________________
પ્રમુખ જીવન
આવી
હતા
૧૩૦
ચાર ગાલના અધ્યાયો બાળકોને મુખપાઠ કરાવાતા હતા. પરિસ્થિતિમાં જે કેટલાક બૌદ્ધધર્મના સંસ્કારવાળા કુટુંબ તેએ પોતાના ધર્મના રક્ષણ માટે પ્રયત્ન કરતા પણ સામાન્ય સમાજ પશ્ચિમના ધર્મ અને તેના સુસંસ્કારો સાથે સાથે મદ્યપાન, શિકાર જેવા દૂષણો પણ અપનાવી રહ્યો હતા અને પેાતાને તેમ કરી સંસ્કૃતમાં ખપાવી રહ્યો હતા. આ પરિસ્થિતિમાં ધર્મપાલની માતા મલ્લિકાનો સંકલ્પ હતા કે મારો પુત્ર બૌદ્ધભિક્ષુ બની સિલાનના ધર્મવિહીન સમાજના ઉદ્ધાર કરે. આથી જયારે બાળકને જન્મવામાં ત્રણ ચાર માસ બાકી હતા ત્યારે તેણીએ પાતાના ઘરમાં ભિક્ષુઓને આમંત્રિને સતત પાલિ બૌદ્ધવિટકને પાઠ સાંભળીને પોતાનો સમય વિતાવ્યો હતેા. માતાની આ ભાવના ફળીભૂત થઈ અને ઈ. ૧૮૮૫માં ધર્મપાલે સંકલ્પ કર્યો કે મારે પરણવું નથી પણ આનાગારિક થઈ ધર્મસેવામાં જીવન વીતાવવું છે. તેમનું ખ્રીસ્તી નામ ડેવીડ અને હેવા વિતરન કુળનામ હતું પણ તેમણે જયારથી સેવાક્ષેત્ર સ્વીકાર્યું ત્યારથી ધર્મપાલના નામે તેઓએ પેાતાનું લેખનકાર્ય કર્યું હતું. એ મુખ્યત્વે તેમણે સ્થાપેલ અખબારોમાં લખતા અને સિલાનની વિવિધ સમસ્યાઓના ઉકેલમાં માર્ગદર્શન આપતા. તેમના સામાજિક અને ધાર્મિક કાર્યોમાં આર્થિક સહાય તેમના કુટુંબ તરફથી મળી રહેતી. પણ જ્યારે ઈ. સ. ૧૮૯૧માં તેમના પિતાનું અવસાન થયું ત્યારે શ્રીમતી ફોસ્ટરે તેમને લખ્યું કે તમારે ભલે પિતા ન હોય પણ આ ફોસ્ટર ‘ફોસ્ટર મધર’ છે જ માટે અર્થની ચિંતા કરવી નહી. એક જ દિવસના સંપર્કમાં હોનલૂલૂની નિવાસી એ ક્રોધી સ્વભાવની બાઈના જીવનનું પરિવર્તન શાંતિનો સંદેશ આપી | ધર્મપાલે કર્યું હતું. અને પરિણામે દસ લાખથી પણ વધારેનું દાન એ બાઈએ આપીને ધર્મપાલ દ્વારા સ્થપાતી વિવિધ શાળા અને સંસ્થાઓને સ્થિર કરી હતી. અને બુદ્ધ સમયની પ્રસિદ્ધ દાની વિશાખાનું બિરુદ પામી હતી.
સિલાનમાં ખ્રિસ્તી નિશાળાના વિરોધમાં બૌદ્ધસંસ્કારને મેાખરે રાખે એવી સ્કૂલા સ્થાપવાની જરૂરીયાત ધર્મપાલને પોતાના જાતઅનુભવથી જણાઈ હતી, ખ્રિસ્તી નિશાળામાં તેમણે પોતે શિક્ષણ લીધું હતું પણ સતત જાગૃતિને કારણે તેઓ બૌદ્ધધર્મી બની રહ્યા હતા. તેઓ બાયબલમાં વાંચતાં કે જીવહિંસા કરવી નહીં. પણ એવા ઉપદેશ આપનાર પોતે શિકાર કરતા, દારૂ પીતા એ બધું તેઓ જોઈ રહ્યા હતા. એકવાર ચાર આર્ય સત્ય વિષેનું પુસ્તક તેમના શિક્ષકે ઝૂંટવી લઈ રસ્તા વચ્ચે ફેંકી દીધું હતું. પણ તેની પ્રતિક્રિયા થઈ કે ધર્મપાલે વાંદરો ચિતરી તેની નીચે જીસસ ક્રાઈસ્ટ લખ્યું. એક વાર વૈશાખી પૂર્ણિમાના ઉત્સવમાં ભાગ લેવા તેમણે પોતાના સાટીમાર શિક્ષક પાસે રજા માગી. તેણે તે ન આપી છતાં તેઓ તે દફ્તર ઉપાડીને ઉત્સવમાં ચાલ્યા જ ગયા. વળતે દિવસે તેમનું શરીર ચમચમતી સેાટીથી ખાખરું કરી દેવામાં આવ્યું પણ આવી ત્રણ વૈશાખીપૂર્ણિમાએ તેમણે એ સજા સ્વીકારી પણ ઉત્સવમાં જવાનું છેાયું નહિ. આ તેમની દઢતા તેમના સમગ્ર જીવનમાં જોવા મળે છે.
સત્ય અને ન્યાયપ્રિયતાનો તેમના આગ્રહ પણ એવા જ અજબ હતા. ઈર્ષાનું નામ તેમનામાં મળે નહીં. ગાંધીજીની જેમ અનેકવાર તેમણે સિલેાનમાં ગાડામાં બેસીને એક છેડેથી બીજે છેડે મુસાફરી કરી હતી અને બૌદ્ધધર્મના સંસ્કારોને દઢ કરવા લોકોને જાગૃત કર્યા હતા. તેઓ પ્રથમ સિલેાનવાસી હતા જેમણે અનેકવાર દુનિયાની મુસાફરી કરી હતી અને ધર્મસંદેશ આપ્યો હતા. તેઓએ વિશ્વના અનુભવથી જાણ્યું હતું કે પૂર્વને પશ્ચિમની વૈજ્ઞાનિક બુદ્ધિની જરૂર છે અને પૂર્વની આધ્યાત્મિક વિદ્યાની આવશ્યકતા પશ્ચિમને છે. આથી તેમણે જ્યારે અમેરિકા હતા ત્યારે બનારસમાં ઈન્ડસ્ટ્રીયલ સ્કૂલની સ્થાપના માટે સામગ્રી અને એક નિષ્ણાતને મોકલી આપ્યા હતા. પરંતુ તેમના વિરોધીઓ થીઓસાસ્ટિોએ તે સ્કૂલ થવા દીધી
fl. 2-22-14
નહિ. જાપાનના સંપર્ક સાધી સીલાનમાં વીવીંગ સ્કૂલની સ્થાપના કરી હતી. જે આજે મહાશાળા બની ગઈ છે.
તેમણે જ્યારે નાયગરાને ધસમસતા ધોધ જોયો ત્યારે એક જ વિચારે તેમના મન પર પ્રભુત્વ જમાવ્યું અને તે એ કે જીવન બૌદ્ધસંસ્કાર સતત વહેતું ક્ષણિક છે—આ તેમનામાં રહેલ ગાઢ સૂચવી જાય છે. છતાં તેમનું જીવન નિરાશામય બન્યું નહોતું પણ એક કર્મઠ નિર્ભય વ્યકિત તરીકે તેઓ જીવી ગયા હતા. તેમની નિર્ભયતાનો પાઠ તેમણે પ્રથમવાર એક મૃતવ્યકિત માટે તેને વીંટળાઈને થતી પ્રાર્થનામાંથી નાની ઉંમરમાં જ મેળવ્યો હતો. જે તેમને સદાને માટે નિર્ભય રહેવા બળ આપતા હતા અને રસદા અન્યાય, અસત્ય અને અપવિત્રતાની સામે યુદ્ધ આપવા પ્રેરતો હતો.
તેમણે નિશાળમાં જે ખ્રિસ્તીધર્મનું જ્ઞાન મેળવ્યું હતું તે વિશિષ્ટ પ્રકારનું હતું. એકવાર તે તેમણે તેમના ખ્રિસ્તી ધર્મના પોતાના વિશિષ્ટ જ્ઞાનથી સ્કૂલમાં પ્રથમ નંબરે આવી ઘડિયાળનું ઈનામ જીતી લીધું હતું, પણ ખ્રિસ્તીધર્મ કરતાં બૌદ્ધધર્મની સરસાઈ બતાવવામાં તેમને આ જ્ઞાન આગળ ઉપર ઉપયોગી થયું એ વિધિની વિચિત્રતા જ ગણાવી જોઈએ. એક વાર એક ખ્રિસ્તીધર્મના પાદરી સાથે ચર્ચામાં સૃષ્ટિના આદિ કારણની ચર્ચા ચાલતી હતી ત્યારે જગતનું આદિ કારણ ઈશ્વર છે એમ પાદરીએ કહ્યું ત્યારે ધર્મપાલે પૂછ્યું તો પછી ઈશ્વરને કોણે બનાવ્યા ? આના ઉત્તરમાં પાદરીને કહેવું પડયું કે ઈશ્વરે જ પોતે પોતાને બનાવ્યા હશે. આ સાંભળીને તરત જ ધર્મપાલે જવાબ આપ્યો કે Then God must be a Buddhis—તે પછી તે ઈશ્વર બૌદ્ધ હોવા જોઈએ. કારણ બૌદ્ધો માને છે કે જીવ પોતે જ પોતાની શકિતથી ઈશ્વર બને છે. તેને બીજું કોઈ બનાવી શકતું નથી. આમ તેઓ વાદવિવાદમાં ખ્રિસ્તીઆને ચૂપ કરી દેતા.
તેઓ બુદ્ધની ઉદારતાની વાતો કરીને બૌદ્ધધર્મમાં રહેલી માનવપ્રેમની ભાવનાને આગળ કરતા હતા. તેઓ કહેતા કે ધાર્મિક નેતાઓમાં બુદ્ધે નિર્દોષ કર્યો છે કે મારી વાતને તમે બુદ્ધિથી ચકાસી જુઓ અને પછી જ સ્વીકારો. માનવમાનવમાં ભેદ નથી. એક શુદ્ર પણ ગુણવાન હોય તો સંઘમાં દાખલ થઈ ગુરુપદને પામી બ્રાહ્મણનો પણ પૂજ્ય બની શકે છે.
બચપણથી તેમને ધ્યાન અને યોગ તથા આધ્યાત્મિક વિદ્યાના રસ હતો પણ તે કાળે સિલાનમાં એવા સમર્થ બૌદ્ધ ભિક્ષુઓ હતા નહિ જે તેમને યોગમાર્ગમાં માર્ગદર્શક બને. તેમની તિવ્ર જિજ્ઞાસાએ તેમને સંપર્ક મેડમ બ્લેવેટ્કી અને તેમના પતિ આલ્કોટ સાથે સાધી આપ્યો. મેડમ બ્લેવેવ્સ્કીની તેજસ્વી આખાએ તેમને આકર્ષ્યા અને તેમના ઉપર એવા પ્રભાવ પડયો કે એ મેડમને અને આલ્કોટને પાતાના યોગમાર્ગના માર્ગદર્શકરૂપે સ્વીકારીને તેમની થિસોફિના ઝડા નીચે સેવાકાર્ય સ્વીકારી લીધું. પ્રારંભમાં થિસાફીની ચળવળમાં જ્યાં સુધી આ બન્ને જણનું પ્રભુત્વ રહ્યું ત્યાં સુધી બુદ્ધ અને બૌદ્ધધર્મની ભાવનાના પ્રચાર મુખ્ય હતા. સિલાનમાં મૈડમ બ્લેવેકી અને એલ્કોર્ટે રીતસરના બૌદ્ધધર્મ સ્વીકાર્યા હતા અને સમગ્ર સિલેાનમાં બૌદ્ધધર્મના પુનરુત્થાન માટે કર્નલ એલ્કોટ અને ધર્મપાલે સાથે મળીને અનેક વર્ષો સુધી કાર્ય કર્યું હતું અને સમગ્ર સીમાં ગાડાની અનેક વાર મુસાફરી કરી હતી. અન્ય દેશમાં પણ આલ્કોટ ધર્મપાલના સહકારમાં બૌદ્ધધર્મની ભાવનાના અને ભ. બુદ્ધના જીવનના આદર્શોના પ્રચાર કરતા હતા. પણ આગળ જતાં બ્લેવેવ્સ્કીના મૃત્યુ પછીથીસેફમાં માનનારાઓમાં પારસ્પરિક સત્તા માટેની હૂંસાતુંસી થવા માંડી અને છેવટે એનીબેસેન્ટ અને સુબ્બારાવનું પ્રભુત્વ સ્થપાયું ત્યારે બુદ્ધને બદલે શંકર અને બ્રાહ્મણધર્મની બોલબાલા થીઓસોફીમાં વધી અને બૌદ્ધધર્મની વાત ગૌણ બની ગઈ.
બૌદ્ધધર્મના જનક ભારતવર્ષમાં ધર્મપાલે પ્રથમવાર ૧૮૯૧ના જાન્યુઆરીમાં પગ મૂક્યા. ૨૨-૧-૧૮૯૧ના રોજ તેમણે બાધ