SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૧૫ પ્રબુદ્ધ જીવન સભા જ કરી શકે, પરંતુ આ ઠરાવ થઈ જાય તે એની અસર ધારાસભા ઉપર પડે. વિધાનસભાના કુલ્લે ૨૦ ધારાસભ્યોના અભિપ્રાયો મળ્યા છે, પણ કાયદો આવે તે પહેલાં જનતા તૈયાર થઈ છે. હજુ પંડિત અને તાંત્રિક પંડિતોના મત મેળવવાનો પ્રયાસ ચાલુ છે. બીજા પ્રાંતોમાં – ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સમિતિની શાખાઓ ખેલવા પ્રયત્ન થશે. તે માટે હું (મિરાંદ્ર) ઉત્તર પ્રદેશ ભણી જાઉં છું અને પૂજ્ય મહારાજશ્રી (સતબાલજી) નાગપુર ભણી જઇ રહ્યા છે.” આપણે આશા રાખીએ કે મુનિશ્રી સત્તબાલજીના આ આદેલનને કલકત્તાવાસી કાર્યકર્તાઓ પૂરી ઉત્કટતાથી આગળ ચલાવે અને માત્ર સત્તબાલજીનાજ નહિ પણ ગાંધીજીના આ સ્વપ્નને સફળ બનાવે! શ્રી મહાવીર જૈન વિદ્યાલયને મળેલું રૂ. ૨૫૦૦૦નું દાન શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ૫૦ વર્ષ પૂરાં કર્યા છે અને આ ૫૧માં વર્ષ દરમિયાન સંસ્થાની સુવર્ણ જયંતી ઉજવવાને પ્રબંધ વિચારાઈ રહ્યો છે. આ મહત્વભર્યા પ્રસંગે સંસ્થા માટે ૨૧ લાખ રૂપિયાને ફાળે એકઠો કરવાને લક્ષ્યાંક સંસ્થાની કાર્યવાહ તરફથી નક્કી કરવામાં આવ્યો છે અને આજ સુધીમાં આ ફાળામાં લગભગ સાડા સાત લાખની રકમનાં વચને નોંધાઈ ચૂકયાં છે. આમાં તાજેતરમાં સ્વ. પંડિત માવજી દામજી શાહ, જેમનો શેડા સમય ઉપર સ્વર્ગવાસ થયો છે તેમના કુટુંબ પરિવાર તરફથી સદ્ગત માવજીભાઈના સ્મરણમાં રૂ. ૨૫૦ ૦ ૦ની રકમનું દાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્વ. માવજીભાઈને ટૂંકો પરિચય આપવામાં આ અસ્થાને નહિ ગણાય. માત્ર ઈ. સ. ૧૯૮૨ની શ્રી માવજીભાઈને જન્મ ભાવનગર ખાતે ઈ. સ. ૧૯૮૨ની આશો સુદ ૧૩ના રોજ થયેલો. કુટુંબની આર્થિક સ્થિતિ સાધારણ. ભાવનગર ખાતે ગુજરાતી ચાર ધોરણ પૂરાં કર્યા બાદ તેઓ મહેસાણાની જૈન પાઠશાળામાં દાખલ થયા અને ત્યાં થોડો અભ્યાસ કર્યો એ અરસામાં એ સમયના જૈન શ્વે. મૂ. સમાજના મહેસાણાવાસી એક આગેવાન સ્વ. વેણીચંદ સુરાંદની આ આશાસ્પદ વિદ્યાર્થી ઉપર નજર પડી અને કાશી ખાતે થોડા સમય પહેલાં ખોલવામાં આવેલી યશોવિજયજી જૈન પાઠશાળામાં વિશેષ અભ્યાસ કરવા માટે તેમને ત્યાં મોકલવાની તેમણે વ્યવસ્થા કરી અને ત્યાં છ વર્ષ રહીને સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાનું તેમ જ કાવ્ય, ન્યાય તથા ધર્મશાસ્ત્રનું જ્ઞાન શ્રી માવજીભાઈએ સંપાદન કર્યું. ત્યાંથી. ૧૬ વર્ષની ઉમ્મરે તેઓ મુંબઈ આવ્યા અને બાબુ પન્નાલાલ પુનમચંદ હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષક તરીકે જોડાયા અને ૪૭ વર્ષ સુધી તેમણે એ જ સ્કૂલમાં એકધારી સેવા બજાવી. આ શિક્ષકના વ્યવસાય દરમિયાન તેમણે સારા પ્રમાણમાં લેખનકાર્ય કરેલું અને નાની મોટી લગભગ ૭૫ પુસ્તિકાઓ તેમણે બહાર પાડેલી. સ્કૂલમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે પોતાની સ્ટેનલેસ સ્ટીલની દુકાને બેસીને વ્યાપાર વ્યવસાયમાં પોતાના જીવનને અવશેષ ભાગ–લગભગ ૧૦ વર્ષ-પૂરો કર્યો. તેમનું ૭૩ વર્ષની ઉમ્મરે તા. ૯-૭-૬૫ના રોજ અવસાન થયું. પાછળ પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓ એમ સુખી પરિવાર મૂકી ગયા, જેમાંના જ્યેષ્ઠ પુત્ર શ્રી જયન્તભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ' ઉપર જણાવ્યું તે મુજબ આ કુટુંબ પરિવાર તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પિતાના વડિલ શ્રી માવજીભાઈના સ્મરણમાં કરવામાં આવેલું રૂા. ૨૫૦ ૦ ૦ની રકમનું દાન એટલા માટે સવિશેષ નોંધપાત્ર છે કે શ્રી માવજીભાઈના કુટુંબ પરિવારની આજે જે પ્રકારની આર્થિક સ્થિતિ છે તેને ખ્યાલ કરતાં આટલા મેટા દાનની ભાગ્યે જ આશા રાખી શકાય. પણ જેમ માવજીભાઈ અન્ય શિક્ષણસંસ્થાઓને ટેકો લઈને પોતાના જીવનમાં સ્થિર થયા તેમ અન્ય જૈન વિદ્યાર્થીઓને જીવનમાં સ્થિર કરવાનું ધ્યેય ધરાવતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પોતાના કુટુંબના થઈ રહેલા આર્થિક ઉત્કર્ષના બને તેટલે મોટો હિસ્સો આપ એવી ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને જ, સામાન્ય મનુષ્યો કરે છે એવા હિસાબની ઉપરવટ થઈને, આ દાન આપવામાં આવ્યું છે અને એ કારણે સ્વ. માવજીભાઈને કુટુંબ પરિવાર–ખાસ કરીને તેમનાં પત્ની શ્રી અમૃતબહેન અને જ્યેષ્ઠ પુત્ર જયન્તીભાઈ—આપણા સર્વના હાર્દિક ધન્યવાદ અને અભિનંદનને પાત્ર બને છે. પરમાનંદ ફક થોડાંકે અવલેકને એક ‘જૈન ધર્મ ચિન્તન અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયા ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકોને સુપરિચિત છે: તેમના લેખોને સંગ્રહ તાજેતરમાં શ્રી જગમેહનદાસ કોરા સ્મારક પુસતકમાળા તરફથી બહાર પાડવામાં આવ્યા છે. આ પુસ્તકમાળાના આજ સુધીમાં છ પુસ્તકો પ્રગટ થયા છે. (૧) “ચાર તીર્થકર, લેખક પંડિત સુખલાલજી, (૨) ધૂપસુગંધ,' જુદા જુદા લેખકોની ૧૮ વાર્તાઓને સંગ્રહ, (૩) “પઘપરાગ, લેખક રતિલાલ દીપચંદ દેસાઈ, (૪) “જૈન ધર્મને પ્રાણ, લેખક પંડિત સુખ લાલજી, (૧૫) શ્રી “સુશીલની સંસ્કારકથાઓ, (૬) “તિલક મણિ,’ લેખક શ્રી જ્યભિખુ. પ્રસ્તુત પુસ્તક આ પુસ્તકમાળાનું સાતમું પ્રકાશન છે. ઉપર જણાવેલ છ પ્રકાશનોએ સારી લોકપ્રીતિ પ્રાપ્ત કરી છે. તેમાં પણ ‘ચાર તીર્થકર’ અને ‘જૈન ધર્મને પ્રાણ’ આ બન્ને પુસ્તકોની પહેલી આવૃત્તિ થોડા સમયમાં જ ખલાસ થઈ ગઈ હતી. આ હકીકત આ બન્ને પુસ્તકોને મળેલા વિપુલ આવકારની ઘાતક છે. આમાંથી જૈન ધર્મને પ્રાણ ની બીજી આવૃત્તિ પંડિત સુખલાલજીએ સ્થાપેલ “જ્ઞાનેદય ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવી છે. અને ‘ચાર તીકર'ની પણ બીજી આવૃત્તિ થડા સમયમાં પ્રગટ થવાની છે. પ્રસ્તુત ‘જન ધર્મ ચિન્તનમાં શ્રી દલસુખભાઈના ૧૪ લેખને. સંગ્રહ છે. તેમાંનાં ૭ લેખે પ્રબુદ્ધ જીવનમાં જુદા જુદા સમયે પ્રગટ થઈ ચુકયા છે. બાકીના ૭ લેખ અન્ય સામયિકોમાં પ્રગટ થયેલા છે. આજે જૈન ધર્મ વિષેની જિજ્ઞાસા માત્ર જૈનમાં જ નહિ પણ જૈનેત્તર શિષ્ટ વર્ગમાં સારા પ્રમાણમાં જાગૃત થયેલી જોવામાં આવે છે. આ જિજ્ઞાસા બે પ્રકારની છે. એક તે જૈન ધર્મ વિષે પાયાની માહિતી મેળવવાને લગતી; બીજી અન્ય દર્શનના અનુબંધમાં જૈન દર્શનને જાણવા સમજવાને લગતી. પહેલા પ્રકારની ઈચ્છા તૃપ્ત કરવા માટે આ પુસ્તક નથી. વાચકને જૈન ધર્મની સામાન્ય માહિતી છે એવી માન્યતા ગૃહિત કરીને આ વિવેચને લખાયાં છે. આ પુસ્તક્માં જેને Comparative Study–એકમેકની સરખામણી અને સમન્વયની દષ્ટિથી કરાયેલો અભ્યાસ–કહે છે તે ધોરણે કરવામાં આવેલી આચનાઓને સંગ્રહ છે. અન્ય દર્શન અને સાધનામાર્ગોની અપેક્ષાએ જૈન ધર્મ શું છે અને તેની વિશિષ્ટ વિચારસરણી કયા પ્રકારની છે તે જાણવા-સમજવાની જેનામાં જિજ્ઞાસા હોય તેમને આ લેખસંગ્રહ ભારે ઉપકારક નિવડવા સંભવ છે. શ્રી દલસુખભાઈને પરિચય આપતાં પંડિત સુખલાલજી જણાવે છે કે “શ્રી દલસુખભાઈ નથી મેટ્રીક કે નથી કેઈ ઉચ્ચ કક્ષાની શાસ્ત્રીય પદવીના ધારક; પણ એમને વિદ્યાવ્યાસંગ એટલો બધો વિશાળ, ઊંડો અને વિવિધવિષયસ્પર્શી પહેલેથી આજ સુધી અખંડપણે ચાલતે મેં નિહાળ્યું છે કે, એમ કહી શકાય કે, એને પરિણામે જ તેઓ અનેક ઉચ્ચ વિધાસ્થાનેને અલંકૃત કરતા આવ્યા છે. કાશી વિશ્વવિદ્યાલયમાં તેઓ લગભગ ૨૫ વર્ષથી વિદ્યાની સાધના કરતા રહ્યા. તેઓ જૈન આગમ, જૈન દર્શન અને બૌદ્ધપાલિ તથા સંસ્કૃત-ગુંથેના અધ્યાપક પણ રહ્યા; એટલું જ નહિ, તેમણે ત્યાં રહી અનેક મહત્વપૂર્ણ જેન–બૌદ્ધ દાર્શનિક ગ્રંથોનું સંપાદન પણ કર્યું છે. તેને લીધે તેમની વિદ્યાકીર્તિ કત્તા અને બિહાર જેવા વિદ્ર—ધાન પ્રદેશમાં અને વિશ્વવિદ્યાલયોમાં પણ વિસ્તરી છે. છેલ્લાં પાંચેક વર્ષથી તેઓ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર નામક સંસ્થાના મુખ્ય સંચાલક (ડિરેકટર) તરીકે નિયુકત છે અને તેમની આસપાસ એ સંસ્થાના વિદ્વાન અને સુવિદ્રાનું એક નાનકડું શુ તેજોમંડળ પણ રચાયું છે. “શ્રી દલસુખભાઈ જન્મે ઝાલાવાડના ધમેં સ્થાનક્વાસ;
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy