________________
૧૭
પ્રભુ
બેથી ત્રણ જ વધુ મિનિટની જરૂર હતી. કાંઈ કરી રહ્યો છું એ બતાવવા માટે મે બાળકના શરીરને જરાક વધુ નીચે ખેંચ્યું, કે જેથી એના હાથ બહાર આવે. અને આ કરું' તે દરમ્યાનમાં ત સાજા પગની નાની ગુલાબી સુકોમળ પાની ધસીને બહાર નીકળી, મારા ટુવાલ નીચેથી મારા હાથમાં સુદઢ રીતે આવીએ હાથમાં કે જેનાં પર માતા તથા સંતાન ઉભયની સુરક્ષાની જવાબદારી હતી. સામર્થ્ય અને જીવનના ધબકારા વહાવતું બાળક ઉછાળા મારી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યું હતું.
કટોકટીની આ ક્ષણ મારે માટે અસહ્ય હતી. મારાથી એ કાર્ય ન થઈ શક્યું. ખોડવાળા પગ અથે મે બાળકીનો પ્રસવ કરાવ્યો. કુટુંબીજનોને ખરી પરિસ્થિતિની માહિતી આપી અને વળતે દિવસે અવાજમાં કુદરતી ખિન્નતા સાથે માતાને પણ આ વાતથી વાકેફ કરી.
મારી સર્વ અમંગળ પૂર્વશંકાઓ સાચી ઠરી, માતાને હાસ્પિટલમાં લાંબા સમય સુધી રહેવું પડયું; એ જીવતું હાડિપંજર બની ગઈ હતી. કુટુંબીઓ એક નિષ્ણાત પાસેથી અન્ય નિષ્ણાત પાસે બાળકીને લઈ જતાં હતાં. એવા સમાચાર પણ વખતોવખત મળતા હતા.
પરંતુ થોડા સમય બાદ મને એ કુટુંબના સમાચાર મળતા તન બંધ થયા. વર્ષો વીતવા માંડયાં અને આ વર્ષો દરમ્યાન પેલા પ્રલાભનને વશ થવાનું સામર્થ્ય' ન બતાવી શકવા માટે હું મારી જાતને તીવ્ર ઠપકો આપી રહ્યો હતા.
અમારી હોસ્પિટલના કર્મચારીઓ, નર્સ અને ડોકટરોના રંજનાથે પ્રત્યેક વર્ષે નાતાલ પ્રસંગે એક ભવ્ય આનંદોત્સવ ઊજવવાની પ્રણાલિકા ચાલી આવી છે. આ વર્ષના નાતાલના મનોરંજનના કાર્યક્રમ આગલાં વર્ષો કરતાં અનેક રીતે વધુ પ્રેક્ષણીય બન્યો.
ર્ગનમાંથી એક પ્રાચીન ધાર્મિક ગીતના પ્રારંભિક સ્વરો હળવાશથી ગુંજન કરી રહ્યા હતા ત્યારે ખંડની પછીતમાંથી વીથિકા વાટે સંપૂર્ણ શ્વેત યુનિફોર્મમાં સજજ થયેલી અને હાથમાં એક પ્રગટાવેલી મીણબત્તી રાખેલી વીસ નૉ ‘શાંત રાત્રિ’ નામક ગીતના પરિચિત સ્વરો આછેરા ગણગણતી ધીમા પગલે પ્રવેશી.
ત્યારબાદ પ્રગાઢ નીલ તેજરાશિથી સારાય તખ્તા છવાઈ ગયા. 'રૂપેરી નાતાલવૃક્ષ અને તે પરનાં પ્રશાભના તેજના અંબારથી ઝગમગી ઊઠયાં. તખ્તાની સામી બાજુએ એક કલાત્મક પડદો નાંખવામાં આવ્યો હતો અને ત્યાં બેઠી બેઠી ઝગમગતાં શ્વેત વસ્ત્રો પરિધાન કરેલી ત્રણ સુંદર યુવતીઓ ઑર્ગનના સૂરો સાથે પેાતાના વાઘોનાં સૂરો સંવાદિતાપૂર્વક વહાવી રહી હતી— એકની પાસે હતું હાર્પ, બીજીની પાસે સેલા અને ત્રીજીની પાસે વાયોલીન, મારી આંખ અશ્રુભીની બની અને હું માનું છું કે અન્ય પ્રેક્ષકોની પણ એ જ સ્થિતિ હશે.
મને હાર્પ અતિપ્રિય છે, આ વાદ્યને કુમાશથી ખીલવનાર વાજિંત્રકાર, જે કૌમલ દાખવે છે તેનાથી હું સદાય મુગ્ધ બન્યો છું. હાર્પવાળી યુવતી જે તન્મયતાથી પોતાનું વાદ્ય વગાડી રહી હતી તે પ્રત્યે મારૂં ધ્યાન સ્વાભાવિક ખેંચાયું. પોતાના વાજીંત્ર પ્રત્યે અનન્ય પ્રેમ સિવાય આા પ્રકારની તન્મયતા અને કુશળતા સાધી ન શકાય. તેની મુહુ ગળી વાઘના તંતુઓ પર પટુતાપૂર્વક નાચી રહી હતી. જ્યારે નોં ગીત ગાઈ રહી હતી ત્યારે સૈાનેરી કેશરાશિથી સેહામણુ' બનેલું એનું વદન શ્રેણે ઊંચું કર્યું— કેમ જાણે કે તે ક્ષણે સારૂંથ વિશ્વ એક પુનિત અને દ્ભુત સ્થાન ન હાય !
મહાત્સવનો કાર્યક્રમ પૂરો થયા, અને બધાંય ધીમે ધીમે વિખરાઈ ગયાં. પરંતુ હું ન ગયો. વડી નર્સને ગાવા આનંદજનક કાર્યક્રમ યોજવા માટે, અને તેને અનેરી રીતે સફળતાપૂર્વક પાર પાડવા માટે, હાર્દિક અભિનંદન આપવા હું ખાટી થયા. હું બેઠો હતા એ
જીવન
તા. -૧૬-૧૧-૧૫
સ્થાને વીથિકા વાટે એક સન્નારી આવ્યાં. હું એમને એાળખતા નહેતા. મને અભિવાદન કરી એ બાલ્યાં :
“ડોકટરસાહેબ, તમે એને જોઈને? તમે તમારી બેબીને તા ઓળખી શક્યા હશેા જ. હાર્પ વગાડતી પેલી બાળાને તમે એકચિત્તે નીરખી રહ્યા હતા તે મારી દીકરી છે. તમે મને ભૂલી - ગયા તો નથી ને? સત્તર વર્ષ પહેલાં તમારી હાસ્પિટલમાં માત્ર એક જ સારા પગવાળી જન્મેલી પેલી બાળકી તે તમને યાદ છે ને? આ એ જ બાળકી. એને સારી કરવા માટે અમે બધાય ઉપાયો જમાવ્યા. હવે એના બીજો પગ બનાવટી છે એનો ખ્યાલ કોઈને પણ નહિ આવે. હવે તા એ સહેલાઈથી ચાલી શકે છે, તરી શકે છે અને નૃત્ય પણ કરી શકે છે.
પરંતુ સૌથી સારી વસ્તુ તા એ છે કે જે વર્ષો દરમિયાન એ પોતાના ખોડવાળા બીજા પગના ઉપયોગ ન કરી શકી તેમાં એણે પોતાના હાથનો ઉપયોગ કરવામાં અજબ કુશળતા મેળવી. હાર્પના તાર ઉપર એના હાથ એટલા સરસ ફરી શકે છે--અને પરિણામે આજે એ પ્રથમ પંકિતની હાર્મ-વાદક બની ચૂકી છે. આ વર્ષે તા એ વિદ્યાપીઠમાં પણ દાખલ થશે. તેને તે મારુ' રામત જીવન છે અને હવે એ એટલી બધી સુખી છે કે...” સન્નારીની આંખમાં આંસુ દેખાયાં.
અમારા વાર્તાલાપ દરમિયાન એ પ્રસન્નમુખી યુવતી ત્યાં ધીમેથી આવીને ઊભી રહી હતી: એના ચક્ષુઓમાં ચમકાર હતા,
“બેટા, આ છે તારા પહેલા ડૉકટર-આાપણા ડૅાકટર.” કપાયમાન સ્વરે માએ કહ્યું. મારી માફક એ સન્નારી પણ, મે` બાળકીની ખાડ વિષે પ્રથમ કુસમાચાર આપ્યા ત્યારથી માંડીને આજ સુધીના, પેલા વ્યથાભર્યા ભૂતકાળને નીરખી રહ્યાં હોય તા
નવાઈ નહિ.
આવેગથી જ એ બાળકીને મે મારી પાસે ખેંચી. એના સુદઢ ખભાંઓની પેલી પાર દષ્ટિક્ષેપ કરતાં મને પ્રસૂતિખંડનું સત્તર વર્ષ પહેલાંનું પેલું ઘડિયાળ દેખાયું. મારા હાથમાં વિશ્વાસપૂર્વક સોંપવાવામાં આવી રહેલાં એના જીવનને ઈરાદાપૂર્વક નષ્ટ કરવા હું,તત્પર બન્યા હતા. એ યાતનામય છે! હું પુન: જીવી રહ્યો.
આવેગ સમતા એના માથાં પર મૃદુતાથી હાથ ફેરવી મેં કહ્યું: “બહેન, તને અથવા કોઈને પણ કદીય નહિ ખબર પડે કે આજની આ રાત માટે માટે કેટલી મહત્વની છે, કેટલી અર્થપૂર્ણ છે. બહેન, તું તારું હાર્પ લે અને ‘શાંતિ રાત્ર’ના મધુર સુરો મારા એકલાને માટે જ ગૂંજતા કર. અત્યાર સુધી મારે માથે કેટલા અસહ્ય બોજો રહ્યો છે તેની કોઈને પણ ખબર નથી. હવે એ બાજો તું જ ખસેડ.”
યુવતીની 'મુલાયમ આંગળીના અનેરી કુશળતાથી વાદ્યતંતુઆને છેડી રહી હતી ત્યારે એની માતા મારા હાથ પર પેાતાનો હાથ મૂકી, અવકાશમાં નીરખતી હોય તેમ બેઠી હતી. કદાચ મારા મનની સાચી પરિસ્થિતિનો અને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે.
‘શાંત રાત્રિ’ના ગંતિમ સ્વર વાતાવરણમાં દિવ્ય સંગીત રેલાવી રહ્યા હતા ત્યારે જે જવાબ માટે મે આટલા દીર્ઘ સમય સુધી રાહ જોઈ હતી તે મને મળી ગયા હતા.
મૂળ લેખક:
ૐા. ફૅ ડરિક ભૂમિસ
વિષયસૂચિ
અદ્યતન આક્રમણ-પ્રતિઆક્રમણના સંદર્ભમાં અહિંસા વિચાર નિર્ણય કોણ કરશે? પ્રકીર્ણ નોંધ : “ ભૂતા સામે આપણે સવાઈ ભૂત મોકલવા જોઈએ, ” દિલ્હીના “ જૈન મિલન ” નો પરિચય વાત્સલ્યમૂતિ ગોરધનભાઈ
"
',
“ મહાપ્રસ્થાના પથ પર ” (પ્રવેશક) થોડાંક વલાકને
“ મારે મન પરમેશ્વર '
અનુવાદક: શ્રીમતી આશા તોલાટ
પરમાનંદ
ડો. ફૂ ડરિક ભૂમિસ
પૃષ્ઠ
૧૩૭
૧૩૯
૧૪૧
પ્રમાનંદ પરમાનંદ
૧૪૨
પરમાનંદ
૧૪૪
પરમાનંદ ૧૪૫
પ્રભાશંકર દલપતરામ પટ્ટણી ૧૪૬