SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૧૫ પ્રબુદ્ધ જીવન ૧૪૫ પથિ' (અનંત એવા માર્ગને પ્રવાસી) એ મથાળાના મારા છેલ્લામાં છેલ્લા પ્રવાસપુસ્તકમાં એ લેખને સમાવિષ્ટ કર્યો છે. મારા પુસ્તકને ગુજરાતી અનુવાદ કરવાની તમને હું ખૂબ રાજીખુશીથી રજા આપું છું. આ પત્રની કૃપા કરીને પહોંચ લખશે. તમારા વિષે આદરપૂર્ણ પ્રબોધકુમાર સંન્યાલ આમ અનુવાદની અનુમતિ મળ્યા બાદ યોગ્ય અનુવાદક મારે પ્રાપ્ત કરવો રહ્યો. એ માટે મેં જુદા જુદા મિત્રો સાથે પત્રવ્યવહાર કર્યો અને તેમાંથી કોઈને જાતે પણ મળ્યું. બંગાળી જાણનાર તે મળે પણ આવા એક પુસ્તકને અનુવાદ કરવા જેટલો સમયને અવકાશ કોની પાસે હોય? છેવટે ડૉ. ચંદ્રકાંત હરપ્રસાદ મહેતા, એમ. એ. પીએચ. ડી. જેઓ હાલ દિલ્હી યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના નિયામક અને રીડર છે તેમણે આ બંગાળી પુસ્તકને અનુવાદ કરી આપવાનું માત્ર સ્નેહભાવે માથે લીધું અને એક વર્ષમાં તે કામ પુરું કરી આપ્યું. આ માટે ભાઈ ચંદ્રકાંતને હું ખૂબ ઋણી છું અને પોતાના અત્યત વ્યવસાયરા જીવનમાંથી સમય કાઢીને અનુવાદ કરી આપ્યો તે માટે તેમને હું જેટલો આભાર માનું એટલે ઓછો છે. આમ આ અનુવાદ હાથ ઉપર આવ્યા બાદ તે પ્રબુદ્ધ જીવનમાં કમશ: અને અતૂટ ધારાએ આપી શકાય તે જ વાચકનો રસ ટકી શકે - એ બાબતની સરખાઈ આવતાં લગભગ વરસ દોઢ વરસ નીકળી ગયું. આખરે પ્રબુદ્ધ જીવનના આવતા અંકથી આ તીર્થયાત્રાવર્ણન ક્રમશ: અને બને ત્યાં સુધી અતુટ ધારાએ આપવાને નિર્ણય કર્યો છે. પ્રબુદ્ધ જીવનના વાચકોને આ વર્ણન અત્યન્ત રસપ્રદ નીવડશે એમાં કોઈ શક નથી. વાચકોએ આ વર્ણન વાંચતાં એ ધ્યાનમાં રાખવાનું છે કે આ યાત્રા ૧૯૩૫-૩૬ ની સાલ આસપાસ કરવામાં આવી છે કે જ્યારે આજની જેવી લાંબા અંતરની બસ સર્વિસની કોઈ સગવડ નહોતી અને યાત્રાળુને ઋષિકેશથી પગે ચાલતાં હિમાલયનાં આ તીર્થોની યાત્રા કરવી પડતી હતી. તેની અગવડ જેમ હતી તેમ તેને આનંદ પણ જુદો જ હતા. આ પુસ્તકના નામ વિષે થેડે ખુલાસો કરી લઉં. મહાભારતનું યુદ્ધ પૂરું થયા બાદ, જીતેલું રાજ્ય ભોગવવામાં જેમને કશે જ રસ રહ્યો નહોતો એવા પાંચ પાંડવ અને દ્રૌપદીએ પોતાના શરીરને ગાળી નાખવાના હેતુથી હિમાલયનું બદ્રીકેદારના માર્ગે આરોહણ કરેલું એવી મહાભારતમાં કથા છે. તેમના આ અંતિમ પ્રસ્થાનને ‘મહા પ્રસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. શ્રી પ્રબોધકમાર સંન્યાલ પોતાના આ અદ્ભુત યાત્રાવર્ણદ્વારા આપણને આ મહાપ્રસ્થાનના પથિક–યાત્રિક બનાવે છે. " પરમાનંદ. થોડાંક અવલોકન જીવનને અમૂલો આનંદ ' આ નાની પુસ્તિકા શ્રી જોસેફ પંગ વે નામના એક ઍસ્ટેલિયન લેખક અંગ્રેજી ભાષામાં લખેલી “Happiness for you now’ એ મથાળાની પુસ્તિકાને શ્રી જમુભાઈ દાણીએ કરેલે ગુજરાતી અનુવાદ છે. આ નાની પુસ્તિકામાં માનવી માત્રમાં રહેલી સુખ પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. માનવીના સુખને આધાર તેણે પોતાના જીવનની શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક બાજુઓમાં કેટલી સંવાદિતા પ્રાપ્ત કરી છે એના ઉપર રહેલો છે. આ અંગે બીજું સૂચન એ છે કે માનવીનું મન ભૂતકાળનાં સમરણ અને ભવિષ્યની કલ્પનાએ વડે એટલું બધું ગ્રસ્ત છે કે વર્તમાન પળમાં રહેલ આનંદ અને સૌન્દર્યને તે પૂર્ણ રૂપમાં અનુભવી શકતો નિથી, માણી શકતો નથી. જો માનવીનું મન ભૂતકાળ અને ભવિ કાળના આ ભારથી મુકત બની શકે અને વર્તમાનને પૂરા અર્થમાં સમજવાને અને જીવવાને પ્રયત્ન કરી શકે તે પોતાના સમગ્ર જીવન ન આનંદસભર તેમ જ અર્થસભર બનાવી શકે. આ વિચારના સંદર્ભમાં પુસિતકાના અન્ત ભાગમાં જણાવવામાં આવ્યું છે કે “જીવનની પ્રત્યેક પળ આપણી સુન્દર આત્મશકિતઓને પ્રગટાવવાની અને વિક્સાવવાની જવલંત તક છે. આજે મળી છે તે તને જો આપણે લાભ લઈશું તો શાશ્વત સુખને માટે જાગેલી આપણી ઝંખનાની પરિતૃપ્તિ કરી શકીશું અને જીવનના વિકાસમાં એક વધુ પગલું આગળ માંડી શકીશું. જીવનની આ સુવર્ણ તકને ઉપયોગ આપણા જીવનની પ્રતિપળની સવગી સુન્દરતાના સુન્દર સંગીતમાં આપણે કરવાનું છે. જેટલા પ્રમાણમાં એની પૂર્ણતા હશે એટલા પ્રમાણમાં આપણે સુખની વધુ નિકટ આવી શકીશું. જીવનનું પ્રત્યેક વર્તમાન પળનું એ અપૂર્વ અને શાશ્વત સુખ સર્વને સાંપડો એ જ ભાવના!” આમ આ પુસ્તિકા મધુર વિચારોના પુષ્પગુચ્છ જેવી છે. તેનું વાંચન જીવનમાં આશા, શ્રદ્ધા અને ઉલ્લાસ પ્રેરે તેવું છે, તેની કિંમત રૂા. ૧-૨૦ છે અને તેનું પ્રાપ્તિસ્થાન સૌ. સૂર્યા જ, દાણી, પ-અ/૫૧ સોનાવાળા બીડીંગ, તારદેવ, મુંબઈ-૭, (w. B,) છે. ‘ખીલતી કળીઓ આ પુસ્તકમાં શ્રી જમુભાઈ દાણીએ લખેલી જીવનલક્ષી ૬૦ ચિન્તનિકાઓને સંગ્રહ છે. આ કળીઓનું સર્જન કેમ થયું તે વિશે શ્રી જમુભાઈ જણાવે છે કે “પ્રૌઢ અને પ્રાજ્ઞ દેખાતી, સ્થિર અને શાન્ત ચંબલને કાંઠે, પમરાટથી પમરી રહેલા બિરલા ગ્રામમાં, ૧૯૬૩ ના મે માસમાં નાનકડી સ્વજનમંડળીમાં બેસી રેજ પ્રભાતે અમે જીવન, ચિંતન, દર્શન અને આચારની ચર્ચા કરતાં, જોયેલું અને જાણેલું, વાંચેલું અને વિચારેલું, તથા જેવું તેવું અનુભવેલું અને આચરેલું એવું કંઇ કંઈ હું સૌને સંભાળવતા. એ દિવસની ત્યાંની શાન્ત, મંજુલ અને મધુરી પણ મસ્તીભરી પ્રકૃતિના દર્શન વેળા મારે અતરે જે ઊગતું તેને હું શબ્દસ્થ કરી લેતા અને સૌ રસથી તેનું શ્રવણ તા. આ પુસ્તકમાં પરત પમરાટ એવી કળીઓને છે.” આ પુસ્તકના વાચન દ્વારા શ્રી જમુભાઈના ઉત્કટ સંવેદનશીલ વ્યકિતત્વને સુભગ પરિચય થાય છે. તેમાં કેટલાંક સુન્દર શબ્દચિત્ર છે, કેટલાંક અનંત ઉત્કટ સંવેદનને આપવામાં આવેલાં મૂર્ત રૂપે છે. કેટલાંક પ્રકરણમાં આજના માનવી જીવનમાં જ્યાં ત્યાં દેખાતી, અનુભવાતી વિસંવાદિતાએ તેમના ચિત્ત ઉપર પાડેલા તીવ્ર આઘાતપ્રત્યાઘાતે રજૂ કરવામાં આવ્યા છે. કોઈ કોઈ પ્રકરણ એકાન્ત ઉપદેશપ્રદાનમાં સરી જાય છે. આમાંના ઘણાં પ્રકરણો એવાં છે કે જે આપણા પોતાના અંગત સંવેદને અને આઘાત પ્રત્યાઘાતેને શ્રી જમુભાઈ સચોટ રીતે અને એમ છતાં પિતાની લાક્ષણિક મૃદુતા અને સુકુમારતાને અભિવ્યકત કરતી ભાષામાં રજૂ કરે છે. આ રીતે આ પુસ્તક પ્રારંભથી અંત સુધી વાચકના ચિત્તને એક્સરનું જક્કી રાખે છે અને તેનું વાચન શરૂ કરનાર લગભગ એક બેઠકે આખું પુસ્તક પૂરું કરે છે. એક પ્રકારના પદ્યાત્મક ગદ્ય જેવી આ ચિન્તનિકાઓ છે. આ પુસ્તકને પ્રવેશક અધ્યાપક શ્રી અનન્તરાય મ. રાવળે લખ્યું છે. તેમણે શ્રી જમુભાઈની લેખનશૈલી અંગે યથોચિત જણાવ્યું છે કે “પુસ્તકની સામગ્રીના વસ્તુમાં આમ જીવનચિન્તક થિયોસૉફિસ્ટ અને શિક્ષકનું દર્શન થાય છે તે એની લખાવટમાં લેખકને સાહિત્યરસિક જીવ વિહરતા-વિલસતા જણાય છે. લખાણમાં ક્યાંક ગિજભાઈની લેખનશૈલીના અને કયાંક ક્યાંક હાનાલાલની વાણીના લહેકો-લટકાં કેળાયા વિના નહિ રહે. શદવિલાસ અને અનુપ્રાસ પ્રત્યેને શ્રી જેમુભાઈને પક્ષપાત અછત નથી રહેતો ... ગદ્યમાં વાણીની છટા અને કાવ્યનાં મૃદુતા-માધુર્ય એ ઘણીવાર લહેરાવે છે. વિચારાત્મક લખાણ માટે આવી લખાવટ ઘણી વખત બીનજોખમી હોતી નથી. શબ્દવિલાસ કે શબ્દોલ્લાસી શૈલી વિચારને, પાછળ રાખી કે ઢાંકી દઈ પોતે છાતી કાઢી આગળ થાય એ ઈચ્છવા જેવું
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy