SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 2 ૨૩૮ પ્રબુદ્ધ જીવન સ્તાને આ જૂઠા અને પ્રપંચી દાવાના કયારેય સ્વીકાર કર્યો નહિ, કારણ કે જો તેના સ્વીકાર કરવામાં આવે તો એના ‘બિનસાંપ્રદાયિકતા’ના સિદ્ધાંતનો અંત આવે, અને આ દેશમાં મુસ્લિમા પરદેશી બની જાય. આથી જે મુસ્લિમોએ પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી પેાતાના પૂર્વજોના દેશમાં રહેવાનું પસંદ કર્યું છે તેઓએ આ દાવાને પડકારવા જોઈએ અને પોતાની જન્મભૂમિ તરફની અડગ વફાદારી વ્યકત કરવી જોઈએ. અવારનવાર કેટલાક મુસ્લિમા સાથે વાત થતાં, મેં એમનામાં ભય અને વિવશતાની લાગણી જોયેલ છે. મને લાગે છે કે આ પ્રકારની લાગણી અયોગ્ય છે. હવે એ સમય આવી પહોંચ્યા છે કે તેઓ આ લઘુતાગ્રંથિને ખંખેરી નાખે અને આ દેશ જેટલે તેમના હિંદુભાઈઓના છે, એટલા જ એમને છે. બીજા નાગરિકો જે રીતે આ દેશના ભવ્ય ભૂતકાળ માટે અને વર્તમાન સિદ્ધિ માટે ગૌવ અનુભવે છે એ રીતે ગૌરવ અનુભવે; પરંતુ એ સાથે એ પણ અગત્યનું છે કે, એમણે કદી જુદાઈની લાગણી બતાવવી જોઈએ નહિ, તેમજ અલગ કોમી સંસ્થાઓ સ્થાપવી જોઈએ નહિ. રાષ્ટ્રીય જીવનના મુખ્ય પ્રવાહમાં એએએ ભળી જવું જોઈએ, અને આપણા દેશને મજબૂત, શકિતશાળી અને સમૃદ્ધ કરવા માટે આપણે જે મહાન અને ભવ્ય સાહસ આદર્યું છે એમાં સૌની સાથે ભાગીદાર બનવું જોઈએ. એઓએ ગૌરવપૂર્વક યાદ રાખવું જોઈએ કે, હિંદુસ્તાનની સંસ્કૃતિમાં પોતે પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓએ માત્ર મુસ્લિમ–સંસ્કૃતિમાં નહિ રાચતાં, આર્યસંસ્કૃતિમાં રાચવું જોઈએ. મુસ્લિમ હુમલાઓથી જ તેમની સંસ્કૃતિ નથી શરૂ થતી; પણ જ્યારથી આર્યોએ આપણી સરહદો ઓળંગીને વિશ્વના ઈતિહાસમાં નવું પ્રકરણ શરૂ કર્યું છે, ત્યારથી આપણી સંસ્કૃતિ શરૂ થાય છે. મુસ્લિમોને એવું લાગ્યા કરે છે કે, તેઓના રાષ્ટ્રપ્રેમ તરફ શંકાની નજરે જોવામાં આવે છે. અને જાહેરમાં નહિ તે પરોક્ષ રીતે પેાતાના દેશ કરતાં પાકિસ્તાન તરફ વધુ મૈત્રીભર્યું વલણ હોય એવા એમના પર આક્ષેપ મૂકવામાં આવે છે. આવા આક્ષેપાના કે શંકાઓના તુરત જ પ્રતિકાર થવો જોઈએ. જ્યાંસુધી મુસ્લિમેાને લાગેવળગે છે ત્યાંસુધી પાકિસ્તાન એ ચીન, ઈન્ડોનેશિયા અથવા આરબ રાજ્યો જેવું પરદેશી રાજ્ય છે. આ બધાં દેશામાં મુસ્લિમાની સારી એવી સંખ્યા છે, પણ એનો અર્થ એવા નથી કે એ પરદેશી રાજ્યો નથી. સમાન નાગરિકત્વનો જે અર્ક છે, એ આર્ક ધર્મ કદી આપી શકે નહિં, જો એમ બને તો મિા સાંપ્રદાયિક સમાજરચના અશકય બને, અને જુદી જુદી કોમાના વસવાટ માટે જુદા જુદા રાષ્ટ્રોનું વિભાજન કરવું પડે. આ એક સત્ય હકીકત છે કે અન્ય રાષ્ટ્રો કરતાં પાકિસ્તાનનું અલગ રીતે સર્જન થયું. લગભગ વીસ વર્ષ પહેલાં પાકિસ્તાન અને હિંદુસ્તાન એક રાષ્ટ્ર હતાં. વળી પાકિસ્તાનની પ્રજા કૌટુંબિક, આનુવંશિક, તેમ જ ભાષાકીય દ્રષ્ટિએ હિન્દુસ્તાનની પ્રજાની સમકક્ષ જ છે. આ બે રાષ્ટ્રો વચ્ચે સારા સંબંધા સ્થાપિત કરવા માટે આ સબળ કારણા છે. અને આપણે સૌએ અહીં રહેતા મુસ્લિમાએ જ નહિ સારાય દેશે એ માટે યત્ન કરવે જરૂરી છે. તમે જાણા છે એ મુજબ આપણા મુખ્ય પ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ મુખ્ય જવાબદારી સ્વીકારી ત્યારે સૌ પ્રથમ પ્રમુખ અધ્યુબખાન અને પાકિસ્તાન તરફ શાંતિ માટે હાથ લંબાવ્યો હતો. એના પ્રત્યુત્તર અત્યંત નિરાશાજનક મળ્યો હતો. ગઈ કાલની જેમ આજે પણ પાકિસ્તાન તરફથી ભારતવર્ષ માટે જુઠ્ઠો અને ગલીય પ્રચાર ચાલી જ રહ્યો છે. એ યાદ રાખવું જરૂરી છે કે આંતરરાષ્ટ્રીય કલહની જેમ આંતરરાષ્ટ્રીય મૈત્રી સાહજિકપણે સ્થપાતી નથી; એને માટે જરૂરી બની રહે છે પાયાના મતભેદો અથવા પરસ્પર માન્ય એવી સમાધાની તા સમજુતી, પણ સાથે સાથે આપણે એ બાબત સ્પષ્ટ રહેવાની જરૂર છે કે પાકિસ્તાન સાથે મૈત્રી માટેની આપણી અધિક ઈચ્છા હોવા છતાં, એ મૈત્રી આપણા દેશના સાર્વભૌમત્વ અથવા એકતાના ભાગે ત કદી હોઇ શકે નહિ. મારું એ દ્રઢ મંતવ્ય છે કે કાશ્મીરના પ્રશ્ન ઉપરનું આપણું સ્પષ્ટ અને અફર વલણ જો પાકિસ્તાન સમજે તે પાર્કિ સ્તાન સાથેના આપણા સંબંધો સુધરવાને અને કંઈક સમજ પર તા. ૧-૩-૫ આવવાને ઘણા અવકાશ છે. બીજા કોઈ પણ પ્રશ્ન પર વિચારણાના અવકાશ છે, કાશ્મીરના પ્રશ્ન પર તો નહિ જ. જૉ કાશ્મીર એ હિંદુસ્તાનના અંતર્ગત ભાગ હોય—અને નિર્વિવાદપણે એ છે જતે કોઈ પણ સરકાર શાંતિ અથવા મૈત્રી ખરીદવાને નિમિત્તે પોતાતા દેશના કોઈ પણ ભાગ અંગે સોદા કરી શકે નહિ. એક વખત કાશ્મીરના પ્રશ્ન હલ થઈ જાય અને એક વખત પાકિસ્તાન સમજે કે હિંદુસ્તાન પાયાના મુદ્દા પર કદી બાંધછેડ નહિ કરે કે તરત જ પાર્કિ સ્તાન સાથેના બીજા ઘણા પ્રશ્નો માટે સમાધાન શક્ય બનશે. જે બે પડોશી દેશો વચ્ચે અનેકગણું સામ્ય છે એ બે દેશા પોતાની પ્રજાનું ભાવિ સુધારવા માટે અનેક શકય ઉપાયો દ્વારા સહકાર ન સાધી શકે એવું માનવાને કોઈ કારણ નથી જ. એ દ્નારા એવું વાતાવરણ પણ સર્જાઈ શકે કે યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડાની સરહદના સંરક્ષણની જેમ હિંદ-પાકિસ્તાનની સરહદના રક્ષણની પણ જરૂર ના રહે, અને હજી ગઈ કાલ સુધી જે બે પડોશી રાષ્ટ્રો શત્રુવટભરી પરિસ્થિતિમાં હતાં, એ બંને રાષ્ટ્રો શાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજ કઈ રીતે સ્થાપી શકાય . એનું જવલંત દ્રષ્ટાંત વિશ્વને પૂરું પાડી શકે. આથી હું આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હિંદીપણું કેળવવા વિનંતિ કરું છું. ઘણી વાર સમગ્ર રાષ્ટ્રને આપણે જે સર્વ કંઈ સમપિત કરવું જોઈએ તે સર્વ કંઇ આપણે આપણી કોમ, સમાજ અથવા પ્રાંતને સમર્પીએ છીએ. જે રાષ્ટ્ર આપણી એકનિષ્ઠા અને સમર્પણ માગી રહેલ છે એ જ રાષ્ટ્રના એ પ્રાંત ભાષા કે કોમ માત્ર એક ભાગ છે એ ભૂલી જઈ ઘણી વાર આપણે પ્રાંતીય, ભાષાકીય અને કોમી લાગણીઓમાં અટવાઈ જઈએ છીએ. કેળવણી આપણને કઈ રીતેજીવવું અને કઈ રીતે સાથે રહેવું જોઇએ એ શીખવે છે. આથી રાષ્ટ્રીય અને ભાવાત્મક એકતા, જેની આપણા રાષ્ટ્રને આજે ખૂબ અગત્ય છે એ કેળવણી મારફત જ સાધી શકાશે. આ માટે સૌથી વધુ મહત્ત્વની વાત યોગ્ય ઈતિહાસની અને ઈતિહાસના અધ્યાપનની છે. આટલા ભવ્ય ભૂતકાળ આપણી પાસે હોવા છતાં, દુ:ખની અને નિરાશાની એ વાત છે કે, આપણે બહુ જ ગણ્યાગાંઠયા વિદ્રાન ઈતિહાસકારો સર્જી શકયા છીએ. આનું એક કારણ આપણી માયાવાદને લગતી માન્યતા છે, જે કાળને-સમાને -કશું મહત્વ આપતી નથી અને જે વિશ્વને ‘માયા’ તરીકે ઓળખાવે છે. પરંતુ આપણે આપણી પ્રાચીન માન્યતાઓને આધુનિક આવશ્યકતાઓ સાથે બંધબેસતી કરવી જોઈએ. અને આજે એ જ મહત્ત્વની વસ્તુ છે. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ, કોઈ પણ રાષ્ટ્રના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ અને કયા કદમે એ રાષ્ટ્ર પેાતાના હેતુઓ સિદ્ધ કરે છે એ માપવાનું આપણે માટે કોઈ પણ સાધન હોય તો તે ‘સમય’ જ છે. એ સમય દ્વારા જ કોઈ પણ દેશના ભૂતકાળનું આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ, તેમ જ એ દેશની સંસ્કૃતિના વિકાસને અને સંસ્કૃતિના વિકાસમાં કયાં પરિબળાએ કાર્ય કર્યું છે એને અવલોકી શકીએ છીએ. આથી ઈતિહાસનું અધ્યયન-માત્ર લડાઈઓ અને યુદ્ધોની નોંધા માટે જ નહિ સાંપ્રદાયિક અને કોમી મતભેદોની જાણ માટેજ નહિ, પરદેશી હુમલાખોરોએ આપણા દેશ પર કેટલા વિજયો મેળવ્યા માત્ર એ જાણવા માટે જ નહિ પરંતુ એ જાણવા સમજવા માટે રહેવું જોઈએ, કે અનાદિ કાળથી ભિન્ન ભિન્ન આ પ્રજા કઈ રીતે સહિષ્ણુતા અને મૈત્રી કેળવીને એક સાથે રહી છે, અને હિંદુસ્તાને હુમલાખોરોની સંસ્કૃતિને કઈ રીતે અપનાવી છે અને પોતાની કૃતિન: એક ભાગ તરીકે અંતર્ગત કરી લીધી છે. વળી ઈતિહાસનાં પૃષ્ઠો પર હિંદુસ્તાનના મહાન સપુતોએ જે યશગાથા પાથરી છે તેઓની કથા એ ઈતિહાસમાં તેજસ્વી જીવનગાથા સમી બનવી જોઈએ. આ પ્રકારના ઈતિહાસના અધ્યયનથી આપણા રાષ્ટ્રની પાયાની એકતાનું મહત્ત્વ સમજાશે, એટલું જ નહિ પણ, અનેક વિભિન્નતામાં એકતાનું દર્શન થશે. અનુવાદક : શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ મૂળ અંગ્રેજી શ્રી એમ. સી. છાગલા
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy