SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૬૫ પ્રભુ જીવન ગુરુદેવ ટાગોર ☆ ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાનની નોંધ] ૧૯૪૦ની શ્રાવણ માસની એ સંધ્યા હતી. વરસાદની ઝરમર વચ્ચે કોકવાર સૂર્યનાં કિરણા હસતાં હતાં, અને પાછાં અલાપ થતાં હતાં, એ સાંજે હું એક પુસ્તક. વાંચતી હતી. પુસ્તકનું નામ હતું Home and the World. લેખક હતા શ્રી રવીન્દ્રનાથ ટાગોર. એ નામની મોહિની મન પર હતી તેથી જ મહાપ્રયાસે એ પુસ્તક વાંચતી હતી, અંગ્રેજી શીખવાની શરૂઆત કયે બેત્રણ વર્ષ થયાં હતાં. એંડરસનની વાર્તાએ સરળતાથી વાંચી શકાય એટલા જ કાબૂ એ ભાષા પર હતા, છતાં આ સાહસ ખેડયું હતું; પણ એમાંથી જેટલું સમજાતું હતું એટલું સુંદર હતું. લાગણીશીલ કિશોર મનને હલાવી જાય એવું હૃદયસ્પર્શી હતું. વાંચતા વાંચતા એકદમ થયું: આમ જ દોડતી જઇ ગુરુદેવને ખાળે માથું મૂકી ખૂબ રડી લઉં અને પછી એમને પૂછું કે, સ્ત્રીનું મન આટલી હદ સુધી શીદ જાણી ગયા? આ વિચારધારા ભંગ પામી પેપરવાળા પારિયાની બૂમાબૂમથી. સ્થાનિક પત્રનો વધારો વેચાતા હતા. એમાં સમાચાર હતાં ગુરુદેવની ચિરવિદાયના મારાં સ્વજનને ગુમાવ્યા હોય એવું અસહ્ય દુ:ખ મેં અનુભવ્યું. મને છાની રાખતા માએ સમજાવી : “તારી સામે એમનું સાહિત્ય તો છે ને, એમાંથી તું જરૂર એમને મળી શકશે.” ત્યારથી ગુરુદેવનું સાહિત્ય જેટલું અને જ્યાંથી મળે ત્યાંથી લઈ વાંચી કાઢવાની એક ઘેલછા મનમાં જાગી. જેમ જેમ એવાંચતી ગઈ, થોડું ઘણુ સમજાવા લાગ્યું તેમ તેમ એ ઘેલછા ભકિતમાં પરિણી, અને એક સુંદર વિશાળ જીવનદષ્ટિનો લાભ મને ગુરુદેવની પ્રસાદીરૂપે મળ્યા. ‘ ‘શિશુ' અને ‘Crescent Moon 'કોઈની મદદ વગર હું વાંચી શકી. નિર્દોષ બાલ્યના આનંદ માણી શકી, અને સાથે સાથે કુદરત સાથે મનના તાર મેળવતાં શીખી. ગુરુદેવનું વ્યકિતત્ત્વ મહર્ષિ જેવું હતું. એમના વિચારો ડ, રુક્ષ, ના સમજાય, પણ પૂજ્ય માનવા પડે એવા તો નહીં હાય ને, એ ભય શરૂઆતમાં હતો, પણ એ કયાં જતો રહ્યો અને એ વિચારધારા સાથે મારા જીવનપ્રવાહ કર્યાં ભળી ગયો એ ખબર પણ ના પડી. વિશ્વનિયંતા પર ગુરુદેવ દઢ શ્રદ્ધા રાખે છે, અપાર ભક્તિ કરે છે, એની દરેકેદરેક કૃતિ એમને ભવ્ય, દિવ્ય અને સુંદર દેખાય છે. અણુએ આણુમાં બ્રહ્મતત્ત્વ વસે છે, વિકસે છે. ત્યાં ક્ષુદ્રતા દીનતા ક્યાંથી હોય? ખીલતી કળીની સૌરભમાં જે સૌંદર્યના સાક્ષાત્કાર થાય એ જ સૌંદર્યના આવિષ્કાર ફાટી નીકળતાં જવાળામુખીમાં પણ થાય. જ્યાં રૂદ્ર રૂપની જરૂર હોય ત્યાં એ રૂપે પ્રભુ પ્રકટ થાય—તપ્ત ભૂમિ પર એ કરુણા–ધારાના વર્ષાવ કરે ... રાજ વૈભવ ધારણ કરી દૈન્ય દૂર કરે અને રૂદ્રરૂપે વાસનાનો વિનાશ કરેકુદરતમાં અને જીવનમાં પણ. જીવનના વિચાર પ્રભુના અધિષ્ઠાન વગર ના થાય. જીવનના * આદિ અને અંત એ જ મહાન શકિતમાં છે. તુલસીદાસ, જ્યદેવ, ચૈતન્ય, મીરાં, નરસિંહ મહેતા જેવા સંતાએ એ શકિતને એક કેન્દ્ર માની એની ભકિતમાં જીવન વિતાવ્યું; ત્યારે વીતરાગ બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત, મહમદ અને મહાવીર જેવા દાઓએ પ્રભુને સર્વવ્યાપી અનાદિ અનંતરૂપે નિહાળ્યા. ભગવાન મહાવીરને હરિયાળા પાંદડાંમાં વિકાસ પામતા જીવ દેખાયા ત્યારે ખ્રિસ્તને દીનદુખિયારાનાં આંસુ વચ્ચે એનાં દર્શન થયાં. નાઈટિંગેલ જેવી દયાની દેવીએ ઋગ્ણાની વેદનામાં કાર રૂપ ભાળ્યું; માદામ કયુરીએ વિજ્ઞાનની સાધનામાં તપ કર્યું અને માર્કસે પીડિતાની આંખામાં બુઝાએલી આત્મવિશ્વાસની જ્યોતિ પ્રકટાવી પ્રભુની પૂજા કરી. ગાંધીજીએ એ જ જીવનદષ્ટિ વ્યવહારમાં આણી અને ગુરુદેવે કવિની વાણીમાં, સ્વરની નંદીશમાં-ચિત્રની રેખામાં એ વ્યકત કરી. ભકિત અને ધર્મથી જીવન જડ અથવા નિષ્ક્રિય નથી બનતું, પણ નિર્મળ અને સ્વસ્થ થાય છે અને જીવનકાળમાં મહાન કાર્ય કરી જાય છે, એ આ બંને મહાપુરુષોએ પેાતે કરી બતાવ્યું, જીવી બતાવ્યું. ૨૩૩ ✩ ધર્મ જીવનના પ્રવાહ જેવા વહેતા છે, બદલાતા છે. એની પાછળ પ્રાચીન સંસ્કારધનના ગગનચુંબી શિખરો છે-એનો આશરણથી વર્તમાન આનંદમય બને છેઅને એની દિશા ઉજજવળ ભવિષ્ય તરફ છે. એટલે જ ગુરુદેવ કહે છે કે, ‘મંદિરમાં પ્રભુ નથી વિરાજતા. એ તો છે ત્યાં શ્રમિકોના પ્રસ્વેદબિંદુમાં.' આ ક્રાન્તિકારી તત્ત્વ કોઈ મહાકાવ્યની માફક સહજ સુંદર રીતે ગુરુદેવ કહી દે છે-જીવી જાય છે. એમને એ સિદ્ધ કરવા માટે કોઇ રકતપાતની ક્રાન્તિની જરૂર નથી દેખાતી. ભકતોએ સંસારથી વિમુખ થઇ મુકિત મેળવવી જોઇએ એમ મનાય છે, પણ ગુરુદેવ પૂછે છે : ‘મુકિત? શામાંથી મુક્ત થવું છે? અરે, એ પેાતે તે અણુએ અણુ સાથે સંલગ્ન છે તે આપણે કયાંથી છૂટવાના? મુકિત મેળવવાની તે સંસારમાંથી કે કર્મમાંથી નહીં પણ પોતાના અહંમાંથી મેળવવાની છે. એ અંચળા ઉતારી આપણે ‘એની’ સામે ઊભાં રહીશું, એનામાં સમાઈ જઈશું, એનાં દરેક કાર્યમાં સમભાગી થઈ અનંત આનંદમાં વિલીન થઇશું.' આ છે ગુરુદેવના જીવનમંત્ર. જ્યાં કુદરતી કાયદાના ભંગ થતો હોય, જ્યાં પ્રભુની અવજ્ઞા થતી હોય ત્યાં એમનો પુણ્યપ્રકોપ પણ પ્રકટ થતે આપણે જોયા છે. રાષ્ટ્રગીતના આ રચિયતાએ પેાતાની ‘સર’ની પદવીના ત્યાગ કર્યો હતા. શિક્ષણની ખામીઓ દૂર કરી નવશિક્ષાના શ્રીગણેશ કર્યા ત્યારે, નવકાવ્ય, નવનાટય ને નવચિત્રકલાનો આરંભ કર્યો ત્યારે, કોઈ પણ ચીલા સ્વીકાર્યા વગર આગળ વધતી એ તેજોરખા ખાંડાની ધાર જેવી ચમકી જાય છે. સુદીર્ઘ જીવનને અંતે ‘શેષલેખા’માં એ જીવનના સરવાળા એમણે કાઢયો. કેવું હતું એ જીવન? પરમાત્માની સુંદર કળાકૃતિ—આ માનવદેહએ પ્રભુનું મંદિર એ નિરામય નિષ્કલંક દેહમાં પ્રકટેલી પ્રાણજ્યોતિ લઈ જીવનના અનંત પ્રવાહ ઉપર નાવડીની જેમ તરે છે. સતત ગતિમાન એ અખંડ પ્રવાહને તીરે ગગનચુંબી વૃક્ષો છે, એમને આધારે ડોલતી લતાઓ છે, નીચે પથરાયેલી હરિયાળી છે, સૌરભના ઘટ વેરતી ખુષ્પ રાણી છે, અને હસતા તૃણપુષ્પા છે, ચપળ મૃગેા છે અને ગીચ અરણ્યોમાં વિકરાળ વનકેસરી અને મસ્ત ગ્રજેન્દ્રો પણ છે, ગગનચુંબી ગિરિમાળા છે, એની પાછળ સાત તાળી રમતાં ચંદ્ર-સૂર્યો અને નક્ષત્રમાળાઓ છે, અનંત આકાશમાં શીતળ જળથી ભરેલી મેઘમાલા છે, અને તેજોરાશી સૌદામિની પણ છે. બધું દેખાય છે, અનુભવાય છે, પણ એ સર્વ જોતા જોતા જીવ પ્રવાહ સાથે આગળ જાય છે- એ કશામાં એ બંધાતો નથી; એ માત્ર સાક્ષી જ છે. અને જ્યારે એનો પ્રવાસ પૂર્ણ થાય છે ત્યારે એ હોડી કિનારા પર આવે છે; જીવન સંપૂર્ણ થાય છે, સફળ થાય છે, જીવ સરજનહારના દરબારમાં જાય છે ને ત્યાં એ કહે છે,‘પ્રભુ ! તે’ મને આ દેહ આપ્યો. એ" એનું જતન કરી એને નિર્મળ, નિરામય રાખ્યો. તે મારામાં જે જ્યોતિ પ્રકટાવી એ મે સતેજ રાખી. અને જે સૂર મૂકી મારું વાજિંત્ર તે મારા હાથમાં મૂક્યું એ શે ભાવથી બજાવ્યું. બીજું મારી પાસે જે કાંઈ હતું તે મેં બધું જ સંસારને આપી દીધું અને આ ખાલી થયેલી ઝાળીમાં લાવ્યો છું માત્ર થોડો સ્નેહ અને ક્ષમા! એવું એ ભવ્ય જીવન, અને એ જીવનની પરિસમાપ્તિએ ચિરવિદાય. ગુરુદેવનું સાહિત્ય હાથમાં આવ્યા પછી–વાંચ્યા પછી— એ વિદાય માટે દુ:ખ કરવાનું ના રહ્યું. ઊલટાંનું હું વિનમ્રભાવે એમની પ્રાર્થના કરતી આવી છું કે એક દિવસ મારી હોડી પણ કિનારા પર આવશે, ત્યાં પ્રભુના દરબારમાં હું પ્રથમ આપને શેાધી કાઢીશ અને પગે લાગીને કહીશ કે પ્રભુએ જે નાનું સરખું વાજિંત્ર મને આપ્યું હતું એ મેં પણ, તમે કહ્યું હતું તે પ્રમાણે વગાડવાના પ્રયત્ન કર્યો છે. આપની વીણાના તારમાં જે સ્વર ગૂંજતા હતા એને પ્રતિધ્વનિ આ નાના કરતાલમાંથી પણ નીકળતા હતા. સ્વરમાધુરીના નિધાન મારાં રકના અનંત પ્રણામ તમારે ચરણે. જીવનના આનંદ અને મૃત્યુની ભવ્યતા તમે મને બતાવી. અણુએ આમાં પ્રભુનાં દર્શન કરાવ્યાં. એ મારા ગુરુદેવ! પ્રથમ પૂજા તમારી હશે. લિહારી તુ ગુરુ આપકી જિન્હેં ગેવિંદ દિયા બતાય! ગુણાલિની દેસાઈ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy