SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨-૬૫ કરવું પડયું. એના અમારે જઈને જાઉં છું તો, એક પાત્રામની ખાલીમાં તે કયાંય નહોતી. દાનને વિષે આટલી બધી ખેંચતાણ છે તેથી તે એની કિંમત છે. " - આખરે નિરાશ હૃદયે બ્રહ્મચારીને પાછા ફરવું પડયું. એના મેઢા પરના ભાવ જોઈને હું ડરી ગયો. રસ્તામાં એને જે ઉત્સાહ ને આનંદ હતું, એ બધે લુપ્ત થઈ ગયો. એને કંઠ ભરાઈ આવ્યું હતો, જાણે સર્વસ્વ ગુમાવ્યું હોય તેમ હતાશાથી પ્લાન એવી દષ્ટિ મારી સામે સ્થિર કરીને એણે કહ્યું, “ત્યારે હવે પાછા ફરે. ફકત પાંચસાત રૂપિયા લઈને કે આટઆટલા દહાડાને રસ્તે... ત્યારે. પાછા જ જાઉને?” મારું મન દુ:ખી થઈ ગયું. મેં કહ્યું, “પાછા ગયા વિના બીજો કોઈ ઉપાય નથી, ને ભૂખે પેટે કાંઈ રસ્તાની મજલ થોડી થાય છે . જ હોય છે. જ્યારે મારે એ બૂઝાય તમાકેજવાબ આપ્યો. “ભક ઇ” ન પરાવલંબી મેટું એવું જ હોય છે. જ્યારે એમાં આશા જ્વલંત, હોય છે, ત્યારે એ દાવાનળનું રૂપ લે છે, અને જ્યારે એ બૂઝાય. છે, ત્યારે એ ભસ્મને પૂંજ બની જાય છે. બ્રહ્મચારી જ્યારે એક નાના બાળકની જેમ મારી જોડે જોડે ચાલવા લાગ્યું, ત્યારે મને, સ્પષ્ટ અનુભવ થયો કે એને ભગવાન-વિષયક વિશ્વાસ ડગી ગયો, હતો. સદાવ્રત ન મળવાથી એનું સાચું રૂપ મને અકારું લાગવા માંડયું. નીલધારાને કાંઠે આવીને અમે બેઠાં. નદી પર અંધકાર છવાયા હતો, તરંગે આછા હતા, પાણીમાં નક્ષત્રોનું તેજ ઝગારા મારતું હતું, વાતાવરણ રહસ્યમય ને ભય ઉત્પન્ન કરે એવું હતું. પર્વતની ગંભીર ગુફામાંથી કાળું પાણી કોઈ જંગલી જંતુની જેમ ચીત્કાર કરતું દોડયું આવતું હતું. પ્રવાહના અવિશાન્ત શબ્દથી ચારે દિશાએ ગૂંજી ઊઠતી હતી. કાંઠે દૂર દૂર સુધી સન્યાસીએ ધૂણી ધખાવીને, ને આસન જમાવીને બેઠેલા નજરે પડતા હતા. નિરુદ્વેગ, નિબીડ શાંતિનું સામ્રાજય વ્યાપેલું હતું. તપ કરવા માટે એ સ્થાન ઘણું ગ્ય હતું. * એક મેટા પથ્થર પર અમે બન્ને જણા ચૂપચાપ બેસી રહ્યા. પથ્થરમાંથી જળ પસાર થતું હતું. મારે એકલા જ જવાનું હતું. પેલાને તે બિચારાને પાછા જવાનું હતું. પણ એને કયા શબ્દોમાં આશ્વાસન આપવું તેને હું વિચાર કરતો હતે. ખરેખર આ બાબતમાં તે આશ્વાસન આપવા જઈએ તો યે એને એમ લાગે કે મારી મજાક કરે છે! પણ મારી આ મૂંઝવણને ઉકેલ એણે જ કરી દીધા. અંધારામાં એની આવેગથી વ્યાકૂળ એવી આંખે ઊંચી કરીને મારો એક હાથ પિતાના હાથમાં લઈને બોલ્યો, “દાદા! મારી આ બધી મહેનત ફેગટ ગઈ, મારે પાછા જવું જ પડશે ને? તમે શું કહો છો?” મેં કહ્યું, “એને જ તે હું વિચાર કરું છું.” એણે કહ્યું, “હું સારા કુટુંબને છેક છું, આમ છતાં તમારી આગળ મારે લાચારીથી કહેવું પડે છે,” જો મોકો મળશે. તે તમારું બધું દેવું હું ભરપાઈ કરી દઈશ, પણ હું પાછો તે નહિ જ જાઉં. રસ્તામાં. મારે ઉપવાસ ન કરવું પડે, એટલું તમે સંભાળી લે એટલી મારી વિનંતિ છે, પણ હું પાછો નહિ જાઉં દાદા કેટલું દુ:ખ વેઠીને આવ્યો છું તેની તમને શી વાત કહું?. છો માઈલને રસ્તે પગે ચાલીને હરિદ્વાર આવ્યો.. હવે બીજો કોઈ આરો નથી દાદા ! સમજ્યાને? મને એક જ ઈચ્છા છે. મને મનગમત એક મઠ તૈયાર કરી જાઉં. ઘણા સમયથી બદરીનારાયણ જવાની ઈચ્છા હતી, કેટલાય સમયથી મનમાં મનમાં એના જ જાપ* જીપતે હતે.” , ' , , શરીર ખંખેરીને હું ઊઠયો ને મેં કહ્યું “ચાલે ત્યારે જે થવાનું હશે તે થશે, પાછા ફરવાની હવે જરૂર નથી. જે ઉપવાસ કરવો પડે એમ હોય તે આપણે બન્ને જણા સાથે ઉપવાસ કરશે, ચાલે રાતવાસા માટે એકાદ સારી જગ્યા શોધી કાઢીએ.” - - નિ:સીમ કૃતજ્ઞતાથી બ્રહ્મચારીએ ફકત એટલું જ કહ્યું. “ચાલે જગ્યા બહુ સાંકડી હતી. અંધારામાં બેઠાં બેઠાં કેટલાક ગઢવાલી મજૂરો ઘાંટાઘાંટ કરતાં હતાં, પણ અમને જોતાં જ તેઓએ દૂર ખસીને અમારે માટે જગ્યા કરી આપી.. અંદર જઈને જોઉં છું તે, એક યાત્રાળુઓની ટુકડી હતી. એ લોકો બંગાળીમાં વાત કરતા હતા. તે જોઈને એમની ખાલીમાં હું પેઠે. એક વયોવૃદ્ધ વ્યકિતએ મને આગ્રહ કરીને ત્યાં બેસાડયો. ખોલીમાં અહીંતહીં ખૂણેખાંચરે મળીને પંદરેક સ્ત્રીઓ સૂતી હતી. મેં પૂછયું, “તમે લોકો કયાંથી આવો છો?” કાલીઘાટથી,” “તમે ?” “હું કાશીથી આવું છું ને આ ભાઈ તે સાધુ છે.” એ માણસની, દાઢી ઘણી મોટી હતી. યાત્રીની જેમ માથા પર વાળ વધાર્યા હતા. ગેરૂઆ રંગનાં કપડાં પહેર્યા હતાં. શરીર પર ગરમ સ્વેટર હતું. પગમાં એણે પહેરેગીરની જેમ ગરમ પટીઓ બાંધી હતી. એ તમાકુ હથેળીમાં મસળતો હતો. એણે મને પૂછયું, “તમે કેવા ?” મેં જવાબ આપ્યો. “બ્રાહ્મણ..” “અરે અરે આ શું કરે છે? હું તે ઉમરે તમારા કરતાં ઘણું નાનું છું.” ભલેને! પણ બ્રાહ્મણના સંતાન તો ખરા ને? ” એમ કહીને એણે બળપૂર્વક મારી ચરણરજ લઈને પિતાના માથા પર મૂકી. એણે કહ્યું, “હું તે બુઢા થઈ ગયો, આટલી બધી સ્ત્રીઓને લઈને મુશ્કેલ માર્ગ કાપવાને છે, મહેરબાની કરીને જરા સંભાળ રાખજો, તમે તે રસ્તાના સાથી છો.” પછી એની થેલીમાંથી બે બીડી કાઢીને એણે મને આપી. એની જોડે થોડી વાતચીત કરીને હું બહાર આવ્યો. દીવ સળગાવવા માટે કાંઈ સાધન નહોતું. અંધારામાં કામ ઓઢીને બન્ને જણ એકબીજાની પડખે સૂતા. બ્રહ્મચારીએ એક હાથ નાંખી ને નસ્કોરાંમાંથી દીર્ધ નિવાસ નાંખી એની રોજની ટેવ પ્રમાણે એ બોલ્યો, “ૐ નમે નારાયણાય, ૐ તત્સત્ .' મેં કહ્યું “આપણને તો રસ્તો ખબર નથી. જઈશું કઈ તરફ?” “એક જ રસ્તો છે. બીજો કોઈ રસ્તો જ નથી. પૂરા વિશ્વાસથી જઈશું દાદા! એમાં બીવાનું શું છે? નમે નારાયણાય.” ઘણી ઘણી વાત કરી. રસ્તે થયેલા અનેક અનુભવને ઈતિ| હાસ. દેશદેશની ને જુદાં જુદાં રાજ્યોની વાત ચાલી. બ્રહ્મચારીએ આ જીવન તે ઘણા સમયથી શરૂ કરેલું, પણ એના વિપુલ જ્ઞાનની પાછળ એને આત્મપલબ્ધિ થઈ હોય એમ લાગતું નહિ. એ જીવનને, ગીતાદ્રારા, વેદના કેટલાક શ્લેકદ્રારા, મહાભારત અને રામાયણની કેટલીક ઘટનાઓ દ્વારા, અને ભગવાન પ્રતિની પૂર્ણ શ્રદ્ધાથી જોતો હતો. ધર્મચર્ચાદ્રારા, એના હૃદયના આવેગને પરિચય થતો હતો, પણ એની ધર્મશતા કે જ્ઞાનના પ્રકાશને પરિચય થત નહીતી. સંસારમાં બધાની નહોતો. સંસારમાં બધાને ધીમે ધીમે એ ત્યાગ કરતે આવ્યો હતો, ફકત આશાને એણે ત્યાગ કર્યો નહોતે. આશાને લીધે તે એ જીવતા હતા, આશાને પ્રેર્યો તે એ તીથપયર્ટન કરતો હતો, અને આશામાં ને આશામાં એ ધર્મજીવન વ્યતીત કરતા હતા. તન્દ્રાથી ઘેરાયેલી આંખોથી સૂતો સૂતો હું એની વાત સાંભળતો હતો. એણે વાત ચલાવી, “કેટલીય જગ્યાએ આસન જમાવ્યું સમજ્યા કે દાદા ! બાંકુરામાં જયનગર છે, ખબર છે ને? એ ગામમાં એક ઝાડની નીચે...પછી ગયે વૃંદાવન, વૃંદાવનથી સીધે જ્વાલામુખી, ...પણ ત્યાં પણ કાંઈ ગોઠયું નહિ, એટલે સીધે આ હરદ્વારમાં. પણ અહીં કે એનું એ જ છે. એવી જ ધૂણી ધખાવીને મૂર્ખ સન્યાસીએનાં ઝુંડ બેઠાં બેઠાં ગાંજો ફુકે છે, કોણ જાણે કેમ પણ મને એ સન્યાસીએ ગમતા નથી. એમાં થઈ પણ શું શકે? તમે જ કહોને? નશાભરી આંખો વડે આ દુનિયાને જોઈ..” શરીરને થાક લાગ્યો હતો. એટલે આંખ બંધ રાખીને જ મેં કહ્યું, “હા વળી!” બ્રહ્મચારીએ હસતાં હસતાં કહ્યું. “હું કોઈની નિન્દા કરતે. નથી. હું તે એટલું જ કહું છું કે રાતદિન નશે જ કરવાનું હોય દાદા !” ઘણી તપાસને અને, અને ઘણી ભલામણે લગાવી ત્યારે હોસ્પિ. ટલની પાસે એક ધર્મશાળામાં રાતવાસા માટે જગ્યા મળી. એ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy