SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રબુદ્ધ જીવન કાલે જ તાળુ મારવું પડૅ. હું તો તારા કરતાંય વધારે ચુસ્ત વૈષ્ણવ છું એ તું જાણે છે? તને રોજ ચરણામૃત આપતા જઈશ અને કંઠી બાંધવી એટલે નહિ અભડાય. પછી છે કંઈ.” આમ હજુ મારા માતુશ્રીને કઈ વિચારવાને અવકાશ રહે એ પહેલાં તે તેમના માટેની પથારીના પણ ઑર્ડર આપી દીધા અને એમને વ્યવસ્થિત કર્યા પછી ત્યાંથી હટયા. આવી મમતા પ્રત્યેક દર્દી પ્રત્યે બતાવતાં પૂ. કાકાનું દર્શન કરીએ ત્યારે સહજ થઈ આવે કે આવા પુણ્યપ્રતાપી આત્માઓ આ ભારત ભૂમિમાં ફરે છે, માટે જ આ ભારત ટકી રહ્યું છે.” અંગત અંજલિ ગાંધીજીએ જેમની સેવાની ઉપર જણાવેલ શબ્દોમાં કદર કરી છે તેમાં હું શું ઉમેરૂ ? ગોરધનભાઈએ કરેલી હાસ્પિટલની સેવા એક પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની જે અનન્ય ભાવે સેવા કરે તે પ્રકારની છે. પતિની સુરક્ષા અને તેના સ્વાસ્થ્યની ચિન્તા એ સિવાય પતિવ્રતા સ્ત્રીને બીજી કોઈ બાબતમાં રસ હોતો નથી. તે અન્ય કોઈ સામે જોતી નથી. તેની નજર કેવળ પતિ ઉપર જ કેન્દ્રિત હાય છે. તે અન્યની સેવા કરે છે તો પણ પતિસેવાને કેન્દ્રમાં રાખીને અને તેના અનુબંધમાં જ. આવી જ રીતે ગોરધનભાઈએ માત્ર સર હરકીશનદાસ હાસ્પિટલની જ એલક્ષી સેવા કરી છે. તેમણે બીજાં અનેક સેવાનાં કાર્યો કર્યા હશે, પણ તે સર્વ સર હરકીશનદાસ હાસ્પિટલની પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને અને તેના અનુબંધમાં જ. મુંબઈ જેવી મહાનગરીમાં વસતા શક્તિશાળી સાધનસંપન્ન અને સેવાપરાયણ માનવીને મહત્ત્વાકાંક્ષા મ્યુનિસિપલ કોરપોરેશન, વિધાન સભા, લાકરાભા જેવાં અનેક જાહેર સેવાનાં ક્ષેત્ર તરફ ખેંચ્યા જ કરતી હોય છે. આવા આજના પ્રલાભનપૂર્ણ વાતાવરણમાં ગારધનભાઈ જેવી વ્યકિત સર હરકીસનદાસ હૅૉસ્પિટલ જેવા એક સીમિત સેવાક્ષેત્રને જ આખી જી ંદગી સુધી વળગી રહે અને તેના સતત ઉર્જાની ચિન્તામાં જીવનના અવશેષ ભાગ પૂરો કરવાનો મનોરથ સેવે—આ એક અસાધારણ ઘટના છે. આ પ્રકારના ગોરધનભાઈની જોડી મળવી વિરલ છે. બીજું ગારધનભાઈ કે જેમની સાથે વર્ષોજૂનો મારો પરિચય છે તેમનું અંગત જીવન જુએ તો માલુમ પડશે કે તેઓ મુંબઈના સુઘડ અને સ્વચ્છ ગણાતા બાબુલનાથના લત્તામાં આવેલા બંગલા— ઘાટના મકાનમાં એક વિશાળ બ્લાકમાં રહે છે. તેમની રહેણી કરણી અને નિવાસસ્થાનની રાણક એક જન્મજાત શ્રીમાનની છે. તેમનું જીવન આ રીતે વૈભવશાળી ગણાય. એમ છતાં પણ આ વૈભવથી તેઓ તદ્દન અલિપ્ત છે. તેમનું ધ્યાન ઈશ્વરસ્મરણમાં અને હોસ્પિટૂલની આબાદી અને ઉર્જાની તમન્નામાં અને આરોગ્યપ્રાપ્તિ અર્થે આવતાં જતાં અનેક ભાઈ બહેનોના સ્વાસ્થ્યની ચિન્તામાં જ સંલગ્ન હોય છે. આ રીતે તેઓ ગૃહસ્થ છતાં કેવળ સાધુજન છે, સંસારી છતાં સંન્યાસી છે, વૈભવયુકત હોવા છતાં બૈરાગી છે, તેમની નજર આ દુનિયામાં હોવા છતાં અન્ય દુનિયામાં હોય એમ આપણને લાગે. આપણા દેશમાં આજે અનેક હાસ્પિટલા અસ્તિત્ત્વમાં આવ્યા છે અને તેનું અનેક ડોકટરો અને વહીવટકર્તા સંચાલન કરે છે, પણ માત્ર તે જ હાસ્પિટલનું અસ્તિત્ત્વ પૂરા અર્થમાં સફળ બને છે કે જેને ગોરધનભાઈ જેવા નિષ્કામ, સેવાનિષ્ઠ, સહ્રદય, સંવેદનશીલ અને પેાતાના સર્વ સમય અને શકિત સમર્પિત કરનાર મુરબીના ચોગ સાંપડયો હોય. આવા પુણ્યપુરુષ ગોરધનભાઈને આપણાં અનેક વન્દન હો અને તેમનું અવશેષ જીવન આરોગ્યપૂર્ણ બને અને સર હરકીસનદાસ હાસ્પિટલની સેવા કરતાં કરતાં સમાપ્ત થાએ એવી તેમના વિષે આપણી શુભેચ્છા અને અન્તરની પ્રાર્થના હો ! પરમાનંદ “મહાપ્રસ્થાનના પથ ૧૬-૧૧-૬૫ પર પ્રવેશક હું કુટુંબી મંડળી સાથે બદ્રીનાથ તથા કેદારનાથજીની યાત્રાએ ઈ.સ ૧૯૫૯ ના મે માસમાં ગયેલા તે પહેલાં સીમલા, મસૂરી, દારજીલિંગ, નૈનીતાલ એ સ્થળોના પ્રવાસ દ્રારા હિમાલયના દર્શન તે અનેક વાર કરેલાં, પણ હિમાલયનાં આ પુરાણપ્રસિદ્ધ તીર્થોની યાત્રા કરવાનું વર્ષોજૂનું સ્વપ્ન ત્યાં સુધી ફળેલું નહિ. આ બદ્રી—કેદારની યાત્રા દ્વારા હિમાલયની અગાધ ભવ્યતાનાં જે દર્શન થયાં તે દર્શનને શબ્દબદ્ધ કરીને બુદ્ધ જીવનના વાચકો સમક્ષ રજૂ કરવાના કેટલીયે વાર વિચાર આવેલા, પણ તે સંવેદનને શબ્દમાં મૂકવા જેટલું મારામાં વાણીસામર્થ્ય નથી એમ લાગતાં. તે વિચાર—તે ઈચ્છા-વણપુરાયેલી રહેલી. સમય જતાં બંગાળી સુપ્રસિદ્ધ લેખક શ્રી પ્રબોધકુમાર સંન્યાલના ‘મહાપ્રસ્થાને રૂપથપર' એ પુસ્તકના હિંદી અનુવાદ (અનુવાદક શ્રી હરિકૃષ્ણ ત્રિવેદી, પ્રકાશક: શ્રીપતરાય, સરસ્વતી પ્રેસ, કાશી) મારા વાંચવામાં આવ્યો. અને તે વર્ણનથી હું ખૂબ જ પ્રભાવિત બન્યો અને તેનો અનુવાદ પ્રબુદ્ધે જીવનમાં પ્રગટ કરું એવા વિચાર આવ્યો. આ વિષે, કાકાસાહેબ કાલેલકર એ દિવસામાં મુંબઈ આવેલા તેમની સાથે વાત થઈ. તેઓ થોડા સમય પહેલાં જ કલકત્તા ખાતે ભરાયલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની જવાબદારી પૂરી કરીને મુંબઈ આવેલા. તેઓ શ્રી. પ્રબોધકુમાર સંન્યાલથી સુપરિચિત હતા. વળી તેઓ કલકત્તા હતા ત્યારે તેમને મળેલા પણ ખરા. પ્રસ્તુત પુસ્તક મૂળ બંગાળી પણ તેમના વાંચવામાં આવેલું. મેં કાકાસાહેબને જણાવ્યું કે ‘મૂળ બંગાળી લેખક મને રજા આપે તો આ પુસ્તકના અનુવાદ કરાવીને હું ક્રમશ: પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા ઈચ્છું.' તેમણે શ્રી પ્રબાધકુમાર સંન્યાલને પત્ર લખ્યો અને તેના અનુસંધાનમાં મેં પણ તા. ૨૦-૨-૬૨ ના રોજ એક પત્ર લખ્યો. તે પહેલાં ઉપર જણાવેલ ઈચ્છાને અનુસરીને સરસ્વતી પ્રેસના મેનેજર શ્રીપતરાયને, તેમનાં હિંદી અનુવાદને ગુજરાતી અનુવાદ કરવાની સંમતિ આપવા માટે પણ મે એક પત્ર લખ્યો જ હતો. શ્રીપતરાયે જવાબમાં અમુક વળતરની માગણી કરેલી. આ પત્ર પણ શ્રી પ્રબોધકુમાર સંન્યાલ ઉપર મે' બીડેલા. શ્રી પ્રબોધકુમાર સંન્યાલ તરફથી ઉપરના મારા પત્રનો નીચે મુજબ જવાબ આવ્યો. ફેબ્રુઆરી ૨૨, ૧૯૬૨. માન્યવર બંધુ, તમારો તા. ૨૦-૨-૬૨ ના પત્ર મળ્યો જે માટે તમારો 'હું આભાર માનું છું. તમારા અંગે કાકાસાહેબે મને લખ્યું છે અને તેથી તમારા વિષે હું આદર અનુભવું છું. હું મધુરતાભરી ગુજરાતી ભાષા વાંચી શકતા નથી એ બદલ ખિન્નતા વ્યકત કરું છું. તમારી ઉપર આવેલા શ્રીપતરાયનો કાગળ મેં વાંચ્યો. તેમના હિંદી અનુવાદ ઉપરથી ગુજરાતી અનુવાદ કરાવવાની ઉપાધિમાં તમારે પડવાની જરૂર નથી. મૂળ બંગાળી ઉપરથી આ પુસ્તકનો તમે અનુવાદ કરાવા એ વધારે ઠીક થશે. કાકાસાહેબ તરફથી મને જાણવા મળે છે કે મુંબઈ તથા અમદાવાદમાં એવા ઘણા ગુજરાતી વિદ્રાના છે કે જેઓ બંગાળી સારી રીતે જાણે છે. તમે તેમાંના કોઈની પણ મદદ મેળવી શકો તો મને આનંદ થશે. જે કોઈ હિમાલયની યાત્રા કરીને આવે છે તે વ્યકિત મને સહજપણે ખૂબ પ્રિલ લાગે છે. મને હિમાલયના ૩૭ વર્ષના અનુભવ છે અને ‘દેવતાત્મા હિમાલય’ એ શિર્ષક નીચે મેં બે વાલ્યુમ લખ્યા છે. છેલ્લા સાત વર્ષમાં તેની ૧૭ આવૃત્તિઓ થઈ છે. હિન્દુકુશથી આસામ અને બર્મા સુધી જેમાં તિબેટ, નેપાલ, ભૂતાન અને સિક્કીમના સમાવેશ થાય છે – આ બધા પહાડી પ્રદેશેામાં મેં પરિભ્રમણ કર્યું છે અને ઉપર જણાવેલ કુલ બે વાલ્યુમની અંદર મારા આ પ્રવાસઅનુભવાને ૧૭ વિભાગોમાં વહેંચી દીધા છે. ભારતીય સાહિત્યમાં એ પ્રકારના આ એક જ ગ્રંથ છે. હું ગુજરાતમાં અને મુંબઈમાં અને અમદાવાદમાં પણ ઘણીવાર આવ્યો છું અને ખૂબ ફર્યો છું. પણ .કમનસીબે તમારી જેવા લોકોને આજ સુધી મળવાનું બન્યું નથી. તાજેતરમાં ‘અગ્નિક્ષેત્ર જૂનાગઢ’ એ મથાળાના લેખ મે પ્રગટ કર્યો છે અને ‘નિત્ય પાથેર
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy