SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૬૫ પ્રમુખ જીવન રાજકીય સ્વતંત્રતા અને આર્થિક સદ્ધરતા ✩ કોઈ પણ રાષ્ટ્રની સ્વતંત્રતા કે પ્રાદેશિક અખંડિતતાની સાચવણીના મુખ્ય આધાર તેની પ્રજાની એકતા, લશ્કરી બળ અને આર્થિક સદ્ધરતા ઉપર નિર્ભર રહે છે. આ હકીકતનાં સંચાટ દર્શન આપણને હિંદ—પાકિસ્તાન યુદ્ધમાંથી બહુ સ્પષ્ટ થયાં છે. ઓકટોબર ૧૯૬૨નાં ચીનના આક્રમણ પછીથી આપણે રાષ્ટ્રની લશ્કરી તાકાતને મજબૂત બનાવવા ૧૯૬૦-૬૧ કરતાં ત્રણગણું ખર્ચ ૧૯૬૩/૬૪ના વર્ષથી કરવા માંડયું. આપણું સંરક્ષણ પાછળનું વાર્ષિક ખર્ચ રૂા. ૨૦૦ થી ૨૫૦ કરોડની આસપાસ ૧૯૫૭/૫૮ થી ૧૯૬૧/૬૨ના વર્ષમાં હતું જયારે ૧૯૬૩/૬૪ અને ૧૯૬૪/૬૫ તેમ જ ચાલુ સાલમાં આ આંક રૂા. ૭૦૦ થી ૭૫૦ કરોડ આસપાસ પહોંચી ગયો છે. આ વધેલા ખર્ચને પહેોંચી વળવા ભારત સરકારે નવા કરવેરા નાંખેલા છે. ૧૯૬૦/૬૧માં મધ્યસ્થ તેમજ પ્રાંતોની સરકારની કરવેરાની આવક રૂા. ૧૩૫૪ કરોડની હતી, તે ૧૯૬૪-૬૫માં રૂા. ૩૦૮૦ કરોડ સુધી પહોંચી છે તેવા અંદાજ છે. આ આર્થિક બોજો ૧૯૬૩/૬૪માં વધારવામાં આવેલા ત્યારે તેની ખૂબ આકરી ટીકાઓ થયેલી. આજે આ વધેલા ખર્ચે દેશનું લશ્કરી તંત્ર ખૂબ મજબૂત બનાવ્યું છે, અને તેથી જ પાકિસ્તાનના આક્રમણના સામના આપણા જવાનો ખૂબ સરસ રીતે કરી શકયા. આટલું ખર્ચ વધાર્યા પછીથી તે ફકત રાષ્ટ્રીય આવકના ૨ થી ૩ ટકા ભાગ જેટલા થાય છે, જયારે અમેરિકા તેની રાષ્ટ્રીય આવકના ૧૧ થી ૧૨ ટકા સંરક્ષણ પાછળ ખર્ચે છે. મધ્યસ્થ સરકારના બજેટમાંથી આપણે ૩૫ થી ૪૦ ટકા હવે સંરક્ષણ ખર્ચ માટે ફાળવીએ છીએ જયારે અમેરિકા ૬૧થી ૬૮ ટકા ખર્ચે છે. આપણું ખર્ચ ઓછું છે કારણ કે આપણા દેશ ગરીબ છે. આપણું અર્થતંત્ર આથી વધુ ભાર ઝીલી શકે તેમ ન હતું. વિશેષમાં ચીની આક્રમણ દરમ્યાન અને ત્યાર પછી ભારતને આર્થિક સહાય મળવાની ચાલુ રહી હતી, જયારે પાકિસ્તાનના આક્રમણ પછીથી પશ્ચિમી સાઓએ આર્થિક તેમ જ અનાજની સહાય થંભાવી દીધી છે. આ આર્થિક મદદ આપણા અર્થતંત્રને તરતું રાખવા માટે લાભકારક નીવડી છે જ તેમાં શંકા નથી. આમાં અમેરિકાએ આપણને જીવનની મુખ્ય જરૂરિયાત એટલે કે અનાજ–મોટા પ્રમાણમાં પુરું પાડી દેશને આંતરિક વીખવાદના મુખમાં જતાં બચાવી લીધેલા તેમ જ ફ ુગાવાની આકરી અસરોને હળવી કરવામાં કાંઈક અંશે રાહત આપેલી. અમેરિકાની આ P.L. 480 અનાજની “અફીણ” જેવી અસર સાથે સાથે આપણા ઉપર થઈ છે અને તેથી અનાજમાં સ્વાવલંબબન મેળવવાના આપણાં પ્રયત્નો ઢીલા રહ્યા છે. એ સાથે અહીં એટલું પણ યાદ કરાવવું જોઈએ કે અમેરિકાની અનાજની મદદ તેના સ્વહિતમાં હતી જ અને છે; કારણકે તે દેશમાં અનાજના વધારો એટલા વિપુલ પ્રમાણમાં છે કે તેનો સંચય કરવા તેમ જ ભાવ ટકાવવા ત્યાંની સરકાર દર વર્ષ ૩ થી ૬ અબજ ડૉલર ખર્ચે છે. કૃષિ ક્ષેત્રમાં વધુ ઉત્પાદન (over production) હોવાથી, અમેરિકાની મધ્યસ્થ સરકાર ખેતી માટેના જમીનના વપરાશની મર્યાદા નકકી કરે છે અને એ મર્યાદાને વળગી રહેનાર ખેડુતને ઉંચા ભાવ તેમ જ આર્થિક મદદ આપવામાં આવે છે. આમ છતાં પ્રેસિડેન્ટના આર્થિક નિષ્ણાતેના ૧૯૬૪ના અહેવાલ પ્રમાણે અમેરિકામાં ૪૦ ટકા ખેડૂતો ગરીબ છે. જયારે પ્રેસીડેન્ટ આઈઝનહાવરે ૧૯૫૯માં ભારત સાથે લાંબા ગાળાના અનાજની મદદના કરાર ઉપર સહી કરી ત્યારે તેમને કહેલું કે એ અનાજ શાંતિ અને વિકાસ માટે વાપરવામાં આવે છે તેથી તેઓ ખુશ છે. તેમાં માનવતાવાદથી પ્રેરાઈને મદદ થાય છે તેવો સૂર હતો. અત્યારે તે જ અનાજની (9 ૧૩૫ સહાય. તેમ જ બીજી આર્થિક સહાય ભારતની મૂળભૂત રાજકીય નીતિ ઉપર દબાણ લાવવા માટેનાં એક સાધન તરીકે વાપરવામાં આવે છે તે એક શોકની વાત છે. વિશેષમાં જયારે અમેરિકી જીવનના મૂળભૂત સિદ્ધાંતો દુનિયામાં લેાકશાહી મજબૂત કરવી અને તેને પ્રસારવી તે ઉપર ભાર આપે છે ત્યારે જ દુનિયાની મોટામાં મોટી લોકશાહી ઉપર આજે દુનિયાની ધનાઢય લોકશાહીવાળા દેશ પોતાની રાજકીય નીતિ લાદવા યત્ન કરે છે તે વધુ દુ:ખકારક છે. ખેર, આથી ભારતનું ‘અફીણ’નું ધેન ઉતરી ગયું છે, ‘આપ મર્યા વગર સ્વર્ગ પ્રાપ્ત ના થાય' તે સૂત્ર આજે વારંવાર આપણાં નેતાઓને વધુ સમજાય છે. આથી જ ઓકટોબરની ૧૯મીએ પ્રધાનમંત્રીશ્રી શાસ્ત્રીએ દેશને હાલ તુરંત આર્થિક આફતોમાંથી ઉગારવા નવાં જ આર્થિક પગલાંની જાહેરાત કરી, જેમાં બે નવી સંરક્ષણ લેન, ૧૫ વર્ષના સંરક્ષક સુવર્ણ બાન્ડ અને પરદેશી હૂંડિયામણ એકઠું કરવાની યોજનાઓને આવરી લેવામાં આવી છે. આ બધાના હેતુ રાષ્ટ્રીય વિકાસ અને સંરક્ષણ માટે વધુ કરવેરા નાંખ્યા વગર નવું ભંડોળ એકઠું કરવાના, બીજા દેશની સહાય ઉપર આધાર નહિ રાખવાનો તેમ જ પરદેશી હુંડિયામણની વિપરીત પરિસ્થિતિમાંથી દેશને ઉગારી લેવાના છે. આમાં ખાસ ધ્યાન ખેંચે તેવી ૧૫ વર્ષના સુવર્ણ બાન્ડ અને હુંડિયામણ એકઠું કરવાની યોજનાઓ છે. આ બન્ને કેટલેક અંશે પરસ્પર સંકળાયેલી છે કારણકે . સાનું કે પરદેશી હૂંડિયામણ બીજા દેશમાંથી સંરક્ષણ અથવા વિકાસને માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં વાપરી શકાય તેમ છે, તેમ જ સાનાના ઉપયોગ દેશનાં નાણાંનું મૂલ્યાંકન વધારવામાં મદદરૂપ થઈ શકે છે. સુવર્ણ એકઠું કરવાના આ કીમિયામાં જે નવીનતાઓ રહેલી છે, તેનું નીચે વિશ્લેષણ કરીશું. ૧. પ્રથમ જ વાર સાનાની સામે સાનું (૦.૯૯૫ ભાર)નું આપવાની આ યોજના છે. પહેલી બે યોજનામાં સોનું રૂા. ૬૨.૫૦નું એક તાલાના આંતરરાષ્ટ્રીય ભાવે ખરીદી લેવામાં આવેલું તેથી તેમાં ફકત રૂા. ૧૨ કરોડનું સાનું (આંતરરાષ્ટ્રીય ભાવની ગણત્રીઓ) ભેગું થયેલું, જયારે આ યોજનામાં સોનાના ભાવ નકકી કરવામાં આવ્યો નથી, કારણકે સેાનાના બજારભાવ સરકારી ભાવ (રૂા. ૬૨.૫૦ એક તોલાના) કરતાં બમણા છે. આ જટિલ પ્રશ્નની ગૂંચ જે સેાનું હાલમાં બોન્ડ ખરીદવા આપે તેને ઓકટોબર ૧૯૮૦માં એટલે કે ૧૫ વર્ષ પછીથી ૦.૯૯૫ ભારનું સાનું પાછું આપવામાં આવશે આ રીતે ઉકેલવામાં આવી છે. આ રીતે આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે સાનાના ભાવની (International Monetary fund) નકકી કરેલ સપાટીનું આપણે કાયદેસર રીતે પાલન કર્યું છે. ૨. આ યોજનાને આકર્ષક બનાવવા સરકારે કરવેરાની છૂટછાટો આપી છે. સુવર્ણ અંકુશ ધારો કે ક્સ્ટમ ધારો સોના બેન્ડ ખરીદનારને લાગુ નહિં પડે. તે સાનું કયાંથી આવ્યું છે તે પૂછવામાં નહિ આવે. આ યોજનામાં વાપરેલું સોનું ૨૦મી ઓક્ટોબર ૧૯૬૫ પહેલા બીન-આકારાયેલી આવકમાંથી આવ્યું હશે તો તેની આકારણી ઈન્કમટેક્સ અથવા બીજા (Disect tax) નીચે કરવામાં નહિ આવે. બેન્ડમાંથી ઉપજતી ૧.૫ ટકા વ્યાજની આવક ઉપર આવકવેરા લાદવામાં નહિ આવે, જે વ્યક્તિ સા બેન્ડ માટે આપશે તેનું નામ, ઠામ વિગેરે ખાનગી રાખવામાં આવશે અને અદાલત આ વિષે કોઈ પણ સરકારી નોકરને પૂછી શકશે નહિ. બોન્ડ ખરીદે તેને મૂડીવેરો (wealth-tax) તેમ જ ૫૦ કીલેાગ્રામ સુધીનાને મીલ્કતવેરામાંથી (Estate Duty) મુક્તિ મળશે. તદુપરાંત, એક વર્ષ દરમ્યાન પાંચ કીલેાગ્રામ સુધીના બોન્ડની જે બક્ષીસ કરે તેને બક્ષીસવેરા આપવા નહિ પડે. ઉપર જણાવેલા ફાયદાઓને લીધે કાળા નાણાંનું (unaccounted money) પરિવર્તન સેનામાં થવા સંભવ છે અને એ સા બાન્ડ ખરીદવામાં વપરાય. આ રીતે કાળુ નાણુ વ્યાજબી નાણાં તરીકે બહાર આવે. આથી સોનાના ભાવ ઊંચા જાય તો નવાઈ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy