________________
૨૪૪
ગના સ્નાતક વિદ્યાર્થીઓ સમક્ષ આપેલ ‘વેદાન્તની ફિલસૂફી' નામક પ્રવચન સૌથી વધુ લાક્ષણિક છે. પ્રવચન પછીની પ્રશ્નોત્તરીને મળતા અહેવાલ કોતાઓની ઉચ્ચ મનોભૂમિને ખ્યાલ આપે છે. નીચે આપેલ પ્રશ્નો જેવા પ્રશ્નો વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો દ્રારા પૂછવામાં આવ્યા હતા.
“ગ્રીકની સ્ટોઈક (નિવેદ-પ્રધાન) ફિલસૂફી પર આપની હિન્દુ ફિલસૂફીઓ કેવી અસર કરી છે? ... પશ્ચિમના વિજ્ઞાન સાથે આ વિચારણાને ક્યાં વિરોધ છે?”
પ્રભુ જીવન
“વિશ્વની ઉત્પત્તિ વિષે અદ્વૈતવાદી શું માને છે? અદ્રે ત ફિલસુફી દ્વૈતના વિરોધ કરે છે કે? ... વ્યકિતવાદ અને નીતિશાસ્ત્ર વિષે વેદાન્ત શે। ખુલાસા કરે છે?"
“તમે એમ માને છે કે, અમા પશ્ચિમના લોકોની માન્યતા અસામાજિક છે અને તેને લીધે અમે અનેકાંતવાદી (Pluralistic) બન્યા છીએ અને પૂર્વના લોકો અમારી કરતાં વધારે સામાજિક સહાનુભૂતિ ધરાવે છે?”
“સાકાર ઈશ્વર (Personal God) માયા સાથે સંકળાયેલા છે? એવી ખાસ પ્રક્રિયા શી છે જેના વડે પરમ તત્ત્વને ઓળખી શકાય ?”
હાર્વર્ડ ઉપરની સ્વામીજીના પ્રવચનોની અસરનો ખ્યાલ આ હકીકત ઉપરથી આવી શકે છે કે, તેમણે પ્રવચન આપ્યું પછી તુરત જ યુનિવર્સિટીએ તેમને પૌર્વાત્ય ફિલસૂફીના અધ્યાપકપદે નીમવાની તૈયારી બતાવી હતી, જો કે, તેમણે એ માગણીના વિનયપૂર્વક અસ્વીકાર કર્યો હતો.
વિવેકાનંદની અમેરિકાની પહેલી મુલાકાત લગભગ સાડા ત્રણ વર્ષની હતી. પછીથી, ભારતીય ઈતિહાસ પર મહાન રાષ્ટ્રભકતામાંના એક તરીકે તેમનું સ્થાન અંકિત થઇ ગયા બાદ, તેમણે ફરીથી અમેરિકાની મુલાકાત લીધી હતી. એ નોંધપાત્ર છે કે, તેમના સંન્યાસીજીવનને પા થી વધારે ભાગ એ જ દેશમાં વ્યતીત થયા હતા. અનુવાદક: ડા. શારદા ગેારડિયા, મૂળ અંગ્રેજી: ભાબાની ભટ્ટાચાર્ય અધકાર અને પ્રકાશ
As plato wisely remarked, we can easily forgive a child who is afraid of the dark; the real tragedy is when men are afraid of the light, Science can and will show the light, provided man can face up to it,'
ભાવાર્થ : પ્લૅટોએ ઉચિત રીતે જણાવ્યું હતું તેમ, અંધારાથી બીતા બાળકને આપણે સહજપણે માફી કરી શકીએ. છીએ, પણ માનવી પ્રકાશથી બીતા માલુમ પડે છે એમાં ખરી કરુણતા રહેલી છે. જૉ માણસ પ્રકાશને અભિમુખ બની શકે તે વિજ્ઞાન તેને પ્રકાશ આપી શકે છે અને આપતું રહેવાનું છે.”
વિષયસૂચિ
બિનસાંપ્રદાયિકતાની ભાવના અનેકના ભામાશા ગયા ! જાગતા રહેજે વર્ષો પહેલાં શિકાગામાં ઉપસ્થિત થયેલા એક સંન્યાસી મૃત્યુદંડ
શ્રી એમ. સી. છાગલા હરિવલ્લભ પરીખ કાન્તિલાલ બરોડિયા
શ્રી. ભાબાની ભટ્ટાચાર્ય જટુભાઈ મહેતા
પૃષ્ઠ
૨૩૭
૨૩૯
૨૪૦
૨૪૬
૨૪૬
તા. ૧-૩-૫
સંઘ સમાચાર વલસાડ પટન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો માટે અતુલ પ્રોડકટસને લક્ષમાં રાખીને જાયલા વલસાડના પર્યટનમાં ૪૧ મેટાં અને ૫ નાનાં એમ કુલ ૪૬ ભાઈ બહેનો જોડાયાં હતાં. આ આખી મંડળી સવારે ૬-૩૫ વાગ્યે ઉપડતી ગુજરાત એકસપ્રેસમાં વલસાડ જવા માટે ઉપડી હતી. બધાં આનંદકલ્લાલ કરતાં સવા દશ લગભગ વલસાડ પહોંચ્યાં. સ્ટેશન ઉપર સૌ વિમલાબહેન (શેઠ કસ્તુરભાઈ લાલભાઈના મોટા પુત્ર શ્રી સિદ્ધાર્થભાઈ જે અનુલ પ્રોડકટસનો વહીવટ સંભાળે છે તેમનાં પત્ની અને મુંબઈનાં જાણીતા શ્રીમાન ઝવેરી શેઠ ભોગીલાલ લહેરચંદનાં પુત્રી) અને શ્રી ધનજીભાઈ, જાદવજીભાઈ વગેરે વલસાડના જૈન સમાજના આગેવાન ભાઈએ અમને લેવા માટે આવ્યા હતા. તેમના ભાવભર્યા આવકાર સાથે વલસાડની રેલ્વે લાઈનની બીજી બાજુએ આવેલા અતુલ પ્રોડકટસને લગતા નગરવિભાગમાં જ્યાં–(Guest House)-અતિથિગૃહ - છે ત્યાં અમે પહોંચ્યા. અહિં શ્રી સિદ્ધાર્થભાઈએ અમને આવકાર આપ્યો; ચા-નાસ્તા વડે અમારૂં સ્વાગત કરવામાં આવ્યું અને પછી અમને અતુલ પ્રોડકટસના કારખાના વિભાગમાં જ્યાં રંગા બનાવવાની ભિન્ન ભિન્ન રાસાયણિક પ્રક્રિયા ચાલે છે ત્યાં ફેરવવામાં આવ્યાં. આ બધું અમારામાંના ઘણા ખરા માટે નવું દર્શન હતું. સૌથી પહેલાં એક મેટા વ્યાખ્યાનગૃહમાં અમને લઈ જવામાં આવ્યા અને રંગે બનાવવા અંગેની ભિન્ન ભિન્ન પ્રક્રિયાની અમને સમજણ આપવામાં આવી. પછી અમારી મંડળીને બે જજુથમાં વિભાજિત કરીને રંગ બનાવટની પ્રક્રિયાઓ પ્રત્યક્ષ દેખાડવામાં તેમ જ સમજાવવામાં આવી. આ બધું પૂરૂં થયા પછી અમને કેન્ટીનમાં—ભાજનશાળામાં— લઈ જવામાં આવ્યા જ્યાં અમારૂં દૂધપાક-પૂરીનાં ભેજન વડે આતિથ્ય કરવામાં આવ્યું.
ત્યાર બાદ કલાકેક આરામ લીધા બાદ આ આખી રચનાના બીજો ભાગ જેને લેડરલીના નામથી ઓળખવામાં આવે છે અને જ્યાં જુદી જ દી દવાઓ તથા ઈન્જેકશન બનાવવામાં આવે છે ત્યાં અમને ફેરવવામાં આવ્યા. આ બધી પ્રક્રિયાએ વધારે ટેકનીકલ હતી. અને તેથી અમારી જેવા આ વિષયના તદ્ન અભિન્ન ભાઈબહેનો માટે આ બધું સમજવું બહુ મુશ્કેલ હતું એમ છતાં કાંઈક નવું જોયું, નવું જાણ્યું એવા સંતોષ ફેકટરીના આ વિભાગમાં ફરતાં અમે સૌએ અનુભવ્યો.
આમ આ બન્ને કારખાનાંઓમાં ફ્રીને સાંજના ચાપાણી માટે પાછા બ્રેસ્ટ હાઉસ ઉપર આવ્યા. આ વખતે ફેકટરીના મુખ્ય મુખ્ય અધિકારીઓ સાથે અમારે પરિચય કરાવવામાં આવ્યો. ચાપાણી પતાવીને અતુલ પ્રોડકટસની નગર રચના જોવા નીકળ્યા. અહિં આશરે ૩૦૦૦ લાકો વસે છે. તેમના વસવાટ માટે, શિક્ષણ માટે, વૈદ્યકીય ઉપચાર માટે, રમતગમત માટે તથા મનેરંજન માટે આ વિશાળ વિસ્તારમાં કેવા પ્રબંધ કરવામાં આવ્યો છે તેને અમને ખ્યાલ આવ્યો. અને આ આખી રચના જોઈને અમારૂં મન ખૂબ પ્રભાવિત બન્યું. સાંજના સમયે અતુલ પ્રેડકટસના મુખ્ય આયોજક શ્રી બી. કે. મઝુમદાર સાથે અમારૂં મિલન ગાઠવવામાં આવ્યું હતું. તેમની સાથેના વાર્તાલાપ દ્વારા અનુલ પ્રોડકટસના ઉદ્ભવ કેમ થયો, અને તેના કેમ ઉત્ત ચેત્તર વિકાસ થયા અને જયાં કેવળ જંગલ હતું ત્યાં લગભગ ૫૦૦૦૦ વૃક્ષ વાવીને એક મોટું ઉપવન કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું તેને લગતી અમને પુષ્કળ માહિતી આપવામાં આવી. ત્યાર બાદ સાયં ભાજન માટે અમે ભાજનાળામાં ગયા અને ભજનો પત્યા બાદ પ્રવાસમંડળીના આગેવાન તરીકે શ્રી પરમાનંદભાઈએ