________________
તા. ૧૬-૧૨-૧૫
પ્રબુદ્ધ જીવન
જો
.
૨. ભણાવવું નહિ પણ ભણવા દેવું એટલે સ્વયંશિક્ષણ, ૩. જીવન એનુભોમાંથી શીખવું અને જ્ઞાન મેળવવું. ૪. નિર્ભયતા, ૫. સહાનુભૂતિ, ૬. બધા જ પ્રકારના દંડને અભાવ, ૭. હરીફાઈ - ઈનામ-લાલચને તિલાંજલિ, ૮. પરીક્ષાઓના ભયમાંથી મુકિત, ૯. શિક્ષક - વિદ્યાર્થીએના પ્રેમભર્યા અને મૈત્રીભર્યા સંહાં, ૧૦. શરીર, મન, બુદ્ધિ, અને લાગણીના વિકાસ માટે વિવિધ પ્રકારનું વાતાવરણ, ૧૧. હોથ- પગ ચલાવવાની તાલીમ, ૧૨. રામમહાભ્ય, ૧૩. ઉદ્યોગ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓના સંસ્કાર મળે અને ટેવ કેળવાય તેવાં આયોજને, ૧૪. સમૂહ જીવનની તાલીમ અને જવાબદારીની સમજણ આવે,ને વધે અને એક જવાબદાર વ્યકિત તરીકે સમાજમાં વિદ્યાર્થીઓ જીવી શકે એ માટે વિદ્યાર્થીમંડળે, અને તેનાં જવાબદારીનાં કામની વહેંચણી, ૧૫. સ્ત્રી-પુરુષની સમાનતા અને સહજીવનની કેળવણીનાં સંસ્કારનાં મૂળ નંખાય તે માટે બાલ્યાવસ્થાથી જ સહશિક્ષણને સ્વીકાર.
૧૯૪૭માં આપણે દેશ આઝાદ થયા બાદ આજસુધીમાં રાજ્ય સરકારે નીમેલી શિક્ષણને લગતી અનેક સમિતિઓ ઉપર હરભાઈએ કામ કર્યું છે. ૧૯૫૮ થી ૧૯૬૪ સુધી મુંબઈની સંયુકત વિધાન પરિ- - પદના તેઓ સભ્ય રહ્યા છે. ૧૯૬૩-૬૪ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઈયુનિવર્સિટીની રચના સમિતિના એક સભ્ય તરીકે હરભાઈએ ઉપયોગી કામગીરી બજાવી છે. - શ્રી હરભાઈ ઘરશાળા સંચાલન મંડળના આજીવન પ્રમુખ છે. આ ઉંમરે પણ તેઓ ઘરશાળાના બહોળા વહીવટનું જાતે સંચાલન કરી રહ્યા છે, અને શૈક્ષણિક કર્થના અનુસંધાનમાં અમદાવાદ, વડોદરા, મુંબઈ અને દિલ્હી સુધી અવારનવાર પ્રવાસ કરવાનું તેમના ભાગે આવે છે. ૧૯૬૦ની સાલમાં ભાવનગર કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી તેના પણ તેઓ પ્રમુખ છે. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં હરભાઈ હતા ત્યારે ૧૯૨૬ની સાલથી શરૂ કરવામાં આવેલ ‘છાત્રાલય” માસિકના તેઓ મુ. નાનાભાઈ સાથે સહમંત્રી હતા. ૧૯૩૫માં અબરામાં પરિષદ પછી સૂરત ખાતે શરૂ કરવામાં આવેલ ‘નૂતન શિક્ષણ’ ના શ્રી ચંદ્રવદન ચુનીલાલ શાહ સાથે આજ સુધી તેઓ સહતંત્રી રહ્યા છે. ૧૯૩૯માં ઘરશાળાની સ્થાપના સાથે શરૂ કરવામાં આવેલ “ઘરશાળા” માસિકનું તેઓ ત્યારથી આજ સુધી કુશળ સંપાદન કરી રહ્યા છે. તેમની બહુલક્ષી પ્રજ્ઞા છે. માત્ર શિક્ષણ
અથવા તે કેળવણીના વિષય ઉપર જ નહિ પણ જાતીય વિજ્ઞાન, મનો- વિશ્લેષણ વગેરે અનેક વિષય ઉપર તેમણે પાર વિનાનાં લખાણો લખ્યાં છે અને તેમાં કેટલુંક પુસ્તકાકારે પ્રગટ થયું છે. આજે પણ તેમને લેખન વ્યવસાય એકસરખો પ્રવાહબદ્ધ ચાલ્યા કરે છે. સદ્ભાગ્યે તેમનું શરીર પણ હજુ સુધી પૂરી કાર્યક્ષમતા ધરાવે છે. આવા મોરા પુરાણા મિત્ર હરભાઈ અને તેઓ જેના પ્રાણ છે એવી ઘરશાળા સંસ્થાને આ રીતે પરિચય આપતાં હું અને ગૌરવ અનુભવું છું. અત્તમાં એ જ પ્રાર્થના કે હરભાઈ સુરક્ષિત આરોગ્યપૂર્વક શતાયુ બને અને ઘરશાળા ઉતરોત્તર ઉત્કર્ષનાં નવાં નવાં સીમાચિહને સર કરતી રહે.
પરમાનંદ આચાર્ય રજનિશજીનાં પ્રવચન આચાર્ય રજનિશજી આવતી તા. ૨૮ ડિસેમ્બરના રોજ મુંબઈ આવી રહ્યા છે. તેમનાં જાહેર પ્રવચને કેટમાં, મ્યુઝિયમ સામે, કાવસજી જહાંગીર હોલમાં તા. ૨૮ મી એ સાંજે, તા. ૨૯, ૩૦ સવારે તથા સાંજે અને તા. ૩૧ સવારે જીવનજાગૃતિ કેન્દ્રના ઉપક્રમે યોજવામાં આવેલાં છે. સવારને સમય ૮-પ૦ થી ૧૦-૦ અને સાંજને સમય ૬-૩૦ થી ૭-૩૦ રાખવામાં આવેલ છે. સંધના સભ્યો તેમજ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકને–
સરનામે નવા છપાવવાના હોઈ સભ્ય તથા ગ્રાહકોને પિતાના સરનામામાં જે કાંઈ ફેરફાર હોય અથવા નજીવી પણ ભૂલ રહેતી હોય તે તે સત્વરે કાર્યાલયને જણાવવા આથી વિનંતી કરવામાં આવે છે.
વ્યવસ્થાપક.
થોડાંક અવલોકને
ફલિત કે અંધવિશ્વાસ આ હિદી પુસ્તકના લેખક છે શ્રી શાન્તપ્રકાશ સત્યદાસતેને પ્રાપ્તિસ્થાન છે અનન્તાનંદ પ્રકાશન, રિંગનેદ (૨તલામ મધ્ય પ્રદેશ), અને તેની કિંમત છે. રૂ. ૨-૫૦..
આ પુસ્તકની નીચે મુજબ પ્રસ્તાવના છે:રાશિ-કંડલી સે ભવિષ્ય કહે જો બતાતે હમેં મુહૂર્ત, ઉન્ડે સમઝિયે દુનિયા ભરકો ઠગને વાલે પકકે ધૂર્ત. '
ઠા સારા સ્વપ્ન શાસ્ત્ર છે, જઠા રેખાકા લેખા, . શકુનેમેં કયા શકિત અરે, અપના ભવિષ્ય ક્સિને દેખા?
સંયમ એર સમઝદારી સે હોતી હૈ ઘરમે શાન્તિ, : * “નવગ્રહાંકી શાન્તિ કરે ગૃહશાન્તિ” અરે યહ સચમુચ ભ્રાન્તિ.
બસ યહી સબ કુછ હૈ-ઈસ છોટીસી પુસ્તક મેં. -
આ રીતે આપણા દેશમાં રાશિ-કુંડલી નામ પર, મુહૂર્તના નામ ઉપર, સ્વપ્નશાસ્ત્રના નામ ઉપર, હસ્તરેખા તથા સામુદ્રિક શાસ્ત્રના નામ ઉપર, શક નશાસ્ત્રના નામ ઉપર જે માન્યતાઓ અને વહેમ ચાલે છે તે કેટલા પાયાવિનાના અને પિકળ છે તેને આ પુસ્તકમાં એક વિસ્તૃત આલોચના દ્વારા સચોટ ખ્યાલ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પુસ્તકમાં અસફળ બનેલી ભવિષ્યવાણીઓના તેમ જ સફળ બનેલી ભવિષ્યવાણીઓએ નીપજાવેલી ભયંકરતાના સચોટ દન્તો આપીને ભવિષ્ય જાણવાની માનવજાતમાં રહેલી ઘેલછાની અનર્થકારકતા ભારે અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. ભાષા જોશીલી તથા પ્રચારલક્ષી છે. આપણો દેશ કે જ્યાંનું પ્રજાજીવન અનેક વહેમ અને પાયાવિનાની માન્યતાઓ અને અંધશ્રદ્ધાથી અત્યન્ત કલુષિત છે ત્યાં આવા વહેમનિમૂલક સાહિત્યની ખૂબ જરૂરી છે. લોકો પોતાના જીવન વિશે બુદ્ધિપૂર્વક વિચાર કરતાં થાય અને ચાલુ માન્યતાઓને કારણકાર્યના શાશ્વત કાનૂનના માપદંડથી કસતા થાય એ અત્યન્ત. આવશ્યક છે. આ શુભ હેતુથી પ્રેરાઈને લખાયેલા આ પુસ્તક માટે લેખકને અનેક ધન્યવાદ ઘટે છે.
: “ચમત્કાર અને વહેમ
આ ગુજરાતી પુસ્તકના લેખક છે શ્રી રતિલાલ મફાભાઈ શાહ, તેઓ માંડલનિવાસી છે. વર્ષોજુના શિક્ષક અને લેખક છે. 'પ્રબુદ્ધ જીવન'ના વાચકોને તેઓ સુપરિચિત છે. આ પુસ્તકનો આશય પણ પ્રજામાનસમાં ઘર કરી રહેલ ધાર્મિક લેખાતી કેટલીક માન્યતાઓ, વહેમ અને ચન્મત્કારઘેલછા કેટલી અવૈજ્ઞાનિક છે અને લોકોના પુરૂષાર્થને હાનિ કરનારી છે તેને તાર્કિક વિશ્લેષણ દ્વારા લોકોને ખ્યાલ આપવાનો છે. લોકમાનસમાં ઘર કરી રહેલી આ નબળાઈ પ્રજામાં વ્યાપક એવા અજ્ઞાન, પ્રારબ્ધવાદ અને સ્વતંત્ર રીતે વિચાર કરવાના અસામર્થ્યમાંથી પેદા થઈ છે. આ સર્વસામાન્ય નબળાઈઓને શ્રી રતિલાલ મફાભાઈ શાહે પિતાની જોશીલી ભાષામાં પડકારી છે અને આજની પરિસ્થિતિમાં આવા બંડખાર વિચારોને પ્રચાર અત્યંત આવશ્યક અને ઉપયોગી હોવાથી પ્રસ્તુત લેખસંગ્રહ પ્રગટ કરવા માટે શ્રી રતિલાલ મફાભાઈ શાહને ખરેખર ધન્યવાદ ઘટે છે. તેમના લખાણમાં, સંભવ છે કે, કોઈને કોઈ ઠેકાણે તર્કસંગતિને અભાવ લાગે; તેમણે મંત્ર તંત્ર અંગે જે વૈચારિક વિશ્લેષણ કર્યું છે તે, સંભવ છે કે, આજના માનસશાસ્ત્રની વિચારણા સાથે કોઈને બંસબેસનું ન લાગે. આમ છતાં પણ, ચાલ માન્યતાઓ અંગે બુદ્ધિપૂર્વક, તર્કપૂર્વક વિચાર કરવાને બદલે તે જેવી છે તેવી સ્વીકારી લેવાની જનસમુદાયની વૃત્તિ છે; ચમત્કારના તથ્યાતધ્યમાં ઉતરવાને બદલે તે જેવા સાંભળ્યા તેવા માની લેવાનું લોકસામાન્ય વલણ છેઆ વૃત્તિ અને વલણમાં રહેલ અજ્ઞાન, બધીરતા અને ગતાનુગતિકતા : તરફ આ લેખે સચોટતાપૂર્વક અને દલીલપુર:સર વાંચકોનું ધ્યાન ખેંચે છે. આ રીતે આ નાના સરખા પુસ્તકનું પ્રકાશન આવકારપાત્ર છે.
આ પુસ્તકની કિંમત રૂા. ૧ છે અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાંથી (૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩) મળી શકે તેમ છે. અજ્ઞાન, વહેમ, અને અંધશ્રદ્ધાના જાળામાંથી સમાજનાં સ્ત્રીપુરુષો મુકત બને અને સ્વતંત્ર બુદ્ધિ અને તર્કના પાયા ઉપર પોતાના સમર્થ: જીવનનું ઘડતર કરે આવી આકાંક્ષા સેવતા સુશિક્ષિત, નરનારી આ પુસ્તક જરૂર વસાવે અને તેને શકય તેટલો ફેલાવો કરે એવી તેમને પ્રાર્થના છે.
પરમાનંદ