________________
૧૨૮
બુદ્ધ જીવન
મેં પત્રા
૧
(જે પત્રિકાના મહત્ત્વના ભાગ તા. ૧૬-૧૦-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયા છે તે પત્રિકા વાંચીને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તા. ૫-૧૦-૬૫ના રોજ શ્રી નારાયણ દેસાઈ ઉપર લખેલા એક પત્ર દ્વારા પેાતાના તત્કાલીન પ્રત્યાધાત રજૂ કર્યા હતા. તે પત્રની પહોંચ કે જવાબ હજુ સુધી આવેલ નથી. ઉપર જણાવેલ પત્રિકામાં કરવામાં આવેલા નીતિનિરૂપણ સાથે આ પત્ર સંબંધ ધરાવતા હોઈને પ્રબુદ્ધ જીવનના વાચકોને તેમાંથી ચિન્તનની નવી સામગ્રી પ્રાપ્ત થશે એમ સમજીને એ અંગ્રેજી પત્ર અનુવાદ અહિં પ્રગટ કરવાનું ધાર્યું છે. તંત્રી)
૫ ઓક્ટોબર, ૧૯૬૫
પ્રિય શ્રી નારાયણ દેસાઇ,
આ પત્ર અંગ્રેજીમાં લખવા માટે તમારી ક્ષમા માંગું છું, કારણ કે હિંદી ભાષામાં મારા વિચારો અંતેષપૂર્વકરીતે વ્યકત કરવાનું મારા માટે શકય નથી,
તમારી તથા શ્રી રાધાકૃષ્ણની સહીથી પ્રગટ થયેલ ‘ભારત– પાકિસ્તાન સંઘર્ષ ઔર હમારા કર્તવ્ય’એ મથાળાની પત્રિકા મારા વાંચવામાં આવી. જે બે સંસ્થા તરફ્થી આ પત્રિકા પ્રગટ કરવામાં આવી છે તે સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તમને ઉદ્દેશીને આ પત્ર હું લખું છું.
એ પત્રિકામાં નવ પાાં સુધી આપવામાં આવેલા હકીકતવિભાગ લગભગ બરોબર છે. ત્યાર બાદ યુદ્ધનાં પરિણામ છે. દા. ત. બન્ને પક્ષાને થતી પાર વિનાની હાનિ અને નૈતિક મૂલ્યોની બરબાદી-આ બહુ જાણીતાં પરિણામે તમે રજૂ કર્યાં છે. મહાભારતના કાળથી દરેક યુદ્ધનું આવું પરિણામ જોવામાં આવ્યું છે. એક માત્ર સર્વસામાન્ય પરિણામ જોવામાં આવે છે તે છે યુદ્ધ અંગેના ભ્રમનિરાસનું. યુદ્ધનાં આ પરિણામે તમે શું એટલા માટે જણાવ્યાં છે કે તેથી તેના પ્રતિકાર થતો અટકે ?
અન્યાયના અહિંસક પ્રતિકાર' એ શબ્દોમાં ગાંધીજીએ યુદ્ધન નૈતિક વિકલ્પ આપણી સામે રજૂ ર્યો છે. જાપાનીઝ હુમલાના પ્રસંગે આ વિલ્ક્યના પ્રયોગ કરવાની તેમને કોઈ તક મળી નહોતી. કાગ્રેસે આવા કોઈ વિક્લ્પ સ્વીકાર્યો નહાતા.
આ પત્રિકા એવી વ્યકિત તરફથી પ્રગટ કરવામાં આવી છે કે જેઓ ગાંધીજીના ઉપદેશને અનુસરવાના દાવા કરે છે. તમે એ તો ખુલ જ કરો. છે કે પાકિસ્તાને ભારત ઉપર આક્રમણ કર્યું છે. આ ઉપરથી, તમે કહેા છે કે, તમે આ યુદ્ધના કેવળ વિરોધ તા કરી શકતા જ નથી, પણ સાથે સાથે તમે એમ પણ જણાવા છે કે અહિંસક શાન્તિ સૈનિકોના નાતે તમે સીધા યુદ્ધપ્રયત્નોમાં જોડાઈ પણ શકતા નથી. આગળ ચાલતાં તમે એમ પણ જણાવા છે કે યુદ્ધ અંગે અહિંસક પ્રતિકારનું તમને કોઈ સ્પષ્ટ દર્શન નથી. ત્યાં તમારી નીતિનું સ્વરૂપ સમજાવવાને તમે પ્રયત્ન કર્યો છે, જે સરવાળે નાગરિક સંરક્ષણની તૈયારી સૂચવે છે.
જો હું તમને બરોબર સમજ્યો હોઉં તો, આ આક્રમણના પ્રતિકાર થવા જોઈએ એ બાબત તા તમા કબુલ કરતા જણાઓ છે. તમને અહિંસક રીતે પ્રતિકાર કરવા ગમે ખરો, પણ આવા પ્રતિકાર અહિંસક રીતે કઈ રીતે થઈ શકે તેની તમને કોઈ સ્પષ્ટ સમજણ નથી. આ પરિસ્થિતિમાં સશસ્ત્ર પ્રતિકારને તમે વિરોધ કરવા નહિ ઈચ્છા, પણ તેમાં ભાગ પણ નહિ લ્યો. તમે સશસ્ર પ્રતિકાર નાપસંદ કરો છે કે નહિ તે હું નથી જાણતો. મને લાગે છે કે, આ પરસ્પરવિરોધી અને નિષેધાત્મક વલણ કોઈના પણ લાભમાં નથી. તેથી અકળામણ નહિ તો ગૂંચવાડો તે પેદા થાય જ છે.
• ગાંધીજી આવી કટોકટીના વખતે નિર્ણય લેતા અને તે પ્રમાણે તેના અમલ કરતા. જો તેમને સ્પષ્ટપણે લાગતું કે આક્રમણનો સામનો કરવા જ જોઈએ તે, તેઓ પોતે એકલા હોત તે! પણ, અહિંસક પ્રતિકારનો કોઈ ને કોઈ માર્ગ તેમણે શોધી કાઢયો હોત. ગાંધીજીની શ્રાદ્ધા અને હિંમત વિના તેમની પરિભાષાને જ પુનરૂચ્ચાર કર્યા કરવા તેનું કોઈ પરિણામ આવતું નથી. ભારતની ઉત્તર સરહદ ઉપર ચીની સરકારે હુમલો કર્યો ત્યારે પણ આમ જ બન્યું હતું.
જો તમને સુદઢપણે લાગતું હોય કે, આ આક્રમણનો સામનો કરવા જ જોઈએ, અને એમ છતાં તેના અહિંસક પ્રતિકાર કેમ
તા. ૧-૧૧
N
કરવા તેની તમને સમજણ ન હોય તો અહિંસક પ્રતિકારની વાતો કરવી તે શું ડહાપણભર્યું અને ઔચિત્યપૂર્ણ છે ખરું ?
અલબત્ત, આજની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકો આ સશસ્ત્ર પ્રતિકારમાં સીધે કે સક્રિય ભાગ લે એ અપેક્ષિત જ નથી. એ કામ માત્ર લશ્કરનું જ છે. નાગરિકોએ યુદ્ધ પ્રયત્નોને ટેકો આપવાનો છે અને તમે પણ અહિંસક પ્રતિકારની વાત કરીને સરવાળે આ જ કરવા માગે છે.
શ્રી જ્યપ્રકાશ નારાયણે પોતાના વલણમાં ફેરફાર કર્યો હોય તેમ તેમના નિવેદન ઉપરથી લાગે છે. સમગ્રપણે તેમણે પાકિસ્તાનને કહી દીધું છે કે, “કાશ્મીર અંગે કોઈ પણ દાવો કરવા બંધ કરો. એ બાબત તા કેવળ ભારત સરકાર અને કાશ્મીરની પ્રજા વચ્ચેની છે અને પાકિસ્તાનને તેમાં દરમ્યાનગીરી કરવાનો કોઈ અધિકાર નથી. અત્યારના ચિત્રપટમાં પાકિસ્તાનનું સ્થાન માત્ર એક આક્રમક તરીકેનું જ છે.” તમારો અભિગમ આ પ્રકારના વલણ સાથે કંઈક વિસંવાદ દાખવતો જણાય છે.
મહેરબાની કરીને એમ ન માનશે। કે હું હિંસાના પક્ષપાતી છું. હું તો માત્ર યુદ્ધ અંગે અહિંસાની જે મર્યાદાઓ રહેલી છે તે તરફ તમારું ધ્યાન ખેંચું છું. શાન્તિના પુરસ્કાર કરતો અહિંસક સૈનિક કદાચ આવા આક્રમણના કશા આવેગ વિના અથવા તો પ્રતિપક્ષી વિષે પેાતાના હ્રદયમાં પ્રેમ અનુભવવા સાથે સામનો કરી શકે. આ રીતે તે જરૂર એક ઘણા મોટો દાખલો બેસાડી શકે. પણ જેમનામાં તેવી હિંમત અને શ્રદ્ધા નથી તેમણે જે અહિંસક પ્રતિકારનો તે અમલ કરી શકતા નથી તેની ચર્ચાવાર્તા કરીને જાહેર જનતાના દિલમાં ગોટાળા પેદા કરવા ન જોઈએ. માનવજાતની એક ભારે કરુણા છે અને એક ભયંકર સમસ્યા છે કે સશસ્ર પ્રતિકાર ઘણી વાર અનિવાર્ય બને છે. ગાંધીજીએ નવા માર્ગ તો બતાવ્યો પણ તેનો અમલ કરવા માટે પણ એવા જ ગાંધીની જરૂર છે. તેમની પરિભાષાના પુનરૂચ્ચાર કેવળ એક એવા ભ્રમ પેદા કરે છે કે, જે અહિંસક પ્રતિકારમાં માનતા હોવાનું પસંદ કરતા હોય પણ તેનો અમલ કરવાને અશકત હાય તેમને આવા ભ્રમ એક પ્રકારનો કદાચ આત્મસંતોષ આપી શકે,
કાશ્મીરની સમસ્યા ઘણી ગૂંચવાળી બની છે. તેના વિચાર કરતાં લાગે છે કે તે અંગે બન્ને બાજુએ ઘણું કહી શકાય તેમ છે. આપણે બિનસાંપ્રદાયિક્તા, લાક્શાહી, સાર્વભૌમતા અને ભૌગોલિક પ્રમા ણિકતા—આવા મુદ્દાઓ આગળ ધરી શકીએ. પાકિસ્તાન મુસ્લિમ બહુમતિ, લાકમત લેવાની આપણી કબુલાત અને કાશ્મીરના લોકોને આત્મનિર્ણય કરવાના અધિકાર—આવી બાબતો આગળ ધરી શકે. દુનિયાની મહાન સત્તાએ આજે પોતાની રમત રમી રહેલ છે. બેમાંથી કોઈ પણ બાજુની સરકાર બાંધછેડ કરવાની સ્થિતિમાં નથી. બંને બાજુએ નક્કર અને જક્કી વલણ ઊભા થયાં છે.
હું તમને આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કે, મને લાગે છે કે, જેઓ અહિંસક પ્રતિકારને અમલી બનાવી શકે તેમ ન હોય તેમની આવા પ્રકારની વાતો નકામી, અર્થવિનાની અને એકના એક નૈતિક સૂત્રેાનું પુનરૂચ્ચારણ કરવા જેવી થઈ જાય છે. નૈતિક મૂલ્યોની રક્ષા કરવાના હેતુથી પ્રેરાયેલા કોઈ પણ પ્રયત્નની અને આધુનિક યુદ્ધ જેવા જંગલી યુદ્ધમાં પણ યુદ્ધનાં નિયમ જળવાય એવા આગ્રહની હું જરૂર ખૂબ કદર કરું છું, પણ આ બાબત દ્ગિા દાખવતા તમારા વલણથી તદ્દન અલગ છે.
આમ મુકત મને તમને પત્ર લખવા બદલ તમારી હું ક્ષમા માગું છું. હું ભૂમિપુત્ર વાંચું છું અને મને લાગ્યું છે કે તેમાનાં કેટલાક લેખો અત્યંત અસ્પષ્ટ અને ગુંચવાયલી વિચારણાઓ રજુ કરતા હોય છે, અને તમારી પ્રસ્તુત પત્રિકા વાંચ્યા બાદ મને લાગ્યું કે જે બાબતો વિષે હું પણ વિચારી રહ્યો છું તે વિષે તમારો અભિગમ અને તમારા વિચારો શું છે તે અંગે, આ પત્ર લખીને, તમારી પાસેથી જાણવા અને સમજવા હું પ્રયત્ન કરું. સદ્ ભાવ પૂર્વક
તમારો સ્નેહનિષ્ટ ચીમનલાલ ચકુભાઈ શાહ
૨
(પશ્ચિમ ખાનદેશ જિલ્લા સર્વેદિય મંડળ, ધૂળિયાના પ્રમુખ અને પૂજ્ય વિનોબાજીના સહકાર્યકર્તા શ્રી દામારદાસ ખૂંદડાના, તા. ૧-૧૦-૬૫-ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થએલ શ્રી ચીમન