________________
તા.૧૬-૧૦-૧૫
પ્રભુપ્ત જીવન
વલણને ધ્યાનમાં લઈને આજના ભારત - પાકિસ્તાન સંઘર્ષ અંગેના પરસ્પરવિરોધી દેખાતા, ઢીલા અને અન્ય જનોના મનમાં ગુંચવાડો પેદા કરતા વલણને સર્વ સેવા સંઘ અને શાંતિસેના માંડળની નીતિ ઘડનારા મિત્રા વધારે સુસંગત, સ્પષ્ટ અને સચોટ બનાવે એવી મારી તેમને નમ્ર પ્રાર્થના છે.
ઉપરની આલેાચના દ્રારા આપણે એમ સિદ્ધ કર્યું કે પાકિસ્તાનના અન્યાયભર્યા આક્રમણ સામે ભારત જે સંરક્ષણાત્મક પ્રતિક્રમણની નીતિ અખત્યાર કરી રહેલ છે તેમાં, સામુદાયિક અહિંસક પ્રતીકારના અભાવમાં, ભારતવાસી સૌ કોઈએ હિંસા - અહિંસાના ગુંચવાડામાં ન પડતાં બને તેટલા સક્રિય સાથ આપવા જોઈએ. આ વ્યાપક વિધાનમાં માત્ર એક અપવાદ સ્વીકારવા જરૂરી લાગે છે અને તે એવી વ્યકિતઓ અંગે કે જેમને મન પૂર્વ સંસ્કારોના કારણે, ઊંડી ધાર્મિક માન્યતાના કારણે અથવા તેા સુદઢ અહિંસાનિષ્ઠાના કારણે માનવહત્યા સંર્વ. કોઈ સંયોગામાં અત્યન્ત નિષિદ્ધ અને લગભગ અશકય જેવી છે, અને તે કારણે જેમના માટે સીધા યુદ્ધપ્રયત્નોમાં ભાગ લેવાનું શકય નથી. આવી વ્યકિતઓ ભલે યુવાન અને સશકત હોય તો પણ તેમને સીધા યુદ્ધ - પ્રયત્નોમાં ભાગ લેવાની ફરજથી મુકત રાખવી ઘટે. આમ છતાં પણ, આજે અનિવાર્ય બનેલા સામુ-. દાયિક સંરક્ષણાત્મક પ્રતીકારની પરિસ્થિતિમાં, આવી વ્યકિતઓએ સીધા યુદ્ધપ્રયત્નોથી ઈતર એવી અનેક પૂરક પ્રવૃત્તિઓ જેમકે પ્રજાનું સંરક્ષણ, શાંતિ તેમ જ કૃતિની રક્ષા, સુશ્રુષા, સારસંભાળ, નિરાાિતાનું ધારણ પોષણ વગેર—આવી પૂરક પ્રવૃત્તિઓમાં પોતાથી બનતો સાથ તેમ જ સહકાર આપવે જ જોઈએ. આજના રાષ્ટ્રવ્યાપી યુદ્ધસંકટમાં અહિંસાના ઓઠા નીચે કેવળ નિષ્ક્રિય બની બેસવાના કોઈને પણ અધિકાર હોઈ ન જ શકે. આપણાં સનાતનું જીવનમૂલ્યો ન ભુલીએ!
રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન પૂર્વ યુરોપ અને ઈથીપિયાના બે એક અઠવાડિયાના પ્રવાસે જઈ રહ્યા હતા તેના આગલા દિવસની સાંજે દિલ્હી ખાતેના ઑલ ઇન્ડિયા રેડિઓ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સંદેશા દ્વારા, ચાલુ ઑકટોબર માસની બીજી તારીખે ગાંધીજીના જન્મ દિવસ હતા તેને અનુલક્ષીને, જે જુવાને એ આપણા દેશના રક્ષણાર્થે પેાતાના પ્રાણની આહુતિ આપી હતી અને જેઓ ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના કારણે ઘાયલ થયા હતા તેમના સ્મરણમાં પૂજા ઉપાસનાના સર્વ ધાર્મિક કે સ્થળાએ સામુદાયિક પ્રાર્થના યોજવા રાષ્ટ્રપતિએ અનુરોધ કર્યો હતો અને વિશેષમાં જણાવ્યું હતું કે “આપણે આ દિવસે થેડી ઘડી માટે યુદ્ધના ધમધમાટ અને તાપાની ગર્જનાથી અળગા બનવું જોઈએ. અંતર્મુખ બનીને અદ્યતન પરિસ્થિતિ અને તેમાંથી માનવીના ઉત્થાનની – સામુદાયિક સુધારણાની - શક્યતાઓ વિષે ચિંતન કરવું જોઈએ. આપણને એ બાબતનું સ્મરણ રહે કે ભારતને મહાન આદર્શ આધ્યાત્મિક મેાક્ષને અને માનવ સમાજ્યાપી પ્રેમ અને મૈત્રીના છે, આજની દુનિયાને ચોતરફથી આવરી રહેલી દ્રોપમન્સુરની આંધીના દબાણને વશ થઈને આપણા આદર્શો અને ભાવનાઓને આપણે બૂઝાવા દેવા ન જોઈએ. આપણે આત્મવિજય અને સ્વાર્પણ વડે આ આદર્શને પહોંચી વળવાના પ્રયત્ન કરવા જોઈએ. આપણે હિન્દુ, મુસલમાનો, શિખા, બૌદ્ધો, ખ્રિસ્તીઓ, યહુદીઓ અને પારસીઓ વચ્ચે ભય કે દબાણ વડૅ નહિ, ઉદાસીનતા કે ઉપેક્ષા વર્ડ નહિ, પણ સક્રિય સહકાર દ્વારા સંવાદિતા સાધીને એકતા સ્થાપિત કરવા, સુદઢ કરવા પ્રયત્ન કરવા જોઈએ. એ દિવસ માટે આપણે પ્રાર્થના કરીએ અને ક્રિયાશીલ બનીએ કે જ્યારે સર્વ રાષ્ટ્રોના અને સર્વ સંપ્રદાયના માનવીઓ શાંતિ અને સદ્ભાવપૂર્વક અને સગાં ભાઈ - બહેનો માફક હળી મળીને સાથે રહેતા 'થાય.
(al
૧૯
“હું” આશા રાખું છું કે અને ઈચ્છું છું કે ‘આ ઑકટોબરની બીજી તારીખને પ્રાર્થના અને શુભસ્મરણના દિન તરીકે આપણે મનાવીએ અને ઉજવીએ.”
:
શાસ્ત્રીજીનું દિલ કેમ ભરાઈ આવ્યું?
તા. ૮-૧૦-૯૬૫ના રોજ ભારતના મહામમાંત્યુ લાલબહીદુર શાસ્ત્રીને એક પત્રના પ્રતિનિધિએ અનેક પ્રશ્નોમાં એક પ્રશ્ન નીચે મુજબ પૂછ્યા હતા :–
પ્રશ્ન : મારો છેલ્લો પ્રશ્ન. શાસ્રીજી જરાક અંગત જેવા છે. અમારા વાંચવામાં આવેલું કે વર્તમાન યુદ્ધી કટોકટીની ક્ષણે આપ લોકસભામાં એકદમ લાગણીવશ બની ગયા હતા, ત્રાપનું દિલ ભરાઈ આવ્યું હતું અને ડુસકા ભરવા લાગ્યા હતા. આ અંગે કેટલાક બ્રિટિશ અને અમેરિકન છાપાવાળાઓએ ખેવી ટીકા કરી હતી કે આપે એમ કર્યું, કારણ કે આપ યુદ્ધવિરામને આદેશ આપવા ઈચ્છતા નહાતા. આમાં શું સત્ય છે તે આપની પાસેથી હું જાણવા ઈચ્છું છું.
ઉત્તર : પાર્લામેન્ટમાં એ દિવસે લાગણી વડે મ દિલ ભરાઈ આવ્યું હતું એ તદન સાચું છે, પણ તેને આપણા વિજય સાથે અથવા તો શસ્ત્રવિરામને સાંમતિ આપવા સાથે જે સંમતિ એ વખતે સ્વેચ્છા પૂર્વક પાઈ પણ ચૂકી હતી – કા જ સંબંધ નહેતા. એ કટોકટીની ઘડિએ મારૂં દિલ ભરાઈ આવ્યું તેનું કારણ એ હતું કે એ સમયે આપણા જવાનોની—મૃત તેમ જ જીવંત બન્નેની- દેશાભિમાન, શૌર્ય, હિંમત અને આત્મબલિદાનની મૃત મારી આંખ સામે તરવરી રહી હતી. જે શહેરો ઉપર પાકિસ્તાની બાંબગાઇઓને વરસાદ વરસાવવામાં આવ્યા હતા એ અમૃતસર જમ્મૂ અને બીજાં શહેરોની નાગરિક વસ્તી ઉપર આ યુદ્ધ જે રુણાજનક હારત સરજી હતી તેના વિચાર કરતા હતા. દેશાભિમાનની પરિભાષામાં યુદ્ધની કોઈ ઉપ યુક્તતા હશે, પણ તેમાં નિર્દોષ માનવીઓના ભાગે આવેલા ભયંકર યાતનાઓ અન્તર્ગત થયેલી છે.
ત્યાર બાદ મેં ઈપિતાલાની મુલાકાત લીધી છે. અહીં યુદ્ધે સરજેલું બીજું જ ચિત્ર - યાતના અને ગૌરવનું – મે નિહાળ્યું આ જવાના જેટલા યુદ્ધક્ષેત્ર ઉપર તેટલા જ ઇસ્પિતાલના બીછાના ઉપર શિસ્તબદ્ધ સૈનિકોની માફક વતી રહ્યા હતા. ન મે કોઈને રડતા જોયા, ન મેં કોઈને આંસુ સારતા જોયા, પણ મને માત્ર વિલક્ષણ ધૃતિ અને શિસ્તબદ્ધતાનાં દર્શન થયાં.
પ્રશ્ન : શાસ્ત્રીજી એ બરોબર છે. પ્રજાએ આામાંથી શું બધ લેવાના છે?
ઉત્તર : મારે કહેવું જોઈએ કે આપણા લશ્કરી દળના અધિ કારીઓએ અને જવાનોએ આખા રાષ્ટ્ર ઉપર એક એવા દાખલા બેસાડયો છે કે જેણે આપણા દેશબંધુઓના દિલમાં ક્રાંતિ પેદા કરી છે . “ આપના દેશ કે લિયે કરેગે યા મરેંગે" એ લોકનારાના ખરો અર્થ શું છે તેનું તેમણે આપણને પુરૂં ભાન કરાવ્યું છે, અને આ દેશાભિમાનના, નિર્ભયતાના, શિસ્તબદ્ધતાના અને એક તાને ભાવ ભારતના પ્રત્યેક નાગરિકને પ્રેણા આપે છે. આપણા. સશસ્ત્ર દળાએ દોરવણી આપી છે. લોકોએ તેમના પ્રેરક દષ્ટાંતને અનુસરવું ઘટે. ”
પશુબલિના વિરોધમાં કલકત્તા ખાતે યોજાયી પતિમભા
ક્લકા ખાતે તા. ૮-૮-૬૫ના રોજ મુ‚િ સન્તબાલજીની સાનિધ્યમાં તથા ડૉ. ત્રિપુરારિ ચક્રવતીની અધ્યક્ષતામાં પશુબલિનિષેધક સમિતિ દ્વારા, કલકત્તામાં વસતા ખ્યાતનામ પંડિતાની એક સભા યોજવામાં આવી હતી. આ સભાના સ્વાગતાધ્યક્ષ શ્રીમતી