએ ગયા. પછીના વર્ષોમાં કાગ્રેસનું જ કાર્ય તેઓ કરતા રહ્યા. ૧૯૪૨માં વળી પાછા તેમણે આઝાદી જંગમાં ઝ ંપલાવ્યું. અને તેમના કહેવા મુજબ ફાંસીએ ચડતાં બચી ગયા. પછી તો આઝાદી આવી અને આગળ જતાં દેશમાં સર્વોદયનું આન્ધ્ર લન ચાલ્યું ત્યારે તેમાં પણ તેમણે તે પ્રદેશમાં રહીને શકય તેટલું કાર્ય કરેલું. આપણા દેશનેતાઓ નેહરુ, ગેવિંદવલ્લભ પન્ત, કટા, વગેરે અવારનવાર આલ્બેરા જતા અને રહેતા હાઇને શાન્તિભાઈ તેમના સારા પરિચયમાં આવેલા. આજે હવે તેઓ કાગ્રેસના સભ્ય રહ્યા નથી અને બીજી કોઈ સંસ્થાની જવાબદારીના ભારથી મુકત છે એમ છતાં તેમની સેવાનિષ્ઠા એકસરખી જીવન્ત અને સક્રિય છે અને તેમના આ સર્વ સેવાકાર્યમાં તેમનાં પત્ની સૌ, ભકિતબહેનના એકસરખો સહયોગ રહ્યો છે. આવી એક સુયોગ્ય દંપતીને આજે આપણા સંઘ તરફ્થી આવકાર આપતાં હું ખૂબ આનંદ અનુ ભવું છું. ત્યાર બાદ શ્રી શાન્તિલાલ ત્રિવેદીએ હિમાલયના ચિરનિવાસ સાથે જોડાયેલાં અનેક સ્મરણા રજુ કર્યાં અને ઉપસ્થિત ભાઈ-બહેનો તેમના જોશીલા પ્રવચનથી અત્યંત પ્રભાવિત બન્યા.
રજીસ્ટ્રેશન ઓફ ન્યુસપેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯૫૬ના અન્વયે
પ્રબુદ્ધ જીવન' સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે.
૧.
૬.
3.
૪.
11.
૨૪૫
પ્રસિદ્ધિ સ્થળ : પ્રસિદ્ધિ ક્રમ :
મુદ્રકનું નામ : કયા દેશના:
ઠેકાણું :
પ્રકાશકનું નામ : યા દેશના:
ઠેકાણુ· :
મંત્રીનું નામ : કયા દેશના
ફેંકાણુ :
સામયિકના
માલિકનું
નામ:
હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂ છું કે, ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે. પરમાનંદ કુંવરજી કાપડિયા—તંત્રી
ના.
૧-૩-૬૫.
..
૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩. દરેક મહિનાની પહેલી અને સોળમી
તારીખ.
શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા ભારતીય
૪૫૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, -૩.
ઉપર મુજબ
ઉપર મુજબ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,
૪૫૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩.