________________
૧.
શુદ્ધ અન
માટે તેમને માન છે, અને તેને લગતા સમારંભા યોજવામાં આવે તેમાં તેમને કશું ખાટું દેખાતું નથી અને ધર્મભાવનાથી થતા બધા ઉત્સવો તેમના મતે માનવજાત માટે શ્રેયસ્કર છે. ” આમ ધર્મ અને સંપ્રદાય, જાણે કે પર્યાયવાચી શબ્દો હોય એવું સુફિયાણીભર્યું વિવરણ તેમણે કર્યું છે. વિશાળ ભાવનાના અંચળા નીચે તેમણે સાંપ્રદાયિક સંકીર્ણતાને પાષી છે, તેનું સમર્થન કર્યું છે. તદુપરાંત ધર્મના નામ ઉપર દેશભરમાં વ્યાપેલી અંધશ્રાદ્ધા, અજ્ઞાન અને વહેમથી ભરેલી માન્યતાઓને, ક્રિયાકાંડોને, વૈભવના પ્રદર્શનરૂપ ધાર્મિક જલસાઓ અને જમણવારોને, તથા સમાજની વાસ્તવિક ભીંસ, મુંઝવણ, અકળામણની ઉપેક્ષા કરીને યોજાતા ઉપધાનોને અને ઉત્સવાને મારારજીભાઈએ પેાતાના પ્રવચનમાં અતિ વ્યાપક વિધાનો કરીને આંધળું ઉત્તેજન આપ્યું છે. કોઈ પણ સમારંભ હોય, જલસ હાય, તે પાછળ ગમે તેટલા દ્રવ્યવ્યય થવાના હોય, તેનું સ્વરૂપ બીજી રીતે ગમે તેટલું વિકૃત હોય કે સમાજશ્નોય સાથે વિસંગત હોય, પણ તે સાથે જો ‘ધાર્મિક' શબ્દ લગાડી શકાતા હોય, તે તેને મોરારજીભાઈનાં હાર્દિક •ભિનંદન છે, અનુમાદન છે એવી તેમના પ્રવચન ઉપરથી આપણા મન ઉપર છાપ પડે છે.
આવી બાબતામાં એક વખતના કડક મારારજીભાઈ આજે જ બની રહ્યા લાગે છે. એક વખતના સંપ્રદાયવિરોધી મારારજીભાઈ આજે સંપ્રદાય–સમર્થક બની રહ્યા જણાય છે. એક વખતના સાદાઈ, સર અને પવિત્રતાના આગ્રહી મારારજીભાઈ આજે ઉડાઉગીરીભર્યા અવિવેકપૂર્ણ ધાર્મિક સમારંભાના અનુમાદક બન્યા માલૂમ પડે છે. પણ સાથે સાથે એ પણ જણાવવું રહ્યું કે, એક વખત પ્લેટફોર્મ તે ને શોધતું હતું, અને તેઓ જલદીથી હાથ લાગતા નહોતા; આજે તેના પ્લેટફોર્મને શોધે છે, અને જ્યાં જુમ્મા ત્યાં મારારજીભાઈ, નજરે પડે છે. એક વખત પ્રતિષ્ઠા તેમને શેાધતી હતી, આજે તેના જાણે કે પ્રતિષ્ઠાને શોધતા ફરે છે. એક વખત લે પ્રિયતા તેમની પાછળ દોડતી હતી, આજે તેઓ જાણે કે લોકપ્રિયતાને ઝંખી રહ્યા છે.
ઉપર જણાવેલ સમારોહના સંદર્ભમાં એમ પણ બન્યું હોય કે, શ્રી મોરારજીભાઈ મોટા ભાગે દેશના એક ખૂણેથી બીજે ખૂણે ફરતા હોઈ મુંબઈ ખાતેના પોતાના કોંગ્રેસી સાથીાની ભલામણથી પ્રસ્તુત સમારોહ-ઉદ્ઘાટનને લગતું નિમંત્રણ તેમની વિગતામાં ઊતર્યા સિવાય તેમણે સ્વીકાર્યું હોય, અને અહીં આવ્યા બાદ સમારોહની વિગતો અને તત્સંબંધી પરિસ્થિતિની જાણ થતાં નિમંત્રણ સ્વીકારવામાં ઉતાવળ થઈ છે, ભૂલ થઈ છેએમ તેમને લાગ્યું હાય. આમ છતાં પણ એક વખત નિયંત્રણ સ્વીકાર્યા પછી પાછા હઠે તા તે મારારજીભઈ નહિ, અને પછી તા પ્રસ્તુત ઉદ્ઘાટનમાં રહેલા અનૌચિત્યને ઢાંકવા ખાતર તેનું તેમણે જોÃારથી સમર્થન કરવું જ રહ્યું. આવા ભાવ ઉદ્ઘાટન-પ્રસંગે કરવામાં આવેલા તેમના કેટલાક અતિરેકભર્યા વિધાનોમાં પ્રગટ થતા લાગે છે.
દેશના આ કેટિના આગેવાનામાં એક બીજી દષ્ટિ-એક બીજી ભૂરો નજરે પડે છે. આપણે ત્યાં લાકશાહી આવી છે, પક્ષનું રાજ કારણ આવ્યું છે, ગાળે ગાળે પક્ષને ચૂંટણી લડવાની હોય જ છે, અને તે માટે પેાતાનાં વાજાં ચાલુ વગાડવાનાં રહે છે. આ માટે પક્ષને પુષ્કળ ધન જોઈતુ હાય છે. અને આ જવાબદારી પક્ષના આગેવાનો જ સંભાળવાની હોય છે. વળી આવા ઉચ્ચ કક્ષાના આગેવાનીના માથે અનેક સંસ્થાઓ ચલાવવાની જવાબદારી પણ હોય જ છે. તે માટે પણ ધન, ધન અને ધન જ જોઈએ. આ માટે આ આગેવાનોને ધનવાનોના સાથ અને ધનવાન કોને સાથે મીઠા સંબંધા કેળવવા જ રહ્યા. આ માટે કોઈ ને કોઈ બાબતમાં ધનવાન વ્યકિતઆને તેમ જ ધનવાન લેખાતી કેમી સ્થાને રાજી રાખવાની રહી. “ અમારા આ ધાર્મિક અવસરને આવ શેાભાવા, આપની સાર્વ જનિક-પારમાર્થિક જવાબદારીને અમે સંભાળી લઈશું ”—જાણે કે
તા. ૨૧-૨વા
1
આવી રાષ્ટ—રષ્ટ સમજુતી ન હોય એમ, પરસ્પર અનુમોદક વૃત્તિઓ, દ્રવ્ય સાપેક્ષ દષ્ટિએ ધાર્મિક એટલે કે, સાંપ્રદાયિક બાબતેમાં આપણા ઉચ્ચ કક્ષાના આગેવાનોને દાક્ષિણ્ય દાખવતા બનાવ્યા છે, અને કેવળ સંપ્રદાયલક્ષી ધર્માચાર્યો (જેમને સમાજવાદ કે સર્વોદયવાદ સાથે કથી પણ નિસ્બત હોતી નથી)ને ભાવભર્યું અભિનંદન કરતા કર્યા છે. આ પ્રક્રિયામાં કાળાબજાર-ધાળાબજારન વિવેક ભાગ્યે જ ટકી શકે છે. આ બાબત માત્ર કાગ્રેસી આગેવાનોને જ લાગુ પડે છે એમ નથી, અન્ય રાજકારણી પક્ષનેતાઓને તેમ જ સર્વોદયવાદી નેતાઓને પણ એછાવધતા અંશે લાગુ પડે જ છે. આમ ન દેત તો માન્યવર મારારજીભાઈ જેવી ઉચ્ચ કક્ષાની ગાંધી-વાદી અને સંપ્રદાય)નરપેક્ષ રાજ્યચનાને વરેલી વ્યકિત કોઈ એક સામાન્ય કોટિના આચાર્ય પાતાના એક શિષ્યને પાતાની પાટ ઉપર બેસાડે એવા કેવળ નજીવા સાંપ્રદાયિક અવસરના ઉદ્ઘાટન માટે મુંબઈ ખાતે પધારે એવી તેમના વિષે કોઈએ સ્વપ્નમાં પણ કલ્પના ફરી ન હોત.
અહીં એ જણાવવાની જરૂર ન જ હોય કે, મારારજીભાઈના આ ધર્મલક્ષી પ્રવચનથી જૈન સમાજના સ્થિતિચુસ્ત શ્રાવક તેમ જ સાબુરામુદાય ખૂબ જ રાજી રાજી થઈ ગયા છે, તેમની ધર્મપ્રીતિ ઉપર મુગ્ધ બની ગયા છે, અને તેમનામાં એક મહાન ધર્માત્માનું દર્શન કરી રહ્યો છે. આ છે તેમના ઉદ્ઘાટન—પરિશ્રમની ફ્લશ્રુતિ. શેઠ વાડીલાલ લલ્લુભાઈ મહેતા સામે ભરવામાં આવેલું શિસ્તભંગનું પગલું
તા ૨૭-૧-૬૫ના રોજ અમદાવાદ જિલ્લા શહેર સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુજરાત રાજ્ય સ્ટેટ કોર્પોરેશનના પ્રમુખ શેઠ વાડીલાલ લલ્લુભાઈ મહેતાને અંગ્રેજીના પ્રશ્ન અંગે સ્વીકારવામાં આવેલી કૉંગ્રેસ નીતિ સામે તેમણે જે રીતે પ્રતિકુળ આંદેલન ચલાવ્યું છે તે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ક્રિયાશીલ સભ્ય તરીકે તેમ જ સામાન્ય સભ્ય તરીકે દૂર–suspend કર્યા છે. આ સંબંધમાં પસાર કરવામાં આવેલા ઠરાવમાં એવી મતલબનું જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપાલિટીની આગામી ચૂંટણીમાં પાંચમા ધારણથી અંગ્રેજી શીખવવું જોઈએ એવા મત ધરાવતા ઉમેદવારોને જ મત આપજો એમ જણાવીને આઠમા ધોરણથી અંગ્રેજી શીખવવાનો મત ધરાવતા કોંગ્રેસી ઉમેદવારોને મત ન આપશો એવા સૂચનના તેમણે નિદે શ કર્યો છે, અને એ રીતે શ્રી વાડીભાઈએ કોંગ્રેસ સામે શિસ્તભંગ કર્યો છે; અને તે કારણે ગુજરાતની કોંગ્રેસને આ પગલું ભરવાની ફરજ પડી છે.
ટેકનીકલી—ઝીણવટથી જોતાં—વિચારતાં શેઠ વાડીભાઈ સામે આ જે પગલું ભરવામાં આવ્યું છે તે સામે કદાચ વાંધા ઉઠાવી ન શકાય, પણ જે અંગ્રેજીના પ્રશ્નને આટલું બધું ગંભીર રૂપ આપવામાં આવ્યું છે અને તેને કોંગ્રેસની અફર નીતિના એક પ્રશ્ન બનાવવામાં આવ્યો છે તે ભારે ખેદ ઉપજાવે તેમ છે. આનું પરિણામ વાડીભાઈ જેવી એક મહત્ત્વની વ્યકિતને કોંગ્રેસથી અલગ કરવામાં તે આવ્યું જ છે, પણ એ સાથે સાથે બીજા પ્રદેશેાની કોંગ્રેસ સમિતિઓમાં જેમ dissident group અન્તર્ગત વિરોધી જુથો ઊભાં થયાં છે તેવી જ સ્થિતિ ગુજરાતમાં પણ એકાએક ઊભી થઈ રહી છે. આનું પરિણામ જતે દહાડે ગુજરાતની કોંગ્રેસને છિન્નભિન્ન કરવામાં જ આવે, તે પ્રશ્ન એ થાય છે કે પાંચમાથી કે આઠમાથી અંગ્રેજીના પ્રશ્ન શું એટલા બધા મહત્ત્વના છે કે તે કારણે પ્રાદેશિક કોંગ્રેસે પોતાના અસ્તિત્વને જોખમાવવા સુધી જવું પડે ? અન્ય સર્વ પ્રદેશમાં મેટા ભાગે પાંચમાથી અંગ્રેજી શીખવવાના પ્રબંધ પ્રવર્તમાન છે તો ગુજરાતનાં કોંગ્રેસી આગેવાનો આ બાબતના વ્યવહારુ રીતે વિચાર કરીને શું માર્ગ કાઢી ન શકે? અને કોંગ્રેસને શીવિશીર્ણ બનતી જતી અટકાવી ન શકે? શાણું લેખાતું ગુજરાત આજે શાણ પણનું દેવાળું કાઢી રહ્યું છે, કેન્દ્રમાં પોતાનું વર્ચસ્વ ગુમાવી રહ્યું છે અને અન્ય પ્રદેશાનું, આ ભાષાના કારણે હાંસીપાત્ર બની રહ્યું છે. આ બાબત શાણા કોંગ્રેસી ગુજરાતીઓના ધ્યાન ઉપર કેમ આવતી નહિ હોય ?
ญ่