SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ બુધ જીવન હરભાઈ અને ઘરશાળા ✩ ગયા નવેમ્બર માસની ૧૪મી તારીખે ભાવનગરની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા ઘરશાળાએ ગુજરાતના શિક્ષણપ્રધાન શ્રી ઈન્દુમતીબહેનના પ્રમુખપણા નીચે પેાતાના રજત જ્યન્તી સમારોહ ઉજવ્યો હતા. અને એ જ પ્રસંગે ઘરશાળાના સ્થાપક અને ગુજરાતના અગ્રગણ્ય કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદીને રૂા. ૧,૧૧,૧૧૧ ની રકમ સમર્પણ કરીને તેમનું બહુમાન કરાવમાં આવ્યું હતું. આ પ્રસંગે પાંચેક હજાર ભાઈ–બહેને ઉભય અવસરમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થયાં હતાં. આ રજત જયંતી મહોત્સવ અને સન્માન સમારભ છેલ્લાં બે વર્ષથી એક યા બીજા પ્રકારની અનિવાર્ય આપત્તિઓના કારણે મુલતવી રાખવો પડેલા અને આ વખતે પણ આજની કટોકટીને ધ્યાનમાં લઈને મૂળ આયોજનમાં વિચારવામાં આવેલ ત્રણ દિવસના ભરચક કાર્યક્રમના સ્થાને માત્ર એક સાદા સંમેલનથી સંતાપ માનવાનું વિચારવામાં આવ્યું હતું. આમ છતાં પણ પ્રસ્તુત સંમેલન વિશિષ્ટ વ્યક્તિઓની ઉપસ્થિતિથી અને પ્રસંગોચિત સુંદર વિવેચનાથી પૂરા અર્થમાં સફળ બન્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત થયેલા શ્રી. એચ . એમ . પટેલે, શ્રી ડૉલરરાય માંકડે, શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈએ (સ્નેહરશ્મિએ) શ્રી ચંદ્રવદન શાહે, શ્રી ચંદ્રભાઈ ભટ્ટ ! શ્રી ઉપેન્દ્ર ભટ્ટ તથા શ્રી જાદવજી મોદીએ શ્રી .હરભ'ઈને અત્યંત ભાવભરી અંજલિઓ આપી હતી અને ઈ. સ. ૧૯૧૬ થી માંડીને ૧૯૩૮ સુધી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન મારફત અને૧૯૩૯ થી આજ સુધી ઘરશાળા મારફત શિક્ષણના ક્ષેત્રમાં હરભાઈએ કરેલી વિપુલ સેવાની જુદી જ ુદી બાજુઓને બીરદાવી હતી. આ પ્રસંગે શ્રી હરભાઈ ત્રિવેદીને અર્પણ કરવામાં આવેલ માનપત્ર હરભાઈના વ્યકિતત્વને તેમ જ તેમના કાર્યને મિતાક્ષરી વાણીમાં રજુ કરતું હોઈન અને મિત્ર તરીકે, સાથી તરીકે, શિક્ષક તરીકે કે વિદ્યાર્થી તરીકે જે વિશાળ પરિવાર હરભાઈના સીધા સંપર્કમાં આવ્યા છે તેમના હરભાઈ પ્રત્યેના ભાવ યથાસ્વરૂપે રજુ કરતું હોઈને તે જેવું છે તેવું અહિં રજુ કરવું પ્રસ્તુત લાગે છે. “અમારા હરભાઇ! સાના હરભાઇ! આજે તમે ૭૫માં વર્ષમાં પ્રવેશ કરે છે; આજના મંગળદિન અમ સૌને માટે અતિ આનંદના પ્રસંગ છે. સન ૧૯૧૪માં તમે અધ્યાપન કાર્ય શરૂ કર્યું. છેલ્લાં એકાવન વર્ષમાં, અખૂટ સહાનુભૂતિ, ધીરજ અને પ્રેમને લીધે આત્મીયતા અનુભવનારાઓના વિશાળ સમુદાય તમારી ચામેર આપોઆપ ઊભા થયેલા છે. એમાંના અમે, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચાર્યા, નાગરિકો તેમ જ આપના અંગત મિત્ર આ? તમારું હૃદયપૂર્વક અભિવાદન કરીએ છીએ. તમા સા સા વર્ષ જીવે, આખર સુધી સંપૂર્ણ સ્વાસ્થ્ય ભગવા! કેળવણીના તમે મૌલિક ચિંતક છેઃ, તત્ત્વજ્ઞ છે, આર્ષદા છે. નવી કેળવણી દ્વારા જીવનમાં અમૂલ ક્રાન્તિ લાવવાના કાર્યમાં અગ્રિમ મશાલચી બની તમે મહામૂલો ફાળો આપ્યો છે. ભય, રાજા, વડીલશાહી, શિસ્તની જડતા, ભાષણખાર શિક્ષણ યોજના, પરીક્ષા પદ્ધતિનાં અનિષ્ટો વગેરે સામે તમે જીવનભર ઝઝુમી અનેક સુધારાઓ ચાલુ કરાવ્યા છે. જાતીય સમજણવાળુ' સહશિક્ષણ, સ્વાધ્યાયપ્રધાન શિક્ષણ યોજના તથા છાત્રાલયની કેળવણીમાં તમે અનેક સફળ પ્રયોગે કર્યા છે. આત્મભાન અપાવે, સર્જનશક્તિ ખીલવે તેવું મુક્ત અને પ્રેમાળ વાતાવરણ ઘરેઘર અને શાળાઓમાં બાળકને મળતું થાય તે માટે તમે વ્યાખ્યાન, પુસ્તકો તથા માસિકો દ્વારા સફળ આંદોલનો ક્ય' છે. એ રીતે નૂતન મનેાવિજ્ઞાન અને ૧૬-૧૨-૧૫ નૂતન શિક્ષણમાં તમે જે ફાળો આપ્યો છે તે ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેવાના છે. ભાવનગરની બહાર દેશિવદેશમાં ફરતી વખતે ખ્યાલ આવે છે કે અઘતન માનસ અને શિક્ષણશાસ્ત્ર ઉપર વૈજ્ઞાનિક રીતે થયેલા તમારા પ્રયોગો માત્ર ભાવનગર માટે જ નહિ, દેશ અને દુનિયાને માટે નવીન દિશા સૂચવતા હતા. અમે તે માટે ગર્વ અનુભવીએ છીએ. તમે અમારા સૌના મિત્ર છે; એથી ‘આપ’ ‘પૂજ્ય’ કે ‘માન નીય' શબ્દો તમારા માટે વાપરવા મને ગમ્યા નથી. કારણ, તમારા વ્યવહારમાં ક્યાંએ વડીલશાહીએ સ્પર્શ જ કર્યો નથી. તમે સદાય અમારા ‘હરભાઈ’ રહ્યા છે. અમારા એ હરભાઈ દીઘાર્યુ બના; યૌવનની તાઝગીભરી તમારી જીવનદષ્ટિનો પ્રકાશ સૌને ચિરકાળ દેતા રહે ! ઘરશાળા રજતજયંતી તથા શ્રી હરભાઈ સન્માન સમિતિ વતી ભાવનગર તા. ૧૪-૧૧-૬૫ અધ્યક્ષ : શાંતિલાલ મંગળદાસ' આવા હરભાઈ અને તેમનું સર્જન ઘરશાળાના પ્રબુદ્ધ જીવનના વાચકોને કાંઈક નિક્ટ પરિચય થાય તે હેત્તુથી તે બન્નેને લગતી થાડી માહીતી અહીં આપવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય. હરભાઈનો જન્મ ૧૮૯૧ના નવેમ્બર માસની ૧૪મી તારીખે વરતેજ મુકામે થયો. મારાથી આ રીતે તે ઉંમરમાં બે વર્ષ માટા. અમે ભાવનગર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં સાથે ભણેલા, હું ૧૯૦૯માં મેટ્રીક પાસ થઈને મુંબઈ ભણવા ગયો. હરભાઈ સમયાન્તરે ભાવનગરની શામળદાસ કૉલેજમાં બી. એ. થયા. ૧૯૧૦માં ભાવનગરમાં શ્રી. દક્ષિણામૂતિ વિદ્યાર્થીભવનની એક છાત્રાલયના આકારમાં સ્વ. શ્રી. નાનાભાઈ ભટ્ટે સ્થાપના કરેલી. ૧૯૧૬માં એ સંસ્થા સ્વતંત્રપણે જાહેર કેળવણી આપતી સંસ્થા બની અને મુ. નાનાભાઈ તથા સ્વ. ગિજુભાઈના આવાહનથી ૧૯૧૭માં હરભાઈની દક્ષિણાતિવિદ્યાર્થી - ભવનમાં આજીવન સભ્ય તરીકે જોડાયા અને સમય જતાં વિનયમંદિરના આચાર્ય બન્યા. ૧૯૨૬માં તેમણે વિનયમંદિરમાં ‘ડાલ્ટન પ્લાન’ના નામે ઓળખાતી સ્વાધ્યાય યોજનાના પ્રયોગ શરૂ ક્યોં. શ્રી નાનાભાઈ, ગિજુભાઈ તથા હરભાઈ—એ ત્રિપુટીના સંચાલન નીચે દક્ષિણામૂર્તિએ બાલ કેળવણીથી માંડીને વિનયમંદિર સુધીની સમગ્ર કેળવણીને નવું રૂપ–નવો આકાર-આપ્યો અને નૂતન શિક્ષણના નામે ઓળખાતી એક નવી આબોહવા પેદા કરી. ૧૯૩૯ની સાલમાં ભાવનગર ખાતેના દક્ષિણામૂતિ વિદ્યાર્થી ભવનને સિવર્સજત કરીને નાનાભાઈ ભટ્ટ અંબાલા ગયા અને ત્યાં ગ્રામ દક્ષિણામૂતિની સ્થાપના કરી. આથી ભાવનગરમાં જે ખાલીપણું-vaccume—પેદા થયું તેની પુરવણી કરવાના મનોરથ ત્રણ મિત્રના દિલમાં પેદા થયો: શ્રી હરભાઈ ત્રિવેદી, સ્વ. માણેકલાલ હરગેવિંદ પંડયા અને તેમના ભાણેજ શ્રી ઉપેન્દ્ર જી. ભટ્ટ જેઓ અમારા વર્તુલમાં મસ્તરામભાઈ તરીકે ઓળખાતા (એ વખતના ભાવનગર રાજ્યના એક્ઝીક્યુટીવ એન્જિનિયર અને દક્ષિણામૂતિ વિદ્યાર્થીભવનના પ્રારભના દિવસોના એક વિદ્યાર્થી) આ ત્રણેના સહકારના પરિણામે શ્રી હરભાઈના મુખ્ય સંચાલન નીચે ‘ધરશાળા’ના ૧૯૩૯માં જન્મ થયો. આ ઘરશાળાએ આજે ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે અને તે અનેક રીતે ફાલીફ લી છે. આજનાં તેનાં મુખ્ય અંગો છે: ૧. બાળમંદિર, ૨. કુમારમંદિર, (બુનિયાદી શાળા), ૩. હાઈસ્કૂલ (વિનયમંદિર વિવિધલક્ષી શાળા), ૪. બાલ અધ્યાપન મંદિર, ૫. બુનિયાદી અધ્યાપન મંદિર, ૬. છાત્રાલય, તથા ૭. મંગળ પુસ્તકાલય. જે મુખ્ય મુખ્ય સિદ્ધાન્તો પર અને જે દષ્ટિ નજર સમક્ષ રાખી સંસ્થાના તમામ વિભાગે ચાલે છે અને એ આ સંરથાની જેવિશેષતાઓ છે તે આ પ્રમાણે છે. ૧. વ્યકિતગત વિકાસ માટે પૂરતું સ્વાતંત્ર્ય,
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy