________________
તા.૧૧-૨૦૧૫
• પ્રભુ વન
નફાના અનુભવા અને અહિંસક સંરક્ષણ વિચાર'
તા. ૨૧-૧-૬૫ના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક ઊંઘના કાર્યાલયમાં નેફાના અનુભવો અને Non-violent Def ·nce: અહિંસક રોંરક્ષણ-એ વિષય ઉપર અનુક્રમે શ્રી કુપતાઈ નારગોળકર અને શ્રી વસન્તરાવ નાસ્ત્રેોળકરનાં વ્યાખ્યાના રાખવામાં આવ્યાં હતાં. આ વ્યાખ્યાનો આપનાર દંપતીનો પરિય આપતાં અને આ વ્યાખ્યાને કેવી રીતે ગેાઠવાયાં તેને ખ્યાલ આપતાં. સંઘના ઉપપ્રમુખ તરીકે શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે
“તા૦ ૨૪-૧૨-૬૪ના રોજ વહેી સવારે તેના શાન્તાક્રુઝ ખાતે સારસ્વત કોલા નીમાં રહેતા તેમના એક સંબંધી શ્રી. બી. એસ. બેટ્ટાબેટને ત્યાં ઊતર્યા હતા. હું તેમને મળવા શાન્તાક્રુઝ ગયો. ત્યાં વિમલાબહે ને લેવા માટે આવેલા દાદા ધર્માધિકારી પણ મળ્યા. હું તેમની સાથે વ.તા કરતા હતા એ દરમિયાન દાદા તથા વિમલાબહે ને મળવા માટે એક યુગલ આવી ચડયું. તેમને મે' પહેલીવાર જ જોયેલાં. દાદા.. મારી તેમની સાથે ઓળખાણ કરાવી, તેમનાં નામ શ્રી વસન્તરાવ નારગેાળકર તથા કુન્નુમતાઈ નારગેાળકર, તેરા કેટલાક સમયથી દહાણુ પાસે આવેલા આદિવાસી વિભાગમાં કામ કરી રહ્યા છે. કનાડ નામનું ગામ તેમનું કાર્યકેન્દ્ર છે. ૧૯૬૨ના એકટોબરમાં ભારતની ઉત્તર સરહદ ઉપર નેફા વિભાગમાં ચીની આક્રમણ થયું; ત્યારબાદ ૧૯૬૩ની સાલમાં તેખા બન્ને નેફા વિભાગમાં ફરેલાં અને ત્યાંના લોકો વચ્ચે જઈને રહેલાં. આને લગતા તેમના અનુભવો તે જ દિવસે સાંજે ન્યુ મરીન લાઈન્સ ઉપર આવેલા -થિસાફી હાલમાં ગાઠવવામાં આવેલી એક સભામાં તે રજૂ કરવાનાં હતાં, તે વિષે મને કૌતુક થયું, અને ત્યાં હું પોંચ્યો. અને મેં જે સાંભળ્યું તેથી હું ખૂબ પ્રભાવિત થયો. મને એમ થયું કે આ જ વિષય ઉપર સંઘના કાર્યાલયમાં તેમનું એક વ્યાખ્યાન રાખવું. આ ઈચ્છાથી તેમના એ વિશેષ પરિચય સાધ્યો, અને પરિણમે આજનાં વ્યાખ્યાનો ગોઠવવામાં આવ્યાં છે. આ બંને પતિપત્ની મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક છે-ઘણું ખરું કુન્નુમતઈ એમ. એ. છે, અને સર્વોદય વિચારણાને વરેલાં છે, અને આદિવાસી લોકોના ઉદ્ધારકાર્યમાં તે ખૂબ રસ લઈ રહ્યાં છે. તેમની સેવાને આ દંપતીનું જીવન સમર્પિત છે. તેઓ વિનાબાજી, શંકરાવ દેવ, તથા દાદા ધર્માધિકારીના નિકટવર્તી પરિચયમાં છે. આવાં સંસ્કારી સેવાપરાયણ દંપતીને આપણા સંઘ તરફથી આવકારતાં હું ધન્યતા અનુભવું છું. નક્કી કરેલા ક્રમ મુજબ નેફાના અનુભવો શ્રી કુન્નુમતાઈ રજૂ કશે. અને ત્યારબાદ શ્રી વસંતરાવ ‘Non-Violent Defence '—‘હિક્ષક સંરક્ષણ' એ વિષય ઉપર બાલશે. આ બંને દંપતીનું આપણા સંઘ તરફથી હું ભાવપૂર્વક સ્વાગત કરું છું.”
ત્યારબાદ શ્રી કુન્નુમતાઈને હિંદીમાં લગભગ એક લાક જેટલા સમય રોકીને નેફામાં તેમનું જવાનુંશી રીતે શક્ય બન્યું અને ત્યાંના લેકો તેમ જ સૈનિકો અંગે તેમને શા શા અનુભવ થયા તેને લગતી અનેક રોચક તેમજ પ્રેરક વિગતો રજૂ કરી. ત્યાં જવાનો તેમના આશય ત્યાંની ભવ્ય નિસર્ગતાનાં દર્શન કરવાનો કે હિમાલયનું સૃષ્ટિસૌંદર્ય માણવાના હતા જ નહિ, ચીડીગાનું પહેલું આક્રમણ ૧૯૬૨ની ૨૦મી ઑકટોબરે થયું અને ૨૧મી નવેમ્બરે તેઓ પાછા ફર્યા અને ૧૩મી ડિસેમ્બરે તેમણે ‘સીઝફાયર-શસ્ત્રવિરામ' જાહેર કર્યો. એ દરમિયાન વેડછી ખાતે ૧૯ નવેમ્બ૩થી ૨૨ નવેમ્બર સુધી સર્વોદય—મેલન મળ્યું હતું, અને ૨૫મી ડિસેમ્બરે તે વખતના ભારતના મહાઅમાત્ય જવાહરલાલ નેહરુ પશ્ચિમ બંગાળમાં આવેલા નવગ્રામ ખાતે વિનોબાજીને મળ્યા હતા. એ વખતે ચીની સકાર ગમે ત્યારે બીજો હુમલા કરે તેવા ગંભવ હતા. તે દરમિયાન ભારત સરકાર માટે મોટો પ્રશ્ન સંભવિત ચીની હુમલાને પહેરી વળવા અંગે મોટા પાયા ઉપર લશ્કરી તૈયારી કરવાના હતા, અને સાથે સાથે તે
૨૩.
..
પ્રદેશમાં વસતા લોકોની moral—નૈતિક કૃતિટકાવવાનો પણ એટ્લે જ મહત્ત્વના પ્રશ્ન હતા. આ સ્થાનિક પ્રાદેશિક લોકો જેઓ એક પ્રકારના આદિવાસીા જ છે તેમનાં ચિત્તની શું સ્થિતિ છે, અને તેમને હિંમત આપવાની દિશાએ આપણે અહિંસાનિષ્ઠાવાળા “કંઈ કરી શકીએ તેમ છીએ કે નહિ, અને અસહકાર જેવા અહિંસક પ્રતિકાર તરફ તેમને વાળી શકાય કે નહિ તેને નજરે જોઈને કયા કાઢવાની શ્રી વસંતરાવ નારગેાળના દિલમાં ઈચ્છા ઉદ્દ્ભવી. આ હેતુથી તેના ૧૯૬૩ના જાન્યુઆરીની ૨૪મી તારીખે શિલાંગ ગયા, અને આસામના રાજ્યપાલને મળ્યા. પછી તેમની અનુમતીપૂર્વક તથા તેમણે નેફા વિભાગમાં ફરવા માટેની જરૂરી સગવડ પૂર્વી પાડી તેના પરિણમે ૧૫મી ફેબ્રુઆરી સુધી તેઓ એ પ્રદેશમાં એકલાં ફર્યા, અને કેટલાક ઠેકાણે ત્યાં વસતા લોકો તેમને ભારે ભયભીત અને એકદમ નિરાશ બની ગયેલા માલૂમ પડયા. આ લેકે.ને ટટ્ટાર કરવા-ભયમુકત કરવા અને ચીનાઓ ફરીથી આવી ચઢે તો તેમણે શું કરવું, તેમણે કેમ વર્તવું એ વિષે સાચું માર્ગદર્શન આપવાની તેમને ઘણી જરૂર લાગી અને તે માટે તેમને પોતાની પત્ની સાથે તે વિભાગમાં ત્રણ-ચાર મહિના સ્થિર થઈને રહેવાની આવશ્યકતા ભાસી. આ માટે સંમતિ અને સગવડ મેળવવા માટે નેફાના કમિશનર સાથે તેમના બે- ત્રણ મહિના પત્રવ્યવહાર ચાલ્યા. સ્થાનિક પ્રજાજનોને હિંમત આપે એવી વ્યકિતઓની તા સરકારને પણ ખૂબ જ જરૂર હતી, પણ જ્યાં હિંસક પ્રતિકાર સિવાય બીજા કોઈ વિચારને અવકાશ જ છે.ઈ ન શકે ત્યાં આ અહિંસાવાદીઓને ફરવાહવાી રજા શી રીતે આપી શકાય? એટલે અહિંસા તથા ગ્રામદાન ઉપર તેમણે કશું પણ બાલવું નહિ, એ શરતે તેમને ત્યાં રહેવાફરવાની રજા આપવાની નેફાના કમિશનરે તૈયારી દેખાડી. પણ ‘આ તો રામાયણની કથા કરો, પણ રામસીતાનાં નામ ન લ્યો એના જેવી શરત ગણાય. આવી શરત તે સ્વીકારી જ કેમ શકે? શ્રી નાર" ગેાળકર દંપતી ત્યાંના લોકોને નિર્ભય બનાવવા ઈચ્છતાં હતાં, અહિં સક પ્રતિકાર તરફ તેમને વાળવા ઈચ્છતાં હતાં, ચીના ચઢી આવે તો તેમની સાથે સંપૂર્ણ અસહકાર કરીને તેમનું જીવન અશક્ય બનાવી દેવાનું કહેવા માગતાં હતાં. અહિંસાના અનુસંધાનમાં તેમની આ દષ્ટિ હતી. અલબત્ત, તેએ લશ્કરી કોઈ પણ હિલચાલમાં વચ્ચે પડવા કે તેમાં કોઈ, પૂર્ણ પ્રકારના વિક્ષેપ નાખવા જરા પણ ઈચ્છતા નહેતા. પણ નેફાના કિમશનર તે ‘અહિંસા’ શબ્દથી ભડકતા હતા. આ કારણે નેફાના મિશનર સાથે બે-ત્રણ મહિના સુધી ચાલેલા પત્રવ્યવહારમાં સફળતા ન મળતાં શ્રી વસંતરાવે ૧૯૬૩ના જૂન માસમાં નેહરુ ઉપર એક પત્ર લખ્યો અને તેમાં નેફામાં જઈને પોતે શું કરવા માગે છે તેનો ખ્યાલ આપ્યો. આ પત્ર મળતાં વેંત નેહરુએ આ દંપતીને તરત જ દિલ્હી મળવા બોલાવ્યાં. ૧૦ જુલાઈએ તે નહેરુને મળ્યાં, ‘ત્યાં જઈને તમા કરશેા શું? નેહરુનો આ પહેલા પ્રશ્ન હતા. શ્રી વસંતરાવે પોતાના ખ્યાલે રજૂ કરતાં જણાવ્યું કે, ‘લશ્કરી દષ્ટિએ પણ તે વિભાગમાં વસતા લોકો નિર્ભય બને અને ધારો કે ફરી વખત ચીની હુમલે થાય . તો લોકો નાસભાગ ન કરે એ એટલું જ જરૂરી છે. અમારે કેઈ પણ લશ્કરી પ્રવૃત્તિમાં વિક્ષેપ નાખવા નથી પણ હતાશ બનેલા લોકોને ટટ્ટાર કરવા છે, તેમને નિર્ભય બનાવવા છે, અને ચીનાઞા આવી શકે તો તેમની સાથે સંપૂર્ણ સહકાર કરવાના સંદેશ આપવા છે. આમાં ભારત સરકારને કે લશ્કરી અધિકારીઓને વાંધા લેવા જેવું શું હાઈ શકે?' તેમની આ રજૂઆતથી નેહરુ પ્રભાવિત બન્યા. નેહરુને હિંસક પ્રતિકારના માર્ગ સ્વીકારવા પડયા હતા પણ તેમના દિલમાં આ માટે અત્યંત દુ:ખ હતું અને તેમનું વલણ તા અહિંસા તરફી જ હતું. અને તેથી વસંતરાવ જેવા આવું કંઈક