SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ બબુ જીવન તા. ૧૬-૧૨-૬૬ પણ ડિફેન્સની દષ્ટિએ ખ્યાલમાં રાખીને ઘડવું જોઈએ એવો અનુરોધ કરતો હતો, પરંતુ પ્લાનિંગ કમિશને મારી વાત ઉપર બહુ ધ્યાન આપેલું નહીં. આજે હવે અશક મહેતા શું કહે છે? હવે, આજે હું છાપામાં શું વાંચું છું? આપણા પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ શ્રી અશોક મહેતા જાહેર કરી રહ્યા છે કે આજની લડાઈની પરિસ્થિતિમાં અમેરિકાથી અનાજ કાયમ આવતું રહેવાને ભરોસો હવે રાખી શકાય તેમ નથી, એટલે આપણે અનાજની બાબતમાં તુરતાતુરત સ્વાવલંબી થઈ જવું જોઈએ અને ગામે ગામે સ્વાવલંબી થવું જોઈએ. અમેરિકા અનાજ રવાના કરે તેયે એ અનાજ લાવનારી સ્ટીમર અહીં સહીસલામત પહોંચશે જ, એમ આજની પરિસ્થિતિમાં કહી શકાય નહીં. એના ઉપર બોમ્બ પણ પડે, સબમરિન પણ એને જલસમાધિ આપે—માટે દરેકે દરેક ગામે પિતાની યેજના કરવી જોઈએ, નહીં તે ભૂખે મરવાનો વારો આવશે અને લડવાની આપણી શકિત પણ કુંઠિત થશે. એકલો હું નહીં, પણ પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ પણ આજે આમ કહી રહ્યા છે. ખેર, કોઈ હરકત નહીં. ચૌદ વર્ષ પછી પણ દેશ જાગી જતો હોય તો સારું છે. હવે ગામે ગામ અનાજ, કાપડ જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતની બાબતમાં સ્વાવલંબી બને તે દષ્ટિએ દેશનું પ્લાનિંગ ઘડાવું જોઈએ અને એ સંદર્ભમાં ગ્રામદાનને કાર્યક્રમ દેશે ઉપાડી લેવો જોઈએ. ૧૯૫૭માં ફરી આંગળી ચીંધેલી આજથી આઠ વર્ષ પહેલાં જ્યારે હજી માથે સંકટનાં વાદળાં છવાયેલાં દેખાતાં નહોતાં ત્યારે પણ મેં ડિફેન્સની વાત ઉચ્ચારેલી. ૧૯૫૭માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ, વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને બધા પક્ષના નેતાઓની એક પરિષદ યેલવાલમાં મળી હતી. ત્યારે રાષ્ટ્રના નેતાઓની એક પરિષદમાં મેં ગ્રામદાનના ભૌતિક અને નૈતિક લાભ દેખાડયા તેમાં એક એવો લાભ પણ દેખાડશે જેની તે વખતે બિલકુલ જ અપેક્ષા નહોતી. જે શબ્દ હમણાં બહુ વપરાય છે–ડિફેન્સ મેર–તે શબ્દ તે પરિષદમાં મેં પહેલવહેલો વાપરેલ. તે પહેલાંથી તે ચીજ મારા મનમાં હતી, પણ પેલવાલમાં તે એટલા વાસ્તે પ્રગટ થઈ કે તે નેતાઓની પરિષદ હતી. નેતાઓ પર અનેક પ્રકારની જવાબદારી હોય છે તેમાં ડિફેન્સની પણ જવાબદારી છે. ડિફેન્સ (સંરક્ષણ) અને ડેવલપમેન્ટ (વિકાસ) એ બેઉં “D” વિશે એકી સાથે જ વિચારવું જોઈએ એનો એવો ખ્યાલ સહુને આવી ગયો છે. ગામે ગામ રક્ષા–કવચ ધાકરણ કરે * તો છેક ૧૯૫૭માં મેં કહેલું કે ગ્રામદાનને ડિફેન્સ મેઝર–સંરક્ષણના એક પગલા તરીકે ઉપાડી લે. આજે જ્યારે સંકટ માથે ગડગડે છે ત્યારે, તે વખતે જે વિચાર ચિત્તમાં ફ્રારેલે તેની યથાર્થતા દેખાય છે. ત્યારે મનમાં એક વિચાર હતો કે સંકટ આજ નહીં તો કાલ. આવવાનું જ છે. તે વખતે સરકાર તો એને માટે જે યોગ્ય હશે ને જે શકય હશે તે કરશે જ, પરંતુ એકેએક ગામના સંરક્ષણની તૈયારી તે જનતાએ જાતે જ કરવી પડશે. ગામમાંથી જો ભૂમિહીનતા, બેકારી, વૈમનસ્ય, ઊંચ-નીચના ભેદ, માલિકીની ભાવના વગેરે નાબૂદ થાય તે દરેક ગામ એક એક અભેદ્ય ગઢ બની જશે. આમ ગ્રામદાન. એક ડિફેન્સ–મેઝર બનશે. ગ્રામદાન કરીને એક એક ગામ રક્ષા - કવચ ધારણ કરે એવી ઘડી આજે હવે પ્રત્યક્ષ આવીને ખડી છે. ગામસ્વરાજ્ય અને નગરસ્વરાજ્ય આપણે આણીએ એમાં જ આપણા ગામે અને નગરોને ઉત્તમ બચાવ સમાયેલ છે. આની આગાહી આઠ વર્ષ પહેલાં મારા એથી નીકળેલી.. - આમ ગ્રામદાન, ગ્રામ-આયોજન અને ગ્રામોદ્યોગપ્રધાન યોજનાને માટે એક બળવાન નૈમિત્તિક કારણ આજે ઊભું થયું છે. આજે દુનિયાની હાલત ઘણી જ ડામાડોળ છે અને કયારે યુદ્ધ ફાટી નીકળે તે કોઈ કહી શકે તેમ નથી. આ કોઈ કાલ્પનિક ભય નથી; બલ્ક દુનિયાનો જે ચિતાર આજે આપણી સામે અંકાયેલો પડયો છે તેની અંદર આ વસ્તુ પડેલી જ છે. આની ચિંતા બધાંએ કરવી જોઈએ, એનું ચિંતન પણ કરવું જોઈએ અને ઘટતાં ઉપાય-યોજના પણ થવાં - તમારી યોજનાઓ પત્તાંના મહેલની જેમ તૂટી પડશે મેં કેટલીય વાર કહ્યું છે કે જે લડાઈ ફાટી નીકળે તો આપણી આ બધી પંચવર્ષિય યોજનાઓ પત્તાંના મહેલની જેમ કડડભૂસ તૂટી પડશે. અશાંતિના સમયમાં તે કાંઈ કામ નહીં આવે, તે ચલાવવાનું - બિલકુલ અશકય થઈ જશે. તેથી આવડા મોટા રાષ્ટ્રનું આયોજન જે લોકો ઘડી રહ્યા છે એમને માથે એ જવાબદારી છે કે લડાઈ ફાટી નીકળે તેવા સંજોગોમાં પણ જે યોજના ચાલુ રહી શકે એટલું જ નહીં બમણા વેગથી ચાલી શકે, તેવી રીતની યોજના તેઓ ઘડે. લડાઈની શકયતા જ નથી, બસ નજર પહોંચે ત્યાં સુધી શાંતિ જ શાંતિ દેખાય છે, એમ ધારીને આજે જો યોજના ઘડી હોય તે કહેવું પડશે કે આપણે દુનિયાની હાલત ધ્યાનમાં લઈને જોઈ-વિચારીને યોજના નથી ઘડી, પણ આંખ આડા કાન કરીને યોજના ઘડી છે. રાષ્ટ્રીય આયોજન આ રીતે આંખો મીંચીને ઘડી શકાય નહીં. ખરી રીતે રાષ્ટ્રીય આયોજનમાં અમુક ભાગ તે ઓછામાં ઓછા એવો હોવો જોઈએ કે જે ગમે તેવી આસમાની-સુલતાનીને વખતે પણ અડીખમ રહે! અને એ ભાગ જ મહત્ત્વનો ભાગ હોવો જોઈએ. મેં આપણા આજના પ્લાનને જે કાંઈ અભ્યાસ કર્યો છે તે પરથી મને એવો ભરોસે નથી પડયો કે એ પ્લાન આવી દષ્ટિથી ઘડવામાં આવ્યો હોય. તેમાં તો પ્લાનિંગ કમિશન એમ માની લઈને ચાલે છે કે દુનિયામાં શાંતિ જ શાંતિ રહેવાની છે. પરંતુ દુનિયાની આજની દશામાં આખા રાષ્ટ્રના પ્લાન અંગે. એવું માની લઈને ચાલવું એ પ્લાનિંગના શાસ્ત્ર સાથે જ સુસંગત ન કહેવાય. આ તે તદ્દન અશાસ્ત્રીય પ્લાનિંગ છે. હું પ્લાનિંગ પર ટીકા કરવા માગતો નથી. હું તો અત્યારે કેવળ એટલું ચીંધી બતાવવા માગું છું કે આ વખતે ગ્રામદાન અને ગ્રામીણ યોજના એ એક ‘ડિફેન્સ મેર” (સંરક્ષણનું પગલું) છે. આ ગ્રામદાનને જે વિચાર છે તે શાંતિના સમયમાં તો ચાલશે જ, પણ અશાંતિ હશે ત્યારે ય ચાલશે, એટલું જ નહીં અશાંતિના સમયમાં તે એના સિવાય બીજો કોઈ ઉપાય નહીં રહે, જ્યારે આયાત-નિકાસ બંધ થશે, બહારથી ચીજો આવશે નહીં અને જનાઓ સ્થગિત થઈ જશે, ત્યારે શી હાલત થશે? એવે વખતે ગ્રામદાન અને ગ્રામ-આયોજન હશે તો જ આપણાં ગામડાં ટકશે. આ વાત સહુ કોઈએ ધ્યાનમાં રાખવી ઘટે. આજે હું ગ્રામદાનને અંગે આટલો બધો ઉતાવળ કેમ થયો છું તેનો હવે તમને ખ્યાલ આવશે. મને અધીરાઈ શા માટે છે? આમ તે ગ્રામદાન એ એક સ્થાયી વિચાર છે, એટલે એ આસ્તે આતે જ વિકસિત થઈ શકે તેમ છે અને થશે, એવું માનવામાં મને કશો વાંધો ન હતો, એટલું જ નહીં હું તો ત્યાં સુધી માનવા તૈયાર હતો કે ૧૦૦ - ૨૦ ૦ - ૫૦૦ જે કાંઈ ગ્રામદાન મળ્યાં છે એને નમૂનેદાર ગામો બનાવીએ, એનો વિકાસ કરીએ અને પછી જ બીજા ગ્રામદાન મેળવીએ. આ રીતે go slowની વાત, “ધીરે ગાડી હાંકરે'ની વાત પણ હું કરી શકયો હોત, કારણ કે આ તે એક મૂળભૂત વિચાર છે, અને મૂળભૂત વિચાર ધીમે ધીમે ફેલાય તો તેમાં કશે દોષ નથી. પણ તમે તે જુએ જ છે કે આ વિચાર વિશે અત્યારે હું કંઈક ઉતાવળો થયો છું. હા, ઉતાવળા થઈને કંઈ આડુંઅવળું કરી પાડીએ, બોગસ (તકલાદી) ગ્રામદાન લઈ આવીએ, તો આપણે ખતમ થઈ જઈશું. માટે એવું તો આપણે કરવાનું જ નથી. પણ મારા મનમાં અધીરાઈ તે એ કારણે આવી છે કે જો આ કામ આપણે જલદી કરીએ તો આપણે બધી બાજુથી બચી 'જઈએ તેમ છીએ, અને જો જલદી ન કરીએ તો તેવા સંજોગોમાં આપણે ભૂદાનકાર્યકર્તા તો આપણું કામ પાર નહીં પાડી શકીએ તેની મને એટલી ચીંતા નથી જેટલી એ વાતની ચિંતા છે કે એનાથી દેશનું આખું યે પ્લાનિંગ કડડભૂસ થઈ જશે. ગ્રામદાન જલદી નહીં થઈ જાય તો ભૂદાન આંદોલનને વેગ નહીં વધે એની ચિંતા મને આના જેટલી નથી. કેટલાકને લાગે છે કે ગ્રામદાન વધે છે તેમ તેમ આપણા માથા પરનો બોજો વધતો જાય છે, પણ ખરું જોતાં ગ્રામદાન જેટલાં વધે એટલે આપણા માથા પરનો બેજો. ઘટશે. આમ કહેવા પાછળ. એક ખાસી મોટી ભૂમિકા છે. ભૂમિકા એ છે કે, મારી નજર સામે લડાઈનું ચિત્ર ખડું છે. હું કોઈને બિવડાવવા માગતો નથી, તેમ જ જાતે પણ બીવા માગતો નથી; પણ જો લડાઈ ફાટી નીકળે તે આપણે વધારે ધૌર્યવાન. અને સાવધાન થવું જોઈએ, એ જ વાત હું કહું છું. લોકો કાયર થાય એમ હું પણ નથી ઈચ્છતે. પરંતુ માત્ર લશ્કર
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy