________________
ZO
પ
પ્રભુ જીવન
બે કરુણાપ્રેરક સત્ય ઘટના
૧.
મુંબઈ તા રઢિયાળી નગરી છે. તેમાં ય્ વાંદરાનું સ્ટેશન તા જુઓ.. બસ જાતજાતના અને ભાતભાતના લાકોથી ખીચાખીચ ઊભરાયું છે. કાલેજમાં ભણવા જનારાં જુવાન છેાકરા - છેકરીઓ આમ તેમ લટાર મારતાં ઘૂમી રહ્યાં છે. અંતરની વિદ્રંભકથાઓ, પરીક્ષાની તૈયારીઓ અને જીવનની અનેક ખાટીમીઠી વાતા એક્બીજા સામે પ્રક્ટ કરી રહ્યાં છે.
પરન્તુ આ શું બન્યું? સ્ટેશનના એક ખૂણા તરફ દોડાદોડી અને ભીડાભીડ જામી રહી હતી. ‘ઓહ! આ કોણ છે?” કોઈ કહે, રે! એ તો પાગલ છે પાગલ !” તો વળી બીજા વાત કરતા હતા, ‘નાના, જુઓને, આમ તા કેવા સુડોળ, કદાવર અને રૂપાળા આદિવાસી જેવા છે?” પરંતુ એના બોલવાનું ઠેકાણું નથી અને વસ્ત્રોનું યે ઠેકાણું નથી. લાજને ઢાંકવા માટે એ વારંવાર પ્રયત્ન કર્યા કરે છે. પરન્તુ એની પાસે શું હાય? જાણે એની બચેલી ગરીબી, લાચારી અને દીનતાને કોઈ લૂંટી ન જાય એ માટે એ વારંવાર સંકોચાત ધૃણાની એક બાજુએ લપાતો હતો અને પેલા નવયુગના જુવાનડા અને જુવાનડીઓ શું કરી રહ્યા છે? કોઈ કાંકરા મારે છે, તો કોઈ ઠેકડી કરે છે. કોઈ કાગળનું બલૂન બનાવીને એના પર ફેંકે છે, તે કોઈ મશ્કરીઓ કરતા આંખમીંચામણા કરે છે. આ ત્રાસમાંથી બળવા માટે પેલે જુવાન એકલા અટૂલા વનવાસી આમથી તેમ નાસભાગ કર્યા કરે છે.
હું આવા નગ્ન નાચ જોવાનું કોણ છેડે? સારું યે સ્ટેશન બસ હેલું ચડયું છે. ફેરિયાઓએ ફરી છેડી છે, પોર્ટરોએ મજૂરી છેડી છે, બૂટ—પાલિશવાળાઓ કામ છેાડીને ટોળે મળ્યા છે. દંડૂકો લઈને સાને વિખેરાઈ જવાના ઓર્ડર કરતા પેાલીસદાદા પણ પાન ખાતા ખાતા મૂછમાં હસી રહ્યા છે. સ્ટેશનમાસ્તર પણ બાડી આંખે ચશ્મા ઊંચાં કરીને આ મતિયું નાટક જોવા બહાર ધસી આવ્યા છે.
આ ઠઠ્ઠામશ્કરી, મજાક અને તાફાનમાંથી માત્ર એક જ માણસ બચી ગયા છે. સ્ટેશનનાં અનેકવિધ દશ્યોને રેખાંકિત કરતા એના હાથ એકાએક અટકી ગયા છે. એક્લા એકલા એ મૂંઝવણમાં પડયો છે. એનું કલાકાર દિલ કરુણાથી આર્દ્ર બની ગયું છે. શું જીવતાજાગતા આપણા માનવબંધુની આવી વિડંબના?
અને એ એકદમ દોડયો સ્ટેશનની બહાર, ટોળાને ચીરીને સીધા સટ! થેાડાક લોકોનું ધ્યાન એના તરફ ખેં'ચાયું. પેલા લારીવાળાને એણે ઊભા રાખ્યા. ભૈયાજી પાસેથી એક જામફળ ખરીદ્ય અને એમના મલમલિયા ઝીણા સૂતરના લાલ અંગૂઠાની કિંમત પૂછી. એકાએક પૂછપરછથી ભૈયાજી થોડા અવાક્ થઈ ગયા. પણ કહે, ‘અરે ભાઈ, વા તો તદ્દન નિકમ્મા હૈ! ઉસકો લેકર આપ કયા કરેંગે?'' પેલા કલાકારની આંખ બ્હાવરી બની ગઈ હતી, પગ અધીરા થઈ ગયા હતા. અને હૈયું માનવતાથી આર્દ્ર બની ગયું હતું. ‘સિર્ફ માનવતા કો હમે ઢાકના હૈ !” આ શબ્દો સાંભળીને ભૈયાજી આશ્ચર્યમાં પડી ગયા. “ કયા માનવતાં કો ઢાંકના હૈ?” ભૈયાજી કિમત કહે એ પહેલાં તા એમના હાથમાં આઠ આના મૂકીને પેલા મનુષ્ય દોડી ગયો ઠેઠ સ્ટેશનના ખૂણામાં. સૌને બાજુએ કરતા, વિનવણી કરતા, હાથ વીંઝતા વીંઝતા ... ... ...
"
એણે પેલા ભૂખ્યા વનવાસીના હાથમાં જામફળ આપ્યું અને પેલા ભૂખ્યો માણસ તો બસ ખાવા મંડી પડયો. એની ખીજ એકાએક ઘટી ગઈ. તે જ વખતે એણે બાલ્યા ચાલ્યા વગર વનવાસીની કમર પર અંગૂછાના કચ્છ લગાવી દીધા. અને ભારે દિલે ત્યાંથી માનવમહેરામણને ભેદતો એ અદશ્ય થઈ ગયો.
તા. ૧-૧૨-૬૫
એક દિવસ બપારનાં લગભગ સાડાબાર વાગે બેંકમાંથી મારું કામ પતાવી શાંતાક્રુઝ જેવા સંસ્કારી ગણાતા પરામાંથી હું પસાર થઈ રહ્યો હતા. ધાડબંદર રોડ પર જયાં કાશીબાઈ હૉસ્પિટલ પાસે મ્યુનિ.સિપાલિટીની કચરાની મેાટી ટોપલી છે તેમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે માણસ એની પાસે ઊભા પણ ન રહી શકે. એ ટોપલીમાં કોઈકે એઠવાડનાં ચોખા નાખ્યા હતા. એક સફેદ લેધા અને બ્લુ ખમીસ પહેલા બત્રીસ તેત્રીસ વર્ષના ગુજરાતી જેવા લાગતા માણસ એ ડબ્બામાંથી એંઠવાડના ચોખા ખાઈ રહ્યો હતા. હું ચાલતાં ચાલતાં આ દુ:ખદ દશ્ય જોઈ થંભી ગયા. મને નવાઈ સાથે ખૂબ જ આઘાત લાગ્યો તથા ભારતના નાગરિકોની આવી વિષમ પરિસ્થિતિ જોઈને હૃદયમાં દુ:ખનો શેરડો પડી ગયા. આ દૃશ્ય એવું હતું કે મને તા શું પણ ક્રૂરમાં ક્રૂર દૈત્યને પણ ઘડીભર દયા આવે. બાજુના જ બસ સ્ટોપ પર કહેવાતા સંસ્કારી લોકો ઊભા હતા, જેમાં એક ગુજરાતી ભાઈ પણ હતા કે જેઓ પોતાના પાળેલા કૂતરાને બગલમાં, જેમ આપણા બાળકને તેડીએ તેમ, તેડીને ઊભા હતા અને બાળકની જેમ જ વહાલ કરતાં હતાં. બાજુના જ હ્રદય કંપાવી નાખતાં દશ્ય તરફ જોવાની પણ તેમને ફ્રસદ ન હતી. હું તેની પાસે ગમગીન બની ઊભા રહ્યો. તે કચરામાંથી ચોખા વીણી વીણી ખાતા હતા.
જ્યારે એ ઊભા થયા ત્યારે મે... તેને પૂછયું કે, ‘તને ભૂખ લાગી છે?” તેણે માથું હલાવી હા પાડી, મને તેના પર દયા આવી અને નાકા પર જયાં ઈરાનીની હોટેલ છે ત્યાં તેને વઈ ગયા અને બે પાંઉ તયા ચાહ તેને અપાવી. તેમાંથી તેણે ચાહ પીધી તથા એક પાંઉ ખાધા, જ્યારે એક પાંઉ કાગળમાં વીંટી ખિસ્સામાં મૂક્યો. હું એને ગુજરાતી સમજી બેઠો હતા, એટલે ગુજરાતીમાં એને પૂછ્યું કે, “તું તે હમણાં કહેતા હતા કે મને ખૂબ જ ભૂખ લાગી છે, જ્યારે એક પાંઉ તા તું ખિસ્સામાં મૂકે છે.” તું કોણ છે, ક્યાંથી આવે છે, આવી સ્થિતિ કેમ થઈ વગેરે પ્રશ્નો મે' પૂછ્યા. એણે કાલીઘેલી હિંદી તથા અર્ધ અંગ્રેજીમાં કહ્યું કે, ‘હું મેટ્રિક સુધી ભણેલા છું અને મદ્રાસના વતની છું અને ત્યાં મારા કુટુંબ સાથે કલેશ થતાં મારું વતન મૂકી મારી સ્ત્રી તથા બે બાળકો સાથે બે માસ થયાં મુંબઈ વગરટિક્ટિ આવ્યા છે. અમે ધારાવીમાં એક ગલીચ જગ્યામાં ફૂટપાથ પર પડયા રહીએ છીએ. હું છેલ્લા દોઢ મહિનાથી નોકરી માટે ફાંફા મારું છું પણ મને આજ સુધી ક્યાંય નોકરી નથી મળી શકી. મારી પાસે જે થોડી ઘણી ખરચી હતી તે પણ પૂરી થઈ ગઈ છે. મને તેમ જ મારા બાળકોને બે દિવસથી ખાવાનું નથી મળ્યું. મારાથી આજે ભૂખ સહન ન થવાથી કચરાની ટોપલીમાં મેં ચોખા જોયા તે ખાવા નાછૂટકે મંડી ગયો. આ એક પાંઉ છે તે મારા બાળકને જઈને ખવરાવીશ.'
મેં તેને પૂછ્યું “તને જો નોકરી ન મળતી હોય તા હમાલી અથવા બીજું ગમે તે સખત કામ કરીને મુંબઈ જેવા શહેરમાં શું બે ત્રણ રૂપિયા તું નથી કમાઈ શકતા?” તેણે જવાબ આપ્યો કે, એ પ્રયત્નો પણ કરી જોયા. પરંતુ ત્યાં સ્ટેશનના કમ્પાઉન્ડમાં જે રેલ્વે પેાલીસા છે તેઓ ત્યાં હમાલી કરવા માટે પણ કમિશન માંગી રહ્યા છે. એક વખત હું સ્ટેશનની અંદર હમાલી કરવા માટે ગયા હતા તે ત્યાં મને ટિકિટચે પકડી લીધા અને ચાર પાંચ કલાક બેસાડીને માંડ માંડ છુટો ચૂક્યો. આજે અહીં હું એક કંપનીમાં નોકરી માટે આવ્યા હતા, પરંતુ મારા કિસ્મતે મને યારી ન આપી. મારી પાસે કાંઈ લાગવગ ન હતી,
તાલીઓના ગડગડાટથી માનવમેદનીએ એને નવાજી લીધા. મશ્કરી, ટાળ અને તફાન કરુણાના આર્દ્ર અભિષેકથી કયાંયે ઊંડેઊંડે શમી ગયાં. સૌ એકમેકનાં મોં જોતા હતા. ત્યાં તો ધમ્મ ધમ્મ કરતી ગાડી પ્લેટફાર્મને ધ્રૂજાવતી સ્ટેશનમાં ધસી આવી.
“મને તેમ જ મારા બાળકોને પહેરવા સારું કપડાં પણ નથી, મે જે લે ! અને ખમીશ પહેર્યાં છે તે ગઈ કાલે જ ધારાવીમાં રહેતા એક ગુજરાતી જૈન બહેને મને આપ્યાં છે.”
ત્યારે દોડતાં દોડતાં સૌનાં હૈયાં એકમેકને પૂછી રહ્યાં હતાં ... “આ કોણ હશે? સાચેસાચ માણસ જ હોં.”
મેટ્રિક ભણેલાંઓને મુંબઈની હોટલામાં કપ રકાબી ધાતાં તેમ જ એ હતા આપણા ગુજરાતના સુવિખ્યાત કલાગુરુ રવિશંકર એવા બીજાં સામાન્ય કામ કરતાં તે મેં જોયા હતા, પણ આવા પ્રસંગ તા મને પહેલી જ વાર જોવા મળ્યા હતા. ભીમસી કાકુ ચારણ રાવળના સુપુત્ર અને ઊગતા કલાકાર નરેન્દ્ર રાવળ.–હરીશભાઈ વ્યાસ. માલિક શ્રી સુખ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. સુખ–૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કાટ, મુંબઇ,