________________
તા. ૧૬-૨-૧૫
પ્રબુદ્ધ જીવન
પણ Animal Product-માંસાહારની કોટિનો ગણે છે. તેમણે ઝાડમાંથી દૂધ મળે તેવાં વૃક્ષોની શોધ કરી છે, અને ડો. મોટો નામના નૈસર્ગોપચારી વેંકટરે આવાં વૃક્ષો વાવવાનું શરૂ કરી દીધું છે. મને લાગે છે કે મુંબઈ જૈન યુવક સંઘ અથવા તો સંઘને કોઈ સભ્ય જૈનદર્શનમાં શાકાહાર સંબંધે જે હકીકત હોય તેની શધ કરી વૈજ્ઞાનિક સંક્લન કરી, વૈજ્ઞાનિક શૈલીએ યુરોપીય પ્રજા સમક્ષ મૂકે તે એ એક બહુ મહત્ત્વની વાત બને. - બીજી વસ્તુ મેં ત્યાં એ જોઈ કે અધ્યાત્મના નામે ચમત્કાર અને અતીન્દ્રિય શકિત ઉપરનું આકર્ષણ ઘણું વધી ગયું છે. અનેક ગુરુઓનાં નામે અનેક આશ્રમે સ્થપાયા છે. હું કેટલા ગણાવું? તે પણ થોડાઘણા વિશે મેં જે સાંભળ્યું તે કહું છું. ' ફ્રાંસમાં સ્વામી રામદાસને આશ્રમ છે. તેમાં સ્વામી રામદાસ, શ્રી રામ અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, અને ફ્રેન્ચ–ભકતે રીતસરનાં આરતી -પૂજા વગેરે કરે છે.
ફ્રાંસમાં આનંદમયી માની ઘણી મૂર્તિઓ છે; મંદિરો છે. ત્યાં સંસ્કૃત શ્લોક બોલાય છે, ભજન ગવાય છે, શંખ ફકાય છે. બંગાળી ઘરોમાં આપણને જોવા મળે છે તે બધું જ ત્યાં જોવા મળે છે. કેટલીક વ્યકિતઓ મને મળવા આવી તેઓએ કહ્યું કે તેઓ રેહાનાબેનનાં શિષ્યો છે. રેહાનાબેનને તો હું જાણું છું, પણ તેમની આવી એક વિશિષ્ટ રીતે ગણના થતી હશે તે તે મેં ત્યાં જ જાણું. રેહાનાબેન “નયા યોગ’ ની દીક્ષા આપે છે એમ તેમણે કહ્યું.
પેરીસથી પંદર માઈલ દૂર રામકૃષ્ણ મિશનને એક વિશાળ આશ્રમ છે. આવો આશ્રમ પશ્ચિમ યુરોપભરમાં કયાંય બીજે નથી. યુવકયુવતીઓ માટે અલગ આશ્રમે છે. ત્યાં યુરોપભરના વિદ્યાર્થીઓ આવે છે અને ઉપનિષદોનું અધ્યયન કરે છે. સંસ્કૃતમાં પ્રશ્ન પૂછનારા યુવક-યુવતીઓ પણ ત્યાં મને મળ્યાં. '' કોઈ મહેશ યોગી છે. તેના શિષ્યો ફ્રાંસ અને ઈંગ્લેન્ડમાં છે. શ્રી અરવિંદને શિષ્ય-સમુદાય પણ છે. બુદ્ધના શિષ્યો છે. મહાબોધિ સેસાયટી તરફથી એક વિશાળ આશ્રમ બંધાઈ રહ્યો છે. બહારના ઘોંઘાટથી ધ્યાનમાં ખલેલ ન પડે તે માટે બે મોટા underground Hall-ભૂગર્ભમાં મોટા ઓરડામાં ઈંગ્લેન્ડમાં હમણાં બંધાઈ રહ્યા છે. ઘણા લોકો સભાઓમાં આવતા અને મને પ્રશ્ન પૂછતાં. હું જ્યારે એમને કહેતી કે અતીન્દ્રિય શકિતને અધ્યાત્મ સાથે કંઈ સંબંધ નથી, ત્યારે તેમને નવાઈ લાગતી. મારે એમને સમજાવવું પડતું કે મનુષ્યના અચેતન મનમાં કેટલાયે unverbalised-જેને ભાષા આપવામાં આવી નથી એવા વિચારો પડ્યા હોય છે. જ્યારે મન તદ્દન શાંત થઈ જાય છે ત્યારે તે અચેતન મનમાં પડેલા વિચારો ઉપર આવે છે, તેને આપણે અનુભૂતિ એવું નામ આપી શકીએ. આવી કોઈ અનુભૂતિ થાય તેની મતલબ એ કે અનુભૂતિને અનુભવનારું બીજું કોઈ મેજુદ છે અને તે આપણું મન છે. વળી, આ બધું Psychic–મનોગત છે; અધ્યાત્મ સાથે તેને કોઈ સંબંધ નથી. પણ આ ચમત્કાર–ભૂખ્યા લોકોના દિલમાં મારી આ વાત ઊતરતી નહિ. ટૂંકમાં જેને જેની શ્રાદ્ધા બેસી ગઈ તે પ્રમાણે જ તે ચાલે. આધ્યાત્મિક અને બ્રહ્મજિજ્ઞાસાના નામે આવી અનેક વાતો યુરોપમાં બહુ વધી ગઈ છે. શુદ્ધ બ્રહ્મા-જિજ્ઞાસા કે શુદ્ધ આધ્યાત્મિક જિજ્ઞાસા મને કયાંય જોવા ન મળી. } બીજી એક ચીજ મને યુરોપમાં જોવા મળી તે એ કે ત્યાંની પ્રજાના દિલમાં Racial Consciousness-જાતિગત સભાનતાં ઊંડા મૂળ ઘાલી બેઠી છે. અહિં બેઠા આપણને એની કલ્પના પણ ન આવી શકે. તાજેતરનો જ એક પ્રસંગ આપું. કોંગમાં બળવો થયો ત્યારે કોંગામાં કેટલાક ગોરાઓ ફસાઈ ગયા હતા. તેમને બચાવી લેવા માટે અમેરિકાએ વિમાની ટુકડી મેકલી.
આ ટુકડી સંકટમાં ફસાયેલાઓને બચાવવા ગઈ છે એમ કહેવામાં આવ્યું (Humanist Operation). પણ ત્યાં જઈને તેણે કર્યું શું? વીસથી પચીસ ગારાને મારી નાખવામાં આવ્યા હતા તેને બદલો લેવા પચીસ વિદ્રોહીઓને પકડીને એક દોરડાથી બાંધવામાં આવ્યા. પછી તેમના ઉપર પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવામાં આવ્યા. આટલેથી જ તેઓ અટક્યા નહિ, પાંચ હજાર વિદ્રોહીઓને મશીનગનથી મારી નાખવામાં આવ્યા. ગામના ગામ સળગાવી મૂકવામાં આવ્યા. આ કંઈ માત્ર ઊડતી સાંભળેલી વાત નથી. મેં આ બાબતમાં પૂરી તપાસ કરી છે ને પછી જ કહું છું. મેં જ્યારે કહ્યું કે, “પચીસ ગેરાએ મર્યા એ દ્રોહ થયો પણ તમે જે આ કલેઆમ ચલાવી તેનું શું?” ત્યારે મને કહેવામાં આવ્યું કે, “અમે તે Civilised Country-સંસ્કૃત રાષ્ટ્ર છીએ. તેઓ તો જંગલી છે. પચાસ સાઠ હજાર મરે તો પણ શું!” આવી હત્યાએ થવા છતાં અમેરિકામાં કોઈના પેટનું પાણી પણ હલ્યું નથી.
ઈંગ્લેન્ડમાં મેં એક બીજી વાત જોઈ. દરેક વર્તમાનપત્રમાં નીચેની હકીકત મારા વાંચવામાં આવતી: “કાશ્મીર ઉપર ભારતને કોઈ અધિકાર નથી. બળજબરીથી તે એને દબાવી બેઠું છે.” “નાગા લોકો પર ભારત સરકાર અન્યાય કરી રહી છે.” “નેપાળ, ભૂતાન, Buat Pullshoj Federation of Himalayan Statusહિમાલયના પ્રદેશનું સમવાયી તંત્ર થવું જોઈએ, ભારત સરકારથી તે સુરક્ષિત નહિ રહી શકે.”
આ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે, ઈંગ્લેન્ડમાં હવાં કેવા પ્રકારની ફેલાઈ રહી છે. ભારતીય જન પ્રત્યે જે આદર અને ઈજજતા હતા તે આજે ઈંગ્લેન્ડમાં જોવામાં આવતાં નથી. તેનાં બે કારણો છે. એક તે જે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે તે પિતાની જવાબદારી સમજતા નથી. બીજું, ત્યાં અત્યારે બે લાખ કરતાંયે વધારે ભારતીય જન છે. પચાસ હજારથી ઉપરાંત ૫:કિસ્તાની છે. બન્નેના અલગ - અલગ વસવાટ થઈ ગયા છે. આ લોકો સભ્યતા શું ચીજ છે તે જાણતા નથી. રસ્તાં ગંદા કરવા, મકાન સ્વચ્છ ન રાખવું વગેરે. ચાર જણને રહેવા માટે ત્રણ કે ચાર રૂમો એક બ્લેક લેવો; પછી એક કે બે રૂમમાં બધાંએ સમાઈ જવું, બીજા બે રૂમ જુદા જુદા દસ બાર માણસોને સૂવાબેસવા ભાડે આપવા. આ રીતે ઈંગ્લેન્ડમાં અનૈતિક ગણાય છે. ચાર જણા માટે બ્લેક લીધો હોય તે તેમાં ચાર જ જણ રહી શકે. બીજાંને બ્લેક ભાડે આપવો એ અસભ્યતા છે, તિરસ્કૃત કાર્ય છે. શાળામાં જો પાંત્રીસથી ચાલીસ ટકા ભારતીય વિદ્યાર્થીઓ થઈ જાય તો અભ્યાસનું ધોરણ નીચું ઊતરી જાય છે, કેમકે ભારતીય ઘરમાં કોઈ પાઠ કરાવનાર હોય નહિ. હિન્દુસ્તાનમાં જેમ બાળક ઘરમાં હેરાન કરે છે માટે મોકલી દો શાળામાં એવું ચાલે છે તે પ્રમાણે ઈંગ્લેન્ડમાં ન ચાલી શકે. ત્યાંની કોર્પોરેશને મને કહ્યું કે તમારી એમ્બેસી-એલચી ખાતું એટલું ધ્યાન કેમ નથી રાખતી કે જે લોકો અહીં આવે તેઓને પૂર્વ તૈયારીરૂપે કંઈક તાલીમ આપીને પછી અહીં મોકલે! બહેને અંગ્રેજી જાણે નહીં અને દુકાન ઉપર જઈને ઊભી રહે. મને આ આપે છે તે આપ, અને ભાવમાં રકઝક કરે.
હમણાં બ્રિટન ખાતે ભારતના હાઈ કમિશ્નર ડો. જીવરાજમહેતાને ‘સેશ્યલ વેલ્ફર” નામે એક વિભાગ ખેલ્યો છે; જ્યાં આ પ્રકારની તાલીમ આપવાનો કંઈક પ્રબંધ તે કરવાના છે. હું કે.ઈને માટે ખાસ કંઈ કહેવા માગતી નથી, પણ કંઈ પણ દેશમાં કોઈને ‘ઈન્ડિયન એમ્બેસી થી સંતોષ નથી.
તો આમ ભારતીય પ્રજા પ્રત્યે ત્યાં માન અને શ્રદ્ધા ઘતા જાય છે અધ્યાત્મની બાબતમાં પણ એવું જ છે, કેમકે ત્યાં જે આવે છે તે વૈજ્ઞાનિક છે. તે આપણી સાથે એવી તર્કબાજી કરે છે કે