SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પ્રભુ જીવન શ્રી. વિમલાબહેન [શ્રીમતી વિમલાબહેન ઠક્કર જેમને ‘પ્રબુદ્ધ જીવન’નાં વાચકો સારી રીતે જાણે છે તેઓ યુરોપ ખાતે છ મહિના પસાર કરીને ગયા ડિસેમ્બર માસની ૨૪મી તારીખે ભારત ખાતે પાછાં ફર્યા. જાન્યુઆરીની ચાથી તારીખે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે લેબર્નમ રોડ ઉપર આવેલ શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાન ઉપર તેમના વાર્તાલાપ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી વિમળાબહેનની વિચારસરણી અને પ્રવૃત્તિમાં રસ ધરાવતાં ભાઈબહેને સારી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. શરૂઆતમાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદભાઈએ વિમળાબહેનને આવકારતાં જણાવ્યું કે, “ધી વિમળાબહેન છ મહિના યુરોપમાં પ્રવાસ કરીને અહીં આવેલ છે તે ત્યાંના લાકો વિષે, ત્યાંના જીવન વિષે તેમના મન ઉપર જે કાંઈ છાપ પડી હાય તેમાંથી તેમને ઠીક લાગે તે આપણને જણાવે એવી મારી તેમને વિનંતિ છે. વળી, અહિંસાના વિચારમાં આપણે અમુક રીતે વિશિષ્ટ રસ ધરાવીએ છીએ તો તે વિચારના યુરોપ બાજુ ધ્યાન ખેંચે તેવા કોઈ વિકાસ થયો છે કે નહિ, યુરોપની સુવિખ્યાત લેખાતી અનેક વ્યકિતઓનાં નામ આપણે સાંભળીએ છીએ તો તેમાંથી કોઈના તેમને પરિચય થયો છે કે નહિ તે જાણવાની પણ આપણી ઈન્તેજારી છે.” આ તેમની વિનંતિને માન આપીને શ્રી વિમાબહેને જે જે મુદ્દાઓનું વિવરણ કર્યું હતું તેને ભાઈ વિજયકુમાર રતિલાલે ટેઈપ-રેકર્ડ કરેલું અને તે ઉપરથી તેમણે નક્લ ઉતારી આપી. આ વાર્તાલાપ [હંદીમાં હતા. તેને જરૂર લાગી ત્યાં ટૂંકાવીને શ્રી મેનાબહેન નરોત્તમદાસે ગુજરાતી લખાણ તૈયાર કરી આપ્યું. આ ભાવાનુવાદ નીચે પ્રગટ કરતાં ભાઈ વિજયકુમાર તથા મેનાબહેનના, તેમણે લીધેલી તકલીફ માટે મારું આભાર માનવા રહ્યો. —પરમાનંદ } જે વિષયોમાં આપને રુચિ છે અને જે વિષે જાણવાની આપને ઈન્તેજારી છે તે વિષયોની એક લાંબી સૂચિ શ્રી પરમાનંદભાઈએ મને આપી છે. તે સાથે હું ઈચ્છું તેટલા જ વિષયો ઉપર બોલવાની મને છૂટ પણ આપી છે. આજના પ્રસંગને આપે વાર્તાલાપ નામ આપ્યું છે તે યથેાચિત છે. ભાષણ, વ્યાખ્યાન કે પ્રવચનોના માધ્યમના ભારતવર્ષમાં આજે કોઈ ઉપયોગ નથી એમ હું ૧૯૫૭ની સાલથી કહેતી આવી છું, પરંતુ વ્યકિત વ્યકિત વચ્ચે જ્યાં પરસ્પરના સંબંધ છે, ત્યાં વાર્તાલાપ દ્રારા વિચારોની આપ-લે કરવામાં હું માનું છું. પહેલા પ્રશ્ન એ છે કે હું દશ માસ પરદેશમાં રહી ત્યાં મે શું જોયું ? નેહરુજીના અવસાન બાદ તરત જ જૂન માસમાં મારું યુરોપ જવાનું થયું. કેરીમાં હું બે દિવસ રોકાઈ. તે દરમિયાન ત્યાં બેએક સભાઓ અને પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ. પ્રેસ કોન્ફરન્સમાં લગભગ દરેક જણના મનમાં એક જ પ્રશ્ન ઘોળાતા હોય એવી છાપ ઊઠી કે, “નેહરુના અવસાન બાદ ભારતની વિદેશનીતિનું સ્વરૂપ કેવું રહેશે ?” તટસ્થતાની નીતિને ભારત અડગતાથી વળગી રહેશે એ વિશેની શ્રદ્ધા ઈજિપ્ત, મધ્ય પૂર્વ વગેરે દેશામાં મેં બહુ ઓછી જોઈ. ત્યારે મને ખ્યાલ આવ્યો કે નેહરુનું સ્થાન માત્ર એક દેશના વડા પ્રધાન જેટલું જ નહેતું, પણ ભારતની વિદેશનીતિ અને સભ્યતાના પ્રતિક તરીકે તેઓ હતા. નેહરુ વિશે ઉત્કટ શ્રાદ્ધા પણ મે તેમનામાં જોઈ. જે આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા હું સ્વીટ્ઝર્લે ન્ડ ગઈ હતી અને જ્યાં હું દોઢ મહિના રહી હતી તેમાં દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ગ્રેટ બ્રિટન, યુગેાસ્લાવિયા, પોલેન્ડ, રશિયા અને ચીનને છેડીને લગભગ દુનિયાના દરેક દેશે ભાગ લીધા હતા. આ બધા દેશેાની ત્રણ અલગ અલગ સભા થઈ. દરેકે મારી સામે આ પ્રશ્ન મૂકયો: “ ભૌતિક " તા ૧૬ ૨-પ કારના વાર્તાલાપ સુખસગવડોથી અમે ધરાઈ ગયા છીએ. જે જોઈતું હોય તે અમને આસાનીથી મળી રહે છે. છેકરો ચાવીસ વર્ષના થયા કે કોઇ પણ કારખાનામાં તેને કામ મળી જ જવાનું છે. અઠવાડિયાના આઠથી દસ પાઉંડ કમાઈ લેવા તે તો ડાબા હાથના ખેલ છે. પરંતુ આ સુખસગવડોને લીધે યુવકયુવતીઓનું શિક્ષણ તરફથી મન પાછું હટતું જાય છે. શિક્ષણ પ્રત્યે ઉદાસીન વૃત્તિ કેળવાતી જાય છે. આ એક અમારો વિકટ કોયડો છે.'' અને આ હકીકત માત્ર અમુક દેશે પૂરતી નથી. પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ-ત્રણે દિશાના દેશમાં આ જ સમસ્યા છે. Incentive for Education –શિક્ષણ અંગેની પ્રેરણા - એ પણ એક સમશ્યા હોઈ શકે એવી તો મને કલ્પના પણ નહોતી. જુદા જુદા દેશના લગભગ અઢીસો શિક્ષકો ત્યાં આવ્યા હતા. તેમની એક પરિષદ યોજાઈ હતી. તેઓએ પણ એ જ કહ્યું કે ૨૦ થી ૨૨ વર્ષની ઉંમર પછી વિદ્યાની બાબતમાં વિદ્યાર્થીની રુચિ હટતી જાય છે. રશિયા અને ચીનમાં હજી આ Incentive for Education ~ શિક્ષણ અંગેની પ્રેરણા જીવતી છે, પણ લેાકશાહી દેશમાં વિદ્યાર્થીઓમાંથી શિક્ષણની ભાવના ઓછી થતી જાય છે. બીજી વાત એ નવયુવાનોએ મને એ કહી કે, “રાજનૈતિક પક્ષ કે વિચારણા તરફની અમારી શ્રાદ્ધ ઘટતી જાય છે.” રાજકારણમાંથી શ્રદ્ધા હટતી જાય, અને વિદ્યાભ્યાસની રુચિ પણ ઘટતી જાય એ એક ગંભીર પરિસ્થિતિ છે. ત્યારે નવયુવાનોએ શું કરવાનું રહ્યું? તેમનામાં જે શકિત-તાકાત ભરી છે તેના ઉપયોગ તેઓ શામાં કરે? આ યુવાના લગ્ન કર્યા વિના માતૃત્વ અને પિતૃત્વપદ ધારણ કરે છે. લગ્ન વિના માતિપતા થવું અને તે પણ શાળાના વિદ્યાર્થીઓએ, એ એક ગહન કોયડો ઈંગ્લેન્ડ, ટ્રાંસ, સ્વીડન અને સ્વીટ્ઝર્લેન્ડની સામે ઉપસ્થિત થયો છે. આનું સૌથી થોડું પ્રમાણ સ્વીટ્ ઝલેન્ડમાં અને સૌથી વધુ પ્રમાણ ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં છે. દર વર્ષે ઈંગ્લૅન્ડમાં કુંવારાં માતાપિતાનાં સંતાનોની સંખ્યા ચાલીસ હજાર જેટલી હોય છે. આ બિચારાં અનાથ ગણાય છે, અને સરકારે આવાં બાળકો માટે ઊભી કરેલી સંસ્થાઓમાં તેઓ પોષાય છે. આ બાળકોને શું અપરાધ કે તેઓ ભાઈ-બહેન કે કુટુંબજીવનથી વંચિત રહે ? સ્વીટ્ઝર્લેન્ડના શિક્ષકોએ જ્યારે આ સવાલ મને પૂછ્યો ત્યારે મેં કહ્યું : “ સમસ્ત જીવનથી અલગ પાડીને આ સવાલનો વિચાર ન થઈ શકે. જીવન વિષે તમારા શું દષ્ટિકોણ છે, જીવનનું શું મૂલ્યાંકન છે, તમારી ભાવનાઓ શું છે વગેરે અનેક પાસાંઓના વિચાર કરવા પડે.” આ વિષે ઘણી વાતો થઈ પણ તેમાં વધારે ઊંડા ઊતરવાનો અહીં સમય નથી. છ મારામાં મેં પાંચ-છ દેશના પ્રવાસ કર્યો, અને દરેક સ્થળે ચે એક વાત જોઈ કે શાકાહારનું મહત્ત્વ ત્યાં ખૂબ વધી રહ્યું છે. ૧૯૬૧ માં પણ મેં આ બાબત જોઈ હતી, પણ ૧૯૬૪માં એનું મહત્ત્વ ઘણું વધારે વધી ગયેલું મે જોયું. જે છવ્વીસસે વ્યકિતઓ સ્વીટ્ઝર્લેન્ડની પરિષદમાં મને મળી તેમાં બહુમતી શાકાહારીઓની હતી, અને હાથછડના ચોખાના ચારગણા ભાવ વધારે હોય તોપણ તેઓ તેના ખાસ આગ્રહ રાખતા હતા; કેમકે તેમનું માનવું હતું કે હાથછડના ચોખા મન અને બુદ્ધિની શકિતમાં ખૂબ વધારો કરે છે. તેમાં પણ પૂર્ણિમાના દિવસે જે ચેાખાની વાવણી કરી હાય તેને તે તેએ અમૃતસમાન સમજે છે. વળી, જે ખેતરમાં કુદરતી ખાતરથી અનાજ પાક્યું હોય તે અનાજને આધ્યાત્મિક સાધના માટે અત્યંત અનુકૂળ માને છે. આવા અનાજની ખાસ અલગ દુકાન હોય છે અને લોકો ત્યાંથી જ તે ખરીદવાના આગ્રહ રાખે છે. આ ચીજ મેં ઈંગ્લેન્ડ, જર્મની અને હોલેન્ડમાં જોઈ, ઈંગ્લૅન્ડ તો તેનાથી પણ આગળ ગયું છે. તે ગાયનાં દૂધને
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy