________________
તા. ૧૬-૧-૬૫
પ્રબુદ્ધ જીવન
૨૧૩
E
સંઘની કાર્યવાહક સમિતિમાં પૂરવણી
તા. ૮-૧-૬૫ શુક્રવારના રોજ મળેલી સંધની કાર્યવાહક સમિતિએ સ્વ. નાથાલાલે પારેખની ખાલી પડેલી જગ્યાએ શ્રી. ગુલાબચંદ તલકચંદ શેઠની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે વરણી કરી છે.
વલસાડ પર્યટન { • કાર્યક્રમમાં ડોક ફેરફાર | ' આ પર્યટન અંગે જણાવવાનું કે આ પર્યટનમાં જોડાનારાં ભાઈ-બહેનને ૨૨મી જાન્યુઆરી શુક્રવાર રાત્રીને બદલે ૨૩મી શનિવારે સવારમાં ૬-૩૫ વાગ્યે સેન્ટ્રલ સ્ટેશનેથી ઉપડતી ગુજરાત એકસપ્રેસમાં વલસાડ લઈ જવામાં આવશે અને પછીના દિવસે એટલે કે ૨૪મી રવિવાર સાંજના ૪-૩૦ વાગ્યે વલસાડથી ઉપડતી દિલહી જનતામાં મુંબઈ પાછાં લાવવામાં આવશે. આ માટે ૪૦ ટિકિટો. શનિવાર સવારની ગાડીમાં રીઝર્વ કરાવવામાં આવી છે, જે પર્યટકોએ સંઘના કાર્યાલયમાંથી મેળવવાની રહેશે. આ પર્યટન માટે વ્યકિત દીઠ રૂ. ૧૫ ને બદલે તત્કાળ રૂ. ૨૦ અને બાર વર્ષ નીચેનાં બાળકો માટે રૂા. ૧૫ રાખવામાં આવ્યા છે. આથી ખર્ચ વધશે તે તેટલી રકમ પર્યટક ભાઈ-બહેનોએ વધારે ભરવાની રહેશે. રાત્રીના સૂવા માટે ગાદલાં-ઓશીકાની સગવડ છે. ઓઢવા પૂરતું સાધન દરેકે સાથે લેવાનું રહેશે. સંધના સભ્યો માટે કચ્છના પ્રવાસની યોજના
સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજને માટે તા. ૬ઠ્ઠી ફેબ્રુ. આરી શનિવારથી તા. ૧૭મી ફેબ્રુઆરી બુધવાર સુધી, મુંબઈથી કરીચી જતી આવતી સ્ટીમરમાં કચ્છને પ્રવાસ યોજવાનું વિચારાઈ રહ્યું છે. બે દિવસ સ્ટીમરમાં જશે અને બાકીના દિવસે દરમિયાન– માંડવી, કંડલા, ગાંધીધામ, ભદ્રેશ્વર, ભૂજ, આદિપુર, નારાયણ સરોવર, જખી સેલ્ટ વર્કસ, બન્ની પ્રદેશ, મુંદ્રા, રૂદ્રમાતા ડેમ, રાયણે મોટી, ડુમરા, કોઠારા, નલિયા, વાયોર, રાખડી ડેમ, કોટેશ્વર, નખત્રાણા, પુંઅરાગઢ, કોટેશ્વર, માતાના મઢ, પાન્ડો ડેમ, કલ્યાણપુર, ભારતીય સમૂહ ખેતીનું સ્થળ–કોટેશ્વર અને ભુજપુર વગેરેકચ્છનાં જોવાલાયક સ્થળો અને શહેરોમાં આ માટે શેકવામાં આવનાર સ્ટેટ ટ્રાન્સ્પર્ટની બસમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે. આ અંગે પ્રવાસી દીઠ રૂપિયા ૧૨ થી ૧૫૦ ને ખર્ચ આવશે એ અંદાજ છે. આ પ્રવાસને લગતી વિગતો નક્કી કરવા માટે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે. આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા ભાઈબહેનેએ સંધના કાર્યાલયમાં વ્યકિત દીઠ રૂા. ૧૨૫ અને બાર વર્ષની નીચેની ઉંમરના માટે રૂ. ૭૫ ભરી જવાના રહેશે. આ માટે છેવટની તારીખ જાન્યુઆરી ૨૨ નક્કી કરવામાં આવી છે. આ પ્રવાસયોજના ર. ૫૦૦૦ આસપાસની જવાબદારીને વિષય હોઈને જાન્યુઆરી માસની ૨૨ તારીખ પહેલાં પૂરા ૪૦ પ્રવાસીઓના નામ નોંધાયા હશે તે જ ઉપર જણાવેલ પ્રવાસ નક્કી કરવામાં આવશે. તે જે સભ્યો આ પ્રવાસમાં જોડાવા ઉત્સુક હોય તેમને પોતાનાં નામ સંઘના કાર્યાલયમાં સંન્ડર નોંધાવી જવા વિનંતી છે. પ્રબુદ્ધજીવન રજત જયંતી સમારોહના સંદર્ભમાં
સંધને થયેલી અર્થપ્રાપ્તિ ૨૮૫૭૧–૫૧ અગાઉ જાહેર થઈ ગયેલી રકમ
૧૫૦-૦૦ શ્રી જયવદન તખ્તાવાળા. ''૧૦૧–૦૦ શ્રી રવજી વીજયાળ ગાલા
૧૧-૦૦ શ્રી રામુભાઈ પંડિત : ૨૫-૦૦ ” પૂણિમાબહેન પકવાસા ૨૫-૦૦ ” નાનચંદ તારાચંદ
•૦૦ ” જી. ડી. દફતરી ૧૧-૦૦ ” ધીરુભાઈ દફતરી ૧૦-૦૦ ” હંસરાજ સૌભાગ્યરચંદ કોઠારી
સેનેરી મૌન
લેખક: શ્રી ભરત ઠક્કર (પ્રાપ્તિસ્થાન: ચેતન પ્રકાશન ગૃહ લિમિટેડ. રામજી મંદિર પાળ, વડેદરા, પ્રકાશક – ભરત ઠક્કર, ચંદ્રોદય, ખારીવાવ રોડ, રાવપુરા, વડેદરા ૧. કિંમત રૂ. ૨,૦૦) - કાવ્યસાહિત્યમાં છેલ્લા દાયકામાં ખેડાઈ રહેલા નવા પ્રકારમાં આ કાવ્યસંગ્રહ પિતાનું સ્થાન પામે છે. અહિં કવિષ્ટિ જૂનાં પ્રતીકોને જૂનાં છંદધને તોડીને કંઈક નવું શોધવા પ્રયત્ન કરી રહી છે. આ અછાંદસ કાવ્યમાં કવિ પોતાની અનુભૂતિને કોઈ નવા જ માધ્યમ દ્વારા ચેટદાર રીતે રજૂ કરવા મથે છે.. જેમ કે
“પલળેલી માટીના લોચા જેવું મારું મૌન, આજે તે જડ પથ્થર બની ગયું છે.
કવિ પાસે મૌલિક વિચારશકિત, કાવ્યમય કલ્પના અને સરળ આલેખન છે.
જેવું કે“આકાશ આજે ઊડવાની વિમાસણમાં છે.
આકાશ ક્ષિતિજો પાસેથી” પિતાની પાંખે છેઃડાવી શકતું નથી.”
આ પ્રવાહમાં વહી રહેલા અન્ય કેટલાક કવિઓને હાથે વિતાને નામે માત્ર વિચિત્રતા (અને ઘણી વાર જુગુપ્સા પણ) ષિાતી જોવા મળે છે. આ કવિઓ એ રીતે પોતાની કાવ્યક્તિને સજાગ રાખી છે.
છતાં પણ જે કાવ્યપ્રાસાદ વાંચકના હૃદયમાં તેમ જ પ્રાણને સ્પર્શવા જોઈએ, તેને અનુભવ અહીં નથી થતું. પરિણામે આ કાવ્યસંગ્રહ માત્ર વાંચકના બૌદ્ધિક સ્તર પર કેટલાક વિચારો મૂકી જાય છે. આ જાતનાં કાવ્યો કોઈ ચિરંજીવી આસ્વાદ કયાં સુધી કરાવી શકે?
" ગીતા પરીખ ધર્મ અને સત્ય વિશે જવાહરલાલ
ધર્મોએ સત્યને બંદીવાન બનાવવા પ્રયાસ કર્યો છે. ધર્મોએ માનવજાતના વિકાસમાં ઘણી સહાય કરી છે. ધર્મો એ : મૂલ્યો અને ધણો ઠરાવ્યા છે અને માનવજીવનના માર્ગદર્શન માટે સિદ્ધાંત દાખવ્યા છે. આમ છતાં, તેમણે જે કાંઈ . ફાયદો કર્યો છે તે ઉપરાંત તેમણે સત્યને નિયત સ્વરૂપે - અને સૂત્રમાં બાંધી લેવાનો પ્રયાસ પણ કર્યો છે અને ક્રિયાઓ અને રિવાજોને ઉત્તેજન આપ્યું છે, જે ક્રિયાઓ અને રિવાજે થોડાં વખતમાં જ તેના મૂળ ઉદ્દેશરહિત બની જાય છે અને માત્ર એક પ્રથા જેવા બની રહે છે. માણસને સર્વ દિશામાં ઘેરી વળેલાં અજ્ઞાત તત્ત્વ વિશે માણસના મનમાં ભય અને રમ્પને ખ્યાલ પેદા કરીને ધર્મો માણસને અજ્ઞાત તત્ત્વની ખેજમાં જ નહિ, પરંતુ સામાજિક પ્રયાસ લાભની ખેજમાં પણ નિરુત્સાહી કરે છે. જિજ્ઞાસા અને વિચારને ઉત્તેજન આપવાને બદલે તેમણે પ્રકૃતિને, સ્થાપિત સંપ્રદાયને, પ્રચલિત સામાજિક વ્યવસાયને અને જે બધું કંઈ પ્રવર્તમાન હોય તેને વગ બનવાની ફિલસૂફીને ઉપદેશ આપ્યા છે. અમાનુષી તત્ત્વ-દેવ-ની ઈચ્છા પ્રમાણે બધું થાય છે એવી માન્યતાને પરિણામે સામાજિક ક્ષેત્રે કંઈક બિનજવાબદારી સર્જાય છે. અને બુદ્ધિયુકત વિચાર અને શેધનવૃત્તિનું સ્થાન ભાવુકતા અને લાગણીવેડા લે છે. ધમેં જો કે અગણિત માનવીઓના જીવનમાં શાંતિ-સ્વસ્થતા પ્રાણી છે અને મૂલ્ય અનુસાર સમ જ વ્યવસ્થા સ્થાપિત કરી છે, તેમ છતાં ધમેં માનવસમાજમાં સાહજિક એવી પ્રગતિશીલ અને પરવિર્તનશીલક્ષી વૃત્તિને રેકી પણ છે.
' ' જવાહરલાલ નહેરુ ધર્મ અને ચમત્કાર આપણે સમાજમાં અંતની સત્તા-1, રાજાની કે સૈનિકની સત્તાની સ્થાપન નથી કરવી. સંતનાં વચનેને ૨ાદર. જે સંતના પ્રભાવના કારણે નહિ, પણ તેની પાછળ ચમત્કારને ભાવ છે તેને કારણે છે. ચમત્કારમાં હિંસા છે, કેમકે તેમાં માણસની બુદ્ધિનું મૂલ્ય નથી. ધર્મોમાં જે ઈશ્વરનિષ્ઠા અને મૂલ્યોની નિષ્ઠા પર નિર્ભર નથી તે ચક્કાર પર નિર્ભર છે. '
- દાદા ધર્માધિકારી
૨૮૯૬૯-૫૧
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ