SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૬૫ પ્રમુખ જીવન ૧ ખેતીનાં સાધનો વસાવવા માટે લોન તગાવી અને સહકારી બે કપાત કરાવી શક્યા છીએ. પણ જે અનાજને મૅચે નળાઈ બતાવીશું આપણી એ જીત આપણી લાચારીમાં ફેરવાઈ જશે. રોકડ ધિરાણાની રાહત પણ ખેડૂતોને અપાઈ રહી છે. આ બધાનું સુંદર પરિણામ વર્ષો વર્ષ વધતા જતા અનાજ ઉત્પાદનના આંકડા જાણી શકાય છે. પરથી આગળના વર્ષોના આંકડાઓ બાજુએ રાખીને ૧૯૬૪-૬૫ ના હિસાબી વર્ષના અનાજ ઉત્પાદનને જ ધ્યાનમાં લઈએ તે ગયું વર્ષ આપણા ખેતીના ઉત્પાદન માટે આશાજનક અને ઉત્સાહપ્રેરક બન્યું છે. ૧૯૬૪-૬૫ માં ફકત અનાજનું જ ઉત્પાદન આઠ કરોડ અને આઠ લાખ ટન થયું છે જ્યારે તે પહેલાંના ૧૯૬૩-૬૪માં તે આઠ કરોડ અને એક લાખ ટન પર હતું, તે પહેલાંનાં વર્ષોમાં તેનાથીય ઓછું હતું. આ પ્રકારના ઉત્સાહથી પ્રેરાઈને ચાથી પંચવર્ષીય યોજનાને અંતે લગભગ બાર કરોડ ટન અનાજ ઉત્પાદન કરવાના લક્ષ્યાંક વિચારાઈ રહ્યો છે. અનાજનું ઉત્પાદન વધારવાના આવા સંકલ્પની સિદ્ધિ માટે સર્વના સહકારની આવશ્યકતા રહે છે. ખેડૂતોનાં એક વર્ગના અને કેટલાક ખેડૂત હિતેચ્છુઓના એવા ખ્યાલ છે કે, ખેડૂતો અનાજનાં ઉત્પાદન માટે જે શ્રામ લે છે તેના પૂરા બદલા ખેડૂતોને મળતો નથી એટલે કે અનાજનાં યોગ્ય ભાવ ઉપજતા નથી. પરિણામે કેટલાક ખેડૂતો રોકડીઓ પાક લેવા તરફ વિશેષ વળ્યા છે. આ સ્વાભાવિકતાનો સ્વીકાર કરીને સરકારે અને સમાજે ખેડૂતોને હૈયાધારણ આપવી જોઈએ કે ખેડૂતોને તેનાં કામના યોગ્ય બદલા મળે તે રીતે અનાજનાં ભાવાનું ધારણ જળવાઈ રહેશે, સામાજિક ન્યાયના સિદ્ધાંતોને વરેલી સરકાર તેમ જ સમાજ પાસે ખેડૂતો આટલી અપેક્ષા રાખે તો તે અયોગ્ય નહિ ગણાય—અસ્થાને પણ નહિં લેખાય. આ રીતે ખેડૂતોમાં વિશ્વાસ અને ઉત્સાહ પેદા કરીશું તા • અનાજનું વાવેતર જરૂર વધશે. ખેડૂતો પણ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરવામાં પાછા નહિ પડે. પણ ખેડૂતોને સાચી પરિસ્થિતિની જાણ કરવાનું કામ કેવળ સરકારી અધિકારીઓ પર છેડવાનું નહિ પાલવે. તેની સાથેાસાથ નાગરિક સંરક્ષણ સમિતિ અને ગૃહરક્ષક દળનાં સભાસદો પણ જોડાય તે સારા પરિણામની વિશેષ આશા રહે છે. આ તકે દેશના તમામ રાજકીય પક્ષના કાર્યકર ભાઈ-બહેનને પણ અપીલ કરવાની છે કે જેમ વિદેશી આક્રમણના સામના કરવા માટે આપણે સૌ ખભેખભા મીલાવીને કાર્ય કરીએ છીએ તેમ અનાજની અછતના પ્રશ્નને રાષ્ટ્રીય સંકટ ગણીને તેના મૂકાબલા કરવા માટે સંયુકત રીતે અને એક અવાજે પ્રયત્ન કરીશું તો દેશમાં નવી હવા નિર્માણ થશે. અનાજ ઉત્પાદકોમાં વિશેષ વિશ્વાસવાળુ વાતાવરણ પેદા કરી શકીશું. આ પ્રકારની આપણી બેવડી સંગઠનશકિત ભૂખમરાના દૈત્યને સંહારવાનું એક અમોધ શસ્ત્ર સર્જશે. આંકડાશાસ્ત્રીઓ કહે છે કે દેશ સ્વતંત્ર થયા પછી સુતરાઉં કાપડનું ઉત્પાદન પહેલાના કરતાં દોઢ ગણુ વધ્યું છે. ખાદીનું વેચાણ લગભગ ત્રેવીસગણું વધ્યું છે. તેવી જ રીતે બીજી ચીજોના ઉત્પાદનક્ષેત્રે પણ ઠીક ઠીક પ્રગતિ કરી છે. જેના લીધે રાષ્ટ્રની સરાસરી આવકનાં પ્રમાણમાં પણ થોડો વધારો થયો છે. દેશની આર્થિક પ્રગતિનું આ નાનકડું પણ સુંદર ચિત્ર ખૂબ આનંદદાયક છે. સરાસરી આવકનું પ્રમાણ વધી રહ્યું છે તે પણ સંતોધની વાત છે. છતાં એક વાત ન ભૂલીએ કે અનાજની બાબતમાં સ્વાવલંબી નહિ થઈએ ત્યાં લગી આ બધા પ્રકારના વધારાની અસર વિશાળ સમાજજીવન પર આછી વધતી થવાની છે, પછી ભલે તે ખેડૂત હાય, કામદાર હોય કે વ્યાપારી અને અધિકારી હાય અનાજની અછતના પ્રશ્ન સહુના જીવન સાથે સરખા જ સંકળાઈ રહેવાનો છે. એટલે જ આ અનાજસંકટના આપણે સહુએ સાથે મળીને સહુના પ્રબળ પુરુષાર્થથી પ્રતિકાર કરવાના છે. ચીન અને પાકિસ્તાને આપણી શકિતની કસોટી કરી લીધી છે. રણમેદાનના મારચે દુશ્મનના દાંત ખાટા કરી. નાખનાર આપણા જવાનાના પરાક્રમ પર દેવતાઓએ પુષ્પ વર્ષાવ્યાં છે અને ભારતીય ઈતિહાસની શૌર્યગાથાઓમાં અનેક જવાંત પ્રકરણા ઉમેરાયાં છે. લડાઈના બીજે મોરચે નાગરિક સંગઠ્ઠન અને વ્યવસ્થિત સંઘશકિતનો સાક્ષાતકાર પણ આપણે આપણા દુશ્મનોને અને જગતના લોકોને એવું ન બને એ માટે આપણે નિરધાર કરીએ કે અનાજનો સંગ્રહ કે બગાડ કરીશું નહિ, જનતાને વ્યાજબી ભાવે અનાજ મળે અને ખેડૂતોને વ્યાજબી ભાવે વેચવાનું પરવડે એ જાતની રાજ્યમાન્ય વ્યવસ્થામાં સાથ આપીશું. આટલું કરીશું તો ચોથી પંચવર્ષીય યોજ નામાં અનાજના ઉત્પાદન માટે વિચારાઈ રહેલા બાર કરોડ ટનના લક્ષ્યાંક વટાવી જતાં વાર નહિ લાગે. દેશના ખેડૂતોનો પુરુષાર્થ અને જનતાનો સહકાર અનાજનું આ રાષ્ટ્રીય સંકટ જરૂર દૂર કરશે એમાં લવલેશ શંકા નથી. વિદેશીઓએ દેશની આઝાદીને પડકાર ફેક્યો ત્યારે દેશરક્ષ માટે શહીદ થઈ ગયેલા શહીદોની વીરગાથાઓ ભાતની ભાવી પેઢીને પ્રેરણા આપશે પણ વિદેશીઓએ ભારત પર આક્રુણ કર્યું ત્યારે લાખા ભારતવાસીએ અનાજ વગર ભૂખ્યા ટળવળીને મરી ગયા. એવા દુ:ખદ ઈતિહાસનું પુનરાવર્તન થશે તો તે આપણા માટે શરમજનક અને આપણી ભાવિ પેઢીને માટે અસહ્ય અને નીચું જોડાવનારૂ નીવડશે ઈતિહાસકારોને આવું કંઈ શરમજનક આલેખવાનો પ્રસંગ ન મળે અને આપણી ભાવિ પેઢી ઉન્નત પુસ્તકે જગત સામે ઊભી રહી શકે એ માટે પણ આપણે લડાઈ પહેલા મોરચાની જેમ અનાજના સંકટના આ બીજે મારચે પણ વિજા પ્રાપ્ત કરવા છે. આપણે ઈચ્છીએ કે આપણા સર્વના સંયુકત સહકાર થી આપણા ખેડૂત બંધુએ આ બીજા મારચાની આગેવાની લે અને વિજ્યને વરી જગતના તાતનું બીરુદ શાભાવે. – જય હિંદ ! –ભાનુશંકર યાશિ ભારતીય દર્શનનું મૂળ : સમન્વય જિજ્ઞાસા અથવા તો એષાા માનય ચેતનાની સહજ વૃત્તિ છે. જીવન શું છે, જીવનનું લક્ષ્ય શું છે ના આવા પ્રશ્નો છે કે પ્રત્યેક ચેતનાશીલ માનવીના મમાં સદ કાળથી ઊઠતા આવ્યા છે. વિવેકી માનવે સતત સાધના, અનુશીલ્ડન તથા અનુભૂતિ દ્વારા આ પ્રશ્નોનું સમાધાન શોધવામ પોતાનું, જાતને લગભગ ખાઈ નાખી છે. તે ચિન્તનના પ્રતિળ રૂપે દર્શન પ્રાટ થયું છે. દર્શન બીજું કશું નથી, જીવનની વ્યા છે, વિશ્લેષણ છે, સત્યની શેાધ છે. સમસ્ત દર્શનનુ મૂળ બી છે દુ:ખના અભિધાતની અને સાચા સુખના લાભની આંકાડા. આ મૌલિક ધારણાની દૃષ્ટિએ વિભિન્ન દર્શનના ઉદ્ ગમમાં અન્તર નથી, તે ગેક છે. દર્શન કેવળ વિદ્રાનાના તથા વિચારકોના બૌદ્ધિક વ્યાપારનો વિષય નથી. એ તા વ્યકિત-વ્યકિતના જીવનથી સંબંધિત એક આવશ્યક પાસુ છે. ભારતીય દર્શનાએ જેવી રીતે બહારના પક્ષની સુક્ષ્મતાપૂર્વ કની સમજણ સાધી છે, તેવી જ રીતે અન્તર પક્ષના પ પણ તથા અન્વેષણમાં પણ કંઈ કમીના રાખી નથી. ભારતીય વિચારધારાની ત્રિવેણી જૈન, વૈદિક તથા બૌદ્ધ—આ ત્રણ પ્રવાહામાં વહી છે સમન્વયની દૃષ્ટિથી જોવામાં આવે તે આપણને ત્રણેમાં અભેદ પ્રાપ્ત થાય છે. જ્યાં વૈદિક ઋષિ વિદ્યા અને અવિદ્યાની વિવેચના કરીને અવિદ્યાની હયતા અને વિદ્યાની ઉપાદેયતા દેખાડતાં દેખાડતાં બ્રહ્મસારૂના રસ્તા દેખાડૅ છે, જૈન તીર્થંકર આસ્રવ અને સંવર અર્થાત કર્મબંધ તથા કર્મનિરોધનું વિશ્લેષણ કરીને ખાત્મશુદ્ધિની પ્રેરણા દેતાં દેતાં નિર્વાણની વ્યાખ્યા કરે છે, ત્યાં બીજી બાજુને બૌદ્ધ આચાર્ય દુ:ખ, સમુદય, માર્ગ વગેરે આર્યસત્યાને પ્રસ્તુત કરીને જન્મમરણના સંસ્કારોથી છૂટવાની વાત કરે છે. સંક્ષેપમાં કહીએ તો સર્વેએ આસકિત, લાલસા, દ્વેષ તથા લોભ જેવી વૃત્તિઓને બંધન કહ્યું છે અને તેથી મુકત થવાની દરેકે પ્રેરણા આપી છે. સૂક્ષ્મ દષ્ટિથી નિષ્પક્ષપણે વિચારવાવાળા માટે આમાં કોઈ ભેદ રહેતા નથી. ઉલટું ઘેરો સમન્વય, સામંજસ્ય તથા ઐકયનું સમર્થન પ્રાપ્ત થાય છે. આચાર્ય તુલસી
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy