SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ R જીર્ ચિત્રિતાદેવી હતાં. આ સભામાં દેવદેવીઓ સમક્ષ અપાતા પશુબલિ સંબંધમાં વિવેચના થયાં હતાં. મોટા ભાગનાં વિવેચન પશુબલિ વિરૂદ્ધનાં હતાં, પણ એમાં એક પંડિત એવા પણ હતા કે જેમણે પશુબલિનું ધર્મશાસ્ત્રોના ઉલ્લેખપૂર્વક જોરદાર સમર્થન કર્યું હતું. આ સર્વ ચર્ચાવિચારણાને ઉપસંહાર કરતાં મુનિશ્રી' 'સતબાલજીએ જણાવ્યું હતું કે “આ વિષયમાં ખરી રીતે હૃદયપરિવર્તનની જરૂર છે, એ પરિવર્તન માટે જિજ્ઞાસાની ઘણી જરૂર છે. જયાં જિજ્ઞાસા ન હોય ત્યાં હૃદયપરિવર્તન શી રીતે થઈ શકે? જે લોકો શાસ્ત્રથી પશુબિલ સિદ્ધ કરતા હાય છે તેમનામાં જિજ્ઞાસા ન હાર્યે તે તેમને ગમે તેટલા શાસ્ત્રાર્થથી પણ સંતોષ થવાના નથી. આપણે એવી પંડિતસભા પણ યોજવાનું વિચારી શકીએ અને તેમાં શાસ્ત્રની દષ્ટિએ આ પ્રશ્નની ચર્ચા કરવા પં. રમાકાન્ત શાસ્ત્રી, વગેરે તૈયાર જ છે. પરંતુ એકાન્ત પૂર્વગ્રહ હોય તો તેમાં વિતંડાવાદ અને કટુતા સિવાય બીજું કશું પરિણામ આવવા સંભવ નથી. ખરૂં જોતાં સત્વગુણપ્રધાન લોકો માટે. હૃદયપરિવર્તનની પ્રક્રિયા કારગત થઈ શકે છે. જે લોકો રો ગુણી અને તમેગુણી છે તેમને બદલવા માટે તેમના ઉપર સામાજિક દબાણ અને કાયદાદ્રારા રાજકીય દબાણ એ બન્નેની જરૂર છે. ઘણા વિદ્વાનો અને પંડિતાના પશુબલિવિરોધમાં અભિપ્રાયા મળ્યા છે, જેમાં એક ખબર એ પણ મળ્યા છે કે, હમણાં પહેલી ઑગસ્ટે કાલી માતાના મંદિર ઉપર, જે વીજળી પડી તે અમંગળ સૂચવે છે અને તે એમ સૂચવે છે કે હવે પશુબિલ દેવીને પસંદ નથી; તે અનિષ્ટસૂચક છે અને એને બંધ કરવું જોઈએ. આશા છે કે આપણા પ્રયત્નો સફળ થશે.” ** આ પંડિતસભામાં નીચે મુજબના ઠરાવ પસાર થયા હતા:“મુનિશ્રી સંતબાલજી મહારાજના સાન્નિધ્યમાં અને ડા. ત્રિપુરારિચક્રવર્તીની અધ્યક્ષતામાં કચ્છી જૈન ભવનમાં પશુબનિષેધક સમિતિ દ્વારા આયોજિત આ પંડિતસભા ધર્મના નામે દેવદેવીની આગળ થતાં પશુબલિદાના પ્રતિ તીવ્ર અંતરવેદના પ્રગટ કરે છે. દરેક ધર્મ માનવજાતિને અહિંસા તરફ પ્રેરે છે. દરેક ધર્મમાં દેવદેવીની પૂજા અને સાત્વિકતા વધારવા માટે છે, ઘટાડવા માટે નહીં. એટલે દેવદેવીની આગળ થતું પશુબલિ વિલંબ બંધ થયું જોઈએ. આ જ સંદર્ભમાં કાલીઘાટની સેવાયત કમિટી અને ટેમ્પલ કમિટી અને એને લાગતાવળગતા ભાઈબહેનોને આ સભા હાર્દિક વિનંર્તી કરે છે કે તેઓ હવેથી જગજજનની કાલીમાતાના મન્દિરમાં દિવ્યતા વધારનાર સાત્ત્વિક બલિ જ ધરાવે. ' આ રીતે કલકત્તાના કાલીમાતાના મંદિરમાં વર્ષોથી ચાલી રહેલા પશુબિલને અટકાવવાને લગતા મુનિશ્રી સન્તબાલજીના પ્રયત્ન છેલ્લા `સવા દોઢ વર્ષથી એકસરખો ચાલુ છે. આ અનિષ્ટ રૂઢીને નાબૂદ કરવાનો આધાર, મુનિ સંતબાલજી જણાવે છે કે તે મુજબ, બંગાળીપ્રજાના હૃદયપરિવર્તન ઉપર રહેલા છે અને જે પ્રજા સદીઓથી માંસાહારી અને જે પ્રજા પશુબલિની પ્રક્રિયાને કંઈક કાળથી ધર્મ સાથે જોડતી આવી છે તેમના હૃદયનું પરિવર્તન કરવું અશકય નહિ તે અત્યંત મુશ્કેલ છે. તેમાં મુનિશ્રીને અંતિમ - સફળતા મળે કે નહિ એ જુદા પ્રશ્ન છે, પણ જે પ્રકારની તમન્ના અને તીવ્રતાથી તેઓ આ બાબતને લગતું આંદોલન ચલાવી રહ્યા છે, સમજાવટનું કાર્ય કરી રહ્યા છે, તેનું પરિણામ અનેક ભાઈ - બહેનોને -પશુબલિથી વિમુખ બનાવવામાં આવી રહ્યું છે એમાં કોઈ શક નથી અને આ માટે તેમને જરૂર ધન્યવાદ ઘટે છે. આખરે અનિષ્ટ દૂર થવાનું હશે તો તે આમજનતાનાં મોટા પાયાના વિચારપરિવર્ત નથી જ થવાનું છે. તે આ ધ્યેય સિદ્ધ કરવા માટે મુનિ સંતબાલજી સૂચવે છે તેમ હાલના તબક્કે – જ્યાં સુધી મોટા પાયાનું મતપરિવર્તન ન થાય ત્યાઁ સુધી કાયદાનું અવલંબન લેવાનો વિચાર કરવામાં ન આવે એ ખાસ જરૂરી છે, કારણ કે આમ કરવા જતાં નવા સંઘર્ષ પેદા થાય છે, આવા કાયદાને અમલી બનાવી શકાતા નથી અને જે ધાર્મિક અનિષ્ટની જડ નાબૂદ કરવા માંગતા હોઈએ તે જડ વધારે ઊંડી પેસે છે અને પરિણામે રોકવા ધારેલા 1 અનર્થને વધારે ઉત્તેજન મળે છે. નન તા. ૧૬-૧૭મ અને એ પણ જણાવવું જરૂરી છે કે માતાજીના મંદિર ઉપર વીજળી. પડવાને પશુબલિ સંબંધમાં માતાજીની ઈચ્છા સાથે જોડવી એલોકોના ભેાળપણનો ખોટો લાભ ઉઠાવવા બરાબર છે. આવી ઘટનાના એમ પણ અર્થ બેસાડી શકાય કે આવી ઘટના પશુબલિ વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલન સામે માતાજીને કોપ દર્શાવે છે. આવી દલીલો કરવાથી બે ઘડી સામાન્ય લોકો ભાળવાય, પણ સમજુ લોકો આથી કદિ પણ છેતરાતા નથી. આ વિષયમાં ખરો માર્ગ લોકોના દિલમાં કરુણા જાગૃત કરવાના અને તેમની બુદ્ધિમાં ધર્મને લગતી સાચી સમજણ પેદા કરવાના છે. જ્યારે તેમનામાં કરુણા અને વિવેક પૂરા પ્રમાણમાં જાગૃત થશે ત્યારે પશુબલિ જેવી અધર્મમય અને ક્રૂરતાભરી રૂઢિઓ એક દિવસ પણ નભી નહિ શકે. અનાજનું ઉત્પાદન પરમાનંદ (તા. ૫-૧૦-૧૯૬૫ ની રાત્રે આકાશવાણી મુંબઈ કેન્દ્ર ઉપરથી પ્રસારિત કરવામાં આવેલ વાર્તાલાપ ઑલ ઈન્ડિયા રેડિયોની અનુમતિપૂર્વક નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી ) અનાજનું ઉત્પાદન વધારવાનું સૂત્ર, વિદેશી શાસન હતું ત્યારે, ખૂબ સાંભળ્યું અને આજે સ્વતંત્ર ભારતમાં પણ એનું એ જ સુત્ર ” વખતોવખત સાંભળવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે અનાજની અછતનું ભયંકર પરિણામ પણ આપણા દેશે ભાગવ્યું છે. ઈતિહાસકારો લખે છે કે એ વખતે એકલા બંગાળ ઈલાકામાં જ લાખો લોકો ભૂખના માર્યા મૃત્યુને શરણ થયા હતા. આજે જ્યારે ચોમેરથી યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે અને દેશના દુશ્મના એની મેલી મુરાદ બર લાવવા માટે તરેહ તરેહના પડ્યા ગાઠવી રહ્યાં છે ત્યારે અનાજની અછતનો પ્રશ્ન આપણી સંરક્ષણ હરોળની એક નબળી કડી જેવા બની રહ્યો છે, આપણા દેશ ખેતીપ્રધાન દેશ ગણાતા હોવા છતાં અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી નથી એ હકીકતના સૌ કોઈ સ્વીકાર કરે છે અને તેથી જ અનાજના પ્રશ્નને આપણે રાષ્ટ્રના પ્રાણપ્રશ્ન ગણ્યો છે. અનાજના પ્રશ્નની આ પ્રકારની ગંભીરતા સમજીને દેશની સરકારે તેના ઉકેલ માટે કેટલાક નાના મોટા પ્રયત્નો કર્યા છે, છતાં તેમાં જોઈએ તેટલી સફળતા પ્રાપ્ત થઈ નથી. ' અને આજે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના અઢારમે વર્ષે પણ આપણા સ્વામાનપ્રિય રાષ્ટ્રને મુઠ્ઠી ધાન માટે પરદેશ તરફ આશાભરી મીટ માંડવી પડે છે. પરદેશેામાંથી મેળવેલી મદદ પછી પણ પૂરી ખાધ પૂરાતી નથી, મૂળ પ્રશ્ન ઉકેલાતા નથી ત્યારે કેટલાકો દેશમાં વધતા જતા વસ્તી-~~ વધારાને અનાજની અછતનું એક કારણ ગણાવે છે. આ વાત થાડા અંશે સાચી છે, પણ ફકત વસ્તીવધારો રોકવાથી જ અનાજની ખાધ પૂરાશે એમ માનવાને કંઈ જ કારણ નથી. અનાજની અછતનું મૂળ કારણ તો એ છે કે વિદેશી શાસનકાળ દરમિયાન આપણા દેશની જમીનની યોગ્ય માવજત થઈ નથી, જેના લીધે જમીનના કસ ઉત્તરોત્તર ઓછા થતા રહ્યો છે. આપણી એક કહેવત છે કે – ખેડ, ખાતર અને પાણી, ધાનને લાવે તાણી. આ કહેવત પ્રમાણે જોઈએ તે દેશની પરાધીનતા વખતે આપણાં દુર્બળ ખેડૂતો પાસે જમીન ખેડવાના પૂરતાં સાધનો જ નહોતાં રહ્યાં ત્યાં જમીનને ખાતર કે પૂરતું પાણી આપવાની વાત જ અશકય હતી. આ વિષમ પરિસ્થિતિએ આપણને અકળાવ્યા છે અને સજાગ પણ કરી દીધા છે, અને તેથી જ જમીનને ફળદ્રુ ૫ અને સત્વવાન બનાવવાના તથા ખેડૂતોને ખેતીનાં સાધનો વગેરે બાબતમાં સંપન્ન બનાવવાની દિશામાં ચાક્કસ પ્રયત્નો થઈ રહ્યા છે. આપણે જોઈશું કે આપણી પહેલી, બીજી અને ત્રીજી પંચવર્ષીય યોજનામાં આ બધી હકીકતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અનાજના ઉત્પાદનના માર્ગ સરળ બને અને ખેડૂતોને ખાતર, પાણી અને ખેતીનાં સાધના સહેલાઈથી મળે એ માટે નદીઓનાં નીર નાથીને દેશના જુદા જુદા ભાગમાં જળબંધો બાંધવામાં આવ્યા છે અને ત્યાંથી નહેરો વાટે ખેતરોમાં પાણી પહોંચાડાઈ રહ્યું છે. રસાયણીક
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy