________________
प्रबुद्ध भुवन
શ્રી મુ*બઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
REGD. No. 18-4266.
વાર્ષિક લવાજમ શ. ૪
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણુ વર્ષ ૨૯ : અંક ૨૦
મુંબઇ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૯૫, મગળવાર આફ્રિકા માટે શલિગ ૮
✩
સમારોહ ઉદ્ઘાટન
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકી નોંધ
આચાર્યપદવી-પ્રદાન
મુંબઈ ખાતે ગોડીજીના ઉપાાયમાં કેટલાક સમયથી વસતા શ્રી વિજય અમૃતસૂરિના પ્રશિષ્ય પન્યાસ ધરવિજયજીને આચાર્યપદવી આપવાના અનુસંધાનમાં તા. ૩૧-૧-૬૫ થી તા.૯-૨-૬૫ સુધી એમ દસ દિવસના એક જંગી કાર્યક્રમ મુંબઈના જૈન શ્વે. મૂ. સંપ્રદાયના કેટલીક આગેવાન વ્યકિતઓ તરફથી યોજવામાં આવ્યા હતા, અને તે માટે આઝાદ મેદાનમાં એક શાનદાર મંડપ ઊભા કરવામાં આવ્યા હતા.
અહીં એ જાણી લેવાની જરૂર છે. કે જૈન શ્વે. મૂ. સમાજમાં આચાર્યપદવી–પ્રદાન અંગે એક પ્રકારની અરાજકતા પ્રવર્તે છે. કોઈ પણ આચાર્યને ઈચ્છા થાય કે પોતાના અમુક શિષ્યને આચાર્ય બનાવવા છે તો તે આચાર્ય કોઈ પણ ગામ કે શહેરના સંધના સાથ મેળવીને પેાતાની ઈચ્છા પાર પાડી શકે છે. કોઈ પણ શિષ્યને આચાર્ય બનાવવા માટે ગુણ કે જ્ઞાનવિષયક તેની ખાસ વિશેષ યોગ્યતા તેમ જ જૈનોના બહોળા સમુદાયની અનુમતી હોવી જોઈએ, એવું કોઈ સ્થાપિત ધારણ છે જ નહિ, આ કારણે જૈન શ્વે. મૂ. સમુદાયમાં આચાર્યપદવી ધારણ કરી રહેલા આજે સંખ્યાબંધ સાધુઓ વિદ્યમાન છે અને આચાર્ય પદવી–પ્રદાન જૈન શ્વે. મૂ. સમાજમાં એક રાજ-બ-રોજની ચાલુ ઘટના બની ગઈ છે.
આવા એક આચાર્યપદવી-પ્રદાનના પ્રસાંગને ભારે મોટું રૂપ આપીને ઉપર જણાવ્યા મુજબ દશ દિવસના એક જંગી કાર્યક્રમ યોજવામાં આવેલા, અને તે પાછળ લાખ-સવા લાખના ખર્ચના અંદાજ આંકવામાં આવેલા. આ પ્રકારના સમારોહના વિરોધમાં આચાર્યપદવી-પ્રદાન અંગે પ્રારંભમાં નીમાયેલી સમિતિમાંથી શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ રમણલાલ નગીનદાસ પરીખ, શેઠ જયંતીલાલ રાયચંદ, શેઠ નાનાંદ રાયચંદ, શેઠ બાવચંદ રામચંદ, શેઠ શાંતિલાલ ઠાકરસી વગેરે કેટલાક આગેવાનાએ રાજીનામાં આપીને પ્રસ્તુત મહોત્સવમાં ભાગ લેવાની અનિચ્છા પ્રદર્શિત કરી હતી. આ સમગ્ર પરિસ્થિતિની પૂરી જાણકારી પ્રાપ્ત થવા છતાં. ગુજરાતના સર્વોચ્ચ નેતા અને ભારતના અગ્રગણ્ય કોંગ્રેસી આગેવાન માન્યવર શ્રી મારારજીભાઈએ આ સમારોહનું તા. ૧-૨-૬૫ના રોજ ઉદ્ઘાટન કર્યું હતું; અને આ પ્રસંગે કરવામાં આવેલા પ્રવચન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “આ બધા સંપ્રદાયા માટે મને માન છે; માત્ર રાજકારણના સાંપ્રદાયિક સમારંભામાં અથવા તો જેની રાજકારણ ઉપર અસર થાય છે તેવા સમારંભામાં જતા નથી. બાકી ધર્મભાવના અને શુભનિષ્ઠા તથા નિ:સ્વાર્થભાવે યોજાતા સમારંભામાં જવામાં કે આવા સમારંભા યોજવામાં કશું ખાટું નથી..... ધર્મભાવનાથી થતા બધા ઉત્સવ! માનવજાત માટે શ્રેયસ્કર છે. મને આશા છે કે આજન સમારંભ તેમાં ભાગ લેનારાઓને વધારે ને વધારે ધર્માભિમુખ બનાવવામાં અને ધર્મનું આચારણ કરતા બનાવવામાં ઉપયોગી નીવડશે.”
આ રીતે આચાર્યપદ-પ્રદાન જેવા કેવળ સાંપ્રદાયિક સમારોહનું ઉદ્ઘાટન કરતા અને જેપાછળ પ્રમાણ વિનાના અને આચાર્યપદવી-પ્રદાનના સંદર્ભમાં બિલકુલ બિનજરૂરી દ્રવ્યવ્યય થવાના હતો તેવા ધાર્મિક મહાત્સવને પ્રમાણપત્ર આપતા મોરારજીભાઈને જોઈજાણીને અનેક લોકોને ભારે આશ્ચર્ય થયું છે. જેની રાજ્યરચના સમાજવાદને વરેલી છે અને જેની ઈમારત બિનસાંપ્રદાયિક ઢાંચા ઉપર ઊભી કરવામાં આવી છે તે રાજ્યના પુરસ્કર્તા લેખાતા મારારજીભાઈને આવા આચાર્યપદ–પ્રદાન સાથે શું સંબંધ હોઈ શકે તે કલ્પનામાં આવતું નથી. આ એ જ મેરારજીભાઈ છે કે જેમણે ‘તમારી આ પ્રવૃત્તિ સાંપ્રદાયિક છે, ’ ‘તમારા આ પ્રસંગ સાંપ્રદાયિક છે, ‘તમારું આ મંડળ સાંપ્રદાયિક છે,' એમ કહીને તે પ્રવૃત્તિ, પ્રસંગ કે મંડળને સહકાર કે સાથ આપવાની અનેકવાર અનિચ્છા વ્યકત કરી છે, જેમણે લગ્નની ખર્ચાળ કંકોત્રી જેવી સામાન્ય ઉડાઉગીરીને પણ તુછકારી નાખતાં જરા પણ આંચકો કે ખચકાટ અનુભવ્યો નથી, આવા મારારજીભાઈ આજે આવા બિનજરૂરી અને અતિ ખર્ચાળ સમારંભને ધર્મના નામે અભિનંદે છે, આવકારે છે એ જોઈને કાળગંગા અવળી વહેવા લાગી છે કે શું એવા કોઈને પણ પ્રશ્ન થયા વિના રહેતા નથી.
વળી આ સમારંભમાં મુંબઈના કેટલાક આગેવાન કોંગ્રેસીઓને ઉમળકાભર્યો ભાગ લેતા જોઈને એટલું જ આશ્ચર્ય અનુભવાય છે. એક વખત એવા હતા કે જ્યાં સાંપ્રદાયિકતા ત્યાં કોંગ્રેસ નહિ, અને જ્યાં કોંગ્રેસ ત્યાં સાંપ્રદાયિકતા નહિ. આજે કોઈ કોંગ્રેસી આગેવાનને સાંપ્રદાયિક આગેવાની ધારણ કરતાં નથી શરમ કે સંકોચ જાણે કે કોંગ્રેસે અને સાંપ્રદાયિકતાએ કદમમાં કદમ મિલાવીને ચાલવાનું શરૂ કરી દીધું હોય. સંપ્રદાયોની પકડમાંથી તેના નામે થતા અવિવેકભર્યા ઉંડાઉ સમારંભામાંથી, વૈચારિક સાંકીર્ણતામાંથી, ધાર્મિક વહેમા અને અભિનિવેશમાંથી પ્રજાજનોને મુકત કરવા અને વ્યકિતલક્ષીને બદલે તેમને સમાજલક્ષી બનાવવા એ કોંગ્રેસનું વર્ષોજૂનું એક સામાજિક ધ્યેય રહ્યું છે. આજે આ ધ્યેયને બાજુએ મૂકીને તથા સ્થિતિચુસ્ત તેમ જ પ્રત્યાધાતી બળાને સીધા કે આડકતરો ટેકો આપીને તેમની ચાહના મેળવવા તરફ કોંગ્રેસીઓ ઢળી રહેલા માલૂમ પડે છે. વૈચારિક ક્ષેત્રે આ આપણી અધોગિત દુ:ખદ અને અશુભ ભાવિની ઘોતક છે.
મોરારજીભાઈએ ઉપર જણાવેલ પ્રસંગ ઉપરના પોતાના પ્રવચનમાં ધર્મ અંગે ભાતભાતની સુફિયાણી વાંતા સંભળાવી છે. તેઓ પોતાના પ્રવચનના પ્રારંભમાં જ જણાવે છે કે, “હું એક જ ધર્મમાં માનું છું અને તે છે માનવ-ધર્મ, બીજા બધા માત્ર રાંપ્રદાયો છે. આ ધર્મના માર્ગ તે સત્યના માર્ગ છે. પરંતુ સમર્પણ વિના સત્ય સિદ્ધ થતું નથી. આ રીતે સાચા ધર્મની સંપ્રદાય સાથે સત્સંગતિ હોઈસ'); ન શકે.” એમ સૂચવીને સંપ્રદાયાતીત એવા ધર્મને તેા આગળ ધરે છે. પણ આગળ ચાલતાં તેઓ જણાવે છે કે, “ બધા સંપ્રદાય