________________
૨૨
✩
ખુલ્લું જીવન
પર્યુષણવ્યાખ્યાનમાળાની સમાલાચના
( ગતાંકથી ચાલુ )
જીવનના કોઈ પણ ક્ષેત્રનું નિરૂપણ કરીએ તો તેના મૂળમાં એક વ્યકિત)ના દ્વૈત (અન્ય, સમાજ) સાથેના સંબન્ધનો પ્રશ્ન રહ્યો છે. કેવળ વ્યક્તિના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે તા એ વૈયક્તિક વિકાસની માત્રા સમાજના હિતને પ્રતિકૂળ નીવડવાની કોટીએ પહોંચે, સામાજિક આર્થિક, રાજકીય ક્ષેત્રે તે આમ બનતું આવ્યું છે. સામે પક્ષે સમાજને જ પ્રાધાન્ય આપવામાં આવે તે તેના ભાર નીચે વ્યકિતને ચૂડાવું જ રહ્યું : આર્થિક, રાજકીય, સામાજિક ક્ષેત્રે આજે આ પરિસ્થિતિનાં ઉદાહરણા ઘણે સ્થળે જોઈ શકાય છે: ચીનની અત્યારની પરિસ્થિતિ એનું ઉગ્રતમ દષ્ટાંત છે. વ્યક્તિના વિકાસ અને સમાજના વિકાસ એક સાથે સાધવાની માળાશ આપે, અવકાશ આપે, પ્રેરણા આપે એ યોજનાએ જીવનદષ્ટિઉત્તમ ગણાય. અને વ્યકિતના કે સમાજને વિકાસ એટલે અધ્યાત્મનિષ્ઠ વિકાસ. ધવર્ધન વામન ધર્મના અનુસંધાનમાં જ અર્થ અને કામનું પરિશીલન. જે પ્રજા બાહ્ય સાધન-સંપત્તિની સમૃદ્ધિમાં રાચતી હોય, પણ જેના પ્રજાજનમાં માનવતાના-અધ્યાત્મના-ગુણની ઉપેક્ષા કરાઈ હોય તે પ્રજા સાચા વિકાસને માર્ગે નથી એ દેખીતું છે. સમૃદ્ધિની વચ્ચે ખાલીખમ લાગતાં અને ખાલીપણાના ભારથી ગુંગળાતાં માનવહૃદયો આજની દુનિયાને અજાણ્યાં નથી.
આ જ વાત બીજી રીતે મૂકીએ તે‚ Man makes the age or the age makes the man-પરિસ્થિતિ માનવને સજે છે કે માનવ પરિસ્થિતિને સર્જે છે એ જ મુખ્ય પ્રશ્ન છે.સામાન્ય માનવી ભલે પરિસ્થિતિને વશ બની અસહાય જેવી સ્થિતિ ભાગવતા હોય: છતાં તેના જીવનમાં પણ કોઈકવાર કોઈક પ્રસંગ એવા આવતો હોય છે જ્યારે તે પેાતાના દઢનિશ્ચય અને પ્રયત્ન ઉપર જ આધાર રાખીને પરિસ્થિતિમાં સર્વથા પરિવર્તન નહીં તા પણ થાડે ઘણે અંશે ફેરફાર આણવા સમર્થ બને છે. મહામાનવ–લોકોત્તર શકિતશાળી માનવની મહત્તા જે આ કારણે છે. તેઓ પોતાનાં દર્શન અને પ્રવૃત્તિને બળે પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન પણ આણી શકે છે. આજે રાજકીય કે સામાજિક ક્ષેત્રે આવાં ઉદાહરણા સંખ્યાબંધ મળે છે. પણ આધ્યાત્મિક ક્ષેત્રે પણ અનન્ય સામાન્ય સામર્થ્યવાળી વ્યકિતઓ પણ આપણી વચ્ચે વસતી રહી છે અને માનવ-જીવનને સાચા વિકાસને માર્ગે વાળી રહી છે. એનાં દૃષ્ટાન્તા સ્વાંમી રંગનાાનંદજીના ‘શ્રી રામકૃષ્ણ પરમહંસે આપેલા આધ્યાત્મિક વારસો' વિષેના વ્યાખ્યાનમાં, પરિવ્રાજિકા આત્મપ્રાણાનાં ‘શ્રી રામકૃષ્ણ પરમહંસની જીવનસાધના’ અને ‘શ્રી મા શારદામણિદેવી’ વિષેનાં, વ્યાખ્યાનોમાં અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ‘આલ્બર્ટ સ્વાઈત્ઝર' વિષેના વ્યાખ્યાનમાં મળી રહ્યાં હતાં.
• સ્વામીશ્રી રંગનાથાનન્દજીએ આરંભમાં (અને આગલા દિવસના પ્રવચનમાં પણ) જણાવ્યું હતું કે ભૌતિક વિજ્ઞાન જેમ Science of the outside world' બાહ્ય જગતનું શાસ્ત્ર છે તેમ ધર્મ Science of the inside world' આન્તર જગતનું શાસ્ત્ર છે. ધર્મનું સાચું સ્વરૂપ આ દષ્ટિમાં સમાયેલું છે. સ્વામી રામકૃષ્ણના જીવનના પ્રસંગોના ઉલ્લેખ કરતાં કરતાં તેમણે સ્વામી રામકૃષ્ણની આધ્યાત્મિક દષ્ટિ અને સાધનાના વિકાસનાં સપાનાનો પણ નિર્દેશ કર્યો હતો. સ્વામી રામકૃષ્ણે વૈદિક, જૈન અને બૌદ્ધપરમ્પરાઓની આધ્યાત્મિક અનુભૂતિ મેળવી હતી, એટલું જ નહીં, ઈસ્લામ અને ખ્રિસ્તી પરંપરાઓના આધ્યાત્મિક અનુભવો પણ મેળવ્યા હતા. પરિણામે એ મહામાનવ બન્યા હતા. સ્વામી રંગનાથા
૧-૧૦-૧પ
નંદજીની વ્યાખ્યાનશૈલી અને અંગ્રેજીભાષા ઉપરના પ્રભુત્વથી શ્રોતાવર્ગ સ્વાભાવિક રીતે જ પ્રભાવિત થયા હતા. પ્રવ્રાજિકા આત્મપ્રાણાએ સ્વામી રામકૃષ્ણની જીવન-સાધના વિષેગુજરા તીમાં સ્વસ્થ શૈલીમાં વ્યાખ્યાન કર્યું હતું. બીજે દિવસે શ્રી મા શાર દામણિદેવી-સ્વામી રામકૃષ્ણના પૂર્વાકામનાં ધર્મપત્ની અને સાધ નાની ચરમકોટીએ પહોંચતાં સાક્ષાત શકિત તરીકે આરાધ્ય દેવીરૂપ બનેલાં શ્રી શારદામણિદેવીની આધ્યાત્મિકતા, અનુકંપા અને લોકોત્તરતાનું નિરૂપણ કરતું વ્યાખ્યાન પ્રાગ્રાજિકા આત્મપ્રણાએ આપ્યું હતું.
શ્રી ચીમનભાઈના વ્યાખ્યાનના વિષય જેટલા પ્રભાવશાળી હતા તેટલી જ પ્રભાવશાળી એમની વ્યાખ્યાન-શૈલી હતી. ચોવીસ વર્ષની ઉંમરે ચાર ચાર વિષયોમાં માટી પદવીઓ (degrees ) મેળવીને કૉલેજમાં આચાર્યપદ સેવનાર આલ્બર્ટ સ્વાઇત્ઝર ખ્રિસ્તીધર્મના સાચા સ્વરૂપને સમજવા ઝંખે છે. ઓગણત્રીસ વર્ષની ઉંમરે માનવસેવાની અદમ્ય ઝંખનાથી પ્રેરાઈને દાકતરી શિક્ષણ લે છે. ચાત્રીસ વર્ષની ઉંમરે આફ્રિકાનાં અગોચર જંગ્લામાં આદિવાસીઓની વૈદ્યકીય સેવાનો આરંભ કરે છે. જીવનના, જગતના અને આજની માનવસંસ્કૃતિના સ્વરૂપને સમજવા મથતા આ જીવનમીમાંસક જીવમાત્રને સમાન ગણી અહિંસાની પ્રતિષ્ઠા કરે છે: જીવનમાં જીવવાની એષણા સાથે જીવમાત્ર પ્રત્યે પ્રેમની અનુકંપાની-ભાવના સેવે છે: ' અને પેાતાને ક્રમે ક્રમે થયેલા જીવનદર્શનનાં સોપાનનું વિવરણ કરતાં લોકોત્તર આધ્યાત્મિકતાની વિભૂતિ જેવા બની રહે છે. શ્રી ચીમનભાઈએ આલ્બર્ટ સ્વાઈત્ઝરની આત્મથામાંથી કેટલાક પરિચ્છેદો વાંચી સંભળાવ્યા હતા. વિષયની ઉદાત્તતાને લીધે અને વ્યાખ્યાનપદ્ધતિને લીધે આ વ્યાખ્યાન ચિરસ્મરણીય બને તેવું હતું.
‘શ્રી અરવિન્દની દષ્ટિએ પુનર્જન્મની વિચારણા’ વિષે વ્યાખ્યાન કરતાં શ્રી રજનીકાન્ત મેદીએ જણાવ્યું હતું કે પ્રકૃતિમાં નિયમબદ્ધ અને વિકાસશીલ વ્યવસ્થા છે. તે માનવયોનિમાં વ્યક્ત થયેલી ચેતના પશુ-પક્ષીની યોનિમાં વ્યકત થાય એ કેમ સ્વીકારી શકાય ? સ્વર્ગનરકની ક્લ્પના બુદ્ધિસંગત નથી—ઉપનિષદ-હંમત પણ નથી. અન્તરાત્મા સ્કૂલમાંથી સૂક્ષ્મ શરીર તરફ ક્રમે ક્રમે પ્રગતિ કરતો હાય છે. પરમાત્માની ઈચ્છા સાથે એકરસ થવું એમાં માનવનો વિકાસ છે. શ્રી મેદીનું આ પ્રવચન પુનર્જન્મના વાદને નવી રીતે નિરૂપવાના પ્રયત્નરૂપ હતા. પુણ્ય-પાપ વિષે, પરમાત્માની ઈચ્છા સાથે એક્સસ થવા વિષે, માવન-ચેતનાના સ્વાતન્ત્યના પ્રશ્ન વિષે, પ્રકૃતિમાં વ્યવસ્થા–નિયમબદ્ધતા—ખરી પણ એ હંમેશાં વિકાસની જ દિશામાં હોય છે કે કેમ એ પ્રશ્ન વિષે એમણે કરેલાં વિધાન વિચારને ઉત્તેજે તેવાં હતાં.
સ્વામીશ્રી પ્રણવતીર્થં વૈદાન્તનું સમ્યક્ સ્વરૂપ’વિષે વ્યાખ્યાન કરતાં કહ્યું હતું કે ભેદમાં દુ:ખ છે, અભેદમાં સુખ છે. બ્રહ્મ રસરૂપ છે અને સૌનું લક્ષ્ય રસાનન્દ છે. કામક્રોધાદિકને પણ સમજપૂર્વક પ્રયત્નથી વશમાં લાવી શકાય. શ્રી મૃણાલિનીબહેન દેસાઈએ ‘વ્યવહાર અને કર્મયોગ'નું વિવરણ કરતાં એક દષ્ટા તદ્નારા સમજાવ્યું હતું કે વ્યવહારની પીઠિકા વિનાનું જ્ઞાન શુષ્ક પાંડિત્ય છે અને નિષ્ફળ છે. સામાન્ય રીતે જગતના વ્યવહાર સ્વાર્થથી રાગદ્વેષથી—પ્રેરાયેલા હોય છે. નિષ્કામ કર્મ કરાય તો તે કર્મ કર્મયોગ બને છે. સ્વર્ગમાં નિષ્કામભાવે ઉઘુકત રહીએ તો પરમાત્મા તરફ એક ડગલું આગળ ગાલ્યા એમ કહી શકાય.
શ્રી વી. એસ. પાગૅના વ્યાખ્યાનનો વિષય હતો તત્વાઈસૂત્ર