________________
તો, ૧-૩-
૫
પ્રબુદ્ધ જીવન
૨૪૩
લાગી કે આ વિચિત્ર વસ્ત્રપરિધાન કરેલા હિન્દુ કશું જ બોલશે નહિ.
આખરે તેઓ બેલવા ઊભા થયા. એ તે સુવિદિત છે કે એ શ્રોતા સમુદાયને તેમણે જે સંવેદનભર્યા શબ્દોથી સંબેધિત કર્યા. ‘Sisters and Brothers of America'‘અમેરિકાની ભગિનીઓ અને બંધુ'– એ સંબંધને એવી જાદુઈ અસર કરી કે હજારો સ્ત્રીઓએ અને પુરુએ એકદમ ઊભા થઈ જઈને કેટલીક ક્ષણ સુધી તેમને તાળીઓના નાદથી વધાવ્યે રાખ્યા. તે થોડી ક્ષણમાં વિવેકાનંદે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી લીધું. તેમના વ્યકિતત્વમાં વણાયેલા અદમ્ય આત્મગૌરવ અને આત્મશકિતમાં ફરી કદી ક્ષોભ કે ખપ નજરે પડ્યાં નહીં.
એ ભવ્ય સંબોધન, પાછળથી જે આવવાનું હતું તેને પ્રારંભ માત્ર હતો. કદાચ એમ કહી શકાય કે માત્ર એક ટૂંકા વકતવ્ય દ્વારા એક માણસ સંપૂર્ણ અપરિચિત દુનિયામાં એકદમ પરિચિત બની જાય એવો બનાવ ઈતિહાસમાં અદ્રિતીય હતા. એ યાદ રાખવું ઘટે કે ખૂબ જ જાહેરાત પામેલ એ વિશ્વધર્મપરિષદમાં અમેરિકાના અને યુરોપના અગ્રગણ્ય સંખ્યાબંધ ખબરપત્રીઓ હાજર હતા.
શિકાગોમાં તેમણે કરેલું એ પ્રવચન માત્ર ૫૦૦ શબ્દોમાં મર્યા- દિતં હતું. વિવેકાનંદે જગતના અતિપ્રાચીન સાધુસંસ્થા વતી અને સર્વ ધર્મની જનતા વતી પરિષદને આભાર માન્યો. તેમણે કહ્યું કે
જે ધર્મો સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બાધ દુનિ- યાને આપ્યો છે તે ધર્મને અનુયાયી હોવામાં હું ગૌરવ અનુભવું છું. અમે સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ, એટલું જ નહિ પણ સર્વ ધર્મોને સત્યરૂપે સ્વીકારીએ છીએ.” તેમણે જણાવ્યું કે પોતે એવા લોકોના પ્રતિનિધિ છે જેમણે અનેક રાષ્ટ્રોના પીડિતે અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે. રોમનોએ તેમના પવિત્ર દેવળને તોડી પાડયું ત્યારે ભારત આવનાર યહુદીઓ, પશિયાના જરોસ્તીએ અને બીજા અનેકને ભારતમાં આશ્રય મળે છે. સંપ્રદાયવાદ અને ધર્મઝનુને દુનિયાને હિંસાથી ભરી દીધી છે અને વારંવાર માનવલેહીથી તરબોળ કરી નાખી છે. આવું ન બન્યું હોત તે માનવસમાજે આજના કરતાં વધારે પ્રગતિ સાધી હોત. આમ છતાં તેમણે એવી આશા વ્યકત કરી કે સર્વ ઝનૂનવાદનો મૃત્યુઘંટ વાગી ચૂકયો છે અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસને હવે અંત આવી ગયું છે. તેમણે ૩૦૦૦ વર્ષ જુની વેદની દ્રશ્ચાએ જેનું તેઓ બાળપણથી રટણ કરતા હતા તેમાંથી કેટલીક પંકિતઓના અનુવાદ રજૂ કર્યો
જેમ જુદાં જુદાં સ્થળેથી નીકળતાં અનેક નદીઓનાં વહેણ અંતે મહાસાગરમાં મળીને સમાઈ જાય છે તેમ, એ પ્રભુ! જુદાં જુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાગે ગમે તેવા ભિન્ન હાય, સરલ યા સંકુલ હોય, તે પણ આખરે તે એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે.”
| તેમણે ગીતાના શબ્દોનું પણ પુનરુચ્ચારણ કર્યું : “ગમે તે સ્વરૂ પમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે; મને પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગે અંતે મારી ભણી વળે છે.”
ચાર દિવસ પછી ફરી એકવાર તેમણે પરિપદને ટૂંકમાં સંબોધી. ‘આપણે શા માટે જુદા પડીએ છીએ?” એ એમને વિષય હતે. તેમણે કહ્યું કે “દેડકાની જેમ સર્વ ધર્મના મનુષ્યો એમ જ માને છે કે, સમગ્ર જગત તેમના નાનકડા કૂવામાં જ રમાઈ જાય છે.” ૧૯મી સપ્ટેમ્બરે તેમણે હિન્દુધર્મ પર એક લાંબે નિબંધ વાંચ્યો, જે હિન્દુ ધર્મ પરની એક વિશદ સમીક્ષા સમાન હતો. એને બીજે દિવસે તેમણે અનુરોધ કર્યો-એમના વકતવ્ય મુદ્દો હતા - ભારતને ધર્મની આવશ્યકતા નથી, તાત્કાલિક જરૂરિયાત છે રોટીની. “ભૂખ્યાને ધર્મ- પ્રદાન કરવું એ તેનું અપમાન છે.”
સત્તાર દિવસની આ પરિપદ દરમિયાન તેઓ બાર વખત બોલ્યા. પરિષદના છેલ્લા દિવસના પ્રવચનમાં તેમણે આગળનાં પ્રવચન દરમિયાન ભારપૂર્વક દર્શાવેલાં મન્તવ્યોને સારાંશ આપે – કોઈ ખ્રિસ્તીએ હિન્દુ કે બૌદ્ધ બનવાનું નથી, કોઈ હિન્દુએ કે બૌદ્ધ કેખ્રિસ્તી બનવાનું નથી. દરેકે એકબીજાના તત્ત્વને સમજવાનું છે અને તે સાથે જ પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખવાનું છે. પોતાના વિકાસના નિયમ અનુસાર જ દરેકે વિકાસ સાધવાનો છે. '
* વિન્સેન્ટ શીને યોગ્ય આલોચના કરી છે કે, મુખ્યત્વે કરીને તે. વખતના સર્વ ધર્મના પ્રવકતાઓ ઉપર પડેલા તેમના આશ્ચર્યજનક પ્રભાવનું કારણ તેમણે પ્રબંધેલી શાંત વિશ્વબંધુત્વની ભાવના'Calın Universalism' j.
પરાયી ભૂમિમાં પસાર કરાયેલા કટોકટીના એ દિવસે ભૂતકાળની યાદ બની ગઈ હતી. અમેરિકાના પ્રવચનપ્રવાસે જયારે તેઓ નીકળ્યા ત્યારે તેમની ફેલાતી જતી નામના એ તેમના માટે ભય. સ્થાન રૂપ બનતી જતી હતી. આ નામના - કીર્તિ - તેમના પર કૂદકે ને ભૂસકે ન્યોચ્છાવર થવા લાગી. એ અવિરામ કાર્યના લગભગ બાર મહિના દરમ્યાન તેમણે અમેરિકાના લગભગ દરેક શહેરની મુલાકાત લીધી. પછી તેઓ જાહેરાતના ઢેરાથી કંટાળી ગયા અને તેમણે શાંત અને સ્થાયી કાર્યારંભ નિશ્ચય કર્યો. તેમના સંદેશનું હાર્દ ગ્રહણ કરવા આતુર એવા સ્ત્રીપુરુપનું કેળું તેમની આસપાસ જમા થયું જ હતું. તેમણે તેમને ન્યુ લેંર્કમાં શિક્ષણના નિયમિત વર્ગો . શરૂ કરવાની અરજ કરી. આમ અમેરિકાને પહેલી જ વાર જીવંત શકિતરૂપે વેદાન મળ્યું.
કે આ ખાનગી વગેરેને સ્વામીજી પિતાને પૂરેપૂરો સમય આપી શકયા નહીં. જાહેર પ્રવચન માટેની આગ્રહભરી વિનંતીને તેઓ અવગણી શકતા નહીં. કેટલીકવાર તે અઠવાડિયાના બારથી છે વધુ પ્રવચને તેમણે આપ્યા હશે. (દરેક વિચાર લાગણી પ્રેરક હતું, દરેક શબ્દમાં શ્રદ્ધાને રણકાર હતું, દરેક પ્રવચન અખલિત વાકુ - પ્રવાહ હતો.).
૧૮૯૫ના ઉનાળામાં એક અનુયાયીએ તેમના આદેશાનુસાર સેંટ લોરેન્સ નદીમાંના સૌથી વિશાળ ટાપુ-થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક પર એક મોટો આશ્રમ ઊભું કર્યો. આ જળ અને જંગલની . વચ્ચેના સુંદર સ્થળમાં ભારતીય આશ્રમની પદ્ધતિનું એક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું. તેનાથી અનેક વિખ્યાત અમેરિકને આકર્ષાયા, જેમાંના એક ફિલસૂફ વિલિયમ જેમ્સ હતા. - આશ્રમમાં રહેનારા કેટલાક શિખે તેમના અનુભવોનો અહેવાલ મૂકી ગયા છે. આ સ્થળે વિવેકાનંદે પરોઠા રીતે આપેલ શિખવચન પાછંળથી ‘ઈમ્પાયર્ડ ટેકસના મથાળા હેઠળ પુરતકરૂપે- - પ્રસિદ્ધ થયો હતો. - પછી તેમણે ઈંગ્લેન્ડની મુલાકાત લેવા અમેરિકા છોડયું. તેમની ' ગેરહાજરી દરમિયાન અમેરિકન શિષ્યોએ વેદાન્તના અધ્યયનનું કાર્ય ચાલુ રાખ્યું. ત્રણ મહિના પછી પાછા આવીને તેમણે સંગઠનના કાર્ય તરફ પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. શિષ્યમંડળ વધતું જતું હતું. પરંતુ સ્વામીની કીતિ શિષ્યમંડળની બહાર પણ ફેલાવા લાગી હતી. “માત્ર ઉત્સુકતાથી પ્રેરાઈને અમે ગયા અને શ્રોતાવર્ગમાં માત્ર દસેક મીનીટ ઊભા રહ્યા હોઈશું ત્યાં અમે અનુભવ્યું કે, અમે કોઈક દુર્લભ, વ્યાપક, અદ્ભુત વાતાવરણમાં પહોંચી ગયા છીએ અને પ્રવચનના અંત સુધી અમે સ્તબ્ધ બની એકશ્વાસે રાંભળી રહ્યા. જયારે તે પૂરું થયું ત્યારે અમે નવું દૌર્ય, નવી આશા, નવું જોમ
અને નવી શ્રદ્ધા મેળવીને બહાર નીકળ્યા.” આ પ્રકારના કવિવિત્રી એલા વહીલર વીસના ઉદ્ગારો ભારે સૂચક પ્રત્યાઘાતને રજુ કરે છે.
વિવેકાનંદના પ્રવચનમાં હાર્વર્ડ યુનિવર્સિટીના ફિલસૂફી વિભા