________________
પ્રભુ જીવન
તા. ૧૬-૧૧-૬૫
ને વેપારની આંટીઘૂંટીમાં આપણને રસ પડે નહિ. પણ વખત તો પસાર કરવા જ જોઈએ ને !
“સને ૧૯૧૩ના અરસામાં મામીએ લીલા સંકેલવા માંડી. પેાતાના સ્ત્રીધનના દાગીના વેચતાં રૂા. બે લાખ ઉપજ્યા. તેમાંથી પચાસ હજાર વનિતા વિશ્રામના સભાગૃહ માટે અને દોઢ લાખ સસ્તા ભાડાના કપાળ નિવાસ માટે આપ્યા. એ અરસામાં મામાના વીલની રૂઈએ વરસાવા અને દેવલાલીનાં સેનેટોરિયમ બાંધવાનું કામ ચાલું થયું હતું તેમાં હું રસ લેતો થયો.
“સર હરકીસનદાસે પેડર રોડ પરના પોતાના બંગલા આજે જયાં વીલા થેરીસા કોન્વેન્ટ એન્ડ ગર્લ્સ હાસ્ટેલ છે—તે હાસ્પિટલ કરવા માટે આપ્યા હતા. ત્યાં હાસ્પિટલ કરવા સ્વ. તુલસીદાસે બધી તૈયારી કરી, પણ પેડર રોડ પર રહેતા આગેવાન શહેરીઓએ વાંધા લીધા કે અમારા લત્તામાં હોસ્પિટલ નહિ જોઈએ. એટલે છેલ્લી ઘડીએ મ્યુનિસિપાલીટિએ રજા ન આપી અને એ વખતમાં શ. સાડા ચાર લાખની કિંમતે અંકાતા એ બંગલા ઘણી જહેમત પછી ખરીદનારના અભાવે આખરે અમારે રૂપિયા અઢી લાખમાં વેચવા પડયો. “સને ૧૯૧૪માં સર હકીસનદાસનાં પત્ની લેડી માનકોરબાઈ રૂપિયા સાડાચાર લાખ જેટલી પોતાની બધી મિલ્કત સર હરકીસનદાસની જે ચેરીટી થાય તેમાં ઉમેરવા આપી વિદેહ થયાં. આ રીતે સર હરકીસનદાસ અને લેડી માનકોરબાઈની બધી મળી કુલ રૂપિયા સાત લાખ જેટલી રકમ અમને ટ્રસ્ટીઓને મળી.
“સર હરકીસનદાસે તેમની દીકરી નવલબહેનના જમાઈ સ્વ. તુલસીદાસ શેઠને ટ્રસ્ટી નીમેલા. તેમણે હાસ્પિટલ કરવા ભેખ લીધા અને મને સાથે રાખ્યો. તુલસીદાસ શેઠની કાર્યકુશળતા, દીર્ઘદષ્ટિ અને શુભ નિષ્ઠાના મારા પર ખૂબ પ્રભાવ પડયો અને હું એ રંગે રંગાવા લાગ્યા.
“ઘણી જહેમત પછી સને ૧૯૨૫માં હૉસ્પિટલ શરૂ થઈ. ધીરે ધીરે લોકોને તેના ફાયદા જણાતા ગયા અને દિવસાનુદિવસ લોકો વધારે ને વધારે લાભ લેતા થયા અને ઉદાર દાતાઓના સહકારે હૅસ્પિટલ વિકસતી ચાલી. થોડું કરીને બેસી રહેવાનું તુલસીદાસ શેઠને રૂચે નહિ. એ આ સેવાકાર્યમાં તન્મય બન્યા. અને હોસ્પિટલ કેમ અદ્યતન અને વિશેષ લોકોપયોગી બને તેની જ તેઓ અહીંરાત ઝંખના સેવતા થયા. મને બધી બાબતથી વાકેફ કરે. કાર્ય પરત્યેની એમની નિષ્ઠા અને અથાક પુરૂષાર્થે મને પ્રેરણા પાઈ અને હું વધારે ને વધારે રસ લેતા ગયા.
“સને ૧૯૩૧માં મારાં પત્ની મદનબાઈ : પ્રસૂતિવેળાએ એકાએક વિદાય થયાં. માતાપિતાના વાત્સલ્યની ઉણપ પછીની સુખદ સ્થિતિ કુદરતને મંજુર નહોતી. બધે અંધકાર દેખાય. ત્યાં અધૂરામાં પૂરૂં સને ૧૯૭૨માં તુલસીદાસ પણ એ પંથે પડયા. પણ બધી વિષમ પરિસ્થિતિ વચ્ચે ઈશ્વરનું કામ હતું તે ઈશ્વરે પૂરૂ કર્યું.
“પત્નીના મૃત્યુ સમયે મારી ઉંમર બેતાલીસ—ત્રે તાલીસ વર્ષની, તંદુરસ્તી પણ સારી. સૌ સગાંસ્નેહીઓએ મારી બેવડી ફરજનું મને ભાન કરાવ્યું કે મામીએ મને દત્તક લીધા છે તે વંશવેલા ચાલુ રાખવા, પણ મેં હાથ જોડયા.
“આજે લાગે છે કે કુદરતના એ કોપ મારા માટે ઈશ્વરના વરદાન જેવા કલ્યાણકારી હતા. ઈશ્વરને મારા ઉપર અસીમ ઉપકાર કે બધી માયાજાળમાંથી છોડાવી માનવસેવાના આ પવિત્ર કાર્યમાં મને જોડયા છે, અને નાના મેાટા તેમ અનેકના પ્રેમનું હું ભાજન બન્યો છું. આ હૅાસ્પિટલ મારૂં વિશ્રામસ્થાન બન્યું છે. મારા જીવનમાં મને મોટામાં મોટું આશ્વાસન હાય, આનંદ હાય તો એ જ છે કે વિશાળ સંખ્યાનાં ભાઈ બહેનોએ મારી ક્ષતિએ ભૂલી મને હરહમેશ અનહદ પ્રેમથી નવાજ્યો છે. મારા કાર્યથી, મારી વાતથી, હું
૪૩
કોઈને આશ્વાસન આપી શક્તા હોઉં, કોઈને આનંદ આપી શકતો હાઉં તો તે જનતાના આવા ઉમદા સ્નેહભાવના જ પ્રતિઘાય છે. એ બધાંનું ઋણ હું ફેડી શકું તેમ નથી. હૉસ્પિટલની પ્રવૃત્તિ કરતાં અનેક ભાઈ-બહેનોના સંપર્કથી હું સુખ, શાન્તિ અને આનંદ અનુભવું છું.”
‘
ધર્મ, કર્મ, સેવા–ઉપાસના જેવી બાબતમાં પૂછીએ તે કહે : “ભાઈ, એવા ગહન વિષયમાં હું સમજતા નથી, ને એવી ભાંજગડ અને ગડમથલમાં હું પડતો નથી. હું તો મારા અનુભવે એટલું સમજ્યો છું કે, પરમાર્થ કાજે પણ ફળવાંચ્છુ શ્રદ્ધાળુને ફળપ્રાપ્તિની રાહ જોવી પડે છે. મારા ભગવાન વાયદાના વેપારી નથી, રૉકડીઓ છે. જેટલું સૂઝે ને હ્રદય સાક્ષી પૂરે તેટલું કરું છું અને જે કાંઈ થાય કે ન થાય એ બધું જ ઈશ્વરને સમર્પણ કરી રાત્રે સુખશાન્તિથી ઊંઘી જાઉં છું.”
આશ્ચર્ય વચ્ચે ગીતાના એક સંસ્કૃત શ્લેક ટાંકીને કહે કે, “ગીતાના આવા નાના ને સાદો : મંત્ર આપણે આચારમાં મૂકી શકતા નથી. પછી એ ગાખવાથી કે વાગેાળવાથી શું અર્થ? જે સારૂં જાણીએ ને ઊર્ધ્વગામી સમજીએ તે પચાવી આચારમાં મૂકવા પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી એવું બધું જ્ઞાન કોઈ વાચનાલયને શાભાવતા પુસ્તકો જેવું બની રહે છે.
“બધું રહસ્ય માણસના મોંમાં રહેલું છે. જેણે જીભને જીતી નથી તેં સદાય હારેલા જ છે. હું તો એટલી સાદી વાત જાણુ` કે “કમ ખાના ઔર ગમ ખાના.” આટલું પણ આચારમાં મૂકી શકાય તે ઘણું છે. બાકી ગીતા, ઉપનિષદ અને શાસ્ત્રોની સાઠમારી શું કરવી? ભાઈ, ગીતા એ ગાખવાને વિષય નથી; એ જીવનના વિષય છે... ...
આવી અર્થસભર સ્વલક્ષી આલેાચના સમેટી લેતાં છેવટે તેમણે જણાવ્યું કે, “મારૂ જીવનકાર્ય પૂરૂ થયું છે. હાસ્પિટલને જનતાને સંગીન ટૂંકો છે. એ બાબતની હવે મને ચિન્તા નથી. રહ્યો તો લાખને; ગયો તે સવા લાખનો !”
ગાંધીજીની ગારધનભાઇને અંજલિ
આ ગારધનભાઈની સેવાથી ગાંધીજી સુપ્રભાવિત હતા. તેમને જલિ આપતા લેખમાં શ્રી મનુબહેન ગાંધી જણાવે છે કે, તેમનાં માતુશ્રી ૧૯૩૯માં માંદા પડયા ત્યારે ગાંધીજીએ તેમને મુંબઈના સર હરકીસનદાસ હૅાસ્પિટલમાં લઈ જવાની સૂચના કરતાં જણાવ્યું હતું કે, ‘હરકીસન હૅોસ્પિટલ મંદિર કરતાં ય વિશેષ પવિત્ર છે, કારણ કે ત્યાં જીવતો જાગતો ભગવાન બિરાજે છે. એ ગોરધનદાસની સલાહ લેવી.” વળી તેમની સેવાને બિરદાવીને ગાંધીજી ઘણી વાર કહેતા કે, “ગારધનદાસ મારી જેમ લંગોટી પહેરતા નથી, પણ સાચા મહાત્મા છે. મુંબઈ શહેરનું અણમેાલ રત્ન છે.”
ગારધનભાઇ અંગેના એક પ્રસંગ
શ્રી મનુબહેન ગાંધી, જેમને પરમ પૂજ્ય ગોરધનકાકા તરીકે વર્ણવે છે તેવા ગારધનભાઈને અન્તરની અંજલિ આપતા લેખમાં, તેમનાં માતુશ્રીને તેમના પિતાશ્રી સર હરકીસનદાસ હાસ્પિટલમાં ઉપચારાર્થે લઈ ગયા તે પ્રસંગને વર્ણવતાં જણાવે છે કે “પૂજય બાપુના આદેશ પ્રમાણે મારાં માતુશ્રીને લઈને પિતાશ્રી બતાવવા તો ગયા, પણ માતુશ્રી ચુસ્ત વૈષ્ણવ, જિન્દગીમાં પ્રથમ વેળા જ હોસ્પિટલને જોતાં જીદ લઈને બેઠાં કે “હું મરી ભલે જાઉં, પણ અહિં તો હિરજના કામ કરે, હું તેના હાથનું પાણીય ન પીઉં.” હવે શું થાય ! કુટુંબમાં પ્રશ્ન ઊભા થયા. તરત પૂજ્ય ગોરધનકાકા કહે “અરે બહેન, તું જો આ હોસ્પિટલમાં દાખલ ન થાય તે માર્ગે આ હાસ્પિટલને