________________
તા. ૧૬-૧૨-૬૧
તો પછી સાધનાને માટે વખત ક્યાંથી મળે? મારે તે સાધના કરવી છે, તપશ્ચર્યા કરવી છે. જે આસને આપણે બેઠા હોઈએ એ આસન એક દિવસ આગમાં સળગી જશે. નાક બંધ કરીને નાભિશ્વાસ... હું કોઈની નિન્દા કરતો નથી. તેાયે શું ખબર છે?
એણે જાતે જ પાછું બાલવા માંડયું. “સમય પ્રમાણે અને ભૂખ પ્રમાણે ખાવું સારું. એથી શરીર અને મન બન્ને સ્વસ્થ ને તાજાં રહે... ધારો કે ખૂબ ઠંડી છે, શિયાળાનો વખત છે, અથવા ધારા કે રાતે ઊંઘ આવતી નથી, ત્યારે સમજી શકાય...ના, હું કોઈની નિન્દા કરતા નથી. દાદા ! પણ એવું કાંઈ હોય ને ગાંજો પીધો હોય ત સમજી શકાય. એવે ટાણે એ પાપ નથી. પાપ કહેવાથી જ પાપ થાય છે? એમ તે કોણ પીતું નથી ?”
મે કહ્યું. “હાસ્તો વળી.”
“હું કાંઈ પહેલાં ખાતા નહાતો. પહેલાં તો કાંઈ અનુકૂળ જ ન આવે. એ તા ટેવના સવાલ છે. “હેબીટ ઈઝ ધ સેકંડ નૅચર”
બુર વન
હા...હા...હા... તમને તે બધું ખબર છે દાદા! તમે તો ભણેલાગણેલા છે.” બાલતાં બોલતાં એણે એકાએક કહ્યું. “તે દિવસ થોડો ગાંજો ખરીદ્યો હતો, એ રહ્યો મારી પેટીમાં, પણ પીવાની મને ઈચ્છા થતી નથી. એ તે બૂરી આદત કહેવાય. આજે જોયું - ખૂબ ઠંડી છે, થોડોક ગાંજો પી લઉ, દાદા ? ”
નિર્જન, નિસ્તબ્ધ રાત્રીનું ચારે બાજુ સામ્રાજ્ય હતું. ગંગાના પ્રવાહના ધ્વનિ આટલે દૂરથી પણ સ્પષ્ટ સંભળાતા હતા. (ક્રમશ:) મૂળ બંગાળી :
અનુવાદક :
ડૉ. ચંદ્રકાન્ત હ. મહેતા
✩
શ્રી પ્રબાધકુમાર સન્યાલ
પ્રકી નોંધ
મહાનુભાવ વેલજીભાઈ
હજુ થોડા સમય પહેલાં તા૦ ૧૬-૧૦-૬૫ના રોજ સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલની સ્થાપનાથી આજ સુધીના વિકાસ અને ઉત્કર્ષ સાથે જેમનું જીવન જોડાયલું છે એવા શેઠશ્રી ગોરધનદાસ ભગવાનદાસનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સવા મહિનાના ગાળાની અંદર તા. ૨૧-૧૧-૬૫ના રોજ શ્રી હીરજી ભાજરાજ એન્ડ સન્સ કચ્છી વીશા ઓશવાળ જૈન છાત્રાલયના સુવર્ણમહાત્સવ પ્રસંગે, એ સંસ્થાના આદ્યસ્થાપક, પ્રમુખ અને ટ્રસ્ટી શેઠ શ્રી વેલજી લખમસી નષ્કુનું શેઠ શ્રી દેવજી રતનશીના પ્રમુખપણા નીચે જાહેર સમાન અને શ્રી વેલજીભાઈની અર્ધપ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. બન્ને એક જ કોટિના માનવવિભૂતિ, બન્ને ગર્ભશીમંત હોવા છતાં જીવનભરના પરમાર્થકાર્યને વરેલા, એકની ઉમ્મર ૭૮ વર્ષની, અન્યની ઉમ્મર ૭૬ વર્ષની, એકની સેવા એક જ પ્રવૃત્તિ પૂરતી સીમિત, અન્યની સેવાઓ, અંગત વ્યાપાર વ્યવસાયની દેખભાળ ઉપરાંત, અનેક સેવાક્ષેત્ર સાથે સંકળાયલી. બન્ને એટલા જ સૌજન્ય અને શીલ વડે સંપન્ન નરપુંગવા.
શ્રી વેલજીભાઈનો ૧૮૮૯ના ઓકટોબર માસની ૧૪મી તારીખે જન્મ થયેલા. જન્મે સ્થાનકવાસી કચ્છી જૈન. ૧૯૦૯માં મેટ્રીક થયા, ૧૯૧૧માં પ્રથમ એલ. એલ. બીની પરીક્ષા તેમણે પસાર કરી અને ત્યાર બાદ સેાલીસીટર થવા માટે આર્ટીકલ્સ સાઈન કરેલા પણ અંગત ‘સંયોગા તેમને કુટુંબના વ્યાપારવ્યવસાય તરફ ખેંચી
ગયા અને સેાલીસીટર થતા તેઓ રહી ગયા. વ્યાપારવ્યવસાયમાં પડવા સાથે તેમના જાહેર જીવનની પણ શરૂઆત થઈ ચુકી. ૧૯૧૨માં કેળવણી ફંડની શરૂઆત કરી જેણે આગળ જતાં શ્રી ધનજી દેવશી કેળવણી ફંડના આકાર લીધા, અને ૧૯૧૫માં એ ફંડ દ્વારા જૈન બોર્ડિંગની બે વિદ્યાર્થીઓથી સ્થાપના કરી. આ સંસ્થા ફાલતી ફલતી ગઈ અને તેના ઉપક્રમે અનેક છાત્રાલયો અને શિક્ષણસંસ્થાઓ આજસુધીમાં નિર્માણ થઈ ચુક્યાં. આમ કચ્છી સમાજને—ખાસ કરીને કચ્છી વીશા ઓશવાલ કોમના ઉત્કર્ષ સાધવાની દિશાએ તેમના આજ સુધી એક્સરખા અસાધારણ પુરુષાર્થ રહ્યો છે અને માટુંગા ખાવેલ શ્રી હીરજી ભાજરાજ એન્ડ સન્સ કચ્છી વીશા ઓશવાળ જૈન છાત્રાલય, જે પેાતાના આજે સુવર્ણ મહોત્સવ ઉજવી રહેલ છે તે તેમની અખંડ સવાનું ચિરસ્મરણીય સ્મારક બન્યું છે.
શ્રી વેલજીભાઈ ધર્મપરાયણ અને પ્રકૃતિથી અમુક અંશે સ્થિતિ— ચુસ્ત હેાઈને, જૈન સ્થાનકવાસી સમુદાય પ્રત્યે તેમના સવિશેષ પક્ષપાત રહ્યો છે. વ્યાપારના ક્ષેત્રમાં ખાસ કરીને દાણાના અને તેલીબીયાંના વ્યાપારી વર્તુલમાં તેમણે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે અને એ કારણે ગ્રેઈન એન્ડ ઓઈલ સીડ્ઝ મરચન્ટ્સ એસસીએશનના ઉપપ્રમુખ, પ્રમુખ અથવા તો ટ્રસ્ટીના નાતે, તેઓ તે સંરથાના આજ સુધી મુખ્ય સૂત્રધાર રહ્યા છે. બીજી અનેક પ્રેમી તેમ જ સાર્વજનિક સંસ્થાઓ સાથે પણ તેમના નિકટ સંબંધ રહ્યો છે. જીવનના પ્રારંભથી તેઓ પ્રખર રાષ્ટ્રવાદી રહ્યા છે અને રાષ્ટ્રીય મહાસભા સાથે તેમને આજ સુધી અતૂટ સંબંધ એક યા બીજા પ્રકારે ચાલુ રહ્યો છે. તેઓ અમુક સમય માટે—ઘણુંખરું સવિનય સત્યાગ્રહની લડત દરમિયાન–અખિલ હિંદ મહાસભા સમિતિના કોષાધ્યક્ષ હતા અને મુંબઈ પ્રદેશ સમિતિના વર્ષોથી આજ સુધી તેઓ ટ્રસ્ટી રહ્યા છે. મુંબઈની કોરપોરેશનમાં પણ તેઓ એક વખત સભ્ય હતા. આમ તેમનું સમગ્ર જીવન અનેક પ્રદેશને જળર્સીંચન કરતી અને એ રીતે ફળદ્રુપ બનાવતી સતત વહેતી માતા ભાગીરથી જેવું ધન્યતા અનુભવી રહ્યું છે, ધન્ય બની રહ્યું છે.
તેમની લાંબી જીવનકારકીદિમાંથી નોંધવાલાયક અનેક બાબતો ભરી પડી છે, પણ તે સર્વના વિગતવાર ઉલ્લેખ માટે અહિં અવકાશ નથી. એટલે તેમના જીવન અંગેના એક મહત્વભર્યા સ્મરણનો અહિં ઉલ્લેખ કરીને હું સંતેષ માનીશ, ભારતને પ્રાપ્ત થયેલી આઝાદીના સક્રિય કાર્યક્રમનો ઈતિહાસ ત્રણ તબક્કાઓમાં વહેંચાયલા છે.
કૉંગ્રેસનું સૂત્ર ૧૯૧૬-૧૭ની સાલમાં ગાંધીજીના હાથમાં આવ્યું ત્યાર પહેલાં કોંગ્રેસ કેવળ શુભેચ્છાસૂચક ઠરાવા ઘડતી અને સરકારી વહીવટ અંગે વાંધાવિરોધ રજૂ કરતી એક નિરૂપદ્રવી સંસ્થા હતી. ગાંધીજીના નેતૃત્વના પ્રારંભ થવા સાથે કૉંગ્રેસે સીધા પગલાં તરફ્ તિ કરવાને લગતું મહાપ્રસ્થાન શરૂ કર્યું. અપીલ, યાચના અને અનુરોધના યુગ પુરો થયા અને સરકારી સાને પડકારવાનો યુગ શરૂ થયો. આ મહાપ્રસ્થાનના પહેલા તબકકા દેશવ્યાપી અસહકારના પ્રચંડ આંદોલનને હતા, બીજો તબક્કો ૧૯૩૦-૩૨ વિનય સત્યાગ્રહના હતા; ત્રીજો તબકકો ૧૯૪૨-૪૪ન કવીટ ઈન્ડિયાને—હિદ છેાડાના હતા.
શેઠશ્રી વેલજી લખમશી નપું
આ અસહકારના પહેલા તબક્કા દરમિયાન તેને લગતી ચળવળનું મુખ્ય મથક મુંબઈ હતું. અને તેના નેતા શ્રી વેલજીભાઈ