SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૨-૧૦-૧૫ અને પાતંજલ યોગસૂત્ર’. આરંભમાં ભારતીય દર્શનાની ધ્યેય વિષેની એકતા—બંધનમાંથી મેાક્ષના ઉલ્લેખ કરીને કર્મબંધન અને કપાયાના સંબંધને સંવર, નિર્જરા વગેરે ઉપાયોદ્ગારા નષ્ટ કરીને આત્માનું સ્વરૂપમાં અવસ્થાપન કરવું એ જૈનદર્શનનું પ્રધાન પ્રતિપાદન છે. ત્રાણુમાંવ: રાવીનાāિસા । – રાગાદિને ઉત્પન્ન ન થવા દેવાં એનું નામ જ અહિંસા. એમણે પાતંજલ યોગસૂત્રમાંથી યોગ એટલે ચિત્તવૃત્તિનિરોધ અને એ નિરોધ સફળ રીતે થાય ત્યારે સવા પ્રવુ: સ્વ ́ડવસ્થાનમ્ । આત્મા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે એ સામ્ય દર્શાવ્યું હતું. પંચમહાવ્રતા પણ બંને દર્શનામાં સ્વીકારાયાં છે. જૈનદર્શન તપ ઉપર ભાર મૂકે છે અને તે દ્વારા કષાયને · ક્ષય સાધે છે. યોગદર્શન ઈશ્વરપ્રણિધાન અને અષ્ટાંગ-યોગના ઉપાય સ્વીકારે છે. શી પાગેએ તત્ત્વાર્થસૂત્ર અને પાતંજલ યોગસૂત્રનાં માર્મિક સ્થાનોનું કરેલું નિરૂપણ તેમના આ વિષયમાં રસ અને અભ્યાસનું સૂચક હતું . આચાર્ય યશવંત શુકલના વ્યાખ્યાનનો વિષય હતા ‘મૃત્યુની વિભાવના.’તેમણે પોતાના વિષયને ઐતિહાસિક તેમ જ તત્ત્વજ્ઞાનની દષ્ટિથી નિરૂપ્યા હતા. મૃત્યુ વાસ્તવિક હકીકત છે અને જીવનનો અન્તિમ પ્રસંગ છે, છતાં એ સાપેક્ષ છે અને માનવે મૃતદેહને પણ ટકાવી—જાળવી રાખવાના પ્રયત્ને દફન કે પિરામીડામાં સાચવેલાં શબાના ઉપાય દ્વારા કર્યા છે. મૃત્યુની વિભાવના પાછળ અદમ્ય જિજીવિષા—અમરવ–ની અભીપ્સા રહી છે. મૃત્યુની વિભાવનાની પાછળની આ જિજીવિષાને કારણે જ આદિકાળથી આરંભીને આજ સુધીનાં શસ્ત્રાસ્ત્રોનાં નિર્માણ અને પ્રયોગ થયાં છે; આ ભાવનાથી જ દર્શન અને શાસ્ત્રો ઉત્પન્ન થઈને વિકાસ પામતાં રહ્યાં છે. મૃત્યુની પાછળની અમર ચેતનાની ભાવનાને જ પ્રીછે અને અનુભવે તે અમરત્વ પામે છે. ગંભીર વિષયનું સારું નિરૂપણ આ વ્યાખ્યાનમાં થયું હતું. આચાર્યશ્રી રજનીશજી શરીરના અસ્વાસ્થ્યને કારણે ‘સસ્ત્ય, શિવં, સુન્દરમ ્' વિષે વ્યાખ્યાન આપી ન શક્યા તેથી ઘણા શ્રોતાજના કંઈક નિરાશ થયા હતા: પણ તે જ દિવસનું પહેલું અને વ્યાખ્યાનમાળાનું છેલ્લું વ્યાખ્યાન સાહિત્યની અને શાસ્ત્રની અખંડ ઉપાસનામાં રાચતા આપણા અગ્રગણ્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષીનું ‘ઈશાવાસ્ય : અ-મૃત જીવનનું ઉપનિષદ, વિષે હતું. વકતા અને વિષય બંનેની વિશિષ્ટતાને કારણે બારસે તેરસે જેટલા શ્રોાતાનાએ ઊંડા જીવન-મર્મને સ્પર્શતાં છતાં વ્યવહારમાં એને વિનિયોગ કરવાના ઉપાય સૂચવતાં આ ઉપનિષદનાં વાક્યોનું વિવરણ એકાગ્રતાથી સાંભળ્યું હતું. શ્રી ઉમાશંકરે તેના યજ્ઞેન મુન્નીયા:, વિનુ મુત્સત, વધિર્મનાવી વગેરે પદોનું સૂક્ષ્મ અને કેટલેક અંશે અભિનવ અર્શદર્શન કર્યું હતું. આમ છતાં મેટા શ્રેાતાવર્ગને એક કલાક સુધી એકાગ્રભાવથી સાંભળતા રાખ્યા એ એમની વકતા તરીકેની નાનીસૂની સિદ્ધિ નથી. વિષય સૂચિ ભારત – પાકિસ્તાન સંધર્ષ અને આપણું કર્તવ્ય પ્રકીર્ણ નોંધ: ભારત - પાકિસ્તાન સંઘર્ષ અંગે સર્વ સેવા સંઘ અને શાન્તિસેનાં મંડળની નીતિ, આપણાં સનાતન જીવનમૂલ્યો ન ભૂલીએ હૈં, શાસ્ત્રીજીનું દિલ કેમ ભરાઈ આવ્યું? પશુબલિના વિરોધમાં કલકત્તા ખાતે યોજાયેલી પંડિતસભા મયુર જીવન અનાજનું ઉત્પાદન ભારતીય દર્શનનું મૂળ : સમન્વય પર્યુષણ વ્યાખ્યાનમાળાની આલોચના આલ્બર્ટ સ્વાઈટ્ઝર સમાપ્ત ગૌરીપ્રસાદ ચુ. ઝાલા પૃષ્ઠ પરમાનંદ ૧૧૫ પરમાનંદ ૧૧૮ ભાનુશંકર યાજ્ઞિક ૧૨૦ આચાર્ય તુલસી ` ગૌરીપ્રસાદ ચુ. ઝાલા ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૨૪ ૧૨૧ ૧૨૨ *સાભાર સ્વીકાર જૈનેપનિષદ: લેખક: યોર્ગાનષ્ટ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ, પ્રકાશક: શ્રીમદ્ બુદ્ધિસાગરજી સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા: પ્રાપ્તિસ્થાન : શ્રી ચીમનલાલ જેચંદભાઈ, શેઠ મનસુખભાઈની પાળ, કાળુપુર, અમદાવાદ, કિંમત : રૂા. ૧. નિવેદ : લેખક : દેસાઈ વાલજી ગોવિન્દજી, પ્રાપ્તિસ્થાન: સંસ્કાર સાહિત્ય મંદિર, પા, બાક્ષ નં. ૩૪, ઘેઘાના દરવાજો, ભાવનગર, કિંમત ૯૦ પૈસા. સિંહનાદ :લેખક: આચાર્ય રજનીશજી, પ્રકાશક : જીવન જાગૃતિકેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ ૨, કિંમત રૂા. ૧.૨૫. સ્વાતંત્ર્યનો પ્રયોગ: લેખક શ્રી હરભાઈ ત્રિવેદી, પ્રકાશક : ઘરશાળા પ્રકાશન મંદિર, તખ્તેશ્ર્વર પ્લાટ, ભાવનગર, કિંમત રૂા. ૧.૫૦. જૈન ધર્મ ચિંતન : લેખક: અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયા, પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ, કિંમત રૂા. ૧.૫૦. લિત કે અંધવિશ્વાસ (હિંદી): લેખક : શ્રી શાંતપ્રકાશસત્યદાસ : પ્રકાશિકા : સૌ. ઈન્દિરાદેવી સત્યદાસ, અનન્તાનંદ પ્રકાશન, રિંગનાંદ, (રતલામ, મધ્ય પ્રદેશ), કિંમત રૂા. ૨.૫૦. દિવ્યદર્શન : ( મહાકાવ્ય ) : લેખક: સ્વામી સત્યભકત, પ્રકાશક: સત્યસંદેશ ગ્રન્થમાળા, સત્યાકામ, વર્ધા, કિંમત રૂા. ૩.૦૦. જપુજી: લેખક : આચાર્ય વિનોબા ભાવે, પ્રકાશક, યજ્ઞપ્રકા શન, ભૂમિપુત્ર, હુઝરાત પાગા, વડોદરા - ૧. કિંમત રૂા. ૧.૨૫. તૂફાન કા સંકેત : લેખક : આચાર્ય વિનોબા, પ્રકાશક : સર્વ સેવા સંઘ પ્રકાશન, રાજઘાટ, વારાણસી, કિંમત : ૮૦ પૈસા, ભાષાનો સવાલ : લેખક: આચાર્ય વિનોબા, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હુઝરાત પાગા, વડોદરા ૧. કિંમત ૭૫ પૈસા હળવું ગાંભીર્યં: લેખક : શ્રી ચીનુભાઈ પટવા (ફિલસૂફ), પ્રકાશક: રવાણી પ્રકાશન ગૃહ, તિલક માર્ગ, અમદાવાદ ૧, કિંમત રૂ. ૫૧.૫૦ રાષ્ટ્ર ઔર રાજય : લેખક: શ્રી જૈનેન્દ્રકુમાર, પૂર્વોદય પ્રકાશ, દિલ્હી. વિમલ પ્રબંધ: સંપાદક: શ્રી ધીરજ્લાલ ધનજીભાઈ શાહ, બી. એ; પીએચ. ડી. પ્રકાશક ગુજરાત સાહિત્ય સભા, બેલેન્ટાઈનની હવેલી, ત્રણ દરવાજા, અમદાવાદ, કિંમત : રૂ।. ૧૫, ૩ જીવનનો અમૂલ્ય આનંદ મૂળ અંગ્રેજી જૅસફ પેન્ગવે, અનુવાદક : શ્રી જમુભાઈ દાણી : પ્રકાશક: સૌ, સૂર્યા જ. દાણી, ૫ એ/૫૧, સાનાવાલા બિલ્ડિંગ કિંમત રૂા. ૧–૨૦ ખીલતી કળીઓ: લેખક શ્રી જમુભાઈ દાણી; પ્રકાશક ઉપર મુજબ, કિંમત રૂા. ૨. મછાવણીમાં એક દિવસ: મૂળ અંગ્રેજી: એલેકઝાન્ડર સાલગે નિશ્વિન, અનુવાદક : સૌ. સુભદ્રા ગાંધી, પ્રકાશક : વિશ્વમાનવ, રામજી મંદિર પાળ, વડોદરાં, કિંમત રૂા. ૫.૫૦. સામ્યવાદી ચીન : લેખક: શ્રી ભોગીલાલ ગાંધી, પ્રકાશક: ઉપર મુજબ, કિંમત રૂા. ૨.૭૫. આત્મબલ : લેખક : શ્રીમાન વિશ્વવંદ્ય, પ્રકાશન: શ્રી નૃસિંહ પ્રકાશન, ૨૨, ગાવાલિયા ટૈંક રોડ, મુંબઈ-૨૬. કિંમત: ૧૦ પૈસા.. હવાઈ હુમલા : સાવચેતી ને ઉપાયો : લેખક : શ્રી લવણપ્રસાદ શાહ, ૮૧, ફ્રિંટ રોડ, કોટ, મુંબઈ - ૧. કિંમત ૫૦ પૈસા,
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy