________________
પ્રભુ જીવન
તા.| ૧-૧-૬૫
જે અનાજ ખાવાને લોકો ટેવાયલા છે તેમાંથી કોઈ ઠેકાણે ઘઉં મળતા નથી તો કોઈ ઠેકાણે ચાખા મળતા નથી; કોઈ ઠેકાણે જુવાર મળતી નથી તો કોઈ ઠેકાણે બાજરી મળતી નથી. અને આમ જ્યાં ત્યાં એક યા અન્ય ખાદ્યપદાર્થની અછત ઊભી થઈ રહી છે અને તે તે ખાદ્યપદાર્થના ભાવ આસમાને ચડતા જાય છે અને સાધારણ માણસને જીવનવ્યવહાર ચલાવવા વધારે ને વધારે મુશ્કેલ બનતા જાય છે. વળી રોકડિયા પાક ઉપર આધાર રાખતા રાજ્યો માટે જીવનમરણની કટોકટી ઊભી થઈ રહી છે.
આના કારણરૂપે એમ જણાવવામાં આવે છે કે છતવાળા રાજ્યો છતનું બહુ ઓછું પ્રમાણ રજૂ કરે છે અને અછતવાળા રાજ્યો પોતાની અછતનું પ્રમાણ ખૂબ વધારીને આગળ ધરે છે અથવા તો છતવાળાં રાજ્યો મેાકળા હાથે અછતવાળા રાજ્યોને મદદ કરવા તૈયાર નથી અને અનાજ અને ખાદ્યપદાર્થોની મુકત હેરફેર થંભી ગઈ છે અને વધેલા ભાવા વધ્યે જ જાય છે; નીચે તો ઉતરતા જ નથી. આજે છત છે, પણ આવતી કાલે અછત પેદા થશે એવી ભડકથી જે જથ્થા જેની પાસે છે તે જથ્થો છૂપાવવામાં આવે છે અને તેથી છત છાતીએથી છૂટતી નથી અને આમ જનતાની દુર્દશાને આંક ઊંચે ચઢતા જાય છે.
આનો અર્થ એ થયો કે ભિન્નભિન્ન રાજ્યોના સૂત્રધારોનાં દિલમાં જ્યાં જેની પાસે જે ચીજવસ્તુની છત છે તે અંગે દુર્બુદ્ધિ પેદા થઈ છે અને દરેક રાજ્ય અને તેના સૂત્રધારો પોતાના રાજ્યનો જ સ્વાર્થ જોતા થયેલ છે અને સમગ્ર ભારતના દષ્ટિકોણથી આજે ભાગ્યે જ કોઈ જુએ છે, વિચારે છે અને ભારતની ભાવના
ત્મક એકતા છિન્નભિન્ન થઇ રહી છે. આ આજની અપદશાનું – દુર્દશાનું – મૂળ છે. આનો શું ઉપાય કરવા તે કેન્દ્રસ્થ સૂત્રધારોની તેમ જ સમગ્ર દેશને કેન્દ્રમાં રાખીને વિચાર કરતા દેશહિતૈર્ષીઓની ભારે ચિંતા અને વિમાસણના સવાલ બન્યો છે.
આની સામે European Common Market - યુરોપની મઝિયારી બજાર—ના બંધનથી બંધાયેલા દેશો એકમેકને શી રીતે મદદરૂપ થઈ રહ્યા છે તેની જાણકારી સૌ કોઈ માટે ધડો લેવા લાયક છે. આ બાબતનો ખ્યાલ તા. ૨૨-૧૨-૬૪ના ‘જય હિંદ ’માં પ્રસિદ્ધ થયેલ શ્રી હસમુખ શાહનાં નીચે આપેલ લખાણથી આવશે.
“જેવી રીતે દિલ્હીમાં મુખ્ય પ્રધાનોની પરિષદ મળે છે તેવી જ રીતે યુરોપમાં પેરીસ, બ્રસેલ્સ કે બાન મુકામે મઝિયારી બજારના સભ્યદેશેાની બેઠક મળે છે. આવી એક બેઠક ગયા અઠવાડિયે બ્રસેલ્સ ખાતે મળી હતી. આ બેઠકમાં સમગ્ર યુરોપ માટે આખા વરસ માટે સમાન અનાજનીતિ ઘડવામાં આવી હતી. જેમાં સમૃદ્ધિ અને આબાદીના શિખરે પહોંચેલા યુરોપ માટે સત્તાવન રૂપિયે એક કિવન્ટલ ઘઉં, ૫૦ રૂપિયે એક કિવન્ટલ જવ અને ૪૭ રૂપિયે એક કવિન્ટલ મકાઈના ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.
“મઝિયારી બજારના સભ્યદેશાને આખા વરસ પૂરતું આ નિર્ધારિત ભાવે અનાજ મળશે. આ અનાજ કરારમાં પશ્ચિમ જર્મનીને દર વરસે દસ કરોડ માર્કનું નુક્સાન થશે, જે તે દેશના પ્રધાન મંડળને ચૂંટણી વખતે બહુ ખતરનાક સાબિત થશે, તે છતાં પશ્ચિમ જર્મનીના વડા પ્રધાન શ્રી એરહાડે આ અનાજ કરારને આવકારતાં જણાવ્યું છે કે, “ચૂંટણી, રાજકારણ અને સત્તાની ખુરશીઓ યુરોપની પ્રજાના સમાન હિતમાં આડે ન આવવા જોઈએ. યુરોપના દૂરંદેશી લાંબા ગાળાના હિતની ઈમારતના પાયામાં મારૂં પ્રધાનમંડળ ધરબાનું હોય તે ભલે ધરબાય. પણ હવે અમારે ભૂતકાળની ભાગલાની ભૂતાવળ તથા સરહદની દિવાલા કાયમને માટે જમીનદોસ્ત કરવી છે.”
“ભારતમાં ઉલ્ટી ગંગા છે. ચૂંટણી, રાજકારણ અને સત્તાની ખુરશીઓ પ્રત્યેક નાગરીકના જીવનવહેવારમાં નડી રહી છે. યુરો
જી
૧૯૫
પના મિઝયારી બજારના છ સભ્યદેશે। એક દૃષ્ટિએ સાર્વભૌમ છે, તે છતાં ભૌગોલિક અને ભાવાત્મક એકતાનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે, ત્યારે અહિં છપ્પરપગી ઝેનબંધીના હોબાળામાં ભારતની ભૌગોલિક અને ભાવાત્મક એકતાનું બલિદાન દેવાઈ રહ્યું છે. સ્વાધીનતાનું રસાયણ પચાવવામાં અસમર્થ એવા ભારતના રાજ્યોના મુખ્ય પ્રધાન જ્યારે દિલ્હીમાં એકઠા થાય ત્યારે પશ્ચિમ જર્મનીના વડા પ્રધાન શ્રી લુડવીગ એરહાર્ડના અનાજકરારને આવકારતા શબ્દોની તેમણે ગોખણપટ્ટી કરવી જોઈએ. ચર્ચા -વિચારણા વખતે યુરોપના મઝિયારા બજારોનું સ્ફ ુર્તિદાયક ચિત્ર તેમણે નજર સમક્ષ રાખવું જોઈએ. સમૃદ્ધિના સાગરમાં તરતા યુરોપના નાગરિકને લગભગ બાર રૂપિયે વીસ કિલો ઘઉં મળે છે, ત્યારે અહીં ગુજરાત - મહારાષ્ટ્રની મોંઘવારી ગડદાપાટુ મારી પ્રજાને આશરે ત્રીસથી - પાંત્રીસ રૂપિયે વીસ કિલા ઘઉં પ્રાપ્ત થાય છે. ગુજરાત–મહારાષ્ટ્રના અબજો રૂપિયાના કરવેરા મારફત બંધા તથા નહેરોથી સમૃદ્ધ થયેલા એવા પંજાબના મુખ્ય પ્રધાન શ્રી રામકીશન, આંધ્રના શ્રી રેડ્ડી, મધ્ય પ્રદેશના શ્રી મિશ્ર તથા રાજસ્થાનના શ્રી સુખડિયા પશ્ચિમ જર્મનીના શ્રી લુડવીગ એરહાર્ડને પગલે ચાલે, યુરોપના સમાન હિત માટે પોતાનાં પ્રધાનમંડળને હેડમાં મૂકનાર શ્રી એરહાર્ડનું જીવનદર્શન વહેવારમાં ઉતારો.
જો મારામાં થોડી વધારે ધર્માદ્ધા હોત તે!”:એક અંગત વિશ્લેષણ.
માલેગાંવવાસી મારા મિત્ર શ્રી મોતીલાલ વીરચંદ શાહે પેાતાના શુભેચ્છા સંદેશમાં મારા વિષે ઉપર જણાવેલી અપેક્ષા દર્શાવીને અથવા તો મારામાં રહેલી અમુક ત્રુટિ પ્રત્યે અંગુલિનિર્દે શ કરીને તેમના પત્રમાં મારા વિષે પેાતાને ઊંડો પ્રેમ અને સદ્ભાવ વ્યકત કર્યો છે ( જે પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ કરવામાં આવ્યો છે). આના ઉત્તરમાં મે તેમને એ મતલબનું જણાવેલું કે જે પ્રકારની સાંપ્રદાયિક ધર્મશ્રાદ્ધાની તે મારામાં અપેક્ષા રાખે છે તેવી ધર્મ શ્રદ્ધાનો હું દાવા કરી શકું એમ નથી એ મારે જરૂર કબુલ કરવું જોઈએ. વળી જો અપેક્ષિત ધર્મશ્રાધ્ધા મારામાં હોત તે હું આજે જે છું તે ન હોત. એમ છતાં એનો અર્થ એવો ન કરવા ઘટે કે જૈન ધર્મ
માટે કે તેના પ્રરૂપક ભગવાન મહાવીર માટે મને એછે આદર છે. આમ બની જ ન શકે, કારણ કે, એ વડે તો મારૂ ઘડતર થયું છે. જો ભૌતિક મૂલ્યોથી વિશેષ એવા પારમાર્થિક મૂલ્યોનો સ્વીકાર અને તેને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન હોય, જો શરીરથી ઈતર એવા ચૈતન્યના અસ્તિત્ત્વનો સ્વીકાર અને તદનુસાર જીવનનિષ્ઠા હાય આને જા ધર્મશ્રદ્ધા કહેવાતી હોય તે આવી ધર્મશ્રદ્ધાનો હું ઉપાસક છું. વસ્તુત: દરેક માનવીને તેના જન્મ બાદ તેની આસપાસ ચોકકસ ધાર્મિક માન્યતાઓ અને વલણાનું કોકડું બંધાતું જાય છે અને તે કોકડામાં રહીને તે પોતાના વિકાસ સાધે છે. આ કોકડાનું બંધન અમુક હદ સુધી તેના વિકાસને ખૂબ સહાયક અને પૂરક બને છે. પણ આખરે જો તેને મુકત એવા વૈચારિક વ્યોમવિહાર કરવો હોય તો આ કોકડામાંથી તેણે બહાર નીકળવું જ રહ્યું. મારી અભીપ્સા અને પ્રયત્ન કાંઈક આ પ્રકારનાં રહ્યાં છે.
હું તો કોણ માત્ર? પણ આજે દેશમાં એવી અનેક વ્યકિતઓ છે કે જેનામાં કહેવાતી સાંપ્રદાયિક ધર્મશ્રાદ્ધાની ત્રુટિ દેખાય છે અને એમ છતાં તેમના જીવનમાં અદ્ભુત ઊર્ધ્વલક્ષી પ્રતિભા જોવામાં આવે છે. દા.ત. પંડિત જવાહરલાલ નહેરુ કે શ્રી જ્યપ્રકાશ નારાયણ. આવી વ્યકિતઓને સમજવામાં—તેમની જીવનવિભૂતિને યથાસ્વરૂપ ગ્રહણ કરવામાં ઉપયોગી થાય એ હેતુથી, મારી જાતને અનુલક્ષીને કઈક સંકોચ સાથે આટલા અંગત ઉલ્લેખ કર્યો છે.
પરમાનંદ