________________
૨૧૬
પ્રબુદ્ધ જીવન
સમય જતાં આચાર્ય બનેલા સાધુઓએ પોતાના શિષ્યોમાંથી એક યા અન્ય શિષ્યને આચાર્ય બનાવવાનું શરૂ કરી દીધું અને ઢગલાબંધ આચાર્યો નિર્માણ થયા. આજે જે રીતે આચાર્યો બનાવવામાં આવે છે તે રીતે થોડા સમય બાદ કોઈ આચાર્ય બન્યા સિવાયના સાધુ જ નહિ રહે એવું અનુમાન કરવામાં આવે છે. આ રીતે આજના સમયમાં આચાર્યપદનું કોઈ ખાસ મહત્ત્વ જ રહ્યું નથી.
આમ છતાં તાજેતરમાં મુંબઈમાં ગાડીજીના ઉપાાયે વસતા શ્રી વિજય અમૃતસૂરિ, જેઓ દીક્ષા છેાડીને ભાગેલા નટ શિષ્યોને ફરી ફરીને દીક્ષા આપવાની અનેક વદર ધૃષ્ટતા કરતા આવ્યા છે, એટલે કે જે આવ્યું તેને મુંડવા સિવાય મુંડન માટેની યોગ્યતા અંગે જૅમની પાસે બીજું કોઈ ધારણ નથી, તેઓ પોતાના પ્રશિષ્ય પંન્યાસ શ્રી ધુરંધરવિજયજીને આગામી ફેબ્રુ આરી માસની આઠમી તારીખે આચાર્ય બનાવવા ધારે છે. આ આચાર્યપદી-પ્રદાનના અનુસંધનમાં કલ્પનામાં ન આવે એવા એક ગંજાવર સમારંભ યોજવામાં આવ્યો છે. આ માટે મુંબઈના જૈન શ્વે. મૂ. સમાજના આગેવાન લેખ.તા એવા ૩૧ ગૃહસ્થાની શ્રી આચાર્યપદ-પ્રદાન–સમિતિ નીમવામાં આવી છે અને તે સમિતિના શ્રી લક્ષ્મીચંદ દુર્લભજી, શ્રી ધીરજલાલ ટારરશી શાહ, શ્રી મુકિતલાલ વીરવાડીઆ તથા મનસુખલાલ ઓઘડભાઈ શાહ મંત્રીઓ છે, અને તેમાંના સ્વપરકલ્યાણસાધક શ્રી ધીરજલાલ ટોકરશી શાહ આ આખા સમારંભના પ્રમુખ આયોજક છે. ઉપર જણાવેલ સમિતિ નીચે ૧૧ પેટા સમિતિએ નીમવામાં આવી છે. આવી આચાર્યપદવીનું પ્રદાન સાધારણ રીતે જે ઉપાશ્રાયમાં પ્રસ્તુત સાધુ સમુદાય રહેતો હોય તે ઉપાકાયમાં જ કરવામાં આવે છે, પણ આ પ્રસંગની ઉજવણી માટે તેમ કરવાને બદલે આઝાદ મેદાનમાં એક ભવ્ય મંડપ બાંધવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે દસ દિવસના એ ભવ્ય કાર્યક્રમ વિચારાયા છે. આ પ્રસંગે આચાર્ય પરપરા-દર્શન' નામની વિશિષ્ટ રચનાના છ ખંડો રચવામાં આવનાર છે અને ભગવાન મહાવીરની પાટે આવેલા આચાર્યોની ૨૫૦૦ વર્ષની પરંપરા મૂતિઓ અને ચિત્રા દ્વારા રજુ કરવામાં આવનાર છે. આ વિરાટ સમારંભ પાછળ પાણા લાખથી એક લાખ રૂપિયાના ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ બધું જાણીને કોઈને પણ સહજ પ્રશ્ન થાય કે કોઈ એક આચાર્ય પોતાના કોઈ એક શિષ્ય કે પ્રશિષ્યને આચાર્ય બનાવે તે એવા તે કયો મેટા બનાવ છે કે જે માટે આઝાદ મેદાનમાં આટલી મોટી માંડ માંડવામાં આવે અને આટલા બધા દ્રવ્યના વ્યય કરવામાં આવે? ઉપધાન અંગે તેમ જ આવા આચાર્યપદવીપ્રદાન અંગે ખાનપાન, આડંબર, નાટારંભ અને ઝાકઝમાળ પાછળ આટલો મોટો ધનના ધુમાડો થઈ રહ્યો છે અને તે શાણી લેખાતી દરેક બાબતનો ગણતરીપૂર્વક વિચાર કરતી જૈન કોમના હાથે—આ જોઈને અન્યન્ત વેદના થાય છે. શું આપણે સાદી સમજ, વ્યવહારકુશળતા, વિવેક શકિત બધું જ ગુમાવી બેઠા છીએ અને ન સમજી શકાય એવા કોઈ પાગલપણાએ આપણી બુદ્ધિને ઘેરી લીધી છે? એવે પ્રશ્ન થાય છે. આપણે વિશાળ સમાજની વચ્ચે બેઠા છીએ. વિશાળ સમાજના પ્રાજ્ઞ પુરુષો આપણે શું કરી રહ્યા છીએ તે જુએ છે, નિહાળે છે અને આપણી કિંમત આંકે છે. આવા અતિરેક સામે અવાજ સરખા પણ કોઈ ન ઉઠાવે–શું એવા સત્વહીન આપણે બની બેઠા છીએ ? આ બધું એક પ્રકારનું વૈભવપ્રદર્શન સામાન્ય લોકોની આંખે ચઢતું જાય છે અને તેના ભારે પ્રતિકૂળ પ્રત્યાઘાતો પડતા જાય છે. આ રીતે વિચારીને પણ,, આપણે આવા અર્થશૂન્ય જલસાઓથી બચીએ અને વિવેકની સમતુલા ઉપર આપણા ધાર્મિક જીવનને—સમગ્ર સામાજિક જીવનને આધારિત કરીએ એજ પ્રાર્થના !
પરમાનંદ
તા. ૧૬-૧૫
સાભાર સ્વીકાર
સબરસ : ભાગ ૧: લેખક તથા પ્રકાશક : ડા. કાંતિલાલ શાહ, “ઉપહાર” પાટાની પાસે, નવરંગપુરા, અમદાવાદ, ૯. કિંમત રૂ. ૧-૫૦
ભગવાન બુદ્ધ: લેખક: શ્રી શિવાજી ભાવે, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હુઝરત પાગા. વડોદરા કિંમત રૂા. ૧-૫૦
સ્ત્રી-પુરુષ સહજીવન : લેખક : દાદા ધર્માધિકારી, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હઝરત પાગા, વડોદરા, કિંમત રૂા. ૧-૫૦.
ઉરસિંધુનાં બિંદુ : લેખક : ભકતકવિ શ્રી શિવજી દેવશી, ગઢડાવાળા. પ્રકાશક : શિવસદન ગ્રંથમાળા કાર્યાલય, ગઢડા, કિંમત રૂા. ૧-૫૦.
સનાતન ધર્મનું રેખાદર્શન : લેખક : શ્રી શ્રીનિવાસ ભાકર ગાડબાલે, પ્રકાશક : એસ.બી. દાંડેકર પ્રકાશન, દાંડેકર વાડો, દાંડિયા બજાર, વડોદરા કિંમત રૂા. ૦-૫૦.
હિમાલયની પુત્રયાત્રા : લેખક : શ્રી પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, ટિળક માર્ગ, રૂા. ૪.
કિશનસિંહ ચાવડા, અમદાવાદ ૧, કિંમત
અદ્યતન સાવિયેત સાહિત્ય : સંપાદક તથા પ્રકાશક : શ્રી ભાગીલાલ ગાંધી, વિશ્વમાનવ, રામજીમંદિર પાળ, વડોદરા. કિંમત
રૂા. ૫-૫૦
લાશાહી સમાજવાદ સ્વતંત્રતા : મૂળ લેખક: શ્રી ચક્રવર્તી રાજગાપાલાચાર્ય, અનુવાદક તથા પ્રાથક: શ્રી ભોગીલાલ ગાંધી, વિશ્વમાનવ, રામજી મંદિર પાળ, વડોદરા, કિંમત રૂા. ૪.
ભારત ઈતિહાસ નોંધ : કાર્લ માર્ક્સ કૃત) અનુવાદક : શ્રી ભાગીલાલ ગાંધી, પ્રકાશક: ચેતન પ્રકાશન ગૃહ પ્રા. લિ., રામજીમંદિર પેઠળ, વડોદરા. કિંમત રૂા. ૪–૨૫.
શત્રુંજયોદ્ધારક સમરસિંહ અને અન્ય કૃતિઓ :
લેખક : સ્વ. નાગકુમાર નાથાલાલ મકાતી, પ્રકાશક : શ્રીં નાગકુમાર નાથાલાલ મકતી સ્મારક ગ્રંથ પ્રકાશન સમિતિ, ઝવેરી ભુવન, હુઝરત પાગા, વડોદરા, કિંમત રૂા. ૨.
અભિષેક : (કાવ્ય સંગ્રહ) લેખક : શ્રી શાંતિલાલ મહેતા, ઠે. ‘નવરચના’કાર્યાલય, જૂની સેાસાયટી, લીંબડી, (સૌરાષ્ટ્ર) કિંમત રૂા. ૩.
અલકનંદા : (કાવ્ય સંગ્રહ) : લેખક : શ્રી રજનીકાંત મહેતા, ૩૦૬, પ્રભુદાસ તળાવ, ભાવનગર, કિંમત રૂા. ૧-૫૦
સહકારી સાપાન : લેખિકા : શ્રી કમળાબહેન રતનચંદ સુતરીઆ, પ્રકાશક: શ્રી અમદાવાદ જિલ્લા સહકારી મંડળ, ધનહાઉસ સામે, ભદ્ર, અમદાવાદ, કિંમત જ્ઞ. ૧-૨૫.
સેવાપ્રિય સાજપાળભાઈ : લેખક : શ્રી ક્લચંદ હરિચંદ દોશી, પ્રકાશક: શિવસદન ગ્રંથમાળા કાર્યાલય, ગઢડા (સૌરાષ્ટ્ર)
વિશ્વવિહાર : લેખક : તથા પ્રકાશક : શ્રી કાળુભાઈ બસીયા જગતપ્રવાસી ૧૯, નેપીયનસી રોડ, મુંબઈ ૬, કિંમત રૂા. ૨૫૦.
જૈન પદાર્થવિજ્ઞાનમે પુદ્ગલ : લેખક : શ્રી મેાહનલાલ બાંઠિયા, પ્રકાશક : શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા ૩, પોર્ચ્યુગીઝ ચર્ચ સ્ટ્રીટ, ક્લા−૧, કિંમત રૂા. ૧–૨૫.
પ્રાચીન ભારતીય લોકધર્મ : લેખક: શ્રી વાસુદેવચરણ અગ્રવાલ, પ્રકાશક : જ્ઞાનોદય ટ્રસ્ટ, અનેકાન્ત વિહાર, (કોયસ કોલાની પાસે) અમદાવાદ ૯, મૂલ્ય રૂા. ૪.
તિલકમણિ : લેખક : જ્યભિખ્ખુ, પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ, કિંમત રૂ. ૧૫૦.
જ્ઞાનસાર : પ્રથમ ખંડ) વિવેચનકર્તા : મુનિશ્રી ભદ્રગુપ્તવિજ્યૂજી, પ્રકાશક : શ્રી વિશ્વક્લ્યાણ પ્રકાશન, હારીજ, ઉત્તર ગુજરાત.
માલિક શ્રી મુખ/જૈન યુવક સંધઃ મુદ્રક, પ્રકાશક : શ્રી પરમાનંદકુવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પાપલ પ્રેસ, કૅટ, મુંબઇ,