SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પ્રભુ જીવન ૧-૧૧-૧૫ પ્રજાની વિકળતાને કોઈ પાર નહોતે. આ આર્થિક અવદશા જાણે અધૂરી હોય તેમ રાજકીય ક્ષેત્રનું ચિત્ર તે એથીયે વધુ ધૂંધળું બનતું ચાલ્યું હતું. આ આપણે વીતેલા વર્ષને લેશ.. અને તેમાં પાકિસ્તાનનું આક્રમણ અને યુદ્ધ આવી પડયું. કોઈ પણ સંયોગમાં યુદ્ધ એ સંબંધ ધરાવતા સહુ કોઈ માટે આપત્તિરૂપ જ હોય છે. એક માસ અને ચાર દિવસના ટૂંકા ગાળામાં વીરમી ગયેલા એ યુદ્ધના આર્થિક મારના સરવાળા-બાદબાકી તે માંડવા આપણા માટે હજુ બાકી જ છે. પરંતુ એ આપત્તિએ, આઝાદી પછીના આ બધા વર્ષોના આપણા રાષ્ટ્રીય પુરુષાર્થનું–લેશનું-ફળ પણ પ્રગટ અને પુરવાર કર્યું છે, અને તેને પરિણામે આપણા રાષ્ટ્રીય જીવનમાં સર્વાગી નવપલ્લવિતાતા પાંગરશે એ ચિક્કસ છે. એ ફળની વિગતવાર રજૂઆત કરવાનું છેઅહીં પ્રસ્તુત અને શક્ય નથી, પરંતુ યથાર્થ સમજણ માટે આટલું દિગ્દર્શન અનિવાર્ય છે. (૧) આપણી સેનાએ આપણાં માનવ ખમીરને પરસે આપે છે. ચડિયાતાં શસ્ત્રોવાળા આક્રમકને ઊતરતી કક્ષાવાળાં આયુધથી પરાજય આપીને મહિમા શસ્ત્રોને નહિ પણ માનવીનો અને તેના ખમીરને છે એ તેણે બતાવી આપ્યું. સવવીસા fહું મનો: કબૂત: પિતાની તાકાતથી જ પોતાની રક્ષા કરી શકે એ જ સાચે મનુને પુત્ર-માનવ-એ ઉકિત આપણે રાષ્ટ્રીય કક્ષાએ સાબિત કરી બતાવી છે. આપણા અંતર્ગત ખમીરનું અપૂર્વ આત્મભાન આપણામાં આજે મહેર્યું છે. આ ભાનની સામે દુનિયાની તમામ મુશ્કેલીઓ અને આપત્તિઓ કુછ છે. એ ભાન સાથે આપણા માટે કોઈ પણ મનોરથ અસાધ્ય ન લેખાય.' (૨) જે પરાક્રમ સેનાએ રણમરચા પર કરી બતાવ્યું તેવું જ પરાક્રમ પ્રત્યેક નાગરિકે પોતપોતાના સ્થાન અને ક્ષેત્રમાં પ્રગટાવ્યું. સંકુચિત સ્વાર્થો અને ઉપાધીઓ સહુ કોઈ વીસરી ગયા; અને સ્વાર્ષણની પાવક જ્યોત પ્રત્યેકમાં પ્રગટી નીકળી. સમગ્ર પ્રજા એક બનીને ખડી થઈ ગઈ. (૩) અનેક ભાષાઓ, ધર્મો, પશે અને હિતે-એ બધાં આપણી રાષ્ટ્રીયતાના બાધક અને લોકશાહીના ભયથાને મનાતાંદેખાતાં હતાં. એ બધા જ રાષ્ટ્રીયતાના આધારસ્તંભ અને સબળતાઓ બનીને ઉભા રહી ગયાં; અને તેને પરિણામે આપણી લોકશાહી હવે પડકારથી પર બની ગઈ. - (૪) અને આપણાં સાધન, સંપત્તિ અને તંત્રવ્યવસ્થાએ જે યારી આપી તેણે એમ બતાવી આપ્યું કે અનેક હાડમારીઓ વચ્ચે આજિત વિકાસને જે કાર્યક્રમ અંગીકાર કરી બેઠા છીએ તે આપણી રાષ્ટ્રીય સબળતા સર્જવામાં નેત્રદીપક રીતે સફળ બન્યું છે. આ ફલુથુતિને તેની વિગતોમાં ખૂબ જ વિસ્તારી શકાય તેમ છે. પરંતુ એમ નહિ કરતાં એટલું જ નોંધીએ કે આંતરિક રીતે આવિર્ભાવ પામેલી આ આત્મશ્રદ્ધા અને આંતરરાષ્ટ્રીય દષ્ટિએ સિદ્ધ થયેલી એક સત્તા તરીકેની પ્રતિષ્ઠાને લાભ આપણને બરાબર લેતાં આવડશે. તે આઝાદીજંગના આપણા પૂર્વજોએ સબળ, સમૃદ્ધ અને સંસ્કારી રાષ્ટ્રના નિર્માણનું જે ભવ્ય સ્વપ્ન સદાયે સેવ્યું હતું તે સિદ્ધ કરવામાં આપણને હવે કોઈ જ અંતરાયો નડશે નહિ. આ પરંતુ વિસરીએ નહિ કે એ શકયતા છે, સિદ્ધિ નથી. શક્યતાને સિદ્ધિમાં પલટાવી નાખવા માટે આપણે શ્રમ, શિસ્ત અને સ્વાર્પણ તે વર્ષો સુધી હાજર કરતા રહેવું જોઈશે. એ કરવાની અનુકૂળતા. હવે પછી એ હશે કે આપણે સાચે માર્ગો છીએ કે નહિ, અથવા તે એ કરવાનું સામર્થ્ય આપણામાં છે કે નહિ એવી શંકા હવે આપણને સતાવશે નહિ, અને એ માર્ગ અને સામર્થ્ય વિશે વિદેશીઓમાં હવે શંકા નહિ રહે, એટલે તેમનાં સાથ અને સહકાર પણ આપણને વધતા પ્રમાણમાં મળતાં જ રહેશે. સ્પષ્ટ અને અફર જણાતી રૂખ એ છે, પણ ગફલતમાં ન રહીએ કે પરિસ્થિતિ વધુ સુધરતાં પહેલાં થોડો વખત તે વધુ બગડશે જ, પાકિસ્તાન સામે સંગ્રામ મંડાતા પહેલાં જે આર્થિક, ઔદ્યોગિક હાલત આપણી હતી તે કાંઈ પલટાઈ ગઈ નથી. તેથી ઉલટુ, યુદ્ધકાળની પ્રત્યક્ષ અને પરોક્ષ ખુવારીને કારણે તે વધુ કપરી બનેલી જ આપણને માલૂમ પડશે. તે સાથે જ આપણા અર્થસામાજિક તંત્ર અને પુરુષાર્થને ન ઘાટ આપવાનું પણ આપણા માટે અર્શત: અનિવાર્ય બનશે. આર્થિક વિકાસને જે નકશો આપણી નજર સામે હતું, તેના અગ્રતાક્રમની આખી કોણી બદલાવવી પડશે અને યુદ્ધને કારણે એક નવી પરિસ્થિતિમાં આપણું સંક્રમણ થયું છે એટલે વિદેશો તરફની નિર્ધારિત સહાય થોડો વખત તે શંભી જ જશે, અને તે પછીથી તેનાં પ્રમાણ અને પ્રકારમાં સંભવત: ફેર પડશે. એટલે ઓછામાં ઓછો ઊઘડતાં વર્ષને ગાળો આપણા માટે ભારે કષ્ટદાયક પુરવાર થવા સંભવ છે. પરંતુ આ યુદ્ધની અગ્નિપરીક્ષામાંથી આપણું જે શુદ્ધ સત્ત્વ બહાર આવ્યું છે; જે સામર્થ્યપૂર્ણ આત્મભાનને આપણામાં ઉદય થયો છે અને જે રાષ્ટ્રીય શિસ્ત પ્રગટી છે તે આપણને એ કષ્ટને કાળ ઓળંગી જવામાં સારી પેઠે સહાયભૂત થશે જ. - કાલિદાસની પરિભાષામાં કલેશ અને ફળને અંદાજ આપણને આવી ગયા છે અને નવપલ્લવિતતા એક કોલરૂપે આપણે ઊંબરે આવી ઊભી છે. આ ધરતી તે સદાકાળ આપણી હતી જ, પરંતુ આપણા ઈતિહાસના અંધકાર યુગની અનેક સદી દરમ્યાન તેને ઉપભેગ કરવા માટેની વીરતા આપણે હાજર કરી શક્યા નહોતા એટલે આ વિદેશી ચક્રોની બાંદી બની હતી. આઝાદી પછીથી એ ધરતીનું “વસુંધરા નામ સાર્થક કરવા પૂરતું એ વિજ્ઞાન આપણે હસ્તગત કર્યું છે. અને આ લડાઈ દરમ્યાન રણમે રચાઓ પર તેમ જ તેમની પાછળ આવશ્યક વીરતા પણ હાજર કરી શકયા છીએ. એટલે “વીમો વસુધા'ના જે સનાતન સૂત્રનું આપણા દાર્શનિક રાષ્ટ્રપતિએ આપણને સ્મરણ કરાવ્યું છે તેને સર્વાગ સાર્થક કરવાની ક્ષમતા આપણે ધરાવતા થયા છીએ. ના, દેશ પર પરચક્રના જે ભયો અને આંતરિક આર્થિક મુશ્કેલીઓ હજુ યે આપણા માથા પર તોળાઈ રહ્યાં છે તેમનાથી ડગવાનું આપણા માટે કોઈ જ કારણ નથી. દુશ્મનની દાનવીય કારવાઈઓને કારણે દિવાળીના પર્વ સાથે સંકળાયેલી બહારની રોશની આ વખતે આપણે માણી શકયા નથી, પરંતુ એ બહારની ઝાંખપ સામે આશા અને આત્મશ્રદ્ધાના દીવડા પ્રત્યેક નાગરિકના દિલમાં આજે ઝળહળી રહ્યા છે અથવા હોવા જોઈએ. અંતરના આ ઉજાસ વડે નૂતન વર્ષના આપણે પરસ્પર અભિનંદન કરીએ. રવિશંકર મહેતા ૧૨૮ વિષયસૂચિ મારી અસંદિગ્ધ ભૂમિકા વિનોબા ૧૨૭ દિવ્યપંથે (કવિતા) હરીશભાઈ વ્યાસ ૧૨૭ બે પત્રો અનાગારિક ધર્મપાલ દલસુખ માલવણિયા ૧૨૯ “દીઠે આજ આબુ ગિરિરાજ એવો” અમુભાઈ પંડયા ૧૩૨ રાંઘષે પેદા કરેલ નવો પ્રાણસંચાર રવિશંકર મહેતા ૧૩૩ રાજકીય સ્વતંત્રતા અને રાજકીય સદ્ધરતા અભય પરીખ ૧૩૫ આજના યુગને સંદેશ કાકાસાહેબ કાલેલકર ૧૩૬
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy