________________
૨૩૦
'પ્રબુદ્ધ જીવન
સઘ સમાચાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની એક મિટીંગ તા. ૫-૨-'૬૫ના રોજ સાંજે સાડા છ વાગે સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપદે સંઘની ઓફિસમાં મળી હતી, જે વખતે નીચેના ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા;
“મુંબઈના જૈન શ્વે. મૂ. સંપ્રદાયના અમુક વર્ગ તરફથી આચાર્ય વિજ્યુઅમૃતસૂરિના પ્રશિષ્ય પંન્યાસ ધુરંધરવિજયજીને આચાર્યપદ આપવાના એક સામાન્ય પ્રસંગનેં ઘણું મોટું રૂપ આપીને આઝાદ મેદાન ખાતે તા. ૩૧-૧-'૬૫થી તા. ૯-૨-’૬૫ સુધી એમ દસ દિવસના જે ગંજાવર સમારોહ યોજવામાં આવ્યો છે. અને તે પાછળ લાખથી સવા લાખ રૂપિયાના જે દ્રવ્યવ્યય થઈ રહ્યો છે તે સામે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પોતાનો સખત વિરોધ જાહેર કરે છે.
“આ સમારોહનું ઉદ્ઘાટન શ્રી મોરારજીભાઈ દેસાઈને હાથે થયું તે જાણી આ સભા ખૂદ અને આશ્ચર્ય અનુભવે છે. આવા સાંપ્રદાયિક અને અતિ ખર્ચાળ સમારોહને ધાર્મિક સમારંભ લેખાવી ધર્મની મોટી વાતા કરી તેના અને તે પ્રસંગે પેાતાની હાજરીના શ્રી મોરારજીભાઈએ બચાવ કર્યો છે અને તેને અનુમેદન આપ્યું છે, એથી તેમણે માત્ર અંધકાદ્ધા અને અજ્ઞાનપૂર્ણ વહેમાને પાધ્યા છે, એટલું જ નહિ પણ પ્રત્યાઘાતી માનસને પ્રોત્સાહન આપ્યું છે. આવા કેવળ સાંપ્રદાયિક આડંબરભર્યા સમારંભમાં અગ્રભાગ લઈને તેમણે સમાજહિત વિરોધી સાંપ્રદાયિક પ્રવૃત્તિઓને અણઘટનું ઉત્તેજન આપ્યું છે. આ પ્રત્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઊંડો ખેદ અને અણગમાની લાગણી પ્રદર્શિત કરે છે.”
હિમાલય સાથે જોડાયેલી મારી જીવનયાત્રા'
હિમાલયમાં આલ્મોરા ખાતે વર્ષોથી વસેલા જૂના કૉંગ્રેસી કાર્યકર્તા તથા સર્વોદય કાર્યકર શ્રી શાંતિલાલ ત્રિવેદી તા. ૨૩-૨-૬૫ મંગળવાર, સાંજના ૬ વાગ્યે શ્રી મુંબઈ જૈનયુવક સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩) ‘હિમાલય સાથે જોડાયેલી મારી જીવનયાત્રા' એ વિષય ઉપર જાહેર વાર્તાલાપ રજૂ કશે. આ વાર્તાલાપનો લાભ લેવા તેમાં રસ ધરાવતાં ભાઈ-બહેનોને નિમંત્રણ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
તૃતીય વિશ્વધર્મ સંમેલન
ફેબ્રુઆરી માસની ૨૬, ૨૭ તથા ૨૮મીના રોજ દિલ્હી ખાતે લેડી ઈરવિને હૅસ્પિટલ સામે રામલીલા મેદાનમાં ‘વિશ્વધર્મ સંગમ' સંસ્થાના ઉપક્રમે ત્રીજું વિશ્વધર્મ સંમેલન ભરાવાનું છે. આના પ્રેરક મુનિ સુશીલકુમાર અને અધ્યક્ષ છે સંત શ્રી કૃપાલસિંહજી મહારાજ,
આ સંમેલન અંગે એક ભવ્ય સ્વાગત સમિતિ ઊભી કરવામાં આવી છે. પ્રથમ સંમેલન દિલ્હી ખાતે ૧૯૫૭માં ભરાયું હતું. બીજું સંમેલન કલકત્તા ખાતે ૧૯૬૦માં ભરાયું હતું. આ સંમેલનના ઉદ્દેશ વિશ્વબંધુત્વ દ્રારા વિશ્વતિ માટે અનુકૂળ વાતાવરણ પેદા કરવાના છે. આ સંમેલનમાં દેશ-પરદેશથી અનેક પ્રતિનિધિઓ પધારવાની આશા રાખવામાં આવે છે. પ્રતિનિધિ માટેનું લવાજમ રૂા. ૫૦ રાખવામાં આવ્યું છે અને વિશ્વબંધુત્વની અને સર્વધર્મ સમભાવની ભાવનામાં શ્રાદ્ધા રાખનાર કોઈ પણ વ્યકિત કે સંસ્થા આ સંમેલનમાં ભાગ લઈ શકે છે. આ સંમેલનમાં ભાગ લેવા ઈચ્છનાર ભાઈ યા બહેને નીચેના ઠેકાણે પત્રવ્યવહાર કરવા. :
મહામંત્રી, વિશ્વધર્મસંગમ, ૧૨-લેડી હાર્કિંગ રોડ, નવી
દિલ્હી–૧.
તા. ૧૨-૨-૫
સંયુક્ત જૈન વિદ્યાથી ગ્રહ–ઉત્સવ
સંસ્થાના પ્રમુખ શ્રી, ચીમનલાલ ચકુભાઈ શાહ સરયુક્ત જૈન વિદ્યાથી ગૃહના સહાયકો અને શુભેચ્છકોને સસ્થાના લાભાથે ચેાજવામાં આવેલ નાટક મંગે નીચે આપેલ પરિપત્રદ્વારા અનુરોધ કરે છે કે,
આપ જાણો છે એ મુજબ મુંબઈમાં આવેલ શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ’ છેલ્લાં સુડતાલીસ વર્ષથી જૈનસમાજના કોઈ પણ વિદ્યાર્થીને, મુંબઈ રહી ઉચ્ચ અભ્યાસ કરવા માટે રહેવાની સગવડ આપે છે. ચાલુ વર્ષથી યોગ્ય વિદ્યાર્થીને દર વર્ષે વધુમાં વધુ પાંચસા રૂપિયા સુધી લાન—સ્કોલરશીપ આપવાની પણ યોજના કરવામાં આવી છે. શરૂઆતનાં વર્ષોમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ખાતે ૩૮ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ અપાતી હતી. છેલ્લાં બાર વર્ષથી ‘શિવ' ખાતે નવું મકાન બંધાતાં ત્યાં વધુ ૭૪ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ કરવામાં આવી છે. આમ હોવા છતાં, મુંબઈ શહેરના વિસ્તરવાની સાથે તેમ જ મુંબઈમાં ઉચ્ચ અભ્યાસ માટે વિશિષ્ટ પ્રકારની કેળવણીની સંસ્થાઓ હાવાને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી જ નહિ, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મદ્રાસ તેમ જ આફ્રિકાથી પણ આ વિદ્યાર્થીગૃહમાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે માંગણીઓ આવ્યા કરે છે. આથી શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહની કાર્યવાહક સમિતિએ ‘શિવ’ ખાતેના અત્યારનાં નવા મકાનની બાજુમાં આવેલી પોતાની ખાલી જગા પર બીજું નવું મકાન બાંધવાના નિર્ણય કર્યો છે, અને આ કાર્યને વેગ આપવા માટે સંસ્થાની કાર્યવાહક સમિતિએ ‘શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ ઉત્સવ-સમિતિ”ની નિમણૂક કરી છે. આ સમિતિએ તા. ૧૫-૩-’૬૫ ને સોમવારે સાંજે સાત વાગે બિરલા માતુશ્રી સભાગૃહ'માં ‘પિંજરનું પાંખી’ નાટક રજૂ કરવાનું નકકી કર્યું છે.
આ સંસ્થાએ ઉપાડેલ કાર્ય સરળ બને એ માટે અમે આપની પાસે ‘ફલ નિહ તો ફ ુલની પાંખડી 'રૂપે આપનો નીચેની રીતે સહકાર માગીએ છીએ:—
૧. નાટકની વધુમાં વધુ ટિક્ટિ ખરીદીને.
૨. ‘ઉત્સવદિને’ પ્રકટ થનાર પુસ્તિકામાં જાહેરખબર આપીને, ૩. આર્થિક સહાય કરીને.
ટિકિટ તથા જાહેર-ખબરના ભાવ આ સાથે આપ્યા છે.
આશા છે કે, આપ અમારા કાર્યક્રમમાં સહકાર આપી, અમે જે કાર્ય ઉપાડયું છે એને સરળ બનાવશે. ટિકિટના દર
N. ૨૫૦, શૂ. ૧૦૦, ગ઼. ૫૦ અને રૂા. ૨૫ જાહેરખબરના દર
સુવેનિર: સાઈઝ ૧૦"×૭ ૧૨" ગ્લેઈડ આર્ટ-પેપર આખું પાનું આખું પાનું અડધું પાનું પા પાનું
પત્રવ્યવહાર તથા વધુ માહિતી માટે સરનામાં:— ૧. શ્રી રમણિક્લાલ મણિલાલ શાહુ—મંત્રી મેસર્સ આર. એમ. શાહની કું. ૮૧, નાગદેવી ક્રોસ લેન, મુંબઈ-૩
રૂ. ૧૦૦૦
૨. શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહ–મંત્રી મેસર્સ બી. ત્રિકમલાલની કુા. પ્રાઈવેટ લિ. ૧૯૬, પ્રિન્સેસ ટ્રીટ, મુંબઈ-૨
ૐ
।. ૫૦૦
રૂ.
૨૫૦
.. ૧૨૫
ફોન નં. ૩૨૪૧૦૨
ફોન નં. ૩૯૧૧૯